STORYMIRROR

Aniruddhsinh Zala

Comedy Romance

4  

Aniruddhsinh Zala

Comedy Romance

સ્નેહરંગ છલકાવતી ઉત્તરાયણ

સ્નેહરંગ છલકાવતી ઉત્તરાયણ

4 mins
345

"સ્નેહથી રંગેલી દોરી અને ફુમતાવાળી ટુંકલ,

ફીરકી પકડે જો વ્હાલી હૈયે મચે હલચલ."


"ઍય.. ઝાટકે કાઈપો છે...લપેટ." હરખમાં બોલતો કેતન ઝડપથી ખેંચેલી દોરી વાગતાં આંગળી મોઢામાં મૂકી ચૂસવા લાગ્યો. 

"અલ્યા કેતન તું તો નકરી બીજાની કાપ કાપ જ કરે છે કોકને લપેટતાં તો શીખ." મજાક કરતો તેનો ભેરુ મયંક ફીરકી વીંટતા બોલ્યો. 

"એય ગધેડા મને એવું ખોટું નહીં ફાવતું." બોલીને કેતને મયંકના માથામાં ટપલી મારી.

"તો સહુકલી લપેટીને ખેંચી લવ અને રાખીલે કાયમ ઘરમાં." ફરી મજાક કરતા મયંક બોલ્યો,

"જો તારી બચપણની ફ્રેન્ડ સુલોચના  અને તેની સહેલી આજ આવશે એટલે કાલે લંડનથી. તું ઉત્તરાયણના દિવસે લપેટવાનું ભૂલતો નહીં."

"અરે વાહ..! તો તો મજા પડશે પણ એવું ન કરાય ઍ મારી ફ્રેન્ડ છે." કેતન ખુબ જ વિનયી યુવક હોવાથી બોલી ચૂપ થઈ ગયો. 

"અરે તેનાં મા-બાપને તું ખુબ જ ગમે છે તો પછી વાંધો શું છે ? જો ભયા છોકરી હંમેશા તેને ગમતો છોકરો લપેટવાની કોશિશ કરે તેવી અપેક્ષા રાખે છે. આવી શરમમાં રહીશ તો કાયમ વાંઢો રહીને બધાની કાપવાનો જ વારો આવશે." 

મયંકની વાતમા કેતનને દમ લાગ્યો થોડો એટલે વિચારીને બોલ્યો, "સારું ત્યારે કાલ હિંમત કરી જોઈએ." 

કહીને તે પતંગ ઉતારી નીચે જવા લાગ્યો ત્યાં જ મયંક બોલ્યો, "પહેલા થોડી કાપજે પછી લપેટવાની મજા આવશે હો."

"ચૂપ હવે મયંકીયા..! એને તું ઓળખતો નથી મારા કરતા પણ વધુ સ્માર્ટ છોકરી છે. ચાલ હવે ઉત્તરાયણ કાલ છે તૈયારી કરીએ." કહેતા કેતન નીચે ઉતરતો હતો ત્યાં મયંક તેનો હાથ પકડીને બોલ્યો,

"ભયા તેની બાજુના ધાવવાળી સહેલી જોડે હું પણ પેચ લડાવી લઈશ હો ભગવાન કરે ને ઉત્તરાયણમા બંને કાયમ લપેટાઈ જાય."

 નીચે ઉતરતા જોઈ મા બોલ્યાં, "મયંક આજ તો બાજુવાળા રમણીક કાકાની દીકરી તારી બાળપણની ફ્રેન્ડ સુલોચના લંડનથી આવવાની છે. જરા જોઈ લેજે ગમે તો તારું ગોઠવી દઈએ."

"મા તમે પણ કેવી વાત કરો છો." કહીને કેતન શરમાઈને ઘરની બહાર જતો રહ્યો પણ તેના હૈયે અનેરો ઉમંગ હતો.

સાંજે સુલોચના લંડનથી આવી ચુકી હતી અને કેતનને પણ ખુબ હેતથી મળી હતી. તેની સહેલી સાથે ઉત્તરાયણની તૈયારી કરી કરતાં તે કેતનને યાદ કરી રહી હતી. કેતન પણ રાત્રે મયંક સાથે પતંગને પાંગરા બાંધતા બાંધતા તેની વ્હાલી સુલોચનાને યાદ કરી મલકાતો હતો.

