STORYMIRROR

Indra's Poetry

Tragedy Fantasy Inspirational

3  

Indra's Poetry

Tragedy Fantasy Inspirational

શ્રદ્ધાની સરિતા

શ્રદ્ધાની સરિતા

3 mins
278

બેટા સાંજ પડતાં સુધી તો આપણે ઘર ભેગા થઈ જાશું હો

આ વરસાદ મુવો હમણાં બંધ થયો સે પાસો આવે તો સુધી તો આપણે હાલી નિકળશું ઘર ભણી અને એમાંય આપડું ઘર ચ્યોં બઉ આઘું સે.

નદી કિનારાના કાંઠે લાકડાં વિણતી વિણતી સરોજ તેના નાનકડા બાળકને સમજાવી રહી હતી. તેનુ છોરૂ પણ બધું સમજાઈ ગયું હોય એમ તેની કાલીઘેલી બોલી માં મા મા મા કરી રહ્યું હતું. સરોજ નું એ નાનું બાળક નદી જોઈ ને ખુશ બની ગયું હતું. પાણી ભરેલા ખાબોચિયાં ઓ માં છબછબિયાં કરી રહી રહ્યું હતું. તેને હસતો જોઈને સરોજ નું મુખ પણ સ્મિત કરી રહ્યું હતું.

હાલ બેટા સાંજ થવા આવી સે આપણે હાલિયે. સરોજ તેના બાળકને બહાર નિકળવા કહી રહી હતી. પણ એના એ બાળક ને તો પાણી માં મોજ પડી રહી હતી. સરોજ તેને પકડવા દોડી રહી હતી અને તેનો લાલ પણ મસ્તીમાં આમતેમ ભાગી રહ્યો હતો.

ચાલ ને હવે બેટા કાલે મજા કરવા આવીશું હવે. પેલો મુવો વરસાદ આવી ગ્યો ને તો આપણે બંને પલળી જાશુ. એમ કહી સરોજે તેને મનાવી ને પાણીમાં થી બહાર લાવી.

સરોજે માથે લાકડાં ની ભારી મુકી અને એના લાલ ને કેડ માં બેસાડ્યો ને ઘર તરફ ચાલવા લાગી.

સરોજ એના બાળક સાથે વાતું કરતી કરતી ચાલતી હતી ને અચાનક પાણી નો અવાજ વધવા લાગ્યો. પાણી નો પ્રવાહ વધવા લાગ્યો. હમણા જ જે નદી શાંત હતી એ ભયંકર અવાજો કરવા લાગી.

ધીમે ધીમે પાણી નજીક આવતું જતું હતું. ભયંકર પવન પણ ફૂંકાયો હતો અને નદી ના ખળ ખળ અવાજો સાંભળી તેનો બાળક ડરી ગયો હતો અને રડતો હતો. સરોજ ખુદ પણ ડરી ગઈ હતી છતાં તેના બાળકને ચુપ કરવાની કોશિશ કરી રહી હતી.

પાણી ખૂબ જ વધતું જતું હતું. સરોજ ખુબ ઝડપથી ચાલતી હતી પણ એના કરતાં એ નદી ના પાણીની ચાલ બે ઘણી વધારે હતી.

સરોજ વિચારવા લાગી કે હવે જવાય એમ લાગતું નથી. આપણે પણ આ પાણી ભેળાં તણાઈ જાશું પણ પછી તેની સામે તેના લાલ નો ચહેરો ઘુમવા લાગ્યો. સરોજ વિચારોમાંથી બહાર આવી.

લાકડાં ની ભારી તેને નીચે ફેંકી દીધી અને આસપાસ નજર દોડાવવા લાગી.

થોડી દૂર તેને એક મોટો પથ્થર દેખાયો. સરોજ તેના બાળકને લઈને ઝડપથી દોડી અને એ મોટા પથ્થર પર જઈને બેસી ગઈ.

ધીમે ધીમે પાણી આસપાસ બધેજ પથરાય ગયું. મોટા મોટા પથ્થરો પણ પાણી માં અલોપ થઈ ગયા.

બચવા નો કોઈ રસ્તો હતો નહિ. તેનો લાલ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હતો. સરોજ ના આંખો માંથી પણ આંસુની ધારા વહી રહી હતી.

હમણાં ઘરે જઈશુ હો બેટા કાંઈ નહીં થાય આપણે, આ પોણી તો હમણાં બધુંય જતું રેશે.

ડરી ગયેલી સરોજ તેના બાળકને બોલી રહી હતી.

આસપાસ ના ગામના લોકો ને જાણ થતાં તેવો પણ નદી કિનારે આવી પહોંચ્યા. રસ્તાઓ પર પણ પાણી પાણી જ હતું.

નદીમાં નજર નાખતા માત્ર ને માત્ર સરોજ અને તેનું એક બાળક દેખાતું બાકી બધું તો નામોનિશાન થઈ ગયું હતું.

ગામના લોકો એ તરવૈયાઓની ટીમોને સંપર્ક કર્યો. તરવૈયા ઓ નાવડી લઈ ને પાણી પડયા પણ એ નાવ પણ પાણી માં ક્યાંય અદ્રશ્ય થઈ ગઈ. હવે તો સરોજ અને તેનાં લાલ બચે એવું લાગતું ન હતું. આકાશમાં જેમ એક તારો હોય એમ આ નદી પણ આકાશ જેવી થઈ ગઈ હતી અને તેમાં સરોજ નામનો એક તારો હતો.

બધા જ તેમના માટે પ્રાર્થના કરવા લાગ્યા.

એક બે દિવસ વીતી ગયા હતા.

હજુયે એ પાણી જરાય ઓછું થયું ન હતું. સરોજ અને તેનું બાળક હજુયે એમ નું એમ જ હતું. ત્યાં ખાલી પાણી ના છાંટા જ પહોંચી શકતા હતાં.

હજુયે એ પથ્થર ડૂબવાનો બાકી હતો.

હજુયે એ પાણીના આકાશમાં એક તારો ઝગમગ થઈ રહ્યો હતો.

બે દિવસ પછી સરકાર દ્વારા હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું

અને એ બે જીવ ને બચાવી લેવાયા.

એ સરોજના જીવમાં જીવ આવ્યો.

બંધાયે નદી મા નો જય જય કાર બોલાવ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy