રમુજી કિસ્સા -૨
રમુજી કિસ્સા -૨
મારા એક સાહિત્યિક મિત્ર છે બકુલભાઈ હોરર
જગલો : "હોરર " આવું કેવું નામ ?
“અલ્યા, એ ભાઈ લેખક છે પણ એટલા ઊંચા ગજાના કે સુપ્રસિદ્ધ લેખક નથી.નાના પાયાના છે. નોકરી કરે છે અને શોખથી વાર્તાઓ લખે છે અને ઓન લાઈન પ્રકાશન સંસ્થામાં પ્રકાશિત કરે છે. એમને તો લગભગ સો જેટલી વાર્તાઓ લખી છે લ્યા .તું નહિ માને..”
“રોમાન્ટિક, સામાજિક, વિનોદી, રહસ્યમયી અને હોરર .એમાં તો હોરર લગભગ ૭૪ વાર્તાઓ છે તેમ ૨૫ હોરર ધારાવાહિક લખી છે. તું નહીં માને બોલીવુડના બીજા રામસે બંધુઓ તુલસી રામસે , શામ રામસે, કેશુ રામસે, ગંગુ રામસે, અર્જુન રામસે, જ છે સમજી લે.”
“અલ્યા જવા દે..ઘરમાં પણ પત્ની જોડે ભૂત જેવી વાત કરે બોલ..”
જગલો : “ભૂત જેવી ?”
“હા લ્યા ..ભૂત જેવી”
ઑફિસેથી ઘરે આવે એટલે પત્નીને પેલા ભૂતની જેમ ઘોઘરા અને જાડા અવાજમાં પૂછે " આજે ...શું..ખાવાનું....બનાવ્યું ...છે છે..છે…… હા હા હા હા
પત્ની પણ જોરદાર હો.એ પણ ભૂતના આવાજમાં જ બોલે છે .." પાવ...ભાજી બનાવી છે ..હા.. હા.. હા.. હા..
" નહાવાનું.... ગરમ પાણી.... કાઢી આલજે ...હા.. હા.. હા.. હા...
પત્ની કહે, " ગીઝર ..નથી ..ચાલતું ...બગડી… ગયું… છે ....હા.. હા.. હા.. હા.. હા... હા..
જગલો : “જબરું કહેવાયું..”
હા લા..
પત્ની કહે હજુ નથી બનાવ્યું તો આ લેખક કહે.." જલ્દી .....બનાય...નહીંતર ..તારું ..ગળું..દબાવી ..દઉં ..હાહાહાહાહા
બંને હાથ પત્નીના ગળા સુધી લઇ જાય બોલ ..
અલ્યા પત્ની તો ગભરાઈ જાય બિચારી એ પણ જાડા અવાજમાં બોલે " .....કઢી ..ખીચડી ..હાહાહાહાહા "
અલ્યા મહિનાથી એવુજ ચાલે છે. પત્ની કહી કહીને થાકી ગઈ..કે તમે નોર્મલ થઈને વાત કરો. ભૂત પિશાચની વાર્તાઓ લખી લખી તમારામાં ભૂત ઘુસી ગયું છે એવું લાગે છે. બંધ કરો હોરર વાર્તાઓ લખવાનું..રમુજી અને સામાજિક વાર્તાઓ લખો
એક વાર તો લેખકે સાંજે આવીને પૂછ્યું કે: આજે.....ખાવામાં ..શું .. બનાવ્યું છે..હા હા હા હા
પત્નીએ જવાબ આપ્યો, " દાળ....ઢોકળી ..આ હા હા હા
લેખક તો બરાડી ઉઠ્યો અને ભૂતની જેમ ચિચિયારી પાડી " કીકીકીકીકીકી ...અને હાથ પગ પછાડવા લાગ્યો, આંખો પહોળી કરી..વાળ પકડી ઘુમવા લાગ્યો.કીકીકીકીકિક
ભાવતું ભોજન નહિ બનાવ્યું હોય અથવા કીધેલા કામો નહિ કર્યા હોય તો એ ભાઈ ભૂતની જેમ હાથ પગ પછાડે, , , આમ તેમ જોયા કરે...આંખો પહોળી કરે..દાત કચકચાવે ...બંને હાથથી માથાના વાળ પકડે અને "''''કી..કી..કી..કી..કી.." એમ ચિચિયારી પાડે.
જગલો : “ અલ્યા, જબરું કેવાય ...આટલી ઊંડી અસર થઇ ગઈ ?”
“હા લ્યા “
અંતે પત્નીએ વિચાર્યું કે ચાલ ને એમને કોઈ મનોચિકિત્સકને ત્યાં લઇ જાવું .કઈ દવા બવા આપશે..ઈલાજ કરશે.
જગલો : "તો શું થયું લઇ ગયા મનોચિકિત્સકને ત્યાં ?"
