STORYMIRROR

Indra's Poetry

Drama Horror Others

2  

Indra's Poetry

Drama Horror Others

લોક ઈન રૂમ નંબર 15

લોક ઈન રૂમ નંબર 15

7 mins
85

અરે યાર......

નસીબ પણ ખરાબ જ છે લાગે આપનું. જવાનું હતું ક્યાં ને અત્યારે છે ક્યાં આપણે અને આ ગાડી પણ છે ને સુમન..

અશોક તેની પત્ની ને બોલી રહ્યો હતો.

અરે અશોક તમે ગાડી અને આ નસીબ ને વાંક નહિ કાઢો હવે.

હવે થયું તો શું કરવા ના આપણે અને તમે પણ અકડાવા ના બદલે કોઈ દુકાન હોય તો તપાસ કરો તો આ ગાડી તો ઠીક થાય.

હા સુમન હવે એજ કરવું પડશે ને પણ આ ધોધમાર વરસાદ માં ક્યાંય કોઈ દુકાન ખુલી હોય એવું લાગતું નથી મને. પવન પણ એટલો બધો છે કે કઈ દેખાતું પણ નથી.

હા અશોક તમારી વાત તો બરાબર છે એમ પણ આટલી રાતે કોણ હોય આવી સુમસાન જગ્યા પર. પરંતુ અશોક હવે આમ ગાડી માં જ ક્યાં આવા વરસાદ માં બેસી રહીશું ક્યાંક આજુબાજુ રહેવાલયક હોઈ જગ્યા તો જોવો ને તમે.

હા સુમન ત્યાં આગળ કઈ લાઈટ દેખાય છે કદાચ ત્યાં કોઈ હોટેલ હોઈ તો આજે ત્યાં જ રોકાઈ જઇએ સવાર નું સવારે જોઈશું.

ઓકે અશોક તમે ગાડી લોક કરી દો બરાબર હું જરૂરી વસ્તુ લઈ લઉં એમ કહી સુમન ગાડી ની બહાર આવી.

અશોક પણ ગાડી લોક કરી દેખાતા પ્રકાશ તરફ ચાલવા લાગ્યા.

થોડી વાર માં બંને એ સ્થાન પાસે પહોંચી ગયા.

ત્યાં કોઈ દેખાતું ન હતું. બસ જોર થી પડતા વરસાદ નો અવાજ સંભળાતો હતો અને વીજળીઓ થતી હતી.

અરે કોઈ છે અહીંયા..

હલ્લો મિસ્ટર

કોઈ છે અહીંયા હલ્લો......

અવાજ સાંભળી અંદર થી કોઈ વ્યક્તિ આવતો દેખાયો.

અરે આટલી રાતે કોન છે આવા આટલા વરસાદ માં..

અરે હાઈ ...

હું અશોક અને આ છે મારી પત્ની સુમન.

અમે અહીંયા ફરવા આવ્યા'તા અને હવે ઘરે જ જવા નીકળ્યા હતા પણ જોવો ને આ વરસાદ અને એવા માં અમારી ગાડી પણ બગડી છે અત્યારે આટલી રાતે કોઈ મિકેનિક પણ નહિ મળે. આખી રાત આવી સુમસાન જગ્યા માં અમે બે ક્યાં ગાડી મા રહેતા.

આજ માટે રહેવા લાયક જગ્યા મળી જાય તો આભાર તમારો..

એમાં આભાર શું માનવાનો સાહેબ.

એમ પણ અહીંયા વધારે કોઈ લોકો આવતા નથી. હાઇવે થી આ રસ્તો પણ દૂર છે તો કોઈ મિકેનિક પણ નહિ મળે તમને.પણ મારી પાસે એક ફોન નંબર છે ત્યાં હું સંપર્ક કરી જોવું સવાર સુધી આવસે કોઈ તમે ચિંતા ના કરો.

આ લો ચાવી સાહેબ.

ઉપર રૂમ છે આરામ કરો તમે અને કઈ જોઈએ તો બોલાવજો.