સુલોચનાની સહેલી રીટા ફીરકી પકડીને બોલી, "એય ચીબરી પતંગ ચગાવવા મારાં ધાબે આવજેને."  

સહેલીએ કહેતાં જ સુલોચના બોલી, "ના રે નાં.. આ વખતે તો હુ મારુ ધાબુ છોડીને ક્યાંય નહીં જવાની."

"હા હવૅ મને ખબર છે અને તું જાણી ગઈ છે કે પડોશમાં રહેતો તારો બચપણનો મિત્ર કેતન આવવાનો છે ઘેર ઉત્તરાયણ કરવા."

સુલોચના શરમાઈને બોલી,.."રીટા તું પણ આવજે આ વખતે ખુબ મોજ કરીશુ."

"તારે તો બાજુના ધાબે પેચ લડાવાનાં છે અને હું જોવા આવવાની જ છુ." કહીને રીટા ચાલી ગઈ.

ઉત્તરાયણ આવીને છલકાતાં હૈયે સુલોચનાં જીન્સ, ટીશર્ટ અને કોટી પહેરીને મનોહર રૂપ ધરીને સહેલી રીટા સાથે ધાબે ચડી કે બાજુના ધાબે મિત્રો સાથે પતંગ ચડાવતાં કેતનના હદયમાં હલચલ મચી ગઈ અને તેનો પતંગ પણ સુલોચનાંને જોવામાં કપાઈ જતાં પાછળનાં ધાબાવાળા નાચીને બૂમો પાડવા લાગ્યાં,..

"એ લપેટ... કાઈપો છે.. "

સુલોચનાએ તેની સામું જોઈ સ્મિત કરતાં જ વીર ફીરકી મૂકીને ધાબાની દીવાલ પર બેસીને સુલોચનાના અદ્ભૂત સૌંદર્યને નિહાળવાં લાગ્યો. સુલોચનાએએ રીટાને ફીરકી પકડાવીને સુંદર બે દિલવાળી ફુમતાવાળી ટુકલ આકાશમાં ચગાવી.

આ પ્રેમનાં ખેલ જોતો કેતનનો મિત્ર મયંક આવીને કહે,. "ભેરુ આમ જોયા કરે કાંઈ ન વળે તું પણ ચગાવ મોટી ઢાલ અને પેલીની બે દિલવાળી ટુકલને કાપ પછી મજા આવશે."

કેતને ગુલાબી રંગનો એક દિલવાળો પાવલો ચગાવવાં લાગ્યો અને સુલોચનાના કાન પાસે જ ગોથ ખવડાવી સુલોચના પકડવા જ જતી હતી કે તેનો કેતન બોલ્યો,

"સાચવજે બકા આકાશે બહુ ચગી છે

હમણાં આ ટુંકલ ફુમતાળી તારી

લપેટાઈ જશે મારાં પાવલાં સાથે 

તો આવી બનશે પછી તારી."

સુલોચના ખિજાતાં બોલી,.

"જાને વાયડા બહુ હવામાં ઊડે છે હમણાં

તુ ને આ પાવલો, ઢાલ તારો

રહી ગયો લપેટાયા વિના ફુમતાળી હારે

જિંદગી આખી પસ્તાવાનો તારો વારો"

 આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું અને સુલોચનાનું દિલ પણ કેતનના દિલ સાથે મોહક નજરો વડે પેચ લડાવી રહ્યુ હતું. આ જોઈ મયંક બોલ્યો, "એ.ય તમારી બે દિલવાળી જોરદાર ચગે છે ."

રીટા બોલી,.."કેમ અલ્યા તારે દિલ નહીં કે શું ?"

મયંક કહે,.."અરે દિલ તો ક્યારનુંય ધડકે છે એટલે તો તારી જેમ ફીરકી પકડી ઊભો છુ."