"હાસ્તો "
એક કલાક સુધી તેનો ઈલાજ કરતા રહ્યા પણ પેલા મનોચિકિત્સક પણ ગોથે ચઢી ગયા કે હવે એમનો કયો ઈલાજ કરવો ?
મનોચિકિત્સકે ભૂતની જેમ ઘોઘરા અને જાડા આવાજમાં પૂછ્યું, " કેટલા.. દિવસથી... આવું.. ચાલે.. છે .હા હા હા હા હા
જગલો : "એટલે મનોચિકિત્સકના શરીરમાં પણ ભૂત ઘુસી ગયું કે પેલો તારો લેખક મિત્ર ઘુસી ગયો ?”
પછી મનોચિકિત્સકે ભૂતના આવાજમાં પૂછ્યું, " હાહા હા ૧૪ ઈંજેક્શન… લેવા ….પડશે..કડવી… દવા… પીવી… પડશે…..હા હા હા હા ..લ્યો …આ ..દવા… હમણાંજ જ ... ગટગટાવી.... લ્યો ...હા હા હા હા
નહીંતર તમારું ગળું દબાવી દઈશ એમ બોલી રીતસરના બંને હાથ લેખક મિત્રના ગળા સુધી લઈ ગયો
પેલો લેખક કોણ જાને એકદમ બરાડી ઉઠ્યો."નહીં સાહેબ મને કડવી દવા અને ૧૪ ઇન્જેક્શન નથી લેવા.હું નોર્મલ છું.
પેલા મનોચિકિત્સકની આઈડિયા કામ કરી ગઈ.લેખક નોર્મલ થઈ ગયા.
અર્જુન દર્દીને ઝાડા બહુ થયા એટલે એ ડોક્ટર પાસે ગયો.
ડોક્ટરને કહે, " સાહેબ મને પતલા ઝાડા થઇ રહ્યાં છે રાતથી "
ડોક્ટર કહે, " થવા દે .શરીરમાંનો કચરો નીકળી જશે અને તમને ક્યાં એ પતલા ઝાડાના છાણા થાપવા છે."
એક બેવડો એક વક્તાનું ભાષણ સાંભળવા ગયો .વિષય હતો કે દારૂ પીવી નુકસાનકારક છે .દારૂ પીવાથી શું શું નુકસાન થાય છે તે શ્રોતાઓને સમજાવતા હતા
ભાષણ પૂરું થયા બાદ એ વક્તા બોલ્યા, "કોઈને કઈ પણ પૂછવું છે ? કઈ કહેવું છે ?
આ બેવડો ભાઈ હાથ ઊંચું કરીને ઇશારાથી કહ્યું કે "હા " મને કહેવું છે
માઈક હાથમાં લઇ બોલ્યો, " એકદમ ખોટી છે આ વક્તાની વાત. દારૂ પીવાથી શું શું ફાયદા થાય છે તે ખબર છે ?"
દારૂ પીધેલો માણસ જલ્દી ઉપર પહોંચી જાય છે.કોઈને ત્રાસ નહિ કે કોઈની સેવા નહિ લેતો. નહીંતર ૮૦-૯૦ વર્ષના ઘરડા ડાળખાં જીવવું તો નહિ હોય ઉલ્ટાનું તો નહિ રિબાવું પડે ને ? કહેવા પીવાના ભાન નહિ રહે, પથારી ગંઘી કરે, સેવામાં બધાને રોકે, હાથ પગ ધ્રુજતા હોય , ના ખવાય કે ના પીવાય એવી હાલત હોય.
બીજું કોઈની ઘરે ચોરી પણ નહિ થાય. દારૂ પીતો માણસ આખી રાત રૂમમાં લાઈટ ચાલુ રાખી દારૂ પીતો હોય અને બડબડ કરતો હોય. ચોર જયારે ચોરી કરવા આવે ત્યારે એને એમજ થાય કે ઘરમાં કોઈ જાગતું છે બોલવાનો અવાજ આવે છે એટલે એ મૂઓ ચોરી કર્યા વગર જ જતો રહે છે.
ઘણા ખારાઓને રાતના ઊંઘ નથી આવતી . ડોક્ટરે લખી આપેલી ઊંઘની ગોળીઓ ગળે છે. તે કરતા દારૂ પીઓ અને મસ્ત ઊંઘો. દારૂ પીવાથી માણસને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે.
દારૂ પીવાથી માણસની ચરબી ઘટે છે . દારૂમાં નમક નાખી પીવાથી વારંવાર પેશાબ જવાથી છુટકારો મળે છે. દારૂમાં ગોળ નાખવાથી પેશાબમાં બળતરા નથી થતા .