અશોક અને સુમન તેમનો આભાર માની ઉપર તરફ જવા લાગ્યા.

અરે અશોક અહીંયા તો કેટલા રૂમ છે અને જોવો ને અહીંયા તો બધા રૂમ નો એક જ નંબર છે.

અશોક પણ આશ્ચર્ય થી બધા રૂમ ને જોવા લાગ્યો .

અરે વાહ

૧૫ , ૧૫ , ૧૫ , ૧૫ ,૧૫

આ કેવી હોટેલ બધી રૂમ ના એક જ નંબર અને આ ચાવી ક્યાં રૂમ ની આપી આપણ ને.

અરે કઈ નહિ અશોક તમે કોઈ પણ એક રૂમ ખોલી જોવો ને આપણે ક્યાં અહીંયા જ રહેવાનું છે.

અશોકે પણ સુમન ની વાત સાંભળી એક રૂમ ખોલી ને બંને અંદર ગયા અને દરવાજો બંધ કર્યો.

હાશ..

સારું થયું અશોક રૂમ મળી ગઈ નહિ તો આખી રાત આ વરસાદ માં ગાડી માં જ રહેવું પડતું.

હવે મારે તો પેહલા કપડાં બદલવા પડશે બધા ભીના થઈ ગયા છે. તમે પણ કપડાં બદલો હું પણ બદલી ને આવું એમ કહી સુમન બાથરૂમ તરફ જવા લાગી.

આ આ આ આ આ............... અશોક

સુમન ની ચીસ સાંભળી અશોક ગભરાઈને બાથરૂમ તરફ દોડવા લાગ્યો.

શું થયું સુમન ? તું ઠીક તો છે ને ?

ત્યાં નળ માંથી અશોક લાલ પાણી......

સુમન આગળ બોલતાં બોલતાં ચૂપ થઈ ગઈ અને બાથરૂમ ના નળ તરફ ઈશારો કરવા લાગી.

અશોક સુમન ના ઈશારા તરફ ગયો અને  નળ ચાલુ કર્યો.

શું છે સુમન ?

પાણી જેવું પાણી જ તો છે .

તું કઈ લાલ પાણી વિશે કેહતી હતી ને કસુ નથી અહીંયા.

તું કપડાં બદલી ને આવ અને આરમ કર થાક ના લીધે તને કઈ વહેમ થયો હસે એમ કહી અશોક બાહર નીકળી ગયો.

મારો જ કોઈ વેહમ હસે. મારા લીધે અશોક પણ બિચારા ડરી ગયા.

સુમન મન માં વિચારતી વિચારતી બહાર આવી. 

અરે અશોક આમ ખુરશી મા બેઠા બેઠા શું વિચારો છો.કોઈ મોટી નવલકથા લખો છો કે શું?

સુમન હસતા હસતા પાસે જતી હતી કે પાછળ થી

અવાજ આવ્યો.

સુમન કોની સાથે વાત કરે છે ?

અશોક તમે અહીંયા તો આ............

સુમન આશ્ચર્ય થી અશોક તરફ જોવા લાગી.

શું સુમન ?

અહીંયા ખુરશી માં કોઈ હતું અશોક અને આ મારો વહેમ નથી.

સાચું મા કોઈ હતું અશોક.

તમે નહી માનો કદાચ પણ અશોક ......

અરે સુમન તું પણ છે ને

બેસ અહીંયા અને લે આ પાણી પી.

આપડા બે વગર કોણ હોઈ શકે અહીંયા કોઈ પણ નથી અને હા તું બોલે જ છે તો હું જોઈ લઉં છું આખો રૂમ. તું આરામ કર.

આ સુમન ને પણ ખબર નહિ આજે શું થઈ ગયું છે અજીબ અજીબ વાતો કરે છે.

મન માં બબડતો અશોક રૂમ જોતો હતો કે પાછળ થી અચાનક કોઈ દોડતું હોય એવું લાગ્યું.

