વાદળીમાં જઈ ડૂબ્યું હૈયું.
વાદળીમાં જઈ ડૂબ્યું હૈયું.
અષાઢ મહિનાની આ રાત અને કડકડતી આ વીજળી ચકતી રહી. જ્યારે મેઘરાજા તેને સાથ આપતા ગુંજી રહ્યાં અને ખૂબ જોરૂકો પવન ફેલાયો..!
સદીઓથી તરસ્યો હોય તેમ જ આભ તૂટીને આ ધરતીને ભરવા લાગ્યો. વહેણ પુર ઝરણાં રસ્તા પર વહી રહ્યા. જ્યારે જીવણ તેની કાર લઈને પોતાની જૂની યાદો સાથે ૧૨૦ની સ્પીડમાં આવી રહ્યો હતો.
રસ્તામાં દૂર દૂર સુધી કોઈ જોવા નહોતું મળતું. જ્યારે આભમાં વીજળી ઓ ચકતી અને મેઘ ગુંજતો. જાણે આજે તુફાન આવ્યું હોઈ તેમ, જ મેઘરાજા મન મૂકીને વર્ષે છે.
થોડીવાર સુધી જીવણ આમ જ આવતો હતો કે, ત્યાં એક જગ્યાએ આવતા જ તેણે જોયું તો, એક ચા ની લારી પર પીળી બતી બળી રહી હતી અને કોઈક એકલી છોકરી ઉભી હતી. તે છોકરીને જોઈને જીવણની આંખોમાં પાણી આવી જાય છે અને પછી તેની આંખોના પાણી પોચીને તે જગ્યાએ જાય છે.
ત્યારબાદ તે છોકરી ત્યાં કાર રોકીને કારનો ગ્લાસ ખોલી જુવે છે. જીવણ ને આવી રીતે જોઈને તે છોકરી ચોકી ગઈ અને પછી આ વર્ષાની જેમ તેની આંખો પણ ભીની થઈ ગઈ.
" જીવણ " તે છોકરી એ કહ્યું.
" પલ્લવી " જીવણ તે છોકરી સામું જોઈને બોલ્યો.
ત્યારબાદ જીવણ આસપાસ જુવા લાગ્યો તો, દૂર દૂર સુધી કોઈ પણ નજર જોવા ન હોતું મળતું., સિવાય આ વર્ષા અને તેની સાથે વીજળીથી ગુંજતો મેઘ... જીવણ આ બધું જ જોઈને ચિંતા સાથે કહેવા લાગ્યો.
" પલ્લવી... તું અહીં શું કરે છે. તારે તો અત્યારે તારા ઘરે હોવું જોઈએ. " જીવણ એ કહ્યું.
" અ... બ... જી.. જીવણ..! હું અત્યારે ઑફિસથી આવું છું. અને મારી કાર રસ્તામાં ખરાબ થઈ ગઈ તો, મોડું થઈ ગયું. " પલ્લવી એ કહ્યું.
" ઠીક છે પણ... જો તને કોઈ વાંધો ના હોઈ તો, હું તને તારા ઘરે છોડી આવીશ. " જીવણ એ પલ્લવી સામું જોઈને કહ્યું.
જ્યારે પલ્લવીના મગજમાં શું ચાલી રહ્યું હતું કે, તે કોઈપણ જવાબ આપ્યા વગર તેનું મોં ફેરવી ને ઉભી રહી. પલ્લવીની ખામોશી જોઈને જીવણ ફરી બોલ્યો.
" પલ્લવી... શું વિચાર કરે છે. અત્યારે કઈ વિચાર ના કર.. રાત બહુ થઈ ગઈ છે. ચલ બેસ કારમાં હું તને છોડી જાઉં. " જીવણ એ કહ્યું.
" ના.. જીવણ હું જતી રહીશ. તું શું કામ નકામી મારી ચિંતા કરે છે. " પલ્લવી એ નજર ઝુકાવીને કહ્યું.
" પલ્લવી... મારા ઉપર આટલો ભરોસો નથી રહ્યો.! " જીવણ એ તેની નજરને પ્રશ્નાર્થ સાથે પૂછતાં કહ્યું.
" જીવણ....! " પલ્લવી તેની નજર ને સમજતા બોલી.
" પ્લીઝ પલ્લવી. " જીવણ એ રિકવેસ્ટ કરતા કહ્યું.
જીવણ ને આટલું કહેતા પલ્લવી માની જાય છે અને પછી પલ્લવી જીવણની કારમાં બેસી જાય છે.
કારમાં બેસતા જ પલ્લવી તેની ખામોશીમાં મુકાઈ જાય છે અને જીવણ તેના મૌન માં... બંને સાથે હોવા છતાં પણ કંઈક કમી રહી હોઈ તેમ જ બંનેની જિંદગી નો ખાલીપો રહી ગયો હોય છે.
આ કળી વાદળીમાં વરસાદ ધુવાદર આવતો હતો અને વીજળી કડકડતી ગુંજી રહી... પલ્લવી વીજળીની કિરણથી ડરી ગઈ અને જીવણ ના હાથમાં હાથ મૂકીને જોરથી પકડી રાખ્યો જીવણ કાર ચલાવતો પોતાનો હાથ ગેરથી પકડેલો અને ઉપર પલ્લવી નો હાથ આવી રીતે પકડેલ જોઈને તેના દિલમાં એક કાચ તૂટ્યો હોઈ તેવું જ મહેસૂસુ થયું. પલ્લવી થોડું આંખનું તરડું ખોલ્યું અને તરત જ જીવણ ના હાથમાંથી હાથ હટાવીયો.. જીવણની આંખોમાં આંસુ આવી ગયા અને સાથે પલ્લવીની આંખ પણ ભીની થઈ ગઈ.
