STORYMIRROR

Patil Jayesh kumar

Others

2  

Patil Jayesh kumar

Others

લખણ ન બદલાય

લખણ ન બદલાય

1 min
157

ધરમપુર નામનું એક નગર હતું. આ નગરની અંદર રાજા એક રાજા રાજ કરતો. એક દિવસ તે રાજ્યની અંદર છૂપા વેશે ફરવા નીકળ્યો તે સમયે ફરતો ફરતો તે એક મંદિરની પાસે આવી પહોંચ્યો તે સમયે ત્યાં એક સ્ત્રી ભીખ માંગતી હતી. આ સ્ત્રી ખુબ સુંદર હતી રાજાને તે સ્ત્રી પસંદ આવી ગઈ. રાજાએ સ્ત્રી સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો સ્ત્રીએ રાજાનો પ્રસ્તાવ સ્વીકાયોં. રાજા લગ્ન કરી ને સ્ત્રી ને રાણી બનાવી ને રાજ મહેલમાં લઈ આવ્યો !

એક દિવસની વાત હતી જમવાનો સમય થઈ ગયો હતો ત્યારે રાણી ને સેવીકાઓ જમવા બોલાવવા આવી હતી. રાણી જમવા ગઈ પણ તેને જમવાનું ઉતારતું નહતું તે રોટલાના ટુકડા લઈને બહાર આવી અને દાસીને આપ્યા અને કહ્યું કે હું કહું એટલે તમે મને રોટલાના ટુકડા આપજો. રાણી કહે "આપો રે આપો " દાસી એ રોટલાના ટુકડા આપ્યા અને રાણીએ આ રોટલાના ટુકડા ખાધા. 


Rate this content
Log in