STORYMIRROR

Pratiksha Brahmbhatt

Tragedy

4  

Pratiksha Brahmbhatt

Tragedy

સ્પર્ધા

સ્પર્ધા

4 mins
301


જશોદા ફક્ત દસ ધોરણ પાસ ને ઓજસ તો સાહિત્યનો કીડો. પી. એચ. ડી..કોલેજમાં પ્રોફેસર. જશોદા ગામડામાં ઉછરેલી ઓજસ શહેરનો રંગીન માણસ. પિતાની આજ્ઞા ઓજસ ઉથાપી ન શક્યો ને કમને સીધીસાદી જશોદા સાથે લગ્ન કરવા પડ્યા. લગ્નના અઠવાડીયા પછી તે શહેરમાં ગયો તે ગયો પાછો આવ્યો જ નહી. પિતાને રોજ જુદાજુદા બહાનાં બતાવે, નિતનવા કારણો ઊભા કરી ગામડે જવાનું ટાળે.

પત્ની જશોદા ને સસરા બેય જીવ બાળે. બિચારાને કેવી નોકરી નવરાશ જ નહી. રાહ જોઈ જોઈ ને બંનેની આંખો વરસી પડતી. એકબીજાને આશ્વાસન આપતા આ રજાઓમાં જરુર આવશે.

ઓજસને સાહિત્યમાં નિપુણ એવી સુરાલી ખૂબ ગમતી. એણે શહેરમાં પોતાના લગ્નની વાત છૂપાવી હતી. સુરાલીને ઓજસ એકબીજાને પ્રેમ કરતા ભાવિજીવનના સપના જોતા હતા. ઓજસ રોજ વિચારતો કે આ ગામડીયણ જશોદાનું શું કરુ ? પિતાને શું કહેવુંં ? આમને આમ દિવસો વિતતા. જશોદા સસરાની ખૂબ સેવા કરતી. એમનાથી જશોદાનું દુઃખ જોવાતું નહોતું.

એક દિવસ એમણે હિંમત કરી કે વહુને જ શહેર મૂકી આવું. જશોદા આનાકાની કરવા લાગી કે બાપુ પછી તમે એકલા કેમ રહેશો હું તમને મૂકીને નહી જાઉ. તમારે પણ મારી સાથે શહેરમાં રહેવું પડશે. મને એકલીને ત્યાં ન ફાવે. સસરા વહુના ભોળપણને જોઈ રહ્યા. બેટા,હું આવતો જતો રહીશ.

ઓજસને જાણ કર્યા વગર જશોદાને લઈ પહોંચી ગયા. એ તો આરામથી સૂતો હતો ને અચાનક પિતા ને પત્નીને આવેલા જોઈ આઘાત લાગ્યો હોય તેવું મોઢુ થઈ ગયું પણ તરત સભાન થઈને પિતાને પગે લાગ્યો. કેમ અચાનક ? પિતાએ કહ્યું, તને સમય નથી તેથી અમે આવી ગયા. ઘરમાં ચારેબાજુ વેરવિખેર હતું ગંદકીના ઢગલાં હતા. જશોદા તો જોઈ જ રહી. આ શહેર ? આવી ગંદકીમાં પડ્યા રહે છે. તે તો સમાન મૂકી સીધી જ સાફસફાઈજ લાગી ગઈ. ઘણું કહેવા છતાં બાપુ ન રોકાયા સાંજે જ ગામડે જતા રહ્યા. ઓજસ તો આવું છું કહીને ગયો રાતના નવ વાગ્યા તોય આવ્યો નહી. જશોદાએ તો ઘર કંચન જેવું કરી નાંખ્યુ. સરસ રસોઈ બનાવી પણ ઓજસ ? થોડીવારે ગાડી આવીને ઓજસ સાથે સુરાલી પણ ઘરમાં આવી. ઘર સ્વચ્છ જોતાજ બોલી આટલુ સરસ કેવી રીતે ? બીજાને ઘેર તો નથી આવ્યાને ? જશોદા પાણી લઈને આવી. સુરાલી કહે, આ કોણ છે ? નવી કામવાળી મળી ગઈ કે શું ? ઓજસ બોલ્યો,"આમ તો એવું જ". અમારા દૂરન

