Khamma patel

Comedy

4.0  

Khamma patel

Comedy

સોલ્યુશન...

સોલ્યુશન...

1 min
19


ડોક્ટર :- શું તકલીફ છે તમને ? 

 મહેશ :- સાહેબ, રાત્રે ઉંઘમાં ડર લાગે છે કે પલંગ નીચે કોઈ સંતાયુ છે.

આ કારણે ઉંઘ નથી આવતી !

ડોક્ટર :- આ માટે તમારે સતત ૬ મહિના વિકમાં એક દિવસ આવવું પડશે. 

મહેશ :- એક વખતની ફી કેટલી થશે. ? 

ડોક્ટર :- ત્રણ હજાર

૬ મહિના પછી ડોક્ટર, મહેશને રસ્તામાં મળી જાય છે.

ડોક્ટર :- કેમ મહેશ, તું ઈલાજ માટે પછી આવ્યો જ  નહીં ? 

મહેશ :- અરે ડોક્ટર, મારે તો લાખોનો ખર્ચ બચી ગયો. મારા એક વકીલ મિત્ર એ ફ્રીમાં મારો ઈલાજ કરી આપ્યો.

ડોક્ટર :- શું વાત છે, વકીલ મિત્રએ ફ્રીમાં તો શું ઈલાજ કર્યો ? 

મહેશ:-કાંઈ નહીં સાહેબ, એમણે કહ્યું, પલંગ વેચી નાખ, ને ગાદલું જમીન પર પાથરી સુવાનું રાખ !

કહેવાનો મતલબ, ડોક્ટર પાસે જતા પહેલાં વકીલ  મિત્રોમાં ચર્ચા કરી લ્યો. કારણ...જ્યાં વકીલ મિત્ર ત્યાં જરૂર કંઈક સારો રસ્તો મળી જાય છે ! વકીલ મિત્રોમાં સંબંધોનું સન્માન કરવું તેમને ગળથુથીમાં જ મળેલું હોય છે !


Rate this content
Log in

Similar gujarati story from Comedy