રંગોથી રંગાયેલી તું
રંગોથી રંગાયેલી તું
નાનપણની કાકલૂદી અને યુવાનીના અભરખા સાથે,
સપ્તરંગી સપના લઈને સાસરે પ્રવેશતી,
અવનવા રંગોથી રંગાયેલી તું,
કલ્પના હોય પોતાના ભરથારથી એ લગ્ન પછી,
બધાં ઓરતા થોડા મળ્યા ને થોડા ગુમાવ્યા ને જાણતી,
અવનવા રંગોથી રંગાયેલી તું,
સાસરે આવેલી નવલી નાર પોતાના ભરથારની ઝરૂખે રાહ જોતી,
કામ પરથી પરત આવતા બની હરખધેલી,
અવનવા રંગોથી રંગાયેલી તું,
કંઈક નવું ખાનપાન નવા સભ્યો બધાનું સાચવતી,
રોજ સવારે ઊઠીને પ્રાર્થના કરતી કાંઈ ભૂલ ના થાય,
વાનગી અને રસોઈમાં ભૂલ થાય તો પણ નવા પ્રયત્ન કરતી,
અવનવા રંગોથી રંગાયેલી તું,
એક કુંવારીકા પછી પત્ની પછી મા બનીને સંપૂર્ણ સ્ત્રી બનતી,
માતૃત્વ મેળવીને પોતાની કાયાનું પણ ન્યોછાવર કરતી,
અવનવા રંગોથી રંગાયેલી તું,
અત્યાર સુધી કોઈનું પણ ના સાંભળતી હઠીલા, ભોળપણ સાથે,
પણ હવે દામ્પત્યજીવન સંભાળતી,
અવનવા રંગોથી રંગાયેલી તું.
