શિયાળ અને બકરી
શિયાળ અને બકરી
એક શિયાળ રાત ના સમયે રાખડી રહ્યું હતું. નજીકમાં એક કૂવો હતો, પણ અંધારાને કારણે શિયાળને ફૂવો દેખાયો નહી અને તે પડી ગયું.
શિયાળે નીકળવા બહું કૂદકા માર્યા પણ નીકળી ન શક્યું. હવે સવાર સુુધી કૂવામાં પડી રહ્યા વિના છૂટકો નહોતો.
બીજા દિવસે સવારે કૂવા પાસેથી એક બકરી નીકળી. તેેણે કૂવામાં શિયાળને જોયું. બકરીએ કહ્યું, 'અરે શિયાળભાઇ, તમેં આ કૂવે
શું કરો છો?'
શિયાળ કહે, 'હું તો આ કૂવા મા પાણી પીવા આવેલો. અને સાચુ કહું ? આટલું સરસ પાણી મેં ક્યારેય નથી પીધું ! તારે પીવું હોય તો તું પણ આવી જા.'
બકરી તો વિચાર કર્યા વિના પડી. પાણી પીધા પછી તેને થયું, 'હવેે અહીથી નીકળવું શી રીતે ? '
શિયાળ કહે, 'એક કામ કરીએ. તું દીવાલે પગ ઊંચા ટેકવીને ઊભી રહે. હુંં તારી પીઠ પર ચડીને બહાર નિકળીને હું તને ઉપર ખેંચી લઈશ. '
બકરી દિવાલના ટેકે ઊભી રહી કે તરત શિયાળે કૂદકો મારી કૂવાની બહાર નીકળી ગયું. બકરી કહે, 'હવે મને પણ બહાર કાઢો ને'
શિયાળ કહે, 'હું ક્યાંથી કાઢું ? કૂવામાં કૂદતાં પહેેલા તારે વિચાર કરવો હતો ને?'
