Hetal Goswami " હેતુ "

Romance

4.0  

Hetal Goswami " હેતુ "

Romance

શાયદ

શાયદ

8 mins
205


'ક્રીશા ચાલ તૈયાર થઈ જા બેટા તારે મોડુ થઈ જશે.'

'હા, પપ્પા બસ આવું છું.'

ક્રીશાના પપ્પા એ ક્રીશાને બોલાવી, પછી એક ફોટા સામે જાય છે, અને કહે છે 'આજે તું હોત તો' બસ આટલું કહેતા રડી પડે છે. ત્યાં ક્રીશા આવી પહોંચે છે. ક્રીશાને જોય તેના પપ્પા આંસુ લૂછીનાખે છે. 

ક્રીશા કહે છે, 'પપ્પા શું થયું ?' 

ક્રીશાના પપ્પા કહે છે, 'ના બેટા કંઈ નથી થયું હું તો બસ તારી મમ્મીને તેનું મનપસંદ ગીત સંભાળાવતો હતો. તારી મમ્મીની યાદ આવે ત્યારે હંમેશા હું પણ ગાવ છું.'

ક્રીશા કહે 'મનપસંદ ગીત ? 

તેના પપ્પા કહે છે 'હા.તારી મમ્મીને ગીત સાંભળવા અને ગાવાનો શોખ હતો પણ, એને એક ગીતની કડી ખૂબજ ગમતી જે તે હંમેશા દોહરાવતી.'

ક્રીશા કહે 'મને પણ કહોને પપ્પા એ ગીતની કડી.'

'હા બેટા સાંભળ,..'

"શાયદ ફિર ઈસ જનમ મુલાકાત હોના હો..."  આ કડી સાંભળીને ક્રીશાના આંખોમાં આંસુ આવી જાય છે અને કહે છે, મા કાશ આ શબ્દો સાચા પડે અને ફરી આપડી મુલાકાત થાઈ. તું અમારી પાસે પાછી આવી જા  માં આટલું કહીંને ક્રીશા રડી પડી.

***

ક્રીશા એ તેના પપ્પાની લાડલી દીકરી હતી. ક્રીશાનાની અને હજુ સમજવા શીખી હતી ત્યારે જ તેના મમ્મી મુત્યું પામ્યાં. મમ્મીના મૃત્યુ પછી ક્રીશા અંદરથી સાવ તૂટી ગઈ હતી. તેના પપ્પા એ તેને સંભાળી. ત્યારથી આજ સુધી તેના પપ્પા એ ક્યારેય ક્રીશાને તેના મમ્મીની ખોટ મહેસૂસ નથી થવા દીધી. ક્રીશાને માતા પિતા બંનેનો પ્રેમ આપ્યો. ક્રીશા માટે એના પપ્પા એની દુનિયા છે. એ ક્યારેય એના પપ્પા થી દૂર થવા નથીમાંગતી.

આજે રવિવારે હતો અને, રવિવાર એટલે રજાનો દિવસ. ક્રીશા અને તેના પપ્પા બંને ઘરે હતા. ક્રીશાના પપ્પા બેઠા હતા ક્રીશાને અચાનક મસ્તી સુજી, ક્રીશા એ જોર થી બુમ પાડી અને દરવાજો ખખડાવ્યો. તેના પપ્પા ગભરાઈ ગયા અને દોડીને બહાર ગયા. શું થયું ? ક્રીશા... ક્યાં છે તું? ક્રીશા ચૂપચાપ હસ્તી હસ્તી પાછળથી સંભાળે છે. ક્રીશા તો તેની મસ્તીમાં હતી એનું ધ્યાન તેના પપ્પા પર પડ્યું,        

અરે, પપ્પા તો રડે છે તે દોડીને જાય છે. પપ્પા શું થયું.? તમારી આંખોમાં આંસુ ?  ક્રીશાના પપ્પા એને ગળે લગાડી કહે છે મારું છોડ તું ક્યાં હતી,અને તને શું થયું ,બુમ કેમ પાડી ? ક્રીશા કહે હા પપ્પા હું ઠીક છું. હું તો બસ મસ્તી કરતી હતી.

 ક્રીશા અને તેના પપ્પા અંદર જાય છે. ક્રીશા કહે છે સોરી પપ્પા હું તો બસ એટલું કહી રડવા લાગે છે. તેના પપ્પા કહે છે , બેટા તારી મમ્મી તો આપણને છોડીને જતી રહી, તને કહીના શકું પણ, તું થોડી વાર દૂર જાય છે તો મને ડર લાગે છે.

થોડા દિવસો પછી...

