Pratiksha Brahmbhatt

Inspirational

3  

Pratiksha Brahmbhatt

Inspirational

અન્નકૂટ

અન્નકૂટ

3 mins
7.1K


આજે સવારે વહેલા ઉઠી નહાઇધોઇ રસોઇમાં પહોચી. હા આજે મારા હિસ્સામાં અન્નકૂટમાં ધરાવવા માટે મોહનથાળ, સુખડી અને મગજનો પ્રસાદ બનાવવાનો આવ્યો હતો. બધાને મારા હાથની બનાવેલી આ મીઠાઇ બહુ પસંદ હતી.

હુ ઘણી જ ઉત્સાહીત હતી કે મને આ સૌભાગ્ય પ઼ાપ્ત થયુ હતુ. જોકે મોડુ ન થાય તેની ચિંતા પણ હતી. મે પ઼સાદ બનાવવાનુ કામ શરુ કયુઁ. મનમા પ્રભુના નામ સ્મરણ સાથે હાથ ઝડપથી કામ કરવા લાગ્યા. કહેવાય છે ને કે સારા કામમાં સૌનો સાથ હોય એમ પરીવારની મદદથી ફટાફટ મીઠાઇ બનવા લાગી. બધુ જ સરસ બની ગયુ હતુ. કાજુ બદામ પિસ્તાથી ડેકોરેટ કયુઁ. સુંદર થાળમાં શણગાયુઁ. ઓહો કેટલુ સુંદર આજે મારા પ્રભુ મારા હાથે બનાવેલો પ્રસાદ આરોગશે. આનંદની કોઇ સીમા નહોતી.ચાલોચાલો જલ્દી તૈયાર થઇ જઇએ કેટલા વાગ્યા ? ઘડીયાળ તરફ નજર કરી. અરે એટલીવારમા આઠ વાગી ગયા ? નવ વાગ્યા સુધીમાં તો પ઼સાદ પહોચી જ જવો જોઇએ. કડક સુચના હતી. બધા વહેલા પહોચશે. મારે મોડુ ન થાય. ચિંતા પેઠી. અમે જલ્દી જલ્દી તૈયાર થયા. ત્રણ થાળ હાથમાંલઇ પગપાળા મંદિરે જવાની ઇચ્છા હતી. ત્રણેય બાળકોને સાથે લીધા. વારાફરતી થાળ હાથમા લઇશુ. બધાને લાભ મળે. બાળકોનો થનગનાટ એમના ચહેરા પર દેખાતો હતો. હુ પણ ઉતાવળે હરખઘેલી બની હતી.

   ચાલો, મોડુ ન થાય પગ ઉપાડો. પ્રસાદ સાચવજો. પ઼ભુનુ નામ સ્મરણ ચાલુ રાખજો મોડુ ન થાય. સાડાઆઠ થઇ ગયા છે. મોટા દિકરાએ કહયુ મમ્મી આ રસ્તો ટુંકો પડશે વચ્ચે ગલીમાંથી નીકળી જઇએ ઝુપડપટ્ટી છે પણ જલ્દી પહોચાશે. મોડુ ન થાય માટે બધાય સહમત થઇ ત્યાથી નીકળ્યા. પણ આ શુ ? નરી ગંદકી. બધાના મ્હો બગડી ગયા આ રસ્તે કયાં આવ્યા ? જેમ જેમ આગળ વધતા ગયા દરિદ્રતાના દશઁન થતા ગયા. ન્હાયાધોયા વગરના બાળકો પુરતા કપડાય નહી. કયાક તો બાળકોનો કકળાટ. આશુ એક માતા સંતાનોને મારે છે ? કેમ ? રહેવાયુ નહી પુછીજ લીધુ. "આવડા નાના બાળકોને કેમ મારો છો ?" "શુ કરીએ બેન રોજ બજારમા મીઠાઇ જોઇ કજીયા કરે છે. નવા કપડા માગે છે. ફટાકડા માગે છે. કયાંથી લાવીએ રોટલા ખાવાના પૈસા નથી ને આવુ બધુ કયાંથી લાવીએ. મન ગ્લાનીથી ભરાઇ ગયુ. મોડુ થાય છે ને કયાં લપ મા પડી !. પણ પગ આગળ વધવાની ના પાડવા લાગ્યા. અહી મને દરિદ્રતા નહી પણ દરીદ઼નારાયણના દશઁન થયા .બાળકોની સામે જોયુ .તેમની આંખમા મને આજીજી દેખાઇ. ના હજુ મોડુ નથી થયુ માત્ર નવ જ વાગ્યા છે બરાબર અન્નકુટ ભરાવાનો સમય છે. બધાયનો ઇશારો એક જ હતો, ને મે થાળ ખોલી દીધો. બાળકો તો ખુશીથી ઝુમી ઉઠયા મારા અને એમના પણ બધાને ધરાઇને મીઠાઇ વહેંચી. ઘરે ઘરે જઇને પ઼સાદ આપ્યો. આજે ખરેખર એમને દિવાળી થઇ. બધાની આંખો આભારવશ અમને જોઇ રહી. શુ સ્વાદ આટલો સરસ હોય ? દરેકના મ્હો ઉપર તૃપ્તિ હતી, અમારા અને એમના. બધા થાળ ખાલી થઇ ગયા હવે શું કરશુ ? સાડાનવ-દસ થઇ ગયા આરતીનો સમય થઇ ગયો છે. શું કરવુ ચાલો દશઁન કરી પ઼ભુની માફી માંગી લઇએ. ફટાફટ મંદિરે પહોંચ્યા બધા આયોજકો રોષથી જોવા લાગ્યા. આવુ ચાલતુ હશે ? ખબર નથી પડતી કયાં છે પ઼સાદ ? જલ્દી લાવો. અમે એકબીજાની સામુ જોઇ રહયા. ન લાવ્યા કશી ખબર પડે છે ? આજે અન્નકુટ અધુરા રહેશે. ત્રણ થાળ ખાલી રહેશે ? પણ સમય થઇ ગયો હતો .બધાએ ખૂબજ ગુસ્સો કયોઁ. અમારી પાસે કોઇ જવાબ નહોતો.

આરતી શરુ થઇ. ખાલી થાળ સામે બધાની નજર હતી. ભગવાન આજે માફ કરજો અમે સૌ ભાવવિભોર બની આરતીમાં જોડાયા. ભગવાન સામે જોયુ તેમના મુખ પર સુખડી, મોહનથાળ, મગજ હોઠ આગળ ચોંટેલા લાગ્યા. મંદમંદ હાસ્ય સાથે તૃપ્તિ અને આશીવાઁદ જણાયા. થાળ મા પણ પ઼સાદ ના દશઁન થયા. આયોજકો વિસ્મય અનુભવતા હતા. સાથે ખેદ વ્યકત કરતા હતા. પણ અમે ખૂબજ આભાર માન્યો પરમાત્માનો, જેણે અન્નકુટ નો સાચો માગઁ બતાવ્યો.


Rate this content
Log in

More gujarati story from Pratiksha Brahmbhatt

Similar gujarati story from Inspirational