ઉંદરની શિખામણ
ઉંદરની શિખામણ
એક ગામ હતું ગામ એક ઉંદર રહેતો હતો. ઉંદર ખૂબ ખુશ મિજાજી અને રમૂજી હતો ક્યારેક કોઈને હેરાન પણ કરતો નહી. એક દિવસની વાત છે ઉંદરને કપડા સીવડાવવા હતા માટે ગામમાં દરજી પાસે ગયો દરજી કહેબોલ ઉંદરડા શું કામ હતું. ઉંદર કહે દરજીભાઈ દરજીભાઈ મારે કપડા સીવડાવવા છે શું તમે મને કપડાં સીવી આપશો ? દરજી કહે કેમ નહીં કાપડ લઈ આવું હું તને કપડાં સીવી આપીશ. ઉંદર ખૂબ ખુશ થઈ ગયો અને ફટાફટ ઘરે જવા નીકળ્યો. ઘરે જઈને કાપડ લઈ આવ્યો. લો દરજી ભાઈ આ કાપડ મારું માપ લઈ લો દરજી એ ઉંદરનું માપ લીધું અને ઉંદર ને કહ્યું કે અઠવાડિયા પછી આવીને કપડાં લઈ જજે. સારું દરજીભાઈ હું અઠવાડિયા પછી આવીને કપડાં લઈ જઈશ. ઉંદર ઘર તરફ જવા નીકળ્યો. ઉંદરના ગયા પછી દરજીએ કાપડ જોયું કાપડ જોયા પછી દરજી ને થયું કે સાલું કાપડ તો સારું છે લાવ ને આ કાપડનું મારી પત્નીનું પોલકુંં શીવી નાખું મારી પત્ની ખૂબ જ ખુશ થઈ જશે. દરજીએ તો કાપડનું પોલકું સીવી નાખ્યું અઠવાડીયુ થયું અને ઉંદર કપડા લેવા આવ્યો.
લાવો દરજી ભાઈ મારા કપડાં દરજી કહે થોડું સીવવા નું બાકી છે કાલે આવજે. બીજા દિવસ પાછો ઉંદર ગયો એ જ જવાબ મળ્યો. વાયદા પ્રમાણે પાછો ઉંદર ગયો દરજી કહે થોડું બાકી છે. ત્યાં તો ઉંદરે તેના કાપડનું પોલકું દરજી ની પત્ની ને પહેરેલું જોયું ઉંદર ને સમજાઈ ગયું અને પાછો તે ઘરે આવી ગયો. ઉંદર નિરાશ થઈને બેઠો હતો ત્યાં બીજા મિત્રો આવ્યા અને ઉંદર ને પૂછ્યું કેમ ભાઈ નિરાશ થઈને બેઠો છે. ઉંદરે સાચી હકીકત કહી બધા વિચારવા લાગ્યા આ દરજીડાને પાઠ ભણાવવો જ પડશે. એમ કહી બધા છૂટા પડ્યા ઉંદર રાતે સૂતો હતો ત્યારે તેના મનમાં એક વિચાર આવ્યો. તરત તેણે તેના મિત્રોને બોલાવ્યા અને તેને યુક્તિ બધાને કહી બધા ભેગા થઈને રાત્રે દરજીડાના ઘરે ગયા અને ઘરનાં જુના નવા સીવવા આવેલા કાપડ બધા કાતરી નાંખ્યા અને દરજીને પાઠ ભણાવ્યા. સવારે દરજીએ જોયું તો ઘરમાં બધું રમણ ભમણ કરી નાખ્યું હતું તેને સમજાઈ ગયું કે આ બધું ઉંદર નું કામ છે. અને તે મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે ઉંદર સાથે છેતરપિંડી ના કરી હોત તો ભોગવવાનો વારો આવત નહીં.