રાત્રિનો સમય હતો, ક્રીશા તેના પપ્પાની રાહ જોતી હતી. ક્રીશા કહે આજે પપ્પા હજુ કેમના આવ્યા દરરોજ તો આટલું મોડું નથી થતું. તે કોલ કરે છે તો કોઈ ઉપાડતું નથી. ક્રીશા ગભરાવવા લાગી. થોડો સમય થયોને ખબર પડી કે તેના પપ્પાનું અકસ્માત થયું છે ક્રીશા જલ્દી જલ્દી તેના પપ્પા પાસે હોસ્પિટલે ગઈ.

ડોક્ટર સાહેબ, મારા પપ્પાને કેમ છે તે ઠીક તો છેને ? ક્રીશા પૂછ્યું ડોક્ટર એ કહ્યું હજુ કઈ કહીના શકાય તેની હાલત ગંભીર છે. ક્રીશા રડવા લાગી ત્યાં તેની મિત્ર શ્રેયા આવી પહોંચે છે. તે ક્રીશાને સંભાળે છે.

ઓપરેશન બાદ ડોક્ટર બહાર આવે છે અને ક્રીશાના માથા પર હાથ રાખી, માથુંનીચે નમાવીને કહે છે, સોરી બેટા તારા પપ્પા હવે દુનિયાનમાંના રહ્યા !

આ સાંભળી ક્રીશા તો વિશ્વાસ કરવા તૈયાર ન હતી. એ તો સાવ તૂટી ગઈ. જોર જોરથી રડવા લાગી. તેના પપ્પા સાથે વિતાવેલી ક્ષણો તેને યાદ કરતા તે ત્યાં જ ઢળી પડી. તમે મને છોડીનેના જઈ શકો પપ્પા હું તો તમારી લાડલી છુંને તમે તો મારી બધી વાત માનો છો તો આજે કેમ નઈ ઊઠોને પપ્પા. ક્રીશા રાડો પાડે છે.ક્રીશાના મમ્મીના ગયા પછી તેના પપ્પા જ એના માટે એની દુનિયા હતી અને આજે તેના પપ્પા પણ એને છોડીને જતા રહ્યા. આજે ક્રીશા પોતાને એકલી મહેસૂસ કરે છે. જાણે એના જીવનમાં કઈ બચ્યું જ નથી.

 શાયદ,ક્રીશાના જીવનમાં તેના પપ્પાનો સાથ એટલો જ હશે. ક્રીશાના પપ્પા તો ચાલ્યા ગયા પણ, ક્રીશા જાણે જીવવાનું જ ભૂલી ગઈ. ક્રીશા ધીમે ધીમે આગળ વધી પણ, તે હંમેશા તેના પપ્પાની યાદમાં રડતી રહેતી.

એક દિવસ ક્રીશા ગાર્ડનમાં બેઠી હતી તે તેના પપ્પા સાથે વિતાવેલી ક્ષણો યાદ કરતી હતી. શાના પપ્પા, તેના મમ્મી યાદમાં જે કડી દોહરાવતા આજે ક્રીશા વારંવાર રડતી રડતી એ કડી ગાયા રાખે છે. ક્રીશા એ ગાવાનું શરૂ કર્યું

શાયદ ફિર ઈસ જનમ મુલાકાત હો...ના હો

ક્રીશાનો અવાજ સાંભળી એક છોકરો ત્યાં આવી ક્રીશા ની બાજુમાં બેસી જાય છે. કહે છે તમારો અવાજ સરસ છે. પણ સંભાળીને એવું લાગે જાણે આ ગીત સાથે તમારો ઊંડો જ સંબંધ હોય. ક્રીશા ચૂપ થઈ જાય છે પોતાના આંસુ લૂછી ધીમેથી પાછળ જુવે છે. તે છોકરો ક્રીશા સામે હળવું સ્મિત આપી કહે છે,

હાઈ, મારુંનામ પ્રીત છે

ક્રીશા એ કાંઈ જવાબ ના આપ્યો અને ત્યાથી ચાલી ગઈ. ક્રીશા સવારે ઓફિસે જાય છે. પોતાનું કામ પૂરું કરી તે હંમેશા પેલા ગાર્ડનમાં જાય છે આજે એની સાથે શ્રેયા પણ જાય છે. બંને ત્યાં બેસે છે. ક્રીશા સાવ ગુમસુમ હોય છે.

શ્રેયા કહે છે ક્રીશા, તું આવી રીતે રહે એ મને જરાય નથી ગમતું, હું તને હસાવવાની કોશિશ કરું તો પણ તું રડવા લાગે છે ક્યાં સુધી તું આવું કરીશ. અંકલના ગયા પછી તું આમ જ રહે છે શું એમને ગમતું હશે કે એની દીકરી પુરી જિંદગી આમ જ

રહે ?

