વચન
વચન
રાત થઈ ગઈ છે.હજી પણ ફેંસલો નથી આવ્યો. કેટલી રાહ જોવી, ધીરજ ખુંટતી જાય છે. બધા સમાચાર જોઈ લીધા આજના, પણ ફેંસલો ? શું કરવું ન કરવું કંઈ સમજાતું નથી.
'રાધિકા બેટા શું વિચારે છે ? ઘડિયાળમાં સમય જોયો છે રાતના ૧૨ વાગ્યા છે. નિર્ણયની રાહ જોઈ રહી છે.'
'હા પપ્પા પણ હવે સૂઈ જાવું છું. જય શ્રી કૃષ્ણ.'
આજ કાલના છોકરાઓ એટલા સેન્સેટિવ છે. ના પૂછો વાત મેં કહ્યું ત્યારે સુવા ગઈ. હરીશે તો કામમાંથી ફૂર્સુદ લેવી નથી અને રાધિકા વહુને વિચારોમાં કામ સૂઝતું નથી.
'હરીશ હરીશ લાગે છે સૂઈ ગયા.'
"હું ક્યાં સૂતો છું, યુગો યુગોથી જાગું છું.'
રાધિકા, મને જાણ છે તારી અસમંજસ ને અધીરાઈ તને ખૂંચે છે. હાં પણ તારો પ્રશ્ન સાચો છે. તને ફેંસલો જોઈએ છે. તો સાંભળ ફેંસલો મારી પરવાનગી વિના નહિ.આવી શકે. અંતે આ ફેંસલો મારા વચનને આધીન છે તેનાથી તું અણજાણ છે રાધિકા. જ્યારે જ્યારે આ ધરતી પર અધર્મ વધી જશે ત્યારે ત્યારે ધર્મના રક્ષણ માટે હું આ પૃથ્વી પર જન્મ લઈશ. પાપ ના વિનાશ અને પુણ્યાત્માઓ ના રક્ષણ માટે. આ વચન મારા છે.તું મારી વહાલી ભક્ત છે રાધિકા.'
'શું તું મને વચન આપીશ કે તારા દરેક વચનોનું તું પૂરા દિલથી પાલન કરીશ. સપ્તપદીના વચન શાળામાં લીધેલી પ્રતિજ્ઞાના વચન, તારા માતા પિતાને આપલે વચન, તારા નાગરિકત્વના વચન, તારા કાર્ય ક્ષેત્રનાં વચન, અને અંતે તું એક સદાચારી મનુષ્ય છે તે માટે માણસાઈના વચન. આટલા વચનોનું પાલન કરી આપ.
અટ્ટહાસ્ય...
તું પણ એક મનુષ્ય છે. તને પણ જોઈએ છે કે હું સમગ્ર મનુષ્ય સમાજને આપેલા દરેક વચનોનું પાલન કરું. પણ તમે તમારી એક પણ ફરજ એક પણ વચન સારી પેઠે નહીં પાળો. ડર નહીં રાધિકા હું તો બસ મારા મનની વાત મારા પ્રિય ભક્તને કરવા આવ્યો છું. તારો હરીશ તો સૂઈ ગયો છે. પણ આ હરીશ જાગૃત છે. કાલના સમાચાર જોઈ લેજે. તથાસ્તુ...
રાધિકા ધ્રાસ્કા સાથે ઉઠીને જોયું તો સવારના છ વાગ્યા હતા. તે ટેલિવિઝન ચાલુ કરી સમાચાર જોવા જાય છે ત્યાં તેના સસરા જોરથી સાદ પાડે છે રાધિકા એમની રૂમ તરફ આગળ વધે છે ત્યારે જુવે છે કે મંદિરમાંથી લાલાજીની મુરત ગાયબ છે. રાધિકા ટીવીમાં ન્યૂઝ જોવે છે અને ફેંસલો આવી જાય છે.
અયોધ્યામાં રામ મંદિર બનાવવાની મંજૂરી મળી ચૂકી છે અને મહામારી એના અંતિમ તબક્કા પર છે. જલ્દી જ અકસીર દવા પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થઇ જશે.
રાધિકા નિર્ણય લે છે કે તે હવે પછી જે પણ વચન લેશે તેને અચૂક પાળશે. તે હરીશને ગળે લગાડે છે અને પોતાને ધન્ય સમજે છે કે તેને બન્ને નાથ વહાલી માને છે.
