STORYMIRROR

Khamma patel

Others Children

3  

Khamma patel

Others Children

વ્યક્તિની કિંમત

વ્યક્તિની કિંમત

2 mins
193

એકવાર એક લોખંડની દુકાનમાં તેના પિતા સાથે કામ કરતા છોકરાએ અચાનક તેના પિતાને પૂછ્યું "પપ્પા" આ દુનિયામાં વ્યક્તિની કિંમત કેટલી ?

દીકરાનો આવો ગંભીર પ્રશ્ન સાંભળીને પિતાને નવાઈ લાગી. પિતા પણ મનમાં વિચારવા લાગ્યા કે આવળી ઉંમરમાં આવો પ્રશ્ન કેમ પૂછ્યું હશે. પછી પિતાએ કહ્યું બેટા મનુષ્યની કિંમતનો અંદાજ કાઢવો ખૂબ મુશ્કેલ છે, તે અમૂલ્ય છે. તેની કિંમત આંકી શકાય નહીં.

પછી દીકરાએ કહ્યું પપ્પા તો બધા સમાન અને મૂલ્યવાન છે ? પપ્પા કહે હા બેટા.

દીકરાએ ફરીથી પ્રશ્ન પૂછ્યો "પપ્પા" તો પછી આ દુનિયામાં કેટલા ગરીબ અને કેટલાક અમીર કેમ છે, કેમ કોઈ માટે વધારે તો કોઈ માટે ઓછો આદર છે ?

પ્રશ્ન સાંભળીને પિતા થોડીવાર શાંત રહ્યા અને પછી બોલ્યાં બેટા એક કામ કર સ્ટોર રૂમમાં પડેલો લોખંડનો સળિયો લેતો આવ સળિયો લાવીને દીકરાએ પિતાને આપ્યો ત્યારે પિતાએ કહ્યું બેટા આ સળિયા ની કિંમત કેટલી હશે, દીકરો બોલ્યો પિતા લગભગ 200 રૂપિયા હશે.

પિતા બોલ્યા બેટા જો હું આ સળિયામાંથી નાના ખીલા બનાવું તો તેની કિંમત શું હશે ? દીકરો વિચારવા લાગ્યો અને પછી બોલ્યો લગભગ 400 રૂપિયા જેટલી.

પપ્પા બોલ્યા કે હું આ સળિયામાંથી હું ઘડિયાળ ઘણા કાંટા બનાવું તો ? દીકરો વિચારીને બોલ્યો તો વધારે કિંમત આવે.

પિતાએ દીકરાને સમજાવતા કહ્યું કે તે જ રીતે, વ્યક્તિની કિંમત તે અત્યારે જે છે, તેમાં નથી. પરંતુ તે પોતાને શું બનાવી શકે છે, તેમાં છે.

સમય, સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે દરેક વ્યક્તિની કિંમત બદલાતી રહે છે. માટે વ્યક્તિનું મૂલ્ય આંકવુ ખૂબ જ અઘરું છે.

માટે કહેવત છે, કે શબ્દ પરથી માણસની કિંમત ક્યારે પણ ન કરી શકાય. લીમડો કડવો અને ખાંડ મીઠી હોય છે. પણ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ એ તો લાંબા સમયે જ અનુભવ થાય છે.

રેતીમાં ઢોળાયેલી ખાંડ કીડી વીણી શકે છે. હાથી નહીં. માટે ક્યારેય કોઈપણ માણસને નાના ન સમજવા.


Rate this content
Log in