Patil Jayesh kumar

Inspirational Children

3  

Patil Jayesh kumar

Inspirational Children

લીલુડી ધરતી

લીલુડી ધરતી

2 mins
290


આજે રુહીનો જન્મદિવસ છે. જન્મદિવસની આતુરતાથી રાહ જોતી રુહી ખુબ ખુશ હતી તે મમ્મી-પપ્પાની કહેવા લાગી કે મારા જન્મદિવસની ઉજવણી કેવી રીતે કરવાના છો ? મમ્મી પપ્પાએ કહ્યું કેક લાવીશું આઈસ્ક્રીમ અને ચોકલેટ વહેંચી શું. મમ્મી એ પુછયુ રુહી તું કયા મિત્રો ને બોલાવવાની છે રુહી કહે બ્રિજેશ, રુદ્ર, પૂર્વાન્ગ, પ્રિયમ, મીનાક્ષી, આરાધ્યા, પર્વ આટલા મિત્રોને હું બોલાવવાની છું. મમ્મી પપ્પા સાથે સવારેજ જન્મદિવસ ની ઉજવણીની વાત થઈ બપોર ના સમયે રુહી કંઈક વિચારતી હોય તે મુદ્રામાં બેઠી હતી. મમ્મી પપ્પા રુહીને આમ ઉદાસ બેઠેલી જોઈ ને નવાઈ પામવાલાગ્યા. બેટા રુહી શું વિચારે છે ? મમ્મી એ પૂછ્યું. આવખતે મારે જન્મદિવસ ઉજવવો નથી. કેમ બેટા ? રુહી મને એક વિચાર આવે છે કે મારા જન્મદિવસની ઉજવણી પાછળ તમે જે પૈસાનો ખર્ચ કરવાના છો તે પૈસાની મારે નોટબુક, પેન્સિલ, ચંપલ તેમજ એક વૃક્ષનો રોપ લાવવો છે. ઉપરની વસ્તુઓ હું જરૂરિયાત મંદ બાળકોને આપીશ જેથી તે ભણી શકે તેમજ એક વૃક્ષનો રોપ લાવીશ

મારાં જન્મદિવસ નિમિત્તે વાવીશ તેનો ઉછેર કરીશ અને તેને મોટુ કરીશ. ભવિષ્યમાં તે મોટું ઝાડ બનશે, છાંયો આપશે ગરમીનું પ્રમાણ ઘટશે તેમજ ધરતી લીલુડી બનશે. રુહી કહે મારી જેમ દરેક વ્યક્તિ જન્મદિવસની ઉજવણી કરશે તો ચોક્ક્સ ધરતી લીલીછમ થશે પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ ઘટશે અને જરૂરિયાત મુજબ વરસાદ પડશે. આમ દરેક વ્યક્તિએ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે પોતાના જન્મદિવસપર એક વૃક્ષ અવશ્ય વાવે. અને જન્મદિવસના ખોટા ખર્ચમાંથી જે પૈસા બચે તેમાંથી જરૂરિયાતમંદ બાળકોની મદદ કરે.રુહીની આ વાત સાંભળીને મમ્મી પપ્પાની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational