Hardik Anjaria

Drama Inspirational Thriller

3.8  

Hardik Anjaria

Drama Inspirational Thriller

સરપ્રાઈઝ

સરપ્રાઈઝ

5 mins
14.5K


'રીયા બેટા આ૫ણી ઢીંગલીને ક્યારનુંય વેકેશન પડી પડયું છે, પણ તારી બેન એને લઈને કેમ આવી જાતી નહીં હોય ? કે પછી તમે બન્ને બહેનો મળીને અમને સરપ્રાઈઝ તો નથી આપવાનાને ?' દિકરી અને દોહીત્રી વેકેશન પડી જવા છતાં હજુ સુધી નથી આવ્યા તેની થોડી ઉદાસી છતાં દિકરી જાણ કર્યા વગર આચાનક ઘરે આવી સરપ્રાઈઝ આપે તેવું ઈચ્છનારી એક માતા દિકરીની કાગડોળે રાહ જોઈ રહી હતી ત્યાંજ, "અરે બેટા રીયા, જો તો, રીક્ષા આવી લાગે છે, ક્યાંક નીશા તો નથી આવી ને ?" ઉત્સુકતાભરી નજરે હ્ર્દયમાં ઉમંગ સાથે મીનાબેને નાની દિકરીને પુછયું. નાની દિકરી રીયા પણ હરખાતી હરખાતી દરવાજાની બહાર તરફ દોડી અને કહ્યું, "હા મમ્મી, દીદી જ છે" અને એ સાથેજ બન્ને બહેનો ભાવવિભોર બની આંખમાં હરખના આંસુ સાથે એકબીજાને ભેટી પડી.

જયારે નીશાની દિકરી કે જે છ વર્ષની હતી તે પણ તેના માસીને ભેટી પડી. મોસાળમાં તેને ઢીંગલીજ કહેતા, એ પણ તેના નાના-નાની અને માસીને મળવા માટે ઘણાં દિવસ પહેલાથી વેકેશનની રાહ જોતી, કારણકે નાના-નાનીનું ઘર બહુ દુર હતું અને ઉનાળુ વેકેશનની રજાઓ સિવાય ત્યાં જવું શક્ય નહોતું. બન્ને બહેનો ઘર તરફ આગળ વધી, જ્યાં મમ્મી મીનાબેન તથા પપ્પા રમેશભાઈ જાણે એમની કયારનીયે રાહ જોતા હોય તેમ દરવાજે ઉભા હતા અને એમણે દિકરીનું હસતા આંસુ સાથે ઉમળકાભેર સ્વાગત કર્યું. ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયુ. ઉનાળાનો સમય હતો પણ એકબીજાને મળવાની ખુશીથી ગરમી જાણે ગાયબજ થઈ ગઈ હતી. વેકેશનના દિવસો ઘટતા જતા હતા.

એક દિવસ એવો આવ્યો કે જે મીનાબેન અને રમેશભાઈ માટે ખુબ મહત્વનો હતો, એ હતો એમનો લગ્ન દિવસ. સવારથીજ બન્ને પતિ-પત્ની ખુબ ખુશ જણાતા હતા. દર વર્ષની જેમ આજે પણ વહેલા ઉઠી પુજા પાઠ કરી દિકરીઓ હમણાં પગે લાગી વહાલથી વીશ કરશે એવું વિચારી બન્ને પતિ-પત્ની હરખાતા બેઠા હતા. પણ દિકરીઓતો પોતાનાજ કામમાં વ્યસ્ત હતી. કોઈએ આટલા મોટા દિવસનો ઉલ્લેખ સુધ્ધા કર્યો નહીં. કદાચ આટલા વર્ષોમાં પહેલી વખતજ આવું બન્યું હશે. મીનાબેને રમેશભાઈને સંબોધીને કહ્યું, "આપણી દિકરીઓ ભુલી ગઈ લાગે છે." જયારે રમેશભાઈ તરફથી જવાબ મળ્યો, "અરે ભુલીજ જાયને, બીચારી આખો દિવસ કામ કર્યે રાખે છે, અને આ નીશાએ તો આખા ઘરની જવાબદારી પોતેજ ઉપાડી લીધી છે." દિકરીઓનું ઉપરાણું લેતા પપ્પા બોલ્યા.

કલાકોમાં સમય વિતતો જાય છે. નાની દિકરી રીયા ફ્રેન્ડની સગાઈમાં જવાની છે તેમ કહી ઘરેથી નીકળી જાય છે. જો કે, એણે બે દિવસ પહેલાજ એની મમ્મીને આ બાબતે કહેલું હતુ. જ્યારે દોહીત્રી ઢીંગલી ફળીયામાં રમી રહી હતી. જયારે મોટી દિકરી નીશા પણ હમણાં આવુ છું એમ કહીને ક્યાંક જતી રહી અને બન્ને પતિ-પત્ની પણ થોડો સમય માટે બહાર નીકળી ગયા અને ઘરમાં પાછા આવતાજ માતા મીનાબેને નીશાને બોલાવી પણ તેમને કોઈ વળતો જવાબ ન મળતા તેઓ કીચન તરફ ગયા પણ ત્યાં દિકરી હતી નહીં. કદાચ બાલ્કનીમાં હશે, તેમ કરતા કરતા આખુ ઘર જોઈ વળ્યા પણ દિકરી કયાંય હતી નહીં. ફળીયામાં દોહીત્રી રમતી હતી તે પણ ત્યાં જોવા મળી નહીં. આડોશ-પાડોશમાં તપાસ કરતા પણ બન્ને માં-દિકરી ન મળ્યા. માતા-પિતા બન્ને વિચાર કરતા થઈ ગયા, કેમકે ઘર તો ખુલ્લુજ હતુ અને દિકરી નીશાનો મોબાઈલ ફોન સ્વીચઓફ હતો. સમય વિતતો ગયો તેમ રમેશભાઈ અને મીનાબેન વધારે વિહવળ થતા ગયા. આજુ બાજુમાં જાણ કરવા ગયા તો લગભગ ઘણાં બધા ઘર બંધ હતા અને જાણવા મળ્યું કે તેઓ બધા કોઈ પાર્ટીમાં ગયા હતા, તો પછી નીશા અને ઢીંગલી ક્યાં ગયા હશે ?

ઘણાં કલાકો વિતવા છતાં દિકરી ઘરે નહીં આવતા હવે છવટે તેમની પાસે માત્ર એકજ ઉપાય હતો, પોલીસ સ્ટેશન. છેવટે હતાશ થઈને બન્ને પતિ-પત્નીને પોલીસનો આશરો લેવાનુંજ ઠીક લાગ્યું અને ઘરેથી નીકળવાની તૈયારી કરી ત્યાંજ લેન્ડલાઈન ફોનની રીંગ રણકી, અરે નીશાનોજ ફોન હશે તેવી આશા સાથે મીનાબેને દોડીને ફોન ઉપાડયો અને રમેશભાઈ તેમની બાજુમાં ફોનનું સ્પીકર ચાલુ કરી અજંપાભરી રીતે સાંભળવા ઉભા રહયા. ત્યાં સામેથી અવાજ સંભળાયો, "મીનાબેન તમારી દિકરી અને દોહીત્રી તમને સહી સલામત જોઈતી હોય તો હું આપું એ સરનામા ઉપર આવી જાઓ, લેવડ દેવડની વાત ત્યાંજ કરીશુ." આ સાંભળતાંજ મીનાબેન અને રમાશભાઈના પગ તળેથી જમીન ખસી ગઈ અને મીનાબેન તો આભા બનીને બેસીજ ગયા. ત્યાં રમેશભાઈએ થોડા સ્વસ્થ થઈ અને એડ્રેસ જણાવવા વિનંતી કરતા સામેથી એડ્રેસ તો મળ્યુ પણ સાથે સાથે પોલીસને જાણ નહીં કરવા માટે કડકાઈથી કહેવાયું. દિકરીઓના મા-બાપે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના એકબીજાના સહારે -હિંમતે મર્દા તો મદદે ખુદા- એમ માની આપેલ સરનામે જવા માટે નીકળી ગયા.

સંધ્યાકાળ જેવું થઈ ગયુ હતુ, બન્ને પતિ-પત્નિ ડરતા ડરતા એકબીજાના સહારે એક અંધારિયા હોલ તરફ આગળ વધતા હતા. ત્યાં અચાનકજ ચારેબાજુથી લાઈટીંગ અને ડેકોરેશનથી રૂમ દીપી ઉઠ્યો અને બન્ને પતિ-પત્નિ ઉપર ફુલોનિ વર્ષા થવા લાગી, જાણે એ લોકોનીજ રાહ જોવાતી હોય તેવું લાગ્યું અને આજુ બાજુમાં રહેતા પડોશીઓ કે જેમના ઘર બંધ હતા તેઓ પણ ત્યાંજ હતા અને ચારે બાજુથી બધા આ પતિ-પત્નિને તેમની એનીવર્સરી વીશ કરવા ફુલાના ગુલદસ્તા લઈને નજીક આવવા લાગ્યા અના આ બધાની વચ્ચે છુપાયેલી તેમના હ્રદયના ટુકડા જેવી તેમની દિકરીઓ તોફાની હાસ્ય મોં પર લાદી અને મમ્મી પપ્પાને પગે લાગી અને વીશ કર્યા બાદ બે હાથથી કાનની બુટ પકડી ગોઠણભર બેસી ગઈ, કેમ કે મમ્મી પપ્પાને તકલીફ તો પડીજ હતી. પછી બન્ને માતા-પિતાને પોતાની દિકરીઓએ આપેલી સરપ્રાઈઝ સમજતા વાર ન લાગી અને ઘુંટણભેર બેઠેલી દિકરીઓને ઉભી કરી આંખમાં ખુશીના આંસુ સાથે પોતાના હ્રદય સરસી ચાંપી, આખરે હતા તો હ્રદયના ટુકડાજને, પેલી કહેવત છેજ ને કે, માવતર ગલઢા થાય, માવતરના હેત ગલઢા નો થાય. આમ, યાદગાર પાર્ટી પુરી થઈ અને ધીમે ધીમે વેકેશન પણ પુરુ થયું.

હવે એ સમય આવ્યો કે જ્યારે દિકરી નીશા અને ઢીંગલીએ પાછુ તેમના ઘરે જવાનું હતુ. સવારથીજ ઘરમાં દરેકની આંખમાં આંસુ હતા. પરંતુ ઘરના બધાજ એકબીજાના આંસુ ના જોઈ જાય તેની પુરતી તકેદારી રાખી અલગ અલગ જગ્યાએ આંસુ પાડી એકબીજા સામે સ્વસ્થતાનો નકાબ ઓઢી લેતા હતા અને એમાં નાની એવી ઢીંગલી પણ બાકાત નહોતી. છેવટે વિદાય લેવાનો સમય આવ્યો, રીક્ષા આવી અને ઘરના બધાજ સભ્યો પોતાના આંસુઓને રોકી કે છુપાવી શક્યા નહીં, અને એકબીજાને ભેટીને ખુબજ રડ્યા અને દિકરીને વિદાય કરી. વેકેશન તો ક્યારનુંય પુરુ થઈ ગયુ, તેમ છતાં આજેય પણ આ અમુલ્ય ઉનાળુ વેકેશનની એ યાદગાર ક્ષણો બધા ખુબ યાદ કરે છે અને ખુશ થાય છે.


Rate this content
Log in

More gujarati story from Hardik Anjaria

Similar gujarati story from Drama