સંવેદનાના સૂર
સંવેદનાના સૂર
મનુષ્ય જીવન અનમોલ અને અકલ્પનીય છે. મનુષ્યના જીવનમાં અનેક ઉતાર-ચડાવ આવ્યા કરે છે.
આ ઉતાર ચડાવમાં મનુષ્ય સંઘર્ષપૂર્ણ બહાર આવી પોતાનુંંઆગળ જીવન વ્યતીત કરે તે જ ખરો મનુષ્ય કહેવાય. મનુષ્યજીવન દુઃખદર્દ ખુશી વેદના-સંવેદનાથી ભરેલો છે. મનુષ્યની આવી જ સંવેદનાના સૂર આ લેખ થકી આપણી સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું.
આ એક સત્ય ઘટના પર આધારિત છે. મારી નાની બહેન પોતાના પતિની બીમારીથી પીડિત હતી તે ઘણી ચિંતિત અને ઉદાસીન રહેતી હતી. પોતાના આરોગ્ય પ્રત્યે નિષ્કાળજી બનીને સતત પતિની સેવામાં લાગી હતી. પતિની બીમારીના કારણે તેને પોતાની દીકરીના લગ્ન કરવાનો વિચાર કર્યો પણ ઉદાસીનતા તેના મૂખ પર છવાયેલી હતી. પોતાના પતિને ગુમાવવાનો આભાસ તેના મુખ પર જણાતો હતો. દીકરીના લગ્નનો આનંદ તે વ્યક્ત કરી શકતી ન હતી. તે નિરાશ અસ્વસ્થ જણાતી હતી. લગ્ન ગીતના લગ્નનો લા'વો પણ જાણે માણી શકતી ન હોય તેવી વિકટ પરિસ્થિતિ તેના સમક્ષ હતી.
લગ્ન પ્રસંગ પતી ગયા પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી અને ત્યાં નિદાન કરતા માલુમ પડ્યું કે તેમને કેન્સર છે. આ વાત જાણતા જ ને આભ ફાટી ગયું હોય તેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલો પુત્ર માતાની છત્રછાયા ગુમાવી બેસશે તે વિચારથી જ તે બાળક હચમચી ગયું હતું. તેને ઘણો આધાત લાગ્યો. તેને તો માતા-પિતા બંને ગુમાવવાનો વારો આવ્યો હતો. તેના ઘરનો આધાર તેની કાળજી લેનાર તેની માતા મરણ પથારીએ પડી હતી. તે દુનિયામાં નોધારો બની જશે એવા વિચારથી રડી પડતો હતો. કેન્સરના કારણે તેની સ્થિતિ કથળતી ગઈ અન્નાનળીનું કેન્સર હોવાથી અન્ન પાણી જઈ શકતું ન હતું. ઘણી સારવાર બાદ એક દિવસ એવો આવ્યો કે તેની જીવવાની આશા નિરાશામાં બદલી ગઈ અને તેનું મૃત્યુ થઈ ગયું. કેન્સર એટલે કેન્સલ.
આ પરિસ્થિતિનો તેના દીકરા જ નહીં તો મારા પર નાની બહેન ગુમાવવાના આઘાતના ઘેરા પ્રત્યાઘાત મારા પર પણ પડયા. હું જાણે મનમાંને મનમાં મૂંઝાવા લાગી, બહારથી એકદમ હિંમત બતાવી બધાને સાંત્વના આપતી અને તેની યાદમાં જાણે અંદરથી ભાંગી પડી. હું જાણે જિંદગીની જંગ હારી ગઈ હોય તેવું મહસૂસ કરવા લાગી. આ અંદરનો બળાપો મારી દુઃખની ચાડી કરી ગયો.
પછી મારી તબિયત લથડતાં મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને મારી આ હાલત જોતા મારી મા ચોધાર આંસુડે રડી પડી એક દીકરી પહેલાં જ ખોઈ હતી તે કોઈ આઘાત સહન કરી શકે તેમ ન હતી.
