Vijay Shah

Inspirational Tragedy

3  

Vijay Shah

Inspirational Tragedy

રણને તરસ ગુલાબની

રણને તરસ ગુલાબની

7 mins
15.1K


એના ખડખડાટ હાસ્યથી હું ચોકી ગયો… એ અવિરત હસતી હતી… એ હાસ્યમાં રૂદનનો રણકો નહોતો…. નહોતી એમાં બેફીકરાઈ… નહોતી આનંદનો કોઈ ઓછાયો… બસ એ હસ્યા જ કરતી હતી…. ખળખળ વહેતા ઝરણાંની માફક…અતૂટ.

એ હસ્યા જ કરતી હતી.

જા કે પાગલોના ડોક્ટરને દર્દી હસે તેમાં નવાઈ તો ન જ લાગે પણ આ હાસ્ય…

કોણ જાણે કેમ આ હાસ્ય પાગલ નહોતું…

હા, પાગલનું નથી જ.

તો પછી એ અહીંયા શા માટે ?

ભૂપેન્દ્ર નવોનવો પાગલખાનમાં ડોક્ટર તરીકે દાખલ થયો હતો. દરેકેદરેક પેશન્ટની હિસ્ટ્રી એ ચાર્જ સંભાળતાં પહેલાં જ વાંચી ગયો હતો.

પરંતુ ઝૂલેખાના કેસમાં એને શંકા હતી…

તે ખરેખર પાગલ છે ખરી ?

પ્રશ્ન ફરી ઊઠ્યો અને એ ફરી કેસોની ફાઈલ ફેંદવા લાગ્યો.

ઝુલેખા બીબી સમસુદ્દીન કાદરી

ઉંમર ૨૩ વર્ષ

દાખલ તારીખ ૨૬ જૂન, ૧૯૭૫

શાદીની આગલી રાતે અચાનક તોફાન… ખડખડાટ હાસ્ય… કાઝીની સામે થવું… તેને લાફોમારવો…હસતાં હસતાં બેભાન થઈ જવું…

શાદી ફોક… ગાંડપણ વધતું ગયું.

“કશું અસાધારણ કે શોક પહોંચે તેવી પરિસ્થિતિ નથી. મનોમન ભૂપેન્દ્ર બબડ્યો…

“ઝુલેખા તું હસે છે કેમ ?”

“તો રડું?”

“તને રડતાં આવડે છે ?”

“હા.”

“તો રડ.” એ ખડખડાટ હસે છે.

“તારે તો રડવાનું છે ને તું તો હસે છે.”

“એમ?”

“હા.”

“તો મને શીખવાડ ને !”

એ ધીમું મલકે છે અને પછી હસવા માંડે છે.”

“આ તો તું હસી.”

“હં...”

“હસવા સિવાય તને બીજું આવડે છે ?”

“હોવ્વે”

“શું?”

“રડવાનું.”

“રડતી તો તું નથી, એમ કર તું ગા.”

“ગાઉં?”

“હા.”

“શું?”

“તને જે આવડે તે.” તે ફરી હસે છે… મર્મીલું… મારી શંકા ફરી દૃઢ બને છે.

“ઝુલેખા ઢોંગ કરે છે. તે પાગલ નથી.”

મારા ચહેરા પરના ફેરવાત રંગો જોતા ફરી પાછી તે હસવા માંડે છે. બેફામ… ટેબલ ઉપરનું પેપર વેઈટ ઉપાડીને ઉપર ઉછાળે છે…ધડામ દઈને પેપર વેઈટ ઉપર ફરતા પંખા સાથે અથડાઈને ખૂણામાં પડે છે. બે નર્સ દોડીને ઝુલેખાને પકડે છે.

“લઈ જાઓ એને...” હું ગુસ્સામાં બરાડું છું…

જ્યારે શાંત પડું છું ત્યારે વિચારું છું. જા ખરેખર મેં તેના મગજને ઠેસ પહોંચાડી હોય તો પેપર વેઈટ મારા માથામાં જ મારે, ઉપર ન ફેંકે… પણ તે પાગલ નથી જ… નથી જ… મારે આ કેસનો નિકાલ લાવવો જ પડશે. હું પ્રસંગ શોધતો રહ્યો… ઝુલેખા હતી તો નમણી અને દેખાવડી… એનાં મા–બાપને જઈને મળ્યો… તે તેમને જઈને ઓળખ આપીને કહ્યું.

