rula ke gaya Ishq Tera.....
rula ke gaya Ishq Tera.....
ભાગ -1...
ઈશ્ક, પ્રેમ, લવ, પ્યાર, મહોબ્બત,દિલ્લગી, આશ્કી, મનની પ્રીત, જેની અલગ હોઈ રીત...
જ્યારે થાય ત્યારે બધાની ગતિ ધીમી અને દિલ ની ધકડન તેજ થઈ જાય. ત્યારે એ જ એક માણસ ની આંખો થી આખી દુનિયા જોવાનું મન થાય જેની સાથે પહેલી વાર આંખો પણ ન મિલાવી શક્યા હોઈ. જેનાં હસવા માત્ર થી બધી ટેન્શન દૂર થઈ જાય. જેની એક જલક માટે દિલ આખો દિવસ ભગવાન ને પ્રાર્થના કરતું હોય. જેના ચહેરા ને એટલી દુર થી જોતા પણ આંખો ને ઠંડક મળે. એનુ એ પાસે થી નીકળવું અને તમારી આંખો નુ એ આપોઆપ બંધ થઇ જવુ. એના વિચાર માત્ર થી ચેહરો એકદમ લાલ થઈ જવો.
હા એજ પ્રેમ ની વાત જે તમે બધાએ કયારે ને ક્યારેક મહેસુસ તો કર્યો જ હસે. પ્રેમ જે સૂરત થી નહી રૂહ થી થાય . પ્રેમ જે ફુરસત થી થાય , મરજી થી નહી કિસ્મત થી થાય. જેમાં એની સાથે વાતો તો ઘણી કરવી હોઇ પણ જ્યારે એનો ચહેરો સામે આવે ત્યારે તમારા હોઠ પર થી એક શબ્દ પણ નીકળવો મુશ્કેલ થઈ જાય. એને ચોરીછુપે જોવુ , એનો રૂપ જોઇને તમારા હાથ આપોઆપ એની નજર ઉતારવા માટે મજબુર થઈ જાય.
એજ પ્રેમ જેમા પડી ને મહેલો ની રાણી એક વૈરાગી ની દીવાની થઈ હતી. એજ પ્રેમ જેમા પડી ને એક વૈરાગી એ ગ્રહસ્થ જીવન સ્વીકાર્યું હતુ. જેણે પોતાના પ્રેમ માટે અનંત કાળ સુધી પ્રતિક્ષા કરી હતી અને મળ્યાં પછી એને અનંત પ્રેમ પણ કર્યો હતો. આ એજ પ્રેમ છે જેનાથી મહાદેવ જેવા ભગવાન પણ બચી શક્યા નહોતા ......
જેટલો અનોખો આ પ્રેમ છે એટલી જ અનોખી તેનાથી મળતી પીડા. હા પ્રેમની પીડા....
ક્યારેય એકતરફી પ્રેમ સ્વરૂપે તો ક્યારેય પ્રેમ મળેલા દગા સ્વરૂપે. ક્યારેય સામે ને વાળાને તમારો સાથ મંજુર ના હોય તો ક્યારેય ઉપરવાળા ને...
પ્રેમ મા સૌથી મુશ્કેલ હોઇ છે પોતાની આંખો સામે એજ પ્રેમ ને બીજાની સાથે જોવો. કાળજું કાંપી જાય ત્યારે. આંખો ના આંસુ રોકવા છતા ન રોકાઇ. દિલ ના કટકા થતા હોય તો પણ હોઠ પર સ્માઇલ રાખવી.... બોવ મોટું જીગર જોઈએ આવી આશ્કિ કરવા માટે. બધાના હાથ ની વાત નથી એકતરફી પ્રેમ કરવો...
તુજે ચાહતે તો હૈ મગર જતા નહી પાતે,
દિલ મેં હૈ કિતના પ્યાર યે બતા નહી પાતે,
કાશ કી મેરી નજરો કો પઢ પાતે તુમ,
કી તેરે બીના અબ હમ રહ નહી પાતે.....
*************
"આજે પણ યાદ છે એ દિવસ જ્યારે તને પહેલી વાર જોયો હતો. એજ રેશમી કાળા વાળ,એ જ રૂપાળો ચહેરો, એજ પારદર્શક ફ્રેમ વાળા ચશ્મા ની પાછળ રહેલા ભુરા નયનનક્ષ જેમાં આખા આભામંડળ નુ તેજ સમાયેલુ લાગે, એજ ગુલાબ ની પાંખડી જેવા લાલ હોઠ, અને એજ માસુમિયત ભરેલી સ્મિત...."
હાથમાં રહેલા ફોન મા એક છોકરા નુ dp જોતા એના હોઠ પર થી આપોઆપ શબ્દ સરી પડ્યા. એ સરખી રીતે ફોટો જોઈ જ રહી હતી તેવામાં ભુલ થી તે dp વાળા છોકરાને કોલ લાગી ગયો. પોતને ખરીખોટી કહેતા તેને તરત જ કોલ કટ કરી નાખ્યો. હવે સામેથી મેસેજ કાર્ય સિવાય કોઈ રસ્તો નહોતો. અંતે ઊંડા શ્વાસ સાથે તેને મેસેજ મોકલ્યો.
"Hii, સોરી ભુલ થી કોલ થઈ ગયો હતો. હું તારી ક્લાસમેટ કશિશ . તુ કદાચ મને નઈ ઓળખે. તારે ફાઇનલ એક્ઝામ નુ ફોર્મ ભરાઈ ગયું હોઈ તો મારી હેલ્પ કરીશ?"
