BHARATCHANDRA SHAH

Comedy Fantasy

3  

BHARATCHANDRA SHAH

Comedy Fantasy

રમુજી કિસ્સા- ૧

રમુજી કિસ્સા- ૧

5 mins
159


એક ઘરડા કાકા ઉમર આશરે ૮૫ વર્ષે ગુજરી ગયા.અંતિમ યાત્રામાં ઘણાખરા જોડાયા હતા. ઠાઠડી બંધાય ત્યાંસુધી આવનારા બધા વાતોના રવાડે ચઢી ગયા. જાત જાતની વાતો થતી હતી. એક ભાઈએ તો ગજબની વાત કરી કે થોડા દિવસ પહેલા એક કાકા ૯૦ વર્ષની ઉંમરે ગુજરી ગયા. તેમના ધર્મપત્ની ઉમર હશે ૮૫ વર્ષની હૈયાફાટ રુદને રડતા રડતા બોલતા હતા

"ના...નહિ જાઓ..મને છોડીને કેમ ચાલ્યા...? મેં શું બગાડ્યું તમારું?..રહેવા દો એમને અહીં જ.." ઊઠો ..જો બધા મળવા આવ્યા છે તમને “..

બોલો હવે આવા વાક્યો આપણે સાંભળવા મળે છે પણ ક્યારે ? યાદ કરો.

બીજા ભાઈ બોલ્યા, ” હા...કહું છું ..

જયારે કોઈ સ્વજન ખાસ તો પરિવારનો મોભી અથવા કર્તા હર્તા માણસ કે જે પત્નીનો પતિ હોય એ જયારે અવસાન પામે ત્યારે તેની લાશની આજુબાજુ બધા ગોઠવાઈ ગયેલા હોય. મરનાર વ્યક્તિની પત્ની, દીકરીઓ, વહુઓ, દીકરાઓ, પૌત્રો આ બધા પહેલી હરોળમાં લાશની આજુબાજુ ગોઠવાયેલા હોય.  હોયજયારે ચાર જણાઓ લાશને ઉચકવા આવે ત્યારે આપણા કાને ઉપર મૂજબનાં વાક્યો સંભળાય છે.

પછી બીજી હરોળમાં ભાઈઓ, ભાભીઓ, સાળાઓ, સાળીઓ, સાળાની પત્નીઓ, ભાઈના છોકરા છોકરીઓ, બનેવીઓ, બહેનના છોકરા છોકરીઓ. અને પછીની હરોળમાં અથવા આમતેમ અન્ય સગાવ્હાલાઓ, મિત્રો, ઓળખીતાઓ ગોઠવાયેલા હોય છે.

જ્યાં સુધી લાશ પડેલી હોય ત્યાંસુધી ધ્રુસકે ધ્રુસકે રડતા હોય તેમાં તમે જોશો તો પત્ની અને દીકરીઓના આંખોમાં જ આંસુઓ હોય અને એમનોજ ધ્રુસકે ધ્રુસકે અવાજ આવતો હોય બાકી બધા શાંત મોડ પર બેઠેલા હોય.

આખા લગ્ન જીવનમાં સખણા રહ્યા નહિ હોય, સખણા જીવ્યા નહિ હોય અને જયારે ઊંચકવાનો વારો આવે ત્યારેજ કેમ સુચે છે "નહિ જાઓ મને મૂકીને..મને પણ લઇ જાઓ સાથે'"

ખરેખર જો સાથે બોલાવશે તો જશે ખરા?

"બીજા અન્ય બોલ્યા , " આ કઈ ઉમર હતી જવાની ? " હજુ દીકરા, દીકરીના છોકરાઓને પરણવાના બાકી હતા."