અશોકે પાછળ વળી ને જોયું પણ ત્યાં કોઈ ન હતું.

અશોક પાછો આગળ જોવા લાગ્યો ત્યાં તો એક રૂમ માંથી કોઈ નો રડવાનો અવાજ સંભળાયો

અશોક ડરતો ડરતો એ રૂમ તરફ વધવા લાગ્યો.

કોણ છે ત્યાં ???

જે કોઈ હોય નીકળો બહાર.

અશોક જેવો બોલ્યો કે અવાજ આવતો બંધ થઈ ગયો.

અશોક ધીરે ધીરે રૂમ નું બારણં ખોલી અંદર ગયો.

અંદર જોતા જ અશોક ની આંખો ફાટી ને જ રહી ગઈ.

હોટેલ ની ચાવી આપી એ વ્યક્તિ ની લાશ ત્યાં પડી હતી બાજુ મા કોઈ સ્ત્રીની પણ લાશ હતી.

પરસેવે રેબઝેબ થયેલો અશોક બેડરૂમ તરફ દોડવા લાગ્યો.

શું થયું અશોક ?

હતું કોઈ રૂમ માં ?

કઈ બોલીશ ના સુમન

તારી વાત સાચી હતી. આ રૂમ મા જ કઈ ગડબડ છે. આપણે જેમ બને એમ જલ્દી અહિયા થી નીકળી જવું જોઈએ.

ખબર નહિ કોણ પણ અહીંયા કોઈ તો છે.

અશોક અને સુમન બંને દરવાજા તરફ દોટ મૂકવા લાગ્યા પણ દરવાજો ખુલી ન'તો રહ્યો.

અશોક જોર થી ધક્કા મારવા લાગ્યો પણ દરવાજો એમ ને એમ જ હતો.

અશોક દરવાજો પણ ખુલી નથી રહયો કેમ નીકળીશું ?

સુમન ખૂબ જ ડરી ગઈ હતી અને રડી રહી હતી.

તું ચિંતા ના કર કોઈ તો રસ્તો હશે બાહર જવાનો.

હા હા હા હા હા હા.............હા હા હા હા હા હા.......

કોઈ રસ્તો નહિ મળે તમને.હવે બંધ થઈ ગયા છો તમે આ અમારી દુનિયામા.હવે બસ તમારા મોત નો રસ્તો ખુલશે..

હા હા હા હા હા હા ................

સુમન અને અશોક બંને ગભરાઈ ગયા હતાં.

કોણ છે ? કોણ છે ?

કેમ અમને અહીંયા બંધ કર્યા છે. શું બગાડ્યું છે અમે કોઈ નું.

બગાડ્યું તો અમે પણ કોઈ નું કશું ન'તું. રડતા રડતા એક સ્ત્રી બોલતી હોય એમ લાગ્યું.

કોણ છો તમે ?

સુમને પાછો એજ પ્રશ્ન કર્યો.

અમે પણ આજ ૧૫ નંબર ના રૂમ રોકાયા હતા

૨૫ વર્ષ પહેલા.

હું અને મારા પતિ. અમારી એક ની એક દીકરી શહેર ના દવાખાના માં દાખલ હતી અમે ત્યાં જતાં હતાં પણ ખરાબ વાતાવરણ ના કારણે આ હોટેલ માં આશરો લીધો હતો.

પણ હોટેલના મેનેજર અને એમના દોસ્ત લોકો એ મળીને મારી ઈજ્જત લૂંટી ને મારા સામે મારા પતિ ની હત્યા કરી નાખી અને મને પણ આ રૂમ માં બંધ કરી દીધી. ભૂખી ને તરસી હું પણ આ રૂમ માં જ મરી ગઈ.

મેનેજર અને એના દોસ્તો ને તો ત્યારે જ ભગવાન ના ભરોસે કરી નાખ્યાં. બસ મારી દીકરીને ના મળી શકી પણ એ ઈચ્છા પણ આજે ૨૫ વરસે પૂરી થશે તમારા બંને ના મોત થી.

