વચન
વચન


માહી અને આકાશ આજ તેના લગ્નની પંદરમી મેરેજ એનિવર્સરીના ફંકશનમાંથી ફ્રી પડી અને રાત્રે મોડા પોતાના બેડરૂમમાં બેઠા હતા. માહીએ આકાશના બંને હાથ પોતાના હાથમાં રાખ્યા હતા અને બંને એકમેકની આંખોમાં પ્રેમ ભરી નજરે જોઈ રહ્યા હતા.
આજથી પંદર વર્ષ પહેલાં પોતાના બાળલગ્ન થયેલા હોવાના કારણે લગ્નના માંડવામાં લીધેલા વચનો તો યાદ ન હતા, પરંતુ આજે માહી અને આકાશ એકબીજાની આંખોમાં જોતા જોતાજ એકબીજાને જિંદગીભર સાથ નિભાવવાના અને હંમેશા સુખ-દુઃખમાં એકબીજાની સાથે રહેવાના વચનો મનોમન આપી દીધા હતા.