અલ્યા પણ ૯૦ વર્ષનો માણસ જીવનના સંધ્યા ટાણે ઉંબરે ઉભેલો હોય તો જાય જ ને ? કેટલું રોકાવાનો ? તમારા કહેવાથી થોડો રોકાવવાનો ? તેડું આવ્યું એટલે જતો રહ્યો ? "

માણસ અવસાન પામે ત્યારે તેના ગુણગાન ગવાય. હયાત હોય ત્યારે તો બિચારો મૂંગા મોંએ ગાળો જ સાંભળતો હોય. સાંભળી સાંભળીને કાન પણ બહેરા થઇ ગયા હોય. અને અચાનક એના અવસાન પછી આમ લાગણીઓ ઉભરાઈ આવે છે. આખા જીવનમાં શાબ્દિક વ્યંગ બાણોથી દિલમાં ઘા પડ્યા હશે છતાંય હસતા મોંએ સહન કર્યું હશે તે તો એમનું મન જ જાને.

એક તાંતણે પરિવારના દરેક સભ્યને કેટલાય સ્નેહથી સંબંધોમાં સુંદરતા લાવી બાંધી રાખ્યા હશે, વ્હાલથી સાચવ્યા અને સમજણથી સાચવ્યા તે બધું એળે ગયું. જીવતે જીવ એની કદર નથી થઈ અને ગયા પછી કહે છે "રોકાઈ જાવ, મને મૂકીને નહિ જાવ..અમને નિરાધાર મૂકીને નહિ જાવ.."શું મતલબ આનો ?

મરતા પહેલા એને જરૂરથી એમ વિચાર્યું હશે કે " કુછ ગમ..કુછ ઠોકરે..કુછ ચીખે ઉધાર દેતી હૈ.. કભી કભી જિંદગી મૌત આને સે પહેલે હી માર દેતી હૈ.. ક્યાં કરે જબ કોઈ તુમ્હારા અસ્તિત્વ હી નકારે, જીયે ફિર કોઈ કિસ અસ્તિત્વ કે લિયે " લગ્ન કર્યા ત્યારે સપ્તપદીના સાત ફેરા ફર્યા હતા પણ હવે લાગે છે કે એ ફેરા ઊંધા ફરાઈ ગયા.


એક ગજબનો લછૂટાછેડાંનો કિસ્સો મેં વાંચ્યો બોલો એક સજ્જન યાદ આવતા બોલ્યા

તો બીજા સજ્જને કહે, “કયો કિસ્સો ?”

હીરજીભાઈ એમના વેવાઈ વીરજીભાઈને બોલ્યા, “ વીરજીભાઈ, અમારે છૂટાછેડા લેવા છે.અમારો દીકરો રમણ હવે ના પાડે છે તેને તમારી પોયરી નથી ગમતી. બહુ વાયડી છે. રોજ અમારા પોયરાને રમાડ્યા કરે છે “

વીરજીભાઈ ડઘાઈ ગયા " હેં " !

વાત સમાજમાં આવ્યા પછી બોલ્યા, "હા તો હીરજીભાઈ કઈ વાંધો નથી. લઈ લઈએ છુટા છેડા.

બંને પક્ષે ૫ વર્ષના લગ્નનો અંત લાવવા સંમત થયા.

વીરજીભાઈ : પણ એમ ની આપણે તો ભૈ વાજતે ગાજતે છૂટાછેડા લેવાસ.

હીરજીભાઈ : વાજતે ગાજતે ?

વીરજીભાઈ : હા વાજતે ગાજતે. લગનની માફક. લગ્ન માટે જે માંડવો બંધાય, પાર્ટી પ્લોટ બુક કરાય, રસોઈયાને રસોઈનું, સોંપાય, ફોટાવાળા, બેન્ડવાળા, ડી જેવાળા, મહેંદીવાળા, કેટરર્સવાળા તે રીતે વાજતે ગાજતે છૂટાછેડા લેવા સે ભૈ.

હીરજીભાઈ : “ ચાલો તારે આજથી જ કામે લાગી જઈએ”

વીરજીભાઈ : “ હાસ્તો…લ્યો હું પણ ચાયલો..બધું નક્કી કરવા”

 હીરજીભાઈ એક્ટિવ ધીમી ગતિએ દોડાવતા હતા. એક મંડપવાળાને ત્યાં એક્ટિવ ઊભી રાખી. સામેથી એમનો એક ભાઈબંધ આવ્યો, હીરજીભાઈને જોઈ વાતચીત ખપાવવા ઊભો રહી ગયો.સામેથીસે ને અમારી પોઈરી જે વીરજીભાઈના પોઇરાં જોડે પૈણી સે ને તો ઈ 'ને છુટા છેડા લેવા સે ઘરવાળાથી એટલે માંડવાવાળા પાસે આયો સુ.