પ્રીત ત્યાથી જતો હતો પણ,ક્રીશાને જોય ઊભો રહ્યો.શ્રેયાની વાતો સંભાળી એટલે પ્રીત આગળના વધ્યો. પ્રીત ના તો ક્રીશાને ઓળખતો અને ના તો શ્રેયાને. એ ત્યાથી ચાલ્યો જાય છે. બીજા દિવસે ક્રીશા અને શ્રેયા બંને ગાર્ડનમાં બેઠી હોય છે. અચાનક પ્રીત આવી જાય છે તે ક્રીશાને જોય તેની પાસે જાય છે. 

હાય,

શ્રેયા કહે.. હાય પણ તમે કોણ ? 

જી, મારુંનામ પ્રીત છે.

તમે ક્રીશાને ઓળખો છો ? શ્રેયા એ પૂછ્યું. પ્રીત એ કહ્યુ, ક્રીશા !! શ્રેયા એ ક્રીશા તરફ જોય કહ્યું હા આ મારી મિત્ર. પ્રીત એ કહ્યુંના હું નથી ઓળખતો બસ પહેલી વાર આ ગાર્ડનમાં આવ્યો ત્યારે ક્રીશાને ગીત ગાતા જોય હતી હતી. શ્રેયા એ કહ્યું ઠીક છે.

આવી જ રીતે અવારનવાર પ્રીત, ક્રીશા અને શ્રેયા સંયોગથી મળ્યા કરતા. શ્રેયા પ્રીત સાથે વાતો કરતી પણ ક્રીશા ચૂપચાપ બેઠી રહેતી. એક દિવસ ક્રીશા બેઠી હતીને અચાનક પ્રીત ત્યાથી પસાર થાય છે ક્રીશાને જોય ઊભો રહે છે. તે ત્યાં જાય છે પ્રીતે હાયકર્યું પણ હંમેશાની જેમ ક્રીશા કઈ બોલતી નથી. પ્રીત એ કહ્યું હું પહેલી વાર જ્યાંથી તમને મળ્યો ત્યાર થી તને ચૂપચાપ જ જોવ છું. સોરી, પણ તે દિવસે શ્રેયા જે વાત કરતી હતી ત્યારે હું ત્યાં થી પસાર થઈ રહ્યો હતો અને મેં તમારી વાતો સંભાળી.

ક્રીશા પ્રીતની સામે જુવે છે. પ્રીત કહે છે, આપડી સાથે જિંદગીમાં જે થાય છે, જે થઈ રહ્યું છે,અને જે થવાનું છે એ આપડા હાથમાં નથી હોતું. શાયદ, આપડી કિસ્મતમાં જ એ લખ્યું હોય છે. જે થયું એને ભૂલી તોના શકાય પણ એને યાદ કરીને રડતું રહેવું એ પણ સારું નથીને. એટલું કહી પ્રીત ત્યાથી ઊભો થાય છે. ક્રીશા આ વાત પર વિચારવા લાગી. ક્રીશા કહે, નાની હતી ત્યારથી મારા પપ્પા એ મને માતા પિતા બંનેનો પ્રેમ આપ્યો, જીવતા શીખવાડીયુ આજે એને ભૂલીને આગળ કેમ વધવું ?

પ્રીત એ કહ્યુ, માતા પિતાને તો આખી જિંદગીના ભૂલી શકાય. પણ તું આવી રીતે રહે એ તારા માતા પિતાને ગમશે ?

એની યાદો એના પ્રેમ સાથે આગળ તો વધી શકાયને.

ક્રીશા ઘરે આવી. તે પ્રીત એ કહેલી વાતો પણ વિચાર કરવાં લાગી. ક્રીશા બારીએથી આકાશ તરફ જુવે છે.તમારી વિના એક ડગલું ચાલવું પણ મુશ્કેલ હતુંને આજે તમારા વિના આગળ કેમ વધવું ? રડતા રડતા ક્રીશા બોલે છે. બધા કહે છે કે મારા આમ રહેવાથી તમને તકલીફ પહોંચતી હશે. હું તમને દુખીના જોય શકું. હું ખુશ રહીશ તો તમે પણ ખુશ રહેશોને પપ્પા?. આમ વાતો કરતી કરતી ક્રીશા ત્યાં જ સૂઈ જાય છે.

સવાર થઈ.આશા છે કે આ દિવસ ક્રીશા માટે કંઈક ખાસ હોય. જાણે આજ દિવસ થી ક્રીશા નવી દિશા તરફ આગળ વધે.