ત્યારબાદ જીવણ તેની જૂની યાદોમાં જતો રહ્યો અને પલ્લવી પણ તેની યાદો સાથે વિન્ડો બહાર મોં ફેરવી તેની આંખોને આ વર્ષાની જેમ ભીંજાવા લાગી.
આજથી લઈને ૭ વર્ષ પહેલાની ઘડી સામે આવી જે, આજ મૌસમ અને આજ મેઘ વરસતો આજ સમય અને આજ વીજળીની ચમકતી કિરણ... જીવણ એ તેની કારની ઘડિયાળ પર નજર ફેરવી તો રાતનાં ૧૦ થયા હતા. જ્યારે જીવણ ૭ વર્ષની પહેલાની ઘડીને યાદ કરવા લાગ્યો. જે તેના માટે ખૂબ સુંદર વીતેલી પળ રહી ગઈ.
ત્યારબાદ એફ. એમ. મ્યુઝીક ચાલુ કર્યું અને આર. જે. ઋષિ...નો અવાજ સાંભળ્યો.
" હેલ્લો ફ્રેંડસ મેં આર.જે. ઋષિ...! ગુડ ગુડ વાલી નાઈટ મેં આપકા પ્યાર સે સ્વાગત હૈ, ઓર ઇન બારીશ કી મોસમ મે,.. મેં લેકે આયા હું એક પ્યારા સા સોન્ગ... જો આપકો આપકી પુરાની લવ સ્ટોરી યાદ કરવા દે. " આર. જે. ઋષિ એ તેના શૂર ને લોકો સમક્ષ મુકતા કહ્યું.
ત્યારબાદ જીવણ થોડુંક મોં પલ્લવી તરફ ફેરવીને જોયું તો, પલ્લવી પણ જીવણ તરફ જોઈને તેનું મોં ફરી વિન્ડો તરફ ફેરવી લીધું. અને ત્યાં જ વીજળી કડકડતી ગુંજી અને આભ ચમકી ઉઠ્યું. જ્યારે વરસાદની ધોધ આવતા જ આ સોન્ગ વાગ્યું.
...........
ચાંદ સે બીસડે તારો કી,
આધી સી મુલાકાતો કી,
કુછ બાત હૈ દર્દો કી,
તુજે સુનાની હૈ....
એક યાદ પુરાની હૈ,
તેરી મેરી કહાની હૈ...
બારીશ ના સમજી તું,
અખિયા દા પાની એ.......
.............. એક યાદ પુરાની... (૨)
.....................................
ઇશ્ક કી લકીર કા,
કિસા હૈ રંજા હીરા કા..
વી છોડ ને ઉડા દિયા
યે પન્ના તકદીર કા...
આજ ભી ઉસ દી
વાને કી,
એક દીવાની હૈ...
એક યાદ પુરાની હૈ,
તેરી મેરી કહાની હૈ...
બારીશ ના સમજી તું,
અખિયા દા પાની એ.......
.............. એક યાદ પુરાની... (૨)
ખત તેરે પ્યાર કે,
અભી ભી મેરે પાસ હૈ..
અલ્ફાઝો મેં ધડક રહે,
તેરે હી અહેસાસ હૈ..
તું તો નહીં હૈ સાથ મેરે
તેરી નિશાની હૈ...
એક યાદ પુરાની હૈ,
તેરી મેરી કહાની હૈ...
બારીશ ના સમજી તું,
અખિયા દા પાની એ.......
.............. એક યાદ પુરાની... (૨)
આજથી ૭ વર્ષ પહેલા જીવણ એ પલ્લવીને આજ વર્ષામાં તેનાં પ્રેમનો ઇઝહાર કર્યો હતો. જ્યારે પલ્લવી તો જાણે જીવણ ના મોં માંથી વર્ષોથી આ વાત સાંભળવા ચાહતી હોય તેમ જ જીવણ ને તેની ગળે મળી ગઈ અને બંને આ વરસાદમાં ભીંજાતા અનહદ પ્રેમની વર્ષા વરસાવી.
જીવણ તો માત્ર પલ્લવીનો મિત્ર હતો પરંતુ પલ્લવી જીવણ ને મનોમન ચાહતી હતી. કેમ નહિ કરણ કે, જીવણ હીરો હતો. જે સૌના હૈયામાં વસેલો હતો. આમ, તો જીવણ ને વહીવટ અને ઘર કામ આવું બધી જ માં ખૂબ જ ઓછી ખબર પડતી પણ પલ્લવી તેની સાથે હંમેશા રહેતી અને તેને સાથ આપતી.
જેમ જેમ... જીવણ પલ્લવી સાથે રહેવા લાગ્યો અને પલ્લવી ને સમજવા લાગ્યો તો, જીવણ ને પણ પલ્લવી ને પ્રેમ થઈ ગયો. એવો પ્રેમ કે, સાચો તો ખરો પરંતુ સાથે અતૂટ વિશ્વાસથી ભરેલો.
