સંગાથ
સંગાથ
બબલું અને પીંકી બંને ખાસ મિત્ર. એક જ શેરીમાં રહે. સાથે દરરોજ રમે શાળા એ જાય, લેસન સાથે કરે. બંને ત્રીજા ધોરણમાં એક જ ક્લાસમાં ભણે. એક દિવસ પીંકી દરરોજની જેમ બબલુંને શાળા એ જવા તેના ઘરે બોલવા ગઇ. ઘરની બહાર જ ઊભા રહીને તેણે બબલુંને બૂમ પાડી,
'બબલું ચાલ સ્કૂલે જવા નો સમય થઇ ગયો.'
'પીંકી તું જા આજે હું આવવાનો નથી“
'કેમ ?- પીંકી સીધી ઘરમાં જ પહોચી ગઇ.'
'પીંકી તું જા સ્કૂલે આજે મારાથી નહીં અવાય !'
'કેમ ? શું થયું છે ? કઇ બિમાર છે ?'
'ના ..રે ..ના .. તું જાને મારે નથી આવું.'
‘ અરે ...એમ થોડું ચાલે ! સ્કૂલે તો જ્વું જ પડે ને ! પરીક્ષા નજીકમાં જ આવવાની છે ! ‘
‘ પીંકી માથાકુટ્ ના કરીશ પરીક્ષા આવવાની છે એટલે તું જા .. મારાથી નહીં અવાય !’
‘ પણ કેતો ખરો કેમ ..?’ પીંકી જોરથી બોલી
‘ એકવાર કીધું ને તું... જા... મારાથી નહીં અવાય’ બબલું પણ જોરથી બોલ્યો
‘ બબલું સાભળી લે તું જો તું નહીં આવે તો આપણી પણ સ્કૂલ માં રજા ‘ પીંકી નારાજ થઇ ને
એકબાજુ બેસી ગઇ.
‘ પીંકી તું માનતી કેમ નથી ? મારાથી અવાય એવું હોય તો હું ના આવું ?” બબલું જોરથી બોલ્યો
‘પણ કેતો ખરો કેમ નથી કે કેમ તું આવવાની ના પાડે છે ?”
બબલું થોડીવાર ચૂપ રહ્યો પછી ઘીરે રહીને બોલ્યો
‘ પીંકી , મા ગામડે ગઇ છે અને મારા યુનિફોર્મનું પેન્ટ ફાટયું છે . તો મા નથી તો તે કોણ સાંધે ? સાંજે મા આવશે એટલે તે સાંધી આપશે પછી કાલે હું સ્કૂલે આવીશ’.
‘ પેન્ટ ફાટયું છે ? બતાવ તો !’ બબલું એ પેન્ટ બતાવ્યુ . .પીંકી એ હાથ માં લઈ ને જોયું. પછી
થોડીવાર વિચાર કરીને કહ્યું ,
‘ મને સાંધતા તો નથી આવડતું પણ મમ્મી ને સાંધતા જોઈ છે ખરી, લાવને આપણે પ્રયત્ન તો કરી જોઈ એ કદાચ કામ થઈ જાય ! બને મિત્રો સોય –દોરો લઈ ને પેન્ટ સાંધવા બેઠા. .મોટા મોટા ટાંકા લઈને પેન્ટ સાંધ્યું તો ખરું પણ ગાઠ મારવાની આવડત ના અભાવે જેવુ બબલું એ પેન્ટ પહેર્યું તરતજ કચડ…. કરી ને અવાજ આવ્યો અને પેન્ટ હતું એવું ને એવું જ બની ગયું !
‘શટ યાર .... ! હવે શું કરીશું ? – પીંકી માથે હાથ દઈ ને બોલી .
‘ =બબલું નિરાશ થઈ ને બોલ્યો તું.. જા પીંકી હું સ્કૂલે નહીં આવું . હું આવું ફાટલું પેન્ટ પહેરીને આવું તો
ક્લાસ માં બધા મારી પર હસશે .... મારી મજાક ઉડાવશે ...
‘ પીંકી થોડીવાર ચૂપચાપ વિચાર માં પડી ગઈ .સમય ની પળો તેની ગતિ માં વહેવા લાગી .
અને ક્લાસમાં થોડા મોડા પણ પીંકી અને બબલું એકસાથે અંદર દાખલ થયા .... બંનેને જોઈ ને થોડી ઘુસપુસ અને ખી..ખી.. ખી.. અવાજો આવવા લાગ્યા . બબલું શરમ અનુભવવામાં એકલો ના પડી જાય એટલે પીંકી એ પણ પોતાના યુનિફોર્મ પર કાતર ની કરામત કરી નાખી હતી !
હસનાર લોકો ને આવી થોડી ખબર હોય છે !