“ઝુલેખાના કેસમાં મને રસ છે, પરંતુ એ ગાંડી થતાં પહેલાં કંઈક એવું બન્યું હતું કે જે એના મનને ઠેસ પહોંચાડે?”

“સાહેબ, તમે તો ચોથા છો. જે આવ્યા તે બધાને કહ્યું હવે તમને પણ કહીએ, પરંતુ જે કેસમાં લખેલું છે તેટલું જ સાચું છે. અનવર સાથે શાદી નક્કી થઈ ત્યારે એ બહુ રાજી થઈ હતી. એને અનવરગમતો હતો અને ગમતા દુલ્હાની દુલ્હન થઈને સાસરે જવાનું જેટલું આનંદપ્રદ હોય ?”

“તમને વાંધો ન હોય તો હું જાણી શકું કે અનવર કોણ છે? આ ઊભો અનવર, એ પચ્ચીસેક વર્ષનો સોહામણો છોકરો હતો… ઝુલેખા અનવરની જાડી ખરેખર જામે તેવી જ હતી.” અમારા મોટાભાઈનો છોકરો બી.એ. થઈને એના અબ્બા સાથે લોખંડના ધંધામાં જાડાયો છે.

એણે મને “નમસ્તે” કહીને શિષ્ટાચાર દાખવ્યો.

“અનવરભાઈ ! હું તમને થોડુંક અંગત પૂછવા માંગું છું. તમે કાલે દવાખાને આવી શકો?”

“જરુર.”

બીજે દિવસે ઔપચારિક વાતચીત અને વિવિધ પતાવ્યા પછી મેં પૂછ્યું : “અનવરભાઈ ! ઝુલેખા અને તમે ક્યારે બહાર ક્યાંય મળ્યા હતા ?” “ના.” અમારામાં એ રિવાજ નથી. પણ ઈકબાલને ત્યાં ઘણી વખત ભેગા થઈ જતાં. ઈકબાલની બહેન તેની બહેનપણી છે.

“લગ્ન પહેલાં ક્યારેય તમને એની વર્ણતૂક બદલાતી લાગેલી?” હું ધીમે ધીમે મારા મુદ્દા પરઆવતો જતો હતો.

“ના, આમ તો ખાસ એવું કશું લાગતું નહીં. હા પણ એક દિવસ મને જાઈને તે ધ્રૂસકે ધ્રૂસકે રડીપડેલી.”

મારી વિચારધારા તરત જ સચેત થઈ ગઈ.

“કેમ?” “ખબર નહીં.”

“તમે કારણ નહોતું પૂછ્યું.”

“હા, પૂછ્યું હતું પણ તે કશું જ બોલી નહોતી. મોં છૂપાવીને જતી રહી.”

અંદાજે કેટલા દિવસ પહેલા ?

“પચ્ચીસેક દિવસક પહેલા.”

“અંદાજે તારીખ કહી શકો ?”

એકવીસમી મે. બીજી એ મારા દોસ્તની શાદી હતી તેનું આમંત્રણ આપવા હું આવ્યો હતો.

“ધન્યવાદ.” હું હાથ મિલાવતા બોલ્યો.

ઝુલેખા એક ખૂણામાં શાંતિથી ઊભી હતી. ડૂબતા સૂરજને જાઈ રહી હતી… અપલક… વેદનાની સાક્ષાત મૂર્તિ સમ… હું એને જાયા કરતો હતો… અચાનક એની આંખો છલકાઈ ગઈ… એકડૂસકું… હું એની બાજુમાં જઈને ઊભો રહ્યો…

“ડૂબતા સૂરજ જેવી જિંદગી છે નહીં ?”

“મારી હાજરી જાણીને સહેજ ચમકી – પછી પાછું હસવા માંડી -”

બસ કર ઝુલેખા, નાટક બંધ કર. હું જાણું છું…તું ગાંડી નથી. એ હસતી જ રહી… પરંતુ એ હાસ્ય વેદનાસભર હતું.