 થોડા દિવસો વીત્યા આ દિવસોમાં ક્રીશા ઘણી બદલાઈ ગઈ છે તેનામાં ઘણો બદલાવ જોવા મળે છે પહેલા તો ક્રીશા પ્રીત સામે જોતી પણ નહીં આજે તે બંને વચ્ચે મિત્રતા જોવા મળે છે.

ક્રીશા, પ્રીત અને શ્રેયા ત્રણેય પાર્ક જાય છે ક્રીશાને હસ્તી અને ખુશ જોય શ્રેયા અને પ્રીત બંને હળવું મહેસૂસ કરે છે. મારે થોડું કામ છે તો હું જાવ છું.એટલું કહીં શ્રેયા ત્યાથીનીકળે છે. ક્રીશા અને પ્રીત બંને બેઠા હોય છે. પ્રીત એ કહ્યું,તને આમ ખુશ જોય સારું લાગે છે. મને ખબર છે જે થયું એ પછી તેમાં થી બહાર આવું ઘણું મુશ્કેલ હતું તારા માટે. પ્રીતની વાત અટકાવી ક્રીશા એ કહ્યુ, હા, મુશ્કેલ તો હતું પણ હવે એવું લાગે છે કે તારી અને શ્રેયા જેવા મિત્રો હોય તો કઈ પણ મુશ્કેલ નથી મારા માટે. એટલું કહી બંને સ્માઈલ કરે છે

સમય વિતતો જાય છે. સમયની સાથે ક્રીશા અને પ્રીતની દોસ્તી પણ ગાઢ થતી જાય છે. દોસ્તીના આ ગાઢ સંબંધ ધીમે ધીમે ક્યારે પ્રેમમાં બદલાઈ જાય છે એ તો તે બંને પણ ખ્યાલ નથી હોતો. પ્રીત હંમેશા ક્રીશાને ખુશ જોવામાંગે છે. એ ક્રીશાને પોતાના મનની વાત કરવામાં અચકાઈ છે વિચારે છે કે હું ક્રીશાને કહીશ તો એ મારા વિશે શું વિચાર શે ? ક્રીશાના મનમાં પણ આજ મુંઝવણ ચાલતી હતી.

ક્રીશા અને પ્રીત બંને પાર્કમાં મળે છે. ક્રીશા કહે છે,પ્રીત મારે કંઈક કહેવું છે. પ્રીત એ કહ્યુ મારે પણ તને કંઈક કહેવું છે.  ક્રીશા કહે,હું મારા પપ્પા સાથે બહું ખુશ હતી એણે મને ખૂબ પ્રેમ આપ્યો. એજ મારી દુનિયા હતી.  પણ શાયદ મારી કિસ્મત મા મારા પપ્પાનો સાથ એટલો જ હશે. મેં જાણે જીવવાનું જ છોડી દીધું. 

પણ જ્યારથી તારા સાથે મુલાકાત થઈ ત્યારે હું તારી સાથે વાત કરવા પણ તૈયાર ન હતી. છતાં તે મને હંમેશા મદદ કરી. 

અત્યારે તું મારો ખાસ મિત્ર છે. અને આ ખાસ મિત્રને હું ક્યારેય ખોવા નથીમાંગતી. તારી આ મિત્ર હંમેશા માટે તારો સાથ માંગે છે. આપીશ ? જ્યારે પ્રીત પાર્કમાં આવે છે ત્યારે ક્રીશા માટે એક રીંગ પણ લઈ આવ્યો હોય છે. પ્રીત એક ઘુટણ પર બેસી ક્રીશાને રીંગ આપી કહે છે " હા ".ક્રીશા રીંગ જોય સરપ્રાઈઝ થઈ ગઈ?  પ્રીત એ કહ્યુ હા હું તને આજે આ જ વાત કરવાનો હતો. 

 

ક્રીશાની ખુશી તેની આંખો એ છલકી આવી. ક્રીશા અને પ્રીત બંને શ્રેયા પાસે જાય છે.ક્રીશા તેને બધી વાત કરે છે. શ્રેયા એ કહ્યુ, હું તમારા બંને માટે બહુજ ખુશ છું. ક્રીશાના આ નવાં સફર માં તે તેના પપ્પાને યાદ કરી રડવા લાગે છે.

સમય સાથે પ્રીત અને ક્રીશા પણ પવિત્ર બંધન મા બંધાય જાય છે. બંને એક બીજા સાથે ખુશ છે. 

જિંદગીમાં હાર પછી મળતી ખુશી એ જીત છે, 

ક્રિશાના જીવનમાં ફરી ખુશી લાવનાર એ પ્રીત છે...


Rate this content
Log in

More gujarati story from Hetal Goswami " હેતુ "

Similar gujarati story from Romance