બંનેની જિંદગી ખૂબ સારી ચાલી રહી હતી. જ્યારે જીવણ અને પલ્લવી લગ્ન પણ કરવાના હતા કે, ત્યાં જ એક એવું વાવાઝોડું આવ્યું કે, જીવણ અને પલ્લવીની જિંદગી વેળવિખેલ કરી નાખી.
પલ્લવીના માતા પિતા જાણી ચૂકયા હતા કે, તેની દીકરી પલ્લવી એક એવાં છોકરાને પ્રેમ કરે છે કે, જે હમીર નથી. ગરીબ ઘરમાં દીકરી આપીશું તો, સમાજમાં નામ ખરાબ થશે અને સાથે પલ્લવી તેની સાથે ખુશ નહીં રહી શકે. અત્યારના સમયમાં દીકરીને સારું ઘર તેના માટે યોગ્ય છે.
પલ્લવીના પિતા રાજીવભાઈ અને તેની માતા કાવેરીબેન બંને એ પલ્લવીને પૂછ્યા વગર જ તેનું સગપણ નક્કી કરી નાખ્યું. જ્યારે પલ્લવી તો આ સંગપણ ની વિરુદ્ધ હતી. રાજીવભાઈ બધું જ જાણતા હતા. પરંતુ છતાં તેને એજ કરવાનું કહ્યું અને ના માનતા તેને ધમકી આપી કે, જો પલ્લવી આ લગ્ન નહિ કરે તો જીવણ ને તે મારી નાખશે. પલ્લવી આ વાત સાંભળીને પોતે હારી જાય છે અને ના છૂટકે પણ તેને આ લગ્ન કરવા પડ્યા.
જીવણ જાણતો હતો કે, પલ્લવી ને ખૂબ ભયંકર બીમારી છે અને જો તે લગ્ન કરશે તો, તેની જિંદગી ગુમાવી દેશે. તે માટે જીવણ પલ્લવીના લગ્ન કરાવવા નહોતો માંગતો અને ચાહતો હતો કે, જો પલ્લવી મારી પાસે રહશે. તો હું બસ તેને જોઈને પણ મારી જિંદગી પુરી વીતાવી લઈશ. જ્યારે કુદરતને કંઈક બીજું જ પસંદ હતું. પલ્લવીને અરમાનો તો ભૂંસાઈ ગયા સાથે જીવણ ના સપના પણ રાખ થઈ ગયા.
ત્યારબાદ પાલવીનું ઘર આવ્યું અને જીવણ એ તેની કાર પાર્ક કરતા જ પલ્લવી તરત જ નીચે ઉતરી ગઈ અને પછી જીવણ સામું જોયા વગર થેંક્યું કહીને ત્યાંથી જતી રહી અને જીવણ બસ પલ્લવીને જતા જોતો જ રહી ગયો અને વિચારવા લાગ્યો કે, મારા જીવનમાંથી પણ તું આમ જ જતી રહી. ના પાછળ ફરી તે જોયું કે, ના ક્યારે જીવણ ની જિંદગી વિશે વિચાર્યું.
ત્યારબાદ જીવણ આવું વિચારી ને પછી ફરી કાર સ્ટાર કરીને જતો રહ્યો અને પછી તેની એ ઘડી યાદ આવી કે, પલ્લવીને કેમ છોડવી પડી. જેને તે સૌથી વધુ પ્રેમ કરતો હતો. તેના વગર એક પલ ના હતું વિતતું તેનાથી જીવણ કેમ દૂર થઈ ગયો.
રાજીવભાઈ જીવણ ને ૨૧ જુલાઈ ના બગીચામાં બોલાવીને કહેવા લાગ્યા.
" જીવણ મારી દીકરી તને પ્રેમ કરે છે. પણ હું તમારા આ પ્રેમની વિરુદ્ધ નથી પણ આ સમાજ ના કારણે હું લાછર છું. પલ્લવી નું સંગપણ નક્કી થઈ ગયું છે. અને જો આ સંગપણ તૂટ છે તો, હું સમાજમાં મોઢું નહિ બતાવી શકું. મહેરબાની કરીને પલ્લવીને આ સંગપણ થી રાજી કરી દે. એક બાપની તને વિનંતી છે. " રાજીવભાઈ એ જીવણ સામે બંને હાથ જોડીને કહ્યું અને આંખોમાં આંસુ ભર્યા.
" અંકલ તમે આ શું કરો છો. પલ્લવી તમારી દીકરી છે તો, મને પણ તમારો દીકરો સમજો. હું જરૂર પલ્લવી ને આ સંગપણથી રાજી કરીશ. " જીવણ તેની આંખોમાં જલજળયા ભરીને તેના હૈયામાં પથ્થર મૂકીને કહ્યું.
ત્યારબાદ જીવણ એ કહ્યું તેમ પલ્લવી સંગપણથી રાજી ના થઈ પણ તેના હૈયામાં પથ્થર રાખીને હા.. કરી દીધી. અને પલ્લવી ના લગ્ન થઈ ગયા.
પલ્લવી તો પરણી ને તેના સાસરિયામાં જતી રહી પરંતુ, જીવણ હજુ પણ પલ્લવીની યાદોમાં આ વર્ષા ને જોઈને તડપે છે.
