Tarak Mehta

Romance

4.0  

Tarak Mehta

Romance

તને હું પત્ર લખું છું

તને હું પત્ર લખું છું

3 mins
58


પ્રતિ,

મારી સંવેદના

અંતરના ઊંડાણમાં

પરમતત્વની સમીપે


વિષય: તને પત્ર લખું છું


મારી જિંદગી.

જીવનની ઘણી બધી ઘટમાળમાં ક્યારેક સમજ પડતી નથી. શરૂઆત કેવી રીતે કરવી ? એ જ અવઢવમાં છું !કયા નામથી પત્રને સંબોધિત કરો ? કારણકે હું તો તને ઘણા બધા નામોથી પોકારતો હતો. ઘણા બધા સંદર્ભથી તારાથી પરિચિત છું. અંતરના ઊંડાણથી તને જાણતો હોવા છતાં આજે અસમંજસમાં છું કે કયા નામથી તારો પરિચય કરાવું ?

જિંદગી કહું તો ચાલશે ? કારણકે તું મારી અંદર ચાલતો એક શ્વાસ માત્ર છે. મારી રગ રગમાંથી જે કંઈ વહી રહ્યું છે. એ તુ જ તો છે. અને તારા હોવાપણાનો, એ જ અહેસાસ મારી અંદરથી વહેતા વહેતા જાણે કે મને જીવંત રાખે છે. કોશિશ કરું છું કે આ બધું જ, થંભી જાય અને હું તારી અંદર જ ઓગળી જાઓ. તારી અંદર જ રોકાઈ જાઓ પરંતુ તું તો મને સાથે લઈ ને ભાગ્યા કરે છે.

તારું આ રીતે મારી અંદર ખોવાઈ જવું અને મારું તને આ રીતે શોધ્યા કરું. ક્યાં સુધી ? ચાલશે ? તારો ચહેરો દેખાય છે. એટલે હું તારા તરફ ઝાંઝવાના નીર સમાન પ્રાપ્ત કરવા માટે દોડીયા કરું છું. અને તું હસતા હસતા ક્યાંક દૂર અને દૂર મારી તરફ નજર કરીને ભાગ્યા કરે છે. હું એજ દિશાની અંદર તને શોધવાનો નિરંતર પ્રયાસ કર્યા કરું છું.

તું મને દેખાય છે એટલે તો તારા પડછાયાને પકડવા માટે જાણે કે એક સહજ પ્રક્રિયા થઈ રહી છે. તારી યાદોનો નશો ઉતરતોજ નથી. ગમે એટલી ભૂલવાની કોશિશ કરું ! છતાં પણ તું આંખમાંથી ટપકીજ જાય છે અને ટપકતા ટપકતા મારા ગાલ ઉપર તારી ભીનાશનો સ્પર્શ મને ફરીથી તારી દિશામાંજ.

તારા વિશે લખવું એટલે શબ્દો ને જાણે તેના અર્થ મળી રહ્યા છે અને એ સ્વીકાર કરવામાં મને. કોઈ પણ સંકોચ નથી કે હું તને મારી અંદર મહેસુસ કરું છું. તારી સાથે ન જીવી શકવાનો રંજ કરતા તારી અંદર. જીવવાનો આનંદ મને અનંતની યાત્રાએ અથવા તો તારી અંદરજ જાણે કે મારું હરિદ્વાર અને તારા મનની લહેરોમાં, ગંગાસ્નાનનો ,આનંદનો અનુભવ અને તે વિચાર અંદરથી આનંદિત કરી રહ્યો છે .બસ એટલે જ "હું જેવો છું "એવી જ રીતે જીવી રહ્યો છું .સહજ રીતે તારી સાથે બંધાયેલો ન હોવા છતાં તારી અંદર જ હંમેશા કેદ થયેલો રહું છું .

જિંદગી તું હંમેશા ખુશ રહે તારો હાસ્ય સભર ચહેરો મારી તાકાત છે. તને પામવા માટે તારું સાથે ચાલવું જરૂરી નથી. પણ સમય સંજોગ પરિસ્થિતિના અનુસંધાનથી હવે તારાથી "અલગ થવું" એ મારા માટે સંભવ નથી માટે મળતો રહીશ હવે તું પણ મને તારાથી અલગ નહીં કરી શકે. એક સામાન્ય બાબત ઘણી વખતે જિંદગીને અટકાવી દે છે. ભટકાવી દે છે. છતાં અંદરથી ઉદ્ભવેલ સંવેદના દરેક મોડ ઉપર મને અને તને હંમેશા મેળવતી રહેશે 

ક્યારેક . કોઈક  એવી રીતે "પસાર થઇ" જાય છે કે "હદય ઉપર" પગલાઓ હંમેશા માટે અંકિત થઈ જાય છે" કંઈક સમજીએ કઈક વિચારીએ, કંઈક કહેવા જઈએ ત્યાં સુધીમાં તો સમય વહી જાય છે. ઘણું બધુ રહી જય છે. ઘણા "વ્યક્તિત્વને" યાદ કરવા માટે કોઈ ચોક્કસ દિવસ નથી હોતો. એ તો અંદરની તરફ ચાલતી કોઈ અવિરત ઘટના હોય છે . તારા વિશે કહેવું હોય તો એટલું જ કહી શકું કે "તુ બસ તુંજ હતી"

વિકટ પરિસ્થિતિઓમાં જીવનના કોઇ પણ તબક્કામાં ચહેરા ઉપર હાસ્ય કેવી રીતે રાખવું હંમેશા હસતા કેવી રીતે રહેવું એ શિખવાનું જ રહી ગયું. જ્યારે તારી હાજરીની ખૂબજ જરૂર છે ત્યારે તું કોઈ અલગ જગ્યાએ જઈને જાણે કે ગુસ્સાથી જીદથી તારા સ્વભાવ પ્રમાણે બેસી ગઈ છે. તને બોલાવવાની તને મનાવવાની ઘણી કોશિશ કર્યા પછી અંતમાં એવું લાગે છે કે "તું તો નહીં જ આવે" તો પરમ તત્વ છે. જેની પાસે તું છે તેને જરા "હૃદયપૂર્વક પ્રાર્થના કર"કે મને પણ જલદીથી તારી સાથે મુલાકાત કરાવે. ઘણું બધું કહેવું છે. ઘણું બધું સાંભળવું છે પરંતુ, હવે જલ્દીથી મુલાકાત થાય તો આમ તો મને જોઈ તું સમજી જઈશ લાગે છે કે કહેવાની જરૂર પણ નહીં પડે. પણ ચિંતા ન કરતી બહુ જલદી આપણે ખૂબ વાતો કરીશું.


માત્ર તારો જ એવું લખૂ ?

તારક મહેતા

હૃદયના દ્વારથી


Rate this content
Log in

Similar gujarati story from Romance