તમારા બંને ના શરીર માં કાલે અમાસ ની રાતે અમે પ્રવેશ કરી ને એક નવું જીવન મેળવીશું.

તમે બે બસ કાલ રાત સુધી જીવતા છો.

આટલું બોલી અવાજ બંધ થઈ ગયો.

સુમન તું ડર ના કંઇક તો રસ્તો હશે જ. ભગવાન પણ આપણી સાથે જ છે. અશોક સુમન ને સમજાવા લાગ્યો.

હા અશોક.

તમારી પર ભરોસો છે મને .સુમન અશોક ને જોરથી ભેટી પડી.

સુમન આ બંનેની આત્મા એટલે ભટકે છે કેમ કે એમના શરીર હજુ સુધી એમ જ છે. આપણે એમને નષ્ટ કરવા પડશે. આપણી પાસે હવે વધારે સમય નથી સુમન.

અશોક અહીંયા એક તેલ ની બોટલ જોઈ હતી કદાચ એ કામ લાગી જાય.

અરે સુમન ક્યાં જોઈ હતી અશોક સુમન ને પૂછવા લાગ્યો.

સુમને રૂમ માંથી બોટલ લાવી ને આપી.

સુમન સાવધાની થી આપણે આ કામ કરવું પડશે એમાં તારી પણ મદદ જોવશે મને. એ બંને આપડા ને ડરાવસે પણ આપણે હિંમત થી એમનો સામનો કરવાનો છે.

અશોક અને સુમન પેલા રૂમ તરફ જવા લાગ્યા.

અજીબ અજીબ અવાજો આવતા હતા.રડવાના કોઈ ના દોડવા ના કોઈ હસી રહ્યું હતું.

પણ બંને ભગવાન નું નામ લઈ આગળ જઈ રહ્યા હતા.

અશોકે રૂમ માં જઈ ને આખી બોટલ બંને પર ઢોળી નાખી.

પોતાના લાઇટર થી અશોક સળગાવા જ જતો હતો પણ કોઈ એ તેનો હાથ ખેંચી લીધો.

અશોક આખો ઉછળી ને દીવાલ સાથે અથડાયો.

તમને કાલ સુધી જીવવાનો મોકો આપ્યો એ પણ ભૂલ કરી.હવે હમણાં જ તમારા શ્વાસ બંધ કરી દઉં.

એક ભયાનક અવાજ આવ્યો.

અશોક હિંમત કરી ઊભો થયો પણ પાછો ઉછળી ને બારી મા અથડાયો.

અશોક ના મોહ માંથી લોહી આવા લાગ્યું.

સુમન તું મારી ચિંતા ના કર પેલી લાશો ને સળગાવી નાખ જલ્દી.

અશોક નો અવાજ સાંભળી સુમન લાઇટર શોધવા લાગી.

લાશો ની પાસે જ લાઇટર પડયું હતું સુમન તે શોધીને સળગાવા લાગી.

અમારું કોઈ કઈ નહિ બગાડી સકે.

તારો પતિ તો હવે પહોંચી જસે ઉપર હવે તારી વારી.

ભયાનક અવાજ માં એ સ્ત્રી સરોજ તરફ જવા લાગી.

પણ એ સ્ત્રી ના આવતા પહેલા સુમને લાઇટર લગાડી લાશો તરફ ફેંકી દીધું.

લાઇટર લાશ ઉપર પડતા જ લાશો સળગવા લાગી અને એ આત્માઓ એ અગ્નિમાં સમાઈ ગઈ.

સુમન દોડી ને અશોક પાસે ગઈ અને તેણે ઊભો કર્યો.

અશોક આપણે બચી ગયા અશોક.મે સળગાવી દીધી એ લાશો ને હવે કઈ નહી થાય અને જોરથી અશોક ને ભેટી પડી.

આમ બંને એ બંધ રૂમ માંથી આઝાદ થયા.


Rate this content
Log in

Similar gujarati story from Drama