સુખ દુઃખની પરિભાષા મૌન સંવાદ
સુખ દુઃખની પરિભાષા મૌન સંવાદ
સપનાનું લગ્ન અચાનક નક્કી થતાં જ આકાશ ભૂતકાળનાં અગિયાર વર્ષ અને રાહ જોવાની સાથે એનાં એકાંતને યાદ કરતો રહે.
એકલતામાં વિચારેલા સપનાં બધાં જ રગદોળાઈ ગયાં એટલે આકાશ મૌન સંવાદ કરતાં વ્યથા અનુભવી સહન કરતો જ રહે છે.
આકાશને યાદ આવે છે કે બાળપણથી ગામનાં હરકે વરઘોડા અને લગ્નની રસમ ધ્યાન પૂર્વક જોતો જ રહ્યો.
ભવિષ્યમાં હું પણ લગ્ન સપનાં સાથે કરીશ.
સપનાં જ જીવનસાથી બનશે.
આકાશે આ સપનું પુરું કરવાં માટે તનતોડ તોડ મહેનત કરતો જ રહ્યો.
તેર વર્ષની આકાશ એકવીસ વર્ષનો થયો.
લગ્નની વાત તો એક બાજુ પણ ભણવાનું ચાલુ હતું બસ હવે બે ત્રણ વર્ષ પછી તો નોકરી કરી લગ્ન કરી લઈશ આ વિચારો હતાં.
અચાનક એ જ સપનાંએ કહ્યા વગર સીધી સરપ્રાઈઝ આપી દીધી.
દૂરથી નજર કરી જોવાં મળતી એ સપનાં પારકી બની ગઈ.
સપનાંની સગાઈ પછી જે ઓટલા પર આકાશ પ્રેમથી તપતો રાહ જોતો કલાકોના કલાક એ સપનાં મમ્મી પપ્પાએ નકકી કરેલાં મંગેતર સાથે આવી જાય છે.
આકાશ અને સપનાં એકબીજાને નજરથી એકાતને દૂર કરતાં એજ સ્થળે સપનાં મંગેતરની પાછળ સ્કૂટર પર બેસી આવે છે.
આકાશ આ વ્યથા સહન કરી શકતો નથી.
થોડીવાર પછી એ સપના સહેલી માધવીનાં ઘરે આગળ જાય છે.
સપનાં કેટલી ખુશ છે કે દુઃખી એ જોવું હતું.
મનસ્વી તારાં સ્કૂટર પર પાછી વળી એનું હતું આકાશને એટલે કોટ પાછળ બેસી જોવે છે.
માધવીએ એ જ સમયે ઊભી રાખી સપનાંને અભિનંદન આપ્યા.
સપનાંએ હસતાં હસતાં શરમાતી નજરથી એ અભિનંદન સ્વિકારી લીધાં.
આ જોઈ આકાશે પણ સ્વિકારી લીધું કે રાણી ને ગમે એ રાજા...આપણે પાછળ ફરતાં વાંદરાનું પૂછડું હતાં તે કાપીને ફેંકી દીધું તો શું વાંધો !
પ્રેમની વેદનાઓને કેમનું સહન કરવું આ જીવનભનો અફસોસ આકાશને એકાંતમાં યાદ આવતો જ રહે છે.
જેમ જેમ સપનાંના લગ્નના દિવસો નજીક આવ્યા તેમ-તેમ આકાશ એકાંત તરફ વધુને વધું ઊંડી યાદોની ખીણમાં ધકેલાતો જાય છે.
રડવું યાદ કરવું એ તો આકાશનો નિત્ય ક્રમ બની જાય છે.
જીવનનાં એક પછી એક વર્ષો સુધીનાં સ્મરણ વધતાં આકાશની રાતોની ઊંઘ હરામ બનતી જાય છે.
સપનાં અજીબ યાદો મૂકીને વરસી ગઈ હોય છે કે એકાતમાં આકાશનુદ મન અંદરો અંદર ખોખલું બનતું જાય છે.
આકાશનું જીવન એક અગોચર પ્રેમ સફર તરફ મૌન સંવાદ કરતું જ રહે છે.
સપનાં અને આકાશના અબોલા બાળળપણથી જ હતાં પણ પ્રેમ અનહ્દ હતો એટલે નજરથી નજર કરતાં જ પ્રેમનાં મૌન સંવાદો જ થતાં.
અચાનક સપનાંના લગ્નએ જીવનની ધમાલ મૌન કરી દીધી.
આકાશ તો વધું ને વધું એકાંત તરફ ધકેલાઈ કાયમ માટે દર્દ દફન હૃદયમાં પાંગર્યું...એ અહેસાસ કરી જીવ્યા જ જાય છે.
એકાંતની ક્ષણે કલમ આકાશનો સાથી બની જાય છે.
આકાશ એક તરફી પ્રેમ છે એમ સમજી અલખ લાગી હોય એમ ધૂન ચઢાવી મન ગજવતા જીવતો જાય છે
સુખ દુઃખની પરિભાષા મૌન સંવાદ
એકાંતે યાદો
તું નથી પણ સ્મરું
વહે મુજમાં ....
બસ આટલું જ વિચારતાં આકાશ જીવન છે જતું રહેશે તને યાદ કરતાં એમ કરતાં મૌન સાથે ઉગ્ર પ્રેમની દલીલો કરતો શીખી જાય છે.

