વ્હાલમ તું અને હું બીજું શું
વ્હાલમ તું અને હું બીજું શું
( વેલેન્ટાઈન ડે આવી ગયો છે. ફેબ્રુઆરી મહિનો આવે મનમાં થાય કે પ્રેમની વાત સમજાવતો મહિનો આવી ગયો છે. આજે હું તમારી સમક્ષ એક નાનકડી પ્રેમકહાની વિશે કંઈક કહેવા માંગુ છું.)
ચલો, આજે એક નવી સવારની શરૂઆત થઈ ગઈ હતી. પ્રિયા અને ધરતીનો એક નાનકડી સ્ટાર કંપનીમાં જોબનો પહેલો દિવસ હતો. એમનો એક મિત્ર વિકાસ બન્યો. ત્રણે રોજ બ્રેકફાસ્ટ અને લંચ જોડે કરવા જતાં. ધીમે ધીમે ત્રણેય સારા મિત્ર બની ગયાં હતાં. અઠવાડિયું દસ દિવસ ધરતી બિમાર થઈ ગઈ હતી. એટલે વિકાસ અને પ્રિયા એક્બીજા સાથે વધારે સમય પસાર કરવા લાગ્યા હતાં. એક દિવસ પ્રિયા બોલી વિકાસ હવે તો લગ્ન કરવાની ઉંમર થવા આવી તારી અને મારી.
વિકાસ બોલ્યો,"સાચી વાત છે ઘરમાં બધાએ શોધવાનું પણ ચાલુ કરી દીધું છે."
પ્રિયા બોલી,"તને ગમશે તારા મમ્મી પપ્પા કહેશે તે છોકરી જોડે
લગ્નનાં મંડપમાં જઈ બેસી જઈશ.
વિકાસ બોલ્યો, એમાં શું મમ્મી પપ્પાની ખુશી એ મારી ખુશી રહેશે.
વિકાસ બોલ્યો , પ્રિયા તું કાલે ફ્રી છે તો આપણે ક્યાંક ફરવા જઈએ.
પ્રિયા બોલી ," એમ પણ હું અઠવાડિયાથી કામથી કંટાળી ગઈ છું. ચાલ ક્યાંક ફરી આવીએ. ઘણાં સમયથી થિએટરમાં કોઈ મુવી નહીં જોયુ. ચાલને વિકાસ પ્લીઝ."
વિકાસ બોલ્યો,"હા પ્રિયા કાલે સવારે તું તૈયાર રહેજે. હું ટિકિટ બુક કરાવી દઈશ."
પ્રિયા અને વિકાસ ઘરે ગયા.
બીજાં દિવસે સવારે પ્રિયા અને વિકાસ એકબીજાને એસ. જી હાઈવે મળ્યાં.
પ્રિયા રોજ કરતા કંઈક અલગ લાગતી હતી. વિકાસ બે મિનિટ માટે પ્રિયાને જોતો રહી ગયો અને પ્રિયા વિકાસને. આમ ધીમે ધીમે આંખોનાં ઈશારા થઈ ગયા હતા. પ્રિયા વિકાસની બાઈક પાછળ બેસી ગઈ. પ્રિયા અને વિકાસ વાતો કરતા હતા એટલામાં એક કુતરું વિકાસની બાઈક સામેથી પસાર થયું. એટલે વિકાસે નાનકડી બ્રેક મારી. એટલામાં પ્રિયાએ ડરીને વિકાસને જકડી રાખ્યો.
વિકાસ બોલ્યો,"તું બરાબર છેને સામે કૂતરું આવી ગયું હતું."
પ્રિયા બોલી,"ધ્યાનથી ચલાવ."
પ્રિયા અને વિકાસ થીએટરમાં પહોંચી ગયા હતા. પણ હજું એક કલાકની વાર હતી મૂવી ચાલું થવામાં.
પ્રિયા અને વિકાસ ફૂડ કોર્ટ ગયાં નાસ્તો કરવા.
બને વાતો કરતા હતા. એટલામાં વિકાસની નજર તેની આંખો પર ગઈ. વિકાસે તેનાં ગાલ પરથી આંખની પાંપણનો વાળ લીધો.