"અલ્યા, બોલ એવું બધું એ કહેતો હતો અને દારૂ પીવાના ફાયદા ગણાવતો હતો. શ્રોતાઓ બિચારા મૂંઝાઈ ગયા. કોની વાત સાંભળવી ? વક્તાની કે બેવડાની ?"
અલ્યા જવા દે ને, એક વક્તા બિચારો મંચ પરથી ભાષણ આપતો હતો. શ્રોતાઓ શાંત ચિતે સાંભળતા હતા. હોલમાંથી અચાનક આગલી હરોળમાંથી એક કૂતરું એક દરવાજેથી ઘુસી ગયું અને બીજે દરવાજેથી જતું હતું.
શ્રોતાઓમાંથી એક શ્રોતાએ ટીખળ કરી કે "જુઓ વક્તાના બાપા ચાલ્યા "
બધા શ્રોતાઓ હસવા લાગ્યા.
પછી શું થયું ? વક્તા તો બગડ્યો હશે બરાબરનો.
ના લા, વક્તા પણ જાય એવો નહોતો.હાજર જવાબી હતો. પળભરનો વિચાર કર્યા વગર એને તરત ટોણો માર્યો, " બોલનારની મા ગમે ચાલ્યો "
અલ્યા બધા પહેલા કરતા વધુ જોરજોરથી હસવા લાગ્યા. બિચારો પેલો શ્રોતો રડવા જેવો થઇ ગયો. છાનોમાનો પાછલી સીટપર જતો રહ્યો.
ખરું કેવાય.
“હા લ્યા, આ વક્તાઓને તો ચુપચાપ સાંભળી લેવું હિતાવહ છે. નહીંતર ઝાડા છૂટી જાય એવું બોલી નાખે.
એક શાળામાં ચોથા કે પાંચમા ધોરણના એક વર્ગમાં શિક્ષક ભણાવતા હતા અને બોર્ડપર લખતા હતા.
એટલામાં શાળા તપાસના અધિકારી આવ્યા.
જગલો : “એ વળી શું શાળા તપાસના અધિકારી ?”
“અલ્યા, શાળાઓ તપાસવા નથી આવતા ઈન્સ્પેકટરો ?”
જગલો : “ હા..તો એમ બોલો ને...તમે તો સાવ શુદ્ધ ગુજરાતીમાં બોલી ગયા .”
“હા લ્યા ભાષાનો ગૌરવ વધારું છું “
“સાંભળ ને તો ઈન્પેક્ટર વર્ગમાં દાખલ થયા એટલે બધા છોકરાઓ ઉભા થઈને અદબથી બોલ્યા, "નમસ્તે"
માસ્તરને કહે , " હે માસ્તર , તમારા વર્ગમાં સહુથી હોશિયાર વિદ્યાર્થી કોણ છે ?
માસ્તર કે, " ઓમ તો બધા હોસીયાર જ છે પણ તેમાં આ દુમલો બહુજ હોસીયાર સે”
ઇન્સ્પેક્ટર બોલ્યા “એમ ?”
“હોવે”
ઈન્સ્પેક્ટરે દમલાને ગણિતનો સવાલ પૂછ્યો, " સત્તર ગુણ્યાં આઠ કેટલા ?
જગલો : “તો પેલાએ તો ખરો જ જવાબ આપ્યો હશે ને ? " ૧૩૬"
“ના લા..” માથું ખજવાળતો ઉભો રહ્યો.કેમ કે એને તો દસના પલાખાં સુધીજ આવતું હતું” .
"૧૪૦" વિદ્યાર્થીએ ઠોકમ ઠોક કરી.
ઈન્પેક્ટર તો સિંહની માફક બરાડી ઉઠ્યો, "૧૪૦ ?' માસ્તર, તમે આને સહુથી હોશિયાર વિદ્યાર્થી ગણાવો છો ?"
“હા સાહેબ , બીજા વિદ્યાર્થીઓને તમે પૂછતે તો ૧૫૦ની ઉપરના જવાબ આપતે.આને તો રીઝનેબલ જ કહ્યું .
ઈન્સ્પેક્ટરને તો ચક્કર જ આવવા માંડ્યા.
માસ્ટર કહે , "સાહેબ અમારા વિદ્યાર્થીઓએ તો મહાત્મા ગાંધી પર ભાસન પણ બનાવ્યું છે .સાંભળવું સે તમને ?
"એમ ? હા સંભળાવો
માસ્તરે નાકામોને બોલાવ્યો , "નકામો" અહીં આવ અને સાહેબને ગાંધીજી પર લખેલું ભાસન સંભળાવ જોવ ફટાફટ ?