જીવણ કાર ચલાવતો એ ઘડીને યાદ કરીને તેની આંખો ભીની થઈ જાય છે અને પછી આંખોના આંસુ પોચી ને આ વર્ષા ને જોતો જોતો જતો રહે છે.
જીવણ હાલ ડૉક્ટર છે. જ્યારે પલ્લવીની બીમારીના કારણે તેને શહેરના મોટા મોટા ડૉક્ટર ને બતાવતા પણ તેનો કોઈ ઉકેલ ના હતો. જ્યારે જીવણ આ વાતથી ખૂબ જ દુઃખી થયો અને પલ્લવીને આ દર્દમાં જોઈ ના શક્યો અને પોતે મનોમન વિચારી લીધું કે, હવે તે બનશે તો ડૉક્ટર જ બનશે.
જીવણ ના સપના તો ખૂબ મોટા હતા અને પલ્લવી ના પ્રેમ એ તેને ડૉક્ટર બનાવ્યો.
જીવણ તેના ઘરે પહોંચી ગયો અને પછી અંદર આવ્યો. જીવણ એક સુમસામ બંગલામાં એકલો જ રહેતો અને તેને પલ્લવીની કમી ડગલે ને પગલે થતી. આમ જ જીવણ તેના બંગલાની અંદર આવ્યો અને પછી ફ્રેશ થઈને જમીયા વગર જ પલ્લવીને યાદો ને લઈને સુઈ ગયો. વરસાદ હજુ પણ રોકાવાનું નામ ન હોતો લેતો અને બસ વીજળી ચમકારા લેતી રહી અને મેઘરાજા ગુંજતો રહ્યો.
જ્યારે જીવણ એક તરફ સુઈ ગયો અને પલ્લવી પણ તેની આંખોમાં જીવણ ની છબી ભરીને સુઈ ગઈ.
સવાર પડ્યું અને જીવણ ની આંખ ખુલી, જીવણ તેની પથારીમાંથી ઉઠી અને તેની બાલ્કની માં આવ્યો. જ્યાં સૂરજની સુંદર કિરણો સીધા જ જીવણ ના ચહેરા પર પડે છે. જીવણ ના ચહેરા પર સૂરજની કિરણો પડતા જ જીવણનું મન ખુલી જાય છે અને એક નવી ઉડાન ભરી હોય તેવું મહેસૂસ કરીને પછી રનિંગ માટે નીકળી જાય છે. રસ્તામાં ઘણા નાના બાળકો જે સ્કૂલે જતા તો કોઈ તેના કામ ધંધે જતા જોતો, તો બીજી તફર એક કપલ્સ જેની વૃદ્ધ વર્ષની ઉંમર થઈ હતી. સાથે એકબીજા હાથોમાં હાથ પકડીની વોક કરવા નીકળેલા.. જીવણ તે લોકો ને આવી રીતે ચાલતા આવતા જોઈને ફરી તેને પાલવી યાદ આવી. જે કહેતી હતી કે, આપણે યુવા જીવનમાં જ નહિ પરંતુ જીવનની છેલ્લી ઘડી સુધી સાથે રહેશું.
જીવણ આ વિચારી ને ફરી ખામોશ થઈ ગયો અને ચહેરા પર હળવું સ્મિત લઈને ફરી દોડવા લાગ્યો.
ત્યારવાદ જીવણ એ તેની હાથની ઘડિયાળમાં જોયું તો, ૮ વાગ્યા હતા. જીવણ એ તરફ જ પોતાના ઘર તરફ દોડ મૂકી... ઘરે આવતા જ જીવણ તરત જ ફ્રેશ થયો અને પછી બ્રેકફાસ્ટ કરીને હોસ્પિટલ જવા નીકળી ગયો.
જીવણ હોસ્પિટલ આવ્યો કે, બધા જ ડૉક્ટર અને નોકરો ગુડ મોર્નિંગ કહીને તેની કેબિનમાં જતો રહ્યો. કેબિનમાં આવીને સોમનાથ મહાદેવ ને પૂંજી તેનું કમ્પ્યુટર પીસી ચાલુ કરીને તેના કામોમાં લાગી જાય છે. ૧૦ વાગતા જ બધા દર્દ આવવા લાગ્યા અને જીવણ એક પછી એકની એપોઇન્ટમેન્ટ સ્વીકારી અંદર બોલાવતો રિપોર્ટ લખી અને દવા લેવા મોકલતો.
ત્યારબાદ થોડીવારમાં એક યુવાન માણસ આવ્યો. જેની ઉંમર આખરે ૩૦ની જોવા મળતી. જોવામાં તે તંદુરસ્ત અને તેનું અંગ ખૂબ તકાતદાર લાગી રહ્યું હતું. જીવણ તેની તરફ જોઈને સીટ પર બેસવાનું કહે છે અને પછી જીવણ એ કહ્યું.
" બોલો... શું સમસ્યા છે. " જીવણ રિપોર્ટ બનાવતા બોલ્યો.
" જી... મારું નામ અવિનાશ છે. " અવિનાશ એ કહ્યું.
" જી... અવિનાશ બોલો તમારે શું સમસ્યા છે. " જીવણ એ ફરી વખત કહ્યું.