વિકાસે કીધું , મુઠી બંધ કર તને જે ગમતું હોય એ વિશ માંગી લે. તારી વિશ પૂરી થઈ જશે.
પ્રિયાએ આંખ બંધ કરી કીધું," મને પ્રેમ કરે એવો મારો વ્હાલમ મળી જાયે."
મૂવી ચાલું થવા આવી હતી.....
પ્રિયા અને વિકાસ આજુ બાજુમાં બેસી ગયા હતા. મૂવી ચાલું થઈ ગઈ હતી. મૂવી થોડું ઈમોશનલ અને ડરાવે તેવી હતી. પ્રિયા પોપકોર્ન ખાતી જાયે અને આંખો ભીની થઈ ગઈ હતી. વિકાસ તેને જોઈ રહ્યો હતો. વિકાસે ધીમે રહી તેનો હાથ પકડ્યો એનાં કાનમાં જઈ બોલ્યો હું તારી સાથે છું ચિંતા ના કરીશ. ઈન્ટરવલ પછી એક ભયાનક દ્રશ્ય આવ્યું કોઈ પણ કાંપી જાયે તેવું હતું. પ્રિયાએ જોરથી વિકાસનો હાથ પકડી લીધો. પ્રિયાએ મૂવી ચાલી ત્યાં સુધી વિકાસનો હાથ પકડી રાખ્યો.
વિકાસ બોલ્યો, પ્રિયા મૂવી પૂરી થઈ ગઈ. જઈશું હવે કે બીજી મૂવી જોવાનો ઈરાદો છે કે શું.
વિકાસ અને પ્રિયા ત્યાંથી થોળ અભયાણ્યમાં ગયા.
વિકાસ અને પ્રિયા એક્બીજા સાથે વાતો કરી ખૂબ ઉત્સાહિત હતાં. બંને ત્યાં બગીચામાં બેઠા. એકબીજાને જોઈ રહ્યા હતા અને ક્યારે વાતો નાં ખૂટે એવી વાતોનો ભંડાર હતો.
ધીમે ધીમે બંનેનાં દિલ મળવા લાગ્યાં ગયા હતાં. આંખોમાં એક્બીજા માટે પ્રેમ ઝળકતો હતો. હોઠો પર નવી ખુશી હતી. પ્રેમની કોઈ પરિભાષા ન હતી. જિંદગીમાં ચારે બાજુ ફૂલોની વર્ષા થવા લાગી હતી. પણ બને એક્બીજાને કંઈ કહી શકતા ન હતાં.
ફેબ્રુઆરી મહિનો ચાલતો હતો.14th ફેબ્રુઆરી બને રાહ જોઈ રહ્યા હતા. વિકાસનો પ્લાન જોરદાર હતો. વિકાસે પ્રિયાની આંખોં પર લાલ કલરની પટી બાંધી. એક ગાર્ડન હતું એમાં ચારેય બાજુ લાલ કલરના ફુગ્ગા અને પ્રિયા માટે જિંદગીની મોટી ભેટ આપી હતી. પ્રિયાના ઘરનાં સભ્યો અને વિકાસના ઘરનાં સભ્યો પણ ત્યાં હાજર હતા. પ્રિયા ત્યા બધાંને જોઈ ચોંકી ગઈ હતી. કેમ કે પ્રિયા એ ઘરમાં વિકાસ માટે કોઈ વાત ન'તી કરી.
વિકાસ બોલ્યો, સરપ્રાઈઝ થઈ ગઈ ને. હજું કંઈક બાકી છે.
વિકાસ ઢીંચણ પર બેઠો વિકાસે પ્રિયાને કીધું તું મારી સાથે જિંદગીભરનો સાથ આપીશ. વિકાસે પ્રિયાને હાથની આંગળીમાં અંગૂઠી પહેરાવી દીધી. પ્રિયાની આંખોમાંથી તેનાં માંગેલા વ્હાલમ વિકાસ માટે ખુશીના આંસુ હતાં. ઘરનાં બધાં સભ્યોએ તાળીઓના ગડગડાટથી પ્રિયા અને વિકાસનાં પ્રેમને દિલથી સ્વીકાર કર્યો. થોડાં દિવસ પછી એક સફળ પતિ પત્ની બની ગયા.

