STORYMIRROR

Tejas Dave

Drama Thriller Tragedy

2  

Tejas Dave

Drama Thriller Tragedy

શૈલેન્દ્ર જી વિષે

શૈલેન્દ્ર જી વિષે

1 min
15.3K


શૈલેન્દ્ર

જન્મ - 30 ઓગસ્ટ 1923

મૃત્યુ - 14 ડિસેમ્બર 1966

હિન્દી ફિલ્મ જગતના જાણીતા ગીતકાર શૈલેન્દ્રએ તિસરી કસમ ફિલ્મનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. લોકવાયકા એવી છે કે શૈલેન્દ્રને તેમના જ અંગત લોકોએ આર્થિક રીતે ખૂવાર કર્યા હતા અને આજ કારણે શૈલેન્દ્રને આઘાત લાગતા તેમનું મૃત્યુ થયું હતું. પરંતુ હકીકતમાં શૈલેન્દ્રની દીકરી અમલા શૈલેન્દ્રના કહેવા અનુસાર એ વાત સાચી છે કે તેમના જ અંગત લોકોએ શૈલેન્દ્રને લૂંટયા હતા. ફિલ્મ પણ બોક્સ ઓફીસ પર નહોતી ચાલી પરંતુ અમુક વરસો બાદ ફિલ્મને ક્લાસિકનો દરજ્જો મળ્યો હતો અને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે તેમને સુવર્ણ પદકથી સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં. રહી વાત તેમના મૃત્યુની તો ફિલ્મના આર્થિક નુકસાનના બોઝના કારણે તેમનું મૃત્યુ નહોતું થયું પરંતુ વધુ પડતા શરાબના સેવનથી લીવરની ગંભીર બીમારીને કારણે તેમનું મૃત્યુ થયું હતું .


Rate this content
Log in

Similar gujarati story from Drama