" જી અ.... મારી વાઈફ ને છેલ્લા બે વર્ષથી કૅન્સર ની બીમારી છે. હું તને ઠીક કરવા માંગુ છું પણ કઈ જ થતું નથી. મેં શહેર ના ખૂબ મોટા મોટા ડૉક્ટર પાસે જઈ આવ્યો. પરંતુ કઈ ફર્ક ના પડ્યો. " અવિનાશ એ તેની સમસ્યા કહી.
જીવણ આ વાત સાંભળીને દુઃખી થયો અને પલ્લવી યાદ આવી કે, પલ્લવી ને જીવણ આજ બીમારીથી બહાર કાઢવા માંગતો હતો પણ તે ના કરી શક્યો.
" જી... તમે ચિંતા ના કરો.. સાચું કહું તો, મને ડૉકટર બનવું એ મારું સપનું ના હતું. પરંતુ વર્ષો પહેલા મારી પ્રેમિકા જેને કૅન્સર ની બીમારી હોવાથી મેં નક્કી કરી લીધું કે, હું હવેથી બનીશ તો ડૉક્ટર જ બનીશ અને સાચું કહું તો હું તેની બીમારી તો ના કાઢી શક્યો પરંતુ તમારી આંખોમાં તમારી પત્નિની લાગણી દેખાઈ આવે છે. તે માટે હું આ ઓપરેશન જરૂરથી કરીશ. " જીવણ એ તેના દર્દ ને કહેતા સ્મિત સાથે અવિનાશ ને સાંત્વના કહ્યું.
" તમારો ખૂબ ખૂબ આભાર ડૉકટર સાહેબ... હું તમારો આ આભાર જિંદગી ભર નહિ ભૂલું. " અવિનાશ એ બંને હાથ જોડીને વિનંતી કરતા ખુશ થઈને કહ્યું.
ત્યારબાદ જીવણ અવિનાશ ને પ્રેરણા આપતા કહેવા લાગ્યો.
" કાલે સવારે તમે તમારી વાઈફ સાથે આવી જજો. હું પહેલા બધા રિપોર્ટ કરીશું અને પછી નક્કી કરશું કે, શું કરવું. " જીવણ એ કહ્યું.
" ઠીક છે ડૉકટર સાહેબ... " અવિનાશ એ ખુશ થતા કહ્યું.
ત્યારબાદ અવિનાશ ગયો અને જીવણ વિચારોમાં પડી ગયો. આખો દિવસ જીવણ માટે વિચારોમાં જ વીત્યો અને રાત પડતા જ જીવણ ઘરે આવ્યો. આજે કંઈક અલગ જ લાગી રહ્યું હતું. મન ના હતું લાગતું ને બસ ઉદાસી... જીવણ તેના રૂમમાં આવીને કારની ચાવી ટેબલ પર મુકવા ગયો કે, ત્યાં જ પલ્લવી ના ફોટા પર નજર ગઈ. તે ટેબલ પર એકલો ફોટો હતો અને તે જોઈને જીવણ ત્યાંથી ચાવી લઈ લે છે અને પછી પલ્લવી ના ફોટા સામું થોડું સ્મિત આપીને તે ચાવી સામેના ક્લબમાં મૂકીને બાથરૂમમાં ફ્રેશ થવા જતો રહે છે.
આમ જ, જીવણ ની રાત વીતી ગઈ અને પછી સવાર પણ ઉગી ગઈ. જીવણ પણ હોસ્પિટલ પહોંચી ગયો અને અવિનાશ તેની વાઇફને લઈને જીવણ ની કેબિનમાં આવ્યો. જીવણની કેબિનના દરવાજા પર નામ લખ્યું હતું. એમ.બી.બી.એસ. જીવણ રાજ મેઘવાન.
ત્યારબાદ અવિનાશ તેની વાઇફને લઈને અંદર આવ્યો અને જીવણ તેની ચેર પાછળ તરફ કરીને ફાઇલમાં મોં નીચું રાખું વાંચી રહ્યો હતો. અવિનાશ જીવણ ને અવાજ આપતા કહેવા લાગ્યો.
" ગુડ મોર્નિંગ
ડૉક્ટર સાહેબ... " અવિનાશ એ કહ્યું.
" ગુડ મોર્નિંગ " જીવણ એ કહેતા જ તેની ચેર આગળ તરફ ઘુમાવી અને ફાઇલ પરથી નજર ઉપાડી જોયું તો, જીવણ જોતો જ રહી ગયો અને એક્દમથી ચોકી ગયો.
" પલ્લવી... તું...? " જીવણ એ ચોક સાથે કહ્યું.
પલ્લવી અવિનાશ સામું જોઈને જીવણ તરફ જોયું અને અવિનાશ આ બધું આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. જીવણ બંને સામું જોવા લાગ્યો અને અવિનાશ બોલ્યો.
" પલ્લવી.. તું ડૉક્ટર સાહેબ ને જાણે છે.? '' અવિનાશ એ કહ્યું.
" હા,,, ડૉક્ટર સાહેબ મારા ખૂબ જ સારા મિત્ર રહ્યા. સાથે જ અમે ભણતા અને તેને મમ્મી પપ્પા પર ઓળખે જ છે. " પલ્લવી એ જીવણ તરફ જોતા કહ્યું.