ઝુલેખા એવી કઈ પરિસ્થિતિ હતી? તું અનવરને દુભાવે છે. ઝુલેખા તારું ગાંડપણ જાઈને તેપણ ગાંડો થઈ ગયો છે. અનવર તારો છે. ઝુલેખા સાજી થઈને એની સાથે શાદી કરી લે.

ક્ષણભર ચૂપ રહી એ ફરી રડી પડે.

“ડોક્ટર સાહેબ, મને ખબર છે. તમે મારું નાટક પારખી ગયા છો. પણ હું એને કાબેલ નથી. એ મને ભૂલી જાય તે માટે જ હું નાટક કરું છું.”

“પણ એવી શી મજબૂરી છે જેથી તું…”

જવા દો એ ફફડતા બળતા ડામ જેવો ભૂતકાળ, ડોક્ટર સાહેબ, અનવરને કહી દો તું પણ જા, ઝુલેખા ગાંડી જ છે અને ગાંડી જ રહેવાની.

તું કાયદેસર રીતે ગુનેગાર ઠરે છે. ઝુલેખા તને ખબર છે તું ગાંડી નથી એવું સાબિત થાય તો તનેજેલ થાય. “થવા દો.” પણ હું અનવરના સ્ફટીક જેવા શુદ્ધ પ્રેમને દગો નહીં દઉં, અને પેલા ડામ ઉપરમીઠું છંટાઈ જાય છે. વેદના તો એવી થઈ જાય છે કે શું નું શું કરી નાખું. પરંતુ હાય મજબૂરી.

કેવી મજબૂરી, કોને જુએ છે.

“અનવરનો મિત્ર ઈકબાલ”

“કેમ શું કર્યું એણે?”

“એણે શું નથી કર્યું?” મારો સુખી સંસાર પળવારમાં ભસ્મીભૂત કરી દીધો. હું અને અનવરકાયમ ઈકબાલને ત્યાં મળતા…ખાસ વાતચીત થતી નહીં. પણ ક્ષણવાર માટે મળી લેતા. અનવર એમુલાકાત ઉપર શાયરીઓ લખતો અને ઈકબાલની બહેન મને કહેતી.

“હં.”

એક રાત્રે ઈકબાલ આવ્યો, અમ્મીજાનને કહે, “ફરીદા બિમાર છે તને યાદ કરે છે.”

“હું એને ત્યાં ગઈ. એ રાક્ષસે મને ક્યાંયની ન રાખી. તેનું ઘર ગામબહાર છે. અને તે દિવસે ઘરમાં કોઈ નહોતું. ડોક્ટર સાહેબ એણે મને અબળાને લૂંટી લીધી. હું બહુ રડી. છેલ્લે એણે મને ધમકી આપી. જા તે કોઈને વાત કરશે તો અનવરને ખેદાનમેદાન કરી નાખશે. અનવરના અબ્બાનો ધંધામાં ઈકબાલ સાથે ભાગ છે. હું ડરી ગઈ. ૩૧મી એ હું અનવરને જાઈને રડી પડી હતી? ડોક્ટર હું ભ્રષ્ટ છું. અને મારા કલ્પેલા સુખી સંસાર અનવરને જાઈને યાદ આવી ગયો. હું મારી અભડાયેલી કાયા એને કેવી રીતે આપું? અનવરને નહીં તો ઈકબાલને તો આપી શકે ને ?”

એની સાથે જીવવાનો શો અર્થ ? જ્યાં મન ન મળેલા હોય. ખાલી ચામડા ચૂંથાવવા… બે બટકા રોટલા માટે… ના… ના… હું કોઈને કાબેલ નથી. ડોક્ટર હું અહીં જ સારી છું… જો અહીં ન હોત તો ઉપર હોત… શાદીની આગલી રાતે મરવાની જ દવા લીધી હતી. પણ ન મરાયું. એટલે વિધિની વક્રતા પર હસી અને હસતાં હસતાં જ પાગલ થઈ ગઈ. મારા અનવરને હું મારી લીધે દુઃખી ન જ કરું અને આ સારો રસ્તો અચાનક જ મળી ગયો.”

“તું ભૂલે છે ઝુલેખા. સાચો પ્રેમ કદી આવી મિથ્યા વાતોને વિચારતો નથી.”