"નકામો" એ વળી કેવું નામ માસ્તર ?" ઈન્સ્પેક્ટરે નવાઈ પામતા સવાલ કર્યો
"નરેન્દ્ર કાશીનાથ મોદી "
માસ્તર : "બોલ નકામો ભાસન સંભળાવ
નકામો સામે આવ્યો અને બોલવાનું ચાલુ કર્યું
"મહાત્મા ગાંધીનું નામ "મોહનદાસ કરમચંદ ગાંધી. તેમનો જન્મ ૨ ઓક્ટોબરે પોરબંદરમાં થયો .તેઓ બહુ ગરીબ હતા .ચાર ભાઈઓ હતા .નાનપણમાં તેમને તેમના પિતાના શર્ટના ખીસામાંથી પૈસા ચોર્યા હતા .તેમના પિતાજીને ખબર પડતા બહુ માઈરો. એટલો માઈરો એટલો માઇરો કે અધમુઓ કરી નાખ્યો.તે દિન પસી ગાંધીજીએ કોઈ દિન ચોરી નથી કઈરી. પસી શાળાનું ભણતર પૂરું કરી એ વિલાયત ગયા ભણવા .ત્યાં વકીલીનું ભણ્યા અને આપડા દેસમાં પાસા આયા. આપડા દેસમાં આઈ ને વકીલીનો ધંધો ચાલુ કઈરો .પણ ઈ કઈ ચાઈલો નહિ એટલે તેઓ પાસા વિદેસ દ.આફ્રિકા ગિયા
ત્યાં જઈને પાસો વકીલીનો ધંધો ચાલુ કઈરો પણ ઈ બી કઈ ચાઈલો નહિ ને પાસા આપડા જ દેસમાં આયા .
પસી સુ કરવું તે મનમાં ને મનમાં ગોતતા હતા એટલે કે તેમને કઈ સૂઝ્યું
તેમને એક સત્યાગ્રહ ચાલુ કઈરો અને તે બવ સારો ચાઈલો
ત્યારપસી તો એમને બવ સત્યાગ્રહ કઈરા અને બવ ચાઈલા પણ અને આપડા દેસમાં બવ ફેમસ થઇ ગયા ને નોટ પર પણ આઇવા .
ઇન્સ્પેક્ટરથી આગળનું સાંભળવું અશક્ય જેવું લાગ્યું અને હાથ જોડી વર્ગમાંથી ચાલતા થયા
મારા એક ભાઈબંધ ના પત્નીએ ફોન કર્યો પતિને એટલે મારા ભાઈબંધ ને કે “ તમે ક્યાં છો ? હેમખેમ છો ને ? કશું થયું ને ?”
બિચારો મૂંઝાયો અને કહે , “ ના હું તો હેમખેમ છું. કશું થયું નથી પણ કેમ આવું પૂછે છે ?”
એ તો કઈ નહીં હું આરતી કરવા દીવો પ્રકટાવ્યો અને આરતી ઉતારતી હતી અને અચાનક દીવો ઓલવાઈ ગયો એટલે મેં તરત તમને ફોન કર્યો "
બોલ જગા આવું થયું.
વીજળીનો ગડગડાટ અને પેટમાં થતો ગડગડાટ બંનેમાં શું ફરક છે ?
ઝાડા અને જુલાબ જેટલો ફરક છે.
એક ભાઈબંધ તો કવિ શાયર છે .એની મા ને એ ઘરમાં જેવો દાખલ થાય ને તો ગુજરાતી ભાષાની કહેવાતો છે ને તે કહેવતોમાં જ પત્ની જોડે વાત કરે.
"એ વળી કેવું..લોકો ગીતમાં વાત કરે આ કહેવતોમાં કેવી રીતે વાત કરતા હશે ? તમે કોઈ વાર સાંભળ્યું છે ?"
હા , અલ્યા " પતિએ ઇશારાથી જ પૂછ્યું કે આજે શું રસોઈ બનાવી."
પત્ની કહે , " દાળ ઢોકળી અને કરો મોકળી"
પતિ કહે , " ખાવું તો તોળી તોળી, પીવું તો ઘોળી ઘોળી
સૂવું તો રોળી રોળી એ ઓસડ અને એ ગોળી
ખાવા મળે છેલ્લે દાળ ઢોકળી
પત્ની પણ કઈ જાય એવી નહોતી એને વળતો પ્રહાર કર્યો , " અંધને અંધો કહીએ , કડવું લાગે વેણ, ધીર રહીને પૂછીએ , શેને ખોયા નેણ ?
પતિ બોલ્યો, " કડવી વેલકી, કડવી તુમ્બડિયા, સડસઠ તીરથ ફિરકે આઈ
ગંગા નાહી, ગોમતી નાહી તો ભી ન મિટી કડવાઈ
રાતના કેવી રીતે બોલતા હશે ? શું કરતા હશે ?
"ભાઈ , એવી કહેવાતો હજુ અસ્તિત્વમાં નથી આવી .સંશોધન ચાલુ છે.