ત્યારબાદ જીવણ એ બંને ને ચેરમાં બેસવાનું કહ્યું અને પછી પલ્લવી અને અવિનાશ ચેર પર બેસ્યા અને જીવણ રિપોર્ટ બનાવવા લાગ્યો.
" અબ.. ડો. જીવણ.. તમે મારી વાઈફ ને પૂછી શકો છો કે, તેને શું શું... પ્રૉબ્લેમ થાય છે. " અવિનાશ એ કહ્યું.
જીવણ કશું જ બોલ્યા વગર રિપોર્ટ કરે છે અને તેનું મોં ઉપાડી ને એકવાર પણ પલ્લવી સામું નથી જોતો અને બસ રિપોર્ટ કરીને કહે છે કે, હવે તમે લોકો લેબોરેટરી કરાવી આવો.
અવિનાશ ફરી આશ્ચર્ય થઈ ગયો અને આ જોઈને જીવણ ને કહેવા લાગ્યો કે, તમે તો મારી વાઈફ ને કઈ જ નથી પૂછ્યું તો, તમને કેવી રીતે ખબર પડી કે, મારી વાઈફ ને આવું બધું થાય છે અને તેના રોગના લક્ષણો... ?
જ્યારે પલ્લવી અવિનાશ ના આવા પ્રશ્નથી ખૂબ જ ડરી જાય છે. અને જીવણ પલ્લવી સામે જોતા જ કહેવા લાગ્યો.
" જો... અવિનાશ કુમાર... તમારી વાઈફ તો આ હમણાં બની છે. પહેલા મારી ડીસ ની ચમસી હતી આ.. " જીવણ એ મજાક કરતા કહ્યું.
આ સાંભળીને પલ્લવી ચિડાઈને જોવા લાગી અને પછી અવિનાશ સામું જોઈને જીવણ ને કહેવા લાગી.
" તું મારી બેજતી કરવાનું હજું નહિ ભુલ્યો. " પલ્લવી એ ચીડતાં કહ્યું.
" અવિનાશ કુમાર સામું જોઈને શું બોલે છે. મારી સામે જઈને બોલ... હા.. કેમ નહિ તને એવું હોય કે, હવે તો તારા લગ્ન થઈ ગયા તો તારી સાઈડ લેશે અવિનાશ કુમાર એવું ને... " જીવણ હસી ને મજાક કરતાં કહ્યું.
જ્યારે અવિનાશ પણ હસવા લાગ્યો અને જીવણ રિપોર્ટ હાથમાં લઈને અવિનાશ ને આપે છે અને પછી અવિનાશ અને પલ્લવી બંને સાથે લેબોરેટરીમાં જાય છે.
થોડીવારમાં રિપોર્ટ આવી જાય છે અને પછી જીવણની કેબિનમાં બન્ને આવે છે. જીવણ અવિનાશ પાસેથી રિપોર્ટ લઈને જુવે છે અને પછી બન્ને સામું જીવન જોવા લાગ્યો.
" ડૉ. જીવણ... શું છે. કેમ તમે અમને જુવો છો. ? " અવિનાશ એ ચિંતા સાથે કહ્યું.
" અરે .... કઈ જ નહીં. કઈ ગભરાવાની જરૂર નથી બધું જ ઠીક છે. હવે આ રિપોર્ટ માં જોયા પ્રમાણે પલ્લવી ને બલ્ડ કૅન્સર છે. " જીવણ એ કહ્યું.
" તો... તો હવે શું થશે. ડો. જીવણ પ્લીઝ કઈ તો ઉપાય હશે ને.. ? " અવિનાશ એ ચિંતા સાથે કહ્યું.
" ડોન્ટ વેરી.. તમે ચિંતા ના કરો.. આમાં આટલું બધું ગભરાવાની જરૂર નથી. બસ પલ્લવીનું ઓપરેશન આવશે. " જીવણ એ કહ્યું.
" ઠીક છે... તમને જે પણ કઈ ઠીક લાગે તે કરો પણ.. મારી પલ્લવી ને સ્વસ્થ કરી દ્યો.. " અવિનાશ એ કહ્યું.
" ઠીક છે.. તો, આપણે આ ઓપરેશન ૩ દીવસ ની અંદર કરવું પડશે. ત્યાં સુધી પલ્લવી ને પહેલા દવા ચાલુ રાખવી પડશે. " જીવણ એ કહ્યું.
" ઠીક છે. હું પલ્લવીનું ખૂબ સારી રીતે ધ્યાન રાખીશ. " અવિનાશ એ પલ્લવી સામે જોઈને કહ્યું.
ત્યારબાદ પલ્લવી અને અવિનાશ ઘરે જાય છે અને જીવણ તેના વિચારોમાં ડૂબી જાય છે.
જીવણ મનોમન વિચારે છે કે, જે માણસ સાથે પલ્લવી લગ્ન કરવા નહોતી માંગતી. તે જ માણસ આજે પલ્લવીની આટલી કેર કરે છે. હું તેને પ્રેમ કરતો હતો કરું છું અને હંમેશા કરતો રહીશ. પરંતુ પલ્લવી ને દુઃખી કરીને નહિ તેને ખુશ કરીને... જો પલ્લવી તેના જીવનમાં ખુશ છે તો; હું તેના ઘર સંસારમાં કઈ રીતે પડી શકું. મારો પ્રેમ પલ્લવી ને ખુશી જોવા માટે નો છે. ના તો પલ્લવી ને દુઃખી કરવી.
