શ્રમિકોનું દયનિય પલાયન
શ્રમિકોનું દયનિય પલાયન


" આજે જ્યાં જુઓ ત્યાં શ્રમિક, શ્રમિક અને શ્રમિક જ નજર આવે છે". વર્તમાનપત્ર હોય કે પછી ટેલિવિઝનમાં આવતા સમાચાર હોય અથવા તો રાજકારણીઓ દ્વારા ચાલતી ચર્ચાનો કોઇ મુદ્દો હોય તો તે શ્રમિક નો જ છે.
રોજગારી મેળવવા માટે આવેલા આ શ્રમિકોની દયનીય હાલત અને વેદના જોઈને સામાન્ય નાગરિકનું હૈયુ ધ્રૂજી ઊઠે છે, પરંતુ આજની રાજકીય પાર્ટીઓ રાજકારણ કરવા સિવાય બીજું કંઈ જ કરી શક્યા નહીં.
દિવસ-રાત મજૂરી કરવાવાળા આ શ્રમિક વર્ગ પાસે પૈસા નથી કમાણી પણ બંધ થઈ ગઈ છે, એમની પાસે વતન જવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહ્યો નથી. શ્રમિકોને આટલા દિવસનું વેતન પણ આપવામાં આવી રહ્યું નથી.
રોડ અકસ્માતમાં, રેલવે ટ્રેકમાં મૃત્યુ પામી રહેલા ગરીબોની સરકારોને કઈ પડી નથી, ત્યારે એક શ્રમિક પોતાનો રોષ ઠાલવતા કહે છે કે "મતદાનની મારી ઉંમર થઈ ગઈ છે પણ હવે મને મત આપવાની કોઈજ ઈચ્છા નથી".
આ પરિસ્થિતિ વચ્ચે પણ તેમનો પરિવાર પ્રત્યેનો પ્રેમ એ બે વર્ષની બાળકી માટે કાંડાની કોણી સુધી નસ ફૂલાવી અને એની માને ખેંચતો બાપ સુપર હીરો જ ને! એ પ્રેગ્નેન્ટ પત્ની માટે એનો મજૂરી માંય બેકાર બનેલો ભરથાર તો ગ્રેટએસટ લવર ઓન ધ પ્લેનેટ ને!
"ક્યા માર સકેગી દુનિયા ઉસે જો પ્યાર કો પાકે જીતા હૈ"! વો એક શ્રમિક હૈ.
ઘણા માનવીઓ અને ઘણી સંસ્થાઓ આ શ્રમિકોની મદદ માટે આગળ આવી ધન્ય છે, આવી સંસ્થાને અને ધન્ય છે આ બધા માનવીને જે આ શ્રમિકોની લાચારીને સમજે છે અને તેમની મદદ માટે આગળ આવે છે.
" માણસાઈ હજુ મરી નથી"
શ્રમિકોને મદદ કરનારા માનવીઓ કે સંસ્થાઓ કોઈ અબજોપતિ નહીં હોય પણ એમની પાસે સરસ્વતી હશે જ.
અંતમાં હું એટલું જ કહીશ કે "માણસાઈના દીવા ઝાંખા લાગે પણ અંદર અજવાળું કરી દે!"