“ભૂલો છો તમે. કોઈ પણ પુરુષને મન તેની પ્રેયસી સંપૂર્ણ પણે સ્વચ્છ અને નિષ્કલંકિત હોયછે. એને ખબર પડે કે એ મૂર્તિ ખંડિત છે. એને ખબર પડે કે એ કલંકિત છે તો તે ભલે તેને ગમે તેટલોચાહતો હોય તો પણ તે અપનાવી ન શકે.”

“ના એવું નથી. અનવર તને અપનાવશે.”

“હું એક પ્રશ્ન પૂછું છું ?”

“તમે મને અપનાવી શકો ?”

“ઝુલેખા.”

“હા, અનવરની જ્ગ્યાએ હું તમને વિચારું. શું તમે એક ભ્રષ્ટ કલંકિતને અપનાવો ?”

“ઝુલેખા… ? મારા શબ્દો હવામાં ટીંગાઈ રહ્યા.”

“ડોક્ટર સાહેબ ઉપદેશ આપવો સહેલો છે પરંતુ આચરણ અશક્ય છે. અનવર અને મારી વચ્ચે ઈકબાલ સૂક્ષ્મ સ્વરૂપે ઊભો રહેવાનો જ. ભલે ને અનવર ચાહે તેનું ખૂન ન કરી નાખે.”

“ઝુલેખા મને વિચારવાનો સમય આપ.”

“તમને મારે માટે પહેલાં કરુણા હતી પછી લાગણી થઈ. અને એ લાગણીમાં એક કલંકિતાને જિંદગી બક્ષો તો જ સફળ થાય.”

“ઝુલેખા હું તને થોડા સમય પછી કહું…”

“ક્યાંય આશાનું તરણું દેખાડીને નિરાશ તો નથી કરવા માંગતા ને ? ડોક્ટર મને ખબર છેતમારી લાગણી પ્રેમમાં ફેરવાઈ ગઈ છે. છેલ્લા ચાર માસથી લગન અને ધગશથી તમે મને સાજી કરવા પ્રયત્ન કર્યા છે. તેથી જ સમજી શકું છું. મને પણ તમારે માટે એ જ લાગણી છે જેની તમને કદાચ ખબર નથી.”

“ઝુલેખા.”

“હા – ભૂપેન હું તમને ચાહવા લાગી છું. તમે મને અપનાવશો ? તમે કલંકિતાને સૌભાગ્ય બક્ષસો ?”

ઝુલેખાનો પ્રશ્ન કિડિયારાની હારની જેમ મારા મગજમાં સતત અફળાયા કરતો હતો… ઝુલેખા? મારી પત્ની ? જવાબો પણ લોલકની જેમ “હા” કે “ના”ની વચ્ચે ટીંગાયા કરતા હતા.

અવ્યવહારું હૈયું તેને અપનાવવાની ઈચ્છા કરતું.

પણ વ્યવહારું હૈયું તેને ડારતું હતું… મારું ભવિષ્ય? ઝુલેખાનું આગમન સામાજિક મોભો ? માતાપિતાના કટુવચનો, મિત્રોની ઉપેક્ષા…

હૈયાની એક “હા”ની સામે ઈજારો વિધ્નો હતા. ઈચ્છાનો અશ્વ દોડી દોડીને હાંફતો હતો. વિધ્નો વધતાં જ જતાં હતાં આખરે અશ્વ ટળી પડ્યો… ગબડી પડ્યો…

અને ઝુલેખા ખરેખર હસી પડી… ખડખડાટ…એ અવિરત પણે હસતી હતી… જાણે તેનું હાસ્ય મારાથી સંભળાતું નહોતું… કારણ કે મારી ઝુલેખા ખરેખર પાગલ થઈ ગઈ હતી.

એના હાસ્યમાં દીધેલ ખોટી આશાનો ભગ્ન રણકાર હતો… ઈકબાલનો વિશ્વાસઘાત હતો… અને અનવર પ્રત્યેનો પ્રેમ હતો.. એ હસતી હતી… ખડખડાટ અવિરત અને અતૂટ… ઝરણાંની જેમ…


Rate this content
Log in

Similar gujarati story from Inspirational