અવિનાશ સાથે વાત કરીને જીવણ ને સમજણ આવી ગઈ કે, ચાલે છોકરી ગમે તે પરિસ્થિતિ માં હોય પણ, તે પોતાના પતિ અવસ્ય સ્વીકાર છે.
જીવણ પલ્લવી ને પ્રેમ જરૂર કરતો હતો... એટલો પ્રેમ કે, દુનિયામાં એક છોકરી તેના પતિ પાસેથી ચાહતી હોય. પરંતુ પલ્લવીની ખુશી છીનવી તેવું તે ક્યારે નહિ કરી શકે. પલ્લવી ને જોઈને જરૂર સમજાયું કે, પલ્લવી અવિનાશ સાથે ખુશ છે, અને હવે જીવણ ને પણ તે મંજુર કરી લેવું જોઈએ.
આમ, ને આમ ૩ દિવસ વીતી ગયા અને પલ્લવીનું ઓપરેશન ચાલુ થયું. બહાર અવિનાશ અને તેનો પૂરો પરિવાર સાથે પલ્લવી નો પૂરો પરિવાર બધા મુંઝાય ને બેસ્યા હોય છે અને અવિનાશ ના ચહેરા પર પલ્લવી પ્રત્યની ચિંતા સાફ સાફ દેખાઈ આવતી હતી.
ત્યારબાદ ઓપરેશન સફળ થયું અને જીવણ ઓપરેશન થિયેટર માંથી બહાર આવ્યો. બધા જ તરફ જોયું અને ઉદાસ મોં કરીને અવિનાશ સામું જોયું. અવિનાશ બે બેબાકળો બનીને જીવણ ને પકડીને કહેવા લાગ્યો.
" ર્ડા. જીવણ... મારી પલ્લવી ને કેમ છે. તે ઠીક તો છે ને... હું તમને કંઈક પૂછું છું મને જવાબ આપો ડો. જીવણ... ડો. જીવણ... ડો. જીવણ... હું તમને કંઈક પૂછી રહ્યો છું. મારી પલ્લવી કેમ છે. મારી પલ્લવી ઠીક તો છે કે.... તમને હું પૂછું છું.. ? " અવિનાશ ચિંતામાં બેબાકળો બનીને જીવણ તેના બંને હાથોથી હલાવી નાખે છે અને જીવણ ચૂપચાપ અવિનાશને જોઈ રહે છે.
" આઈ એમ સોરી મિસ્ટર અવિનાશ કુમાર... મેં તમારી આફત ને બચાવી લીધી છે. તે એકદમ ઠીક છે. " જીવણ એ થોડું હળવું સ્મિત આપીને કહ્યું.
અવિનાશ આ સાંભળીને ખુશી સાથે જીવણ ને ગળે લગાવી લઈ છે અને પછી અવિનાશ જીવણ ની બાહોમાં ખૂબ રડવા લાગે છે અને પછી કહેવા લાગ્યો.
" ર્ડા. જીવણ તમને ખબર નથી કે, તમે મારા માટે કેટલું મહત્વનું કામ કર્યું છે. જે કોઈ ડૉક્ટર એ અત્યાર સુધી ના કરી શક્યા તે તમે કરી બતાવ્યું. તમે મારી જિંદગી બચાવી છે. મારી પલ્લવી મને હંમેશની માટે મારી સાથે રહશે. મને તે ક્યાંય છોડીને નહિ જાય. " અવિનાશ ની ખુશીની કોઈ હદ નથી રહેતી અને જીવણ નો ખૂબ જ આભાર મને છે.
ત્યારબાદ જીવણ ત્યાંથી જતો રહ્યો અને તેની કેબિનમાં આવીને ખૂબ જોર જોરથી રડવા લાગ્યો. કેમ નહિ જીવણ આજે તેની જિંદગી હારી ગયો હતો. જીવણની આંખોના આંસુ રોકવાનું નામ નથી લેતા અને જીવણ રડ્યો જ જાય છે. પલ્લવી સાથે જે વિતાવ્યા તે પલ અને પલ્લવી નો તે પ્રેમ જીવણ ને ખૂબ યાદ આવે છે અને જીવણ ની જિંદગી લૂંટાઈ ગઈ હોય તેમ જ ખૂબ જ રડે છે.
ત્યારબાદ સેક્રેટરી ઓપરેશનની ફાઇલ લઈને આવે છે અને જીવણ સ્વસ્થ થઈને તેના આંસુ પોચીને ફાઇલ ચેક કરે છે. ફાઇલને ચેક કરીને કહે છે કે, પેશન્ટને ૧૦ દિવસ બાદ રજા આપવામાં આવશે. તે લોકો ને કહી દેજો.
ત્યારબાદ જીવણ ફ્રેશ થઈને પલ્લવીને રૂમમાં આવે છે. પલ્લવી સૂતી હતી અને જીવણ પલ્લવીને જોઈ રહ્યો હતો. જીવણ પલ્લવીને આવી રીતે જોઈને તેની આંખોના આંસુ વહીને ક્યારે પલ્લવી ના હાથ ઉપર પડ્યું તેનું તેને ખ્યાલ જ ના રહ્યું.