ા સગા છે તકલીફમાં છે. બાપુજી થોડા દિવસ માટે મૂકી ગયા છે. જશોદાને તો એવો આઘાત લાગ્યો કે દોડતી અંદર જતી રહી. એનું ભોળપણ શાણપણમાં ફેરવાઈ ગયું. બધીજ વાત મગજમાં બેસી ગઈ કે ઓજસ એનાથી દૂર કેમ રહે છે. આખીરાત બાપુને યાદ કરી રોતી રહી. સવારે ગામડે જતી રહીશ એમ વિચાર કરી પોતાની જાતને કોસતી રહી. પણ પછી વિચાર આવ્યો કે, " બાપુને ખબર પડી જશે તો" એના કરતાં પતિની સેવા કરીશ ને પડી રહીશ કંઈ નહી તો પતિનું મોઢુ તો જોવા મળશે.

જશોદા મૂક બની ઓજસ ને સુરાલીનો પ્રેમ જોતી રહી. બંને કોઈ વાર્તા સ્પર્ધાની ચર્ચા કરતા હોય. સુરાલી ભાગ લેવાની હતી. તે ઓજસ પાસે વારેઘડીએ માર્ગદર્શન લેવા આવતી. બંને સાહિત્યની ચચૉ કરતા જશોદા ચ્હા ,નાસ્તો, ખાવાપીવાની વ્યવસ્થા કરતી. સુરાલી તો બહુજ ખુશ હતી રોજ કહેતી ઓજસ તું નસીબદાર છે કે ઘર જેવા આ જશોદાબેન મળી ગયા છે. કામવાળાનો શું ભરોસો ? આપણે લગ્ન પછી પણ આમને અહીં જ રાખશુ. જશોદા મનોમન આઘાત પામતી અંદર જતી રહેતી.

એક દિવસ એના હાથમાં ફોર્મ આવ્યુ. તે વાંચતી હતી ને ઓજસ આવ્યો એણે હાથમાંથી લઈ લીધુ. તું તારુ કામ કર તને આમા કશી ખબર ન પડે. તેને ઘણુ દુઃખ થયુ પણ આંસુ રોકી કામમાં લાગી. રોજ કામ પરવારી પોતાની રુમમાં લખવા બેસી જતી. ઓજસ ને એમ થતું,કે આ ગમાર શું લખતી હશે ? મને બતાવવા માંગતી હશે કે હું ભણેલી છું. કરવા દો જે કરે એ. આપણને તો નડતી નથી. તૈયાર સ્વાદિષ્ટ રસોઈ ને ઘરનું કામ સુઘડ રીતે કરે છે પછી શું ?

આજે જશોદા સરસ તૈયાર થઈ હતી ઓજસ જોઈ જ રહ્યો કે આ એ જ છે ? સાદગીમાં પણ સુંદર દેખાતી હતી. આજે ઓજસ અને સુરાલીને સન્માન સમારંભમાં જવાનુ હતું. આજે પરિણામ ઘોષિત થવાનું હતું. સુરાલી જ પ્રથમ એ વાત નક્કી જ હતી તેનો મુકાબલો કરે તેવું કોઈનું ગજુ નહોતું. બંને સમારંભમાં ગોઠવાઈ ગયા. ઉદઘોષકે કહ્યું,આ વખતનું પરિણામ સહુને આશ્ચર્યમાં મૂકી દેશે. લેખિકાના ખૂબ ખૂબ વખાણ કર્યા. સુરાલી મનોમન ફુલાતી રહી. આ વખત વિજેતાનું સન્માન માનનીય ઓજસભાઈ કરશે. ઓજસ સ્ટેજ પર આવી ગોલ્ડ મેડલ લઈ સુરાલીને નીરખી રહ્યો ને નામ સાંભળી આઘાત અનુભવ્યો વિશ્વાસ ન આવ્યો જશોદા.. સહુએ જશોદાને તાલીઓના ગડગડાટથી વધાવી. આજે ફરી ઓજસે જશોદાને ફૂલોનો હાર પહેરાવ્યો.


Rate this content
Log in

More gujarati story from Pratiksha Brahmbhatt

Similar gujarati story from Tragedy