STORYMIRROR

Palak parekh

Romance Tragedy

4  

Palak parekh

Romance Tragedy

વિરહ

વિરહ

3 mins
56

"વિરહ" આ શબ્દ સાથે કદાચ હું ક્યારેય ન જોડાયો હોત કારણકે આ એજ શબ્દ છે કે જેને પ્રત્યેક પ્રેમી ધિક્કારે છે, આ એજ શબ્દ છે કે જેણે ઘણા રસિકોને પણ અરસિક બનાવી દીધા હોય, મને નહોતી ખબર કે આ એક શબ્દ સાથે મારે આટલી ઝડપથી ઓળખાણ થઈ જશે. 

   જ્યારે મારી નવી જગ્યાએ બદલી થતી ને ત્યારે પહેલા તો મને મારા ઉપરી અધિકારી પર બહુ જ ગુસ્સો આવતો પણ એ દિવસે જ્યારે મેં એને વી.એસ. હોસ્પિટલના કેન્સર વિભાગમાં જોઈ ત્યારે તેમનો દિલથી આભાર માનવાનું મન થયું મને થયું કે વાહ પ્રેમનો કીડો આપણને કરડ્યો ખરો.. પણ જ્યારે મને ખબર પડી કે જે સ્પેશિયલ પેશન્ટ માટે મને અહીં બોલાવામાં આવ્યો હતો તે એજ છે, ત્યારે એક સખત ઝટકો લાગ્યો. તે હતી જ એવી, આટલું દર્દ છતાં આંખોમાં ક્યાંય વેદના નહી, હતી તો બસ જેટલું મળ્યું છે તેને જીવવાની ઈચ્છા, પ્રેમ, વાત્સલ્ય અને કંઈક અપૂર્ણને પૂર્ણ કરવાની ઈચ્છા મારા ઘણા પ્રયત્નો કરવાં છતાં પણ હું તેને બચાવી ન શક્યો. તેને બ્લડ કેન્સર થયું હતું ડૉ. નિરંજન કહેતા હતાં કે જ્યારે તેને જણાવવામાં આવ્યું કે તેને કેન્સર છે, ત્યારે તે ફક્ત એટલું જ બોલેલી કે કેટલી વાર છે ટિકિટ ફાટવામાં? એટલે કે સલમાન ખાનની ટાઈગર જિંદા હે તો જોઈ શકીશને? અને આટલું સાંભળતાજ ત્યાં હાજર પ્રત્યેક વ્યક્તિનાં દિલમાં તે અમીટ છાપ બનીને રહી ગઈ. કેમકે જે રોગનું નામ સાંભળતાં જ ભલભલાનાં હાંજા ગગડી જાય ત્યારે આતો માત્ર પચીસ વર્ષની જ હતી. મને આજે પણ યાદ છે જ્યારે અમે મળતાં ત્યારે તે મને એક વાત અચૂક પૂછતી કે પ્રેમ શું છે? અને હું ચૂપ થઈ જતો, કેવી રીતે કહું તેને કે જે હું તેને કરું છુ અને કદાચ તે પણ મારા માટે અનુભવે છે તે લાગણીઓનો સેતુ એટલે પ્રેમ. જ્યારે અમારો પ્રેમ પરાકાષ્ઠા પર હતો ત્યારે તેનું કેન્સર પણ લડત ચલાવી રહ્યું હતું તેમ કહી શકાય. કારણકે જ્યારે મને લાગ્યું કે હવે હું જીવી રહ્યો છું જીવનને માણી રહ્યો છું ત્યારે જ અચાનક તે દિવસે હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે "ઈમરજન્સી". અને હોસ્પિટલ પહોંચતાં જ તેને જોઈને હું બેબાકળો થઈ ગયો, જાણતો હતો કે ગમે ત્યારે મારે આ પરિસ્થિતિમાંથી પસાર થવાનું જ હતું પણ તે આટલી ઝડપથી થઈ જશે તે નો'તો ઈચ્છતો.  

  હું એ તો જાણતો જ હતો કે તેનાં બ્લડ સેલ્સમાં કેન્સર પૂર્ણ પણે ફેલાઈ ગયું છે તેથી આ સમય ગમે ત્યારે આવી શકે છે પણ આટલો જલ્દી તે હું નો'તો જાણતો. જ્યારે હું એની પાસે ગયો ને કહ્યું કે 'સોરી હું તને ચાહું એટલા પ્રયત્નો કરું છતાં નહી બચાવી શકું. મારું મેડિકલ સાયન્સ તારા કેન્સર સામે હારી ગયું... એકદમ હારી ગયું..' અને મારાથી એક ડૂસકું નખાઈ ગયું.

 ત્યારે તે ફક્ત એટલું જ બોલી કે, " બાબુ મોષાય જિંદગી બડી નહીં લંબી હોની ચાહીએ". અને તેના આ ખોટા બોલાયેલા ડાયલોગ પર હસવું કે રડવું તે ના સમજતા હું રડમસ અવાજે હસ્યો..

અને ફરી મારી સામે જોઈને મારા વાળમાં આંગળા ફેરવતાં ફેરવતાં તે બોલી, "ટાઈગર અભી જિંદા હે મેરે દોસ્ત." 

 હું જીવીશને તારાં હૃદયમાં, તારી યાદોમાં અને તારી વાતોમાં, ક્યારેકતો સંભાળીશને મને? અને જાણે મારી એક હા સાંભળવા માટે જ ભગવાન પાસેથી શ્વાસ ઉધાર લઈ આવી હોય એમ મારા હા કહેતાજ તે મારાં હાથમાં જ ઢળી પડી. 

'હું કઈ જ ના કરી શક્યો કંઈ જ નહીં.....' 


Rate this content
Log in

Similar gujarati story from Romance