પલ્લવી જીવણ ની આંખનું આંસુની મહેક આવતા જ તેને હોશ આવે છે અને પછી થોડી થોડી આંખો ખોલીને સહેજ તરડાં માંથી જુવે છે તો; જીવણ તેની આંખનું આંસુ પોચી રહ્યો હોય છે. પલ્લવી એ જોઈને કહેવા લાગી.
" જીવણ હું જાણું છું કે, તું ખૂબ જ દુઃખી છો. એ પણ મારા કારણે... જીવણ મને માફ કરી દે.. મેં તારી જિંદગી સાથે રમત રમી છે. " પલ્લવી રડતા રડતા બોલી.
જીવણ એ સાંભળીને પલ્લવી ના મો પર હાથ રાખી દે છે અને તેનું મો ગુમાવતા ના કહે છે.
" મને બોલવા દે જીવણ... મારા મોં પર હાથના રાખ... મારી ભૂલ છે. જીવણ તું ચાહતો હતો ને કે, તું મારી આ બીમારી દૂર કરે... શાયદ ભગવાન પણ એજ ચાહતા હતા કે, તું જ મને સાજી કરે... ભલે હું તારી ના બની શકી પણ તે જ મારું નવું જીવન આપ્યું છે. " પલ્લવી ખૂબ રડતા રડતા કહે છે.
" હા.. પલ્લવી હું જાણું છું કે, તું મારી હવે નથી થવાની અને હું તને તારા લગ્ન જીવનમાં અર્ચન નહિ બની આવું... હું તને પ્રેમ કરું છું એનો મતલબ એમ નહિ કે હું તને પામી લઉં. પ્રેમ તો એને કહેવાય કે, હું તારી ખુશીમાં જ ખુશ થઈ જાઉં.. " જીવણ એ પણ રડતા રડતા કહ્યું.
" તો મને વચન આપ.. જીવણ... કે, તું લગ્ન કરી લઈશ. એ પણ એવી છોકરી કે, તે મારી જેમ મારા જીવણ ને તરછોડી ના દઈ. " આટલું કહેતા જ પલ્લવી ખૂબ રડે છે.
ના.. પલ્લવી તું પોતાની જાત ને દોષ ના આપ.. વાંક મારો છે કે, મેં તને આ લગ્ન કરવા માટે રાજી કરી હતી, પરંતુ કઈ વાંધો નહિ... અવિનાશ ખૂબ તને પ્રેમ કરે છે. તે તને ખૂબ ખુશ રાખશે. તને ખબર છે પલ્લવી મેં તારું ઓપરેશન કર્યું તે પછી હું બહાર ગયો તો અવિનાશ મને જોઈને કેટલા પ્રશ્ન કર્યા અને તેને લાગ્યું કે, તને કઈ થઈ ગયું છે તો ખૂબ જ રડવા લાગ્યા. ત્યારે મેં કહ્યું કે, તમારી આફત ને કઈ જ થયું. તે એક દમ ઠીક છે. " જીવણ એ પલ્લવી ને કહ્યું.
" હું તને આફત લાગુ છું. " પલ્લવી એ મોં બાળક જેવું કરીને કહ્યું.
" પલ્લવી સાચે જ તને અવિનાશ ખૂબ જ પ્રેમ કરે છે. " જીવણ એ કહ્યું.
............... આટલું કહીને જીવણ જવા લાગે છે કે, ત્યાં જ પલ્લવી જીવણ ને રોકતા કહેવા લાગી.
" જીવણ તું મને વચન આપવાનું ભૂલી ગયો. " પલ્લવી એ કહ્યું
" હા... કારણ કે, હવેથી હું તને જ ભૂલી ગયો છું. " જીવણ એ પાછળથી ફરીને કહ્યું.
ત્યારબાદ જીવણ જતો રહ્યો અને કાળી રાત અને વર્ષા થવા લાગી. જીવણ ઘરે જવા માટે હોસ્પિટલની બહાર આવે છે અને પછી તેની કારમાં બેસીને કાર સ્ટાર્ટ કરે છે. એક તરફથી આ ધોધ વરસાદ આવતો અને બીજી તરફ જીવણની આંખો પણ આ વર્ષા ની જેમ વરસવા લાગી. જાણે વાદળીમાં ડૂબ્યું હૈયું. જીવણ આખા રસ્તામાં પલ્લવીની કહેલી વાતો ને યાદ કરે છે. ધોધ વર્ષામાં તેની આંખોને ભીંજાવતો જતો રહે છે.
પ્રેમ કર્યો અતૂટ મેં તો તુજ ને,
નસીબમાં નહિ પ્રેમ તારો મુજને.
આંસુ થકી જીવન મારું ગુંજરે,
ના આંખો તારી દર્દ મારું જુવે.
હવે તો તું જ તું છે મારા જીવનમાં,
આ વાત હૈયું મારું જાણે.
જીવણ ને ભલે પલ્લવીનો પ્રેમ ના મળ્યો. પરંતુ, તેના દિલમાં પલ્લવી હંમેશા રહશે. પલ્લવીના જીવનથી જીવણ ખૂબ દૂર જતો રહ્યો અને પલ્લવી તેના પતિ સાથે અતૂટ પ્રેમ બંધનમાં રહેતી અને પોતાના ઘર સંસારમાં ગૂંથાઈ ગઈ.

