STORYMIRROR

Anshi Patel

Romance Fantasy

4  

Anshi Patel

Romance Fantasy

તે વરસાદ

તે વરસાદ

1 min
360

તે શ્રાવન,,, તે વરસાદ,,,, તે દિવસ,,,, અને તે યાદ,,,,, બધું જ અલગ હતું,

વરસાદ જોઈને મારુ ખુશ થવું અને મને જોઈને તારું હસવું ઉફ્ફ,,,,, કેટલું સુંદર હતું,


વરસાદની બુંદોનો અહેસાસ કરી મારું ગીતનું ગુંજન કરવું અને તારું સૂર સાથે સુમેળમાં ગાવું એ સ્વપ્ન જેવું હતું,

વરસાદી ભીની સુગંધને મારું શ્વાસમાં ભરવું અને તારું મને બાહોમાં ઉપાડવું એ એક ભ્રમણા જેવું હતું,


રીમઝીમ વરસાદમાં મારું નજરો ઊંચી કરીને જોવું અને તારું આંખોના ઈશારાથી શરારત કરવી કેવું અજાયબી હતું,

મારું વીજળી જોઈને ડરી જવું અને તારું મને સંભાળવું તે ખૂબ જ સરસ લાગ્યું,


વાદળોના ઘોંઘાટ વચ્ચે મારું સ્નેહને અભિવ્યક્ત કરવો અને તારું એને સ્વીકૃતિ આપવી મારી ઈચ્છા જેવું હતું,

આ વરસાદી ઋતુને મારો પ્રેમ કહેવો અને તારું તેના પર પ્રાર્થના કરવી એ કંઈક નવું હતું.


Rate this content
Log in

More gujarati story from Anshi Patel

Similar gujarati story from Romance