વિચાર સરણી...
વિચાર સરણી...
એક વખત સ્વામી વિવેકાનંદ મુંબઇ-પુના રેલવેમાં પ્રથમ વર્ગમાં મુસાફરી કરી રહ્યાં હતાં. એ વખતે ડબામાં હાજર રહેલ એક અંગ્રેજ વિવેકાનંદ સાંભળે તેમ બોલતો હતોઃ "હવે તો બાવાઓ પણ પ્રથમ વર્ગમાં મુસાફરી કરે છે, વગેરે વગેરે.
વચ્ચે લોનાવાલા સ્ટેશન આવતાં વિવેકાનંદને મળવા આવનાર એક ગૃહસ્થ સાથે પ્રભાવશાળી રીતે અંગ્રેજીમાં વાત કરતાં જોઇને પેલાં મુસાફરની આંખો ઉઘડી અને તેણે વિવેકાનંદની માફી માંગી.
તેમણે કહ્યું, ‘મને ખોટુ લાગ્યું નથી, કેમ કે દરેક માણસ સામા માણસની પરીક્ષા પોતાની બુધ્ધિ અનુસાર કરતો હોય છે.’