સુલોચના બોલી,.."અલી રીટા તારે કેતનના મિત્ર હારે પેચ લડાવવા છે કે શું ?"

રીટા હસીને કહે,.."કેતનનો મિત્ર પણ મસ્ત છે હો ?"

સુલોચના કહે,. "હા હો.. અરે જો તો પેલો કેતનનો પાવલો બીજી પતંગ જોડે પેચ લડાવે છે."

સુલોચનાએ જોતાં કેતન તેને ખીજવવા બોલ્યો,..

"જો આકાશે ફુમતાળી તારા કરતાં સારી

રહી અભિમાનમાં તુ ને ટુંકલ તારી

પાવલો મારો લપટાવીને પણ લાવશે ટુંકલ

ગોતીશ તુ જીવનભર પાવલો સારો"

સાંભળીને રીટા હસી પડી. તે જોઈને સુલોચના બોલી, "કપાયાં કેટલાય પાવલાં ટુકલોના પેચમાં, લુંટી લઈશ હુ પણ કોક પાવલો સારો લપેટાશે જરુર તારે ફાટેલી કોક ફુમતાળી બગાડશે ઈ બધીય ઊતરાયણ તારી"

કપાયેલી એક સુંદર ફુમતાવાળી પતંગ લુંટતા મયંક રીટા સામું દેખાડી બોલ્યો,.."લ્યો આ તમારે ચગાવી હોય તો લૂંટી છે."

રીટા કહે,.."તું જ ચગાવને તને ફુમતાવાળી બહુ ગમે છે."

સુલોચના હસીને બોલી,.. "સાચું કીધું રીટાળી."

મયંક બોલ્યો,.."પણ ફીરકી પકડવાવાળી તો હજી શોધું છું."

મોકો જોઈને કેતન બોલ્યો, "એ હા હો મયંક ફીરકી પકડનારી તો મારે પણ જોઈએ છે."

રીટા કહે.."જા જા સુલોચના ધાબુ કૂદીને જતી રહે... !

"ના રે ના બાપ..! ઍમ જવાતું હશે ? સુલોચના હસીને બોલી.

કેતનના પતંગે તેનાં માથાં પર ગોથ નમાવીને ખેંચીને સુલોચનાની ટુકલ હાથમાંથી કાપી નાંખી. મયંક અને તેનાં મિત્રો પીપુડાં વગાડીને બૂમો પાડવા લાગ્યાં,..

"એ ગઈ... લપેટ."

કેતન મજાક કરતાં બોલ્યો, "ટુકલ બહુ ચગી હતી તારી તે ગઈને ? હવૅ આવ ફીરકી પક્ડવા."

સુલોચના મોં મચકોડી કહે, "એય જીંદગીભર પેચ તારે આમ સદાય લડાવતુ જ રહેવાનુ છે ? ઈચ્છા નહી કાંઈ હદયમાં, એકબિજાની કાપ્યા વગર ભેળુ રહેવાની ?" 

કેતન સુલોચનાનાં હદયની વાત કહે છે, "ના ના મારી ફુમતાવાળી તો બસ, આ પાવલા સાથે જ રહેવાની,આજે જ બકા મમ્મી મારી તારા ઘેર માગુ પણ નાખી દેવાની."

સાંભળતાં જ સુલોચના આનંદિત થતાં બોલી, "અરે વાહ તો તો વાસી ઊતરાણ, ખરેખર મજાની છે રહેવાની,પછી તો હુ ધાબુ પણ કુદીને, તારી ફીરકી પકડીને જ રહેવાની."

ઉત્તરાયણની સાંજે જ કેતનની મમ્મીએ સુલોચનાના ઘેર જઈને વાત કરતાં બધાં આ સબંધ સહમત થઈ ગયાં અને વાસી ઉત્તરાયણે સુલોચના કેતનની ફીરકી પકડીને ઉભી રહી અને રીટાએ મયંકની ફીરકી પકડી લીધી. આકાશ પતંગોથી અને હદય પ્રેમથી છવાઈ ગયું. મૌજીલો મકરસંક્રાંતિનો પ્રેમરંગ છલકવાં લાગ્યો


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Comedy