મેસેજ મોકલી ને તે બહાર જતી રહી. અડધી કલાક પછી આવી ને જોયુ તો તે છોકરા નો એક કોલ અને મેસેજ નો જવાબ હતો.
"મે પણ બીજા પાસે ભરાવ્યું છે ફોર્મ."જવાબ વાંચી ને કશિશ ને વિશ્વાસ નહોતો આવતો કે મન્સ્વ તેના મેસેજ નો જવાબ આપશે.
બસ પછી તો થોડી ઘણી વાતો થઈ. વાતવાતમાં કશિશ ને ખબર પડી કે તે મનસ્વ ને એક ગર્લફ્રેન્ડ છે અને તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે ઘણી વાર ડેટ પર ગયેલો છે. કશિશ નુ દિલ ધડકન ચૂકી ગયુ. એના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. કશિશ જે છોકરા ને એટલા સમય થી પસંદ કરતી હતી એ છોકરો કોઈ સાથે રિલેશન મા હતો એ વાતે તેને અંદર સુઘી હલાવીને રાખી દીધી. એને વિશ્વાસ નહોતો આવતો કે મનસ્વ ને ગર્લફ્રેન્ડ પણ હોઈ શકે. કેમકે કશિશે આ જ સુધી મનસ્વ ને છોકરીઓ થી દુર ભાગતા જોયો હતો. એના દિલની બંજર જમીન પર પ્રેમ નુ ફુલ ખીલવાની પહેલા જ કરમાય ગયુ. છતા પણ એને હિંમત કરીને મન્સવ ને પોતાની લાગણી કહી દીધી.એને કહી દીધું કે એ મન્સવ ને પસંદ કરે છે. સામે મન્સવએ કશિશ ની લાગણી ને હર્ટ કરી તેને રીજેક્ટ કરી દીધી.
મન્સવ ના આવા બેહેવિયર થી કશિશ એકદમ દુઃખી ગઈ. એની હાલત એવી હતી કે માનો કોઈએ એના જીસ્મ માથી રૂહ ખેંચી લીધી હોય.એને આજુબાજુ નો અવાજ પણ નહોતો સંભળાય રહ્યો. એના દિલના ટુકડા થઈ ગયા. એને ક્યારેય નહોતુ વિચાર્યુ કે જે વ્યક્તિ ને એ હદ થી વધારે ચાહે છે એ વ્યક્તિ જ એને હર્ટ કરશે. જે વ્યક્તિ સાથે એ પોતાની જીંદગી ના સોનેરી સમય ના સપના જોતી હતી એજ વ્યક્તિ તેની આંખોમાં આંસુ આપશે. એ રાતે એની આંખો માથી એકધારા આંસુ તેના પિલ્લો ને ભીના કરી રહ્યા હતા. આખી રાત રડવામાં પુરી થઈ. બીજા દિવસે સૂરજના સોનેરી કિરણો સાથે એના જીવનના નવા અધ્યાય ની શરૂઆત થઈ. એને સવારે જ વિચારી લીધુ હતુ એ પોતને એ હદ સુધી બદલી નાંખશે કે જે મન્સવયે એને રિજેક્ટ કરી છે એ જ મન્સવને પોતાના બેહિવિયર માટે અફ્સોસ થશે . એને અફ્સોસ થશે કે એને શુ ગુમાવ્યુ છે. કશિશે પોતાની જાતને બદલવાની સફર શરૂ કરી. કોલેજ માં પંદર દિવસ નુ રીડિંગ વેકશન હતુ. પંદર દિવસ મા કશિશે પોતાની જાતને એટલી બદલી નાખી સામે વાળા વ્યક્તિ ને વિશ્વાસ ન આવે.
કશિશ એટલે પાંચ ફૂટ ઊંચી હાઈટ, ગોળ ચહેરો, શ્યામલ રંગ, બ્રાઉન કામણકારી આંખો, ટામેટા નરમ ગાલ, લાલ હોઠ, ડાબા કાન ને અડી ને ગાલ પર બે નાના તલ જે એની લટ્ટ પાછળ સંતાઈ ગયેલા છે, અને ગાલ પર પડતાં એ ખંજન (ડિમ્પલ),લાંબા રેશમી કાળા વાળ . દેખાવ થી એકદમ સિમ્પલ છોકરી. એને જોઈને જે એના ભોળપણ ની ખબર પડી જાય. આ આપણી સીધીસાધી કશિશ જ્યારે પોતાની જાતને બદલશે ત્યારે કેવો રહેશે મન્સવ નો રીએકશન....
ક્રમશ:
શું થશે આગળ? કેવી હશે આપણી નવી કશિશ? શુ તે ઘણા નવા કિરદાર આવવાના છે. આગળ ઘણી પ્રેમ કહાની અધુરી રહેશે, ઘણી આંખો ભીની થશે, ઘણા સાથ છૂટશે, ઘણા દિલ તુટશે, ઘણા સપના તુટશે.....
બધુ જાણવા માટે જોડાવ મારી સાથે....
અને હા તમારા અમૂલ્ય પ્રતિભાવ, રેટિંગ અને સ્ટીકર જરૂર થી આપજો.....
તમારી તરફ થી કરેલો નાનો પ્રયાસ પણ અમને પ્રોત્સાહિત કરે છે. રચનાં લખવા માટે....