“હેં...છૂટાછેડા અને, માંડવાવાળા : ભૈ મને તમે સમજાવવો કે છૂટાછેડા લેવા હોય તો વકીલ પાસે જવાનું હોય તમે તો અહીં મંડપવાળાની ત્યાં...મને અજુગતું લાગે સે.

"ભૈ મ્હારી ને મ્હારા વેવાઈ વીરજીભાઈની કાલે વાત થઇ તેઓ પણ કે તા તા.કે વાજતે ગાજતે છુટા છેડા લઈએ..મેં તો પાર્ટી પ્લોટ પણ બુક કરાઈ દીધો બોલ."

યાર ગજબના વેવાઇયોં છે. ઊંધા ચાલવાવાળા બંને વેવાઇયોં ભેગા થયા હોય તેવો આ પહેલો જ કિસ્સો હોવો જોઈએ અને તેમના છોકરા છોકરીઓ પણ તેવાજ ઊંધા માથાના. પેલો ભાઈબંધ વિચારોમાં ગોથા ખાતો ખાતો ઘેર પહોંચ્યો.

દીકરાને હળદર, પીઠી લગાવી, ગણેશ સ્થાપન અને ગ્રહશાંતિ થઇ.મામેરું થયું.મામાઓએ ફુલેકુ ફેરવ્યું. મોસાળમાંથી બહુ બધું મળ્યું.

કન્યા પક્ષે પણ કન્યાને પીઠી લગાડી, ગણેશ સ્થાપન અને ગ્રહશાંતિ થઇ.મામેરું થયું.મામાઓએ ફુલેકુ ફેરવ્યું. મોસાળમાંથી બહુ બધું મળ્યું.

સાંજે વરઘોડો નીકળ્યો.બધા સગા વ્હાલા અને મિત્રો, ઓળખીતાઓને તેડાવ્યા. વરઘોડામાં બધા જાનૈયા મન મૂકીને ઝૂમ્યા. તેમાં નવજુવાનિયાને તો જોઈતું જ હોય નાચવાનું તેમાં ઘરડાઓ કેમ બાકી રહે. તેઓએ પણ ઠુમકા લગાવ્યા. દીકરાનો બાપો તો જાને માઈકલ જેક્શન બોલો કે.ગોવિંદા બોલો કે મિથુનદા બોલો કે ઋત્વિક જેવા નાચવા લાગ્યા.

દીકરીના માએ જમાઈને પોંખ્યો. દોસ્તારોએ નાક આગળ રૂમાલ પકડી રાખ્યો જેથી સાસુથી જમાઈનું નાક નહિ પકડાઈ જાય પછી વરઘોડો મંડપમાં આવ્યો. માહિરામાં બને બેઠા. પછી અહીં વકીલનું કામ પડ્યું. વકીલે છુટા છેડાનાં કાગળિયા પકડાવ્યા.ગોર મહારાજે મુહૂર્ત જોઈને છૂટાછેડાના કાગળિયાપર સહીઓ કરાવડાવી.

મંડપમાં એક બાજુ વાર પક્ષ અને બીજી બાજુ કન્યા પક્ષના મહેમાનો.બંને પક્ષના ભોજનના કાઉન્ટરો પણ જુદા જુદા.

કન્યા પક્ષે જો દાળ કે ભાત કે કોઈ પણ વસ્તુ ખૂટી જાય તો વર પક્ષના કાઉન્ટરો પર જવાની મનાઈ હતી . ખૂટે તો ત્યાંજ બીજું બનાવડાવી લેવાનું.

અને વર પક્ષે પણ જો કઈ વસ્તુ ખૂટી જાય તો કન્યા પક્ષના કાઉન્ટરો પર જવાની મનાઈ હતી. જો ખૂટે તો ત્યાંજ બનાવડાવી લેવાનું.

વર પક્ષના જમણવારનો ખર્ચ વર પક્ષ અને કન્યા પક્ષે જમણવારનો ખર્ચ કન્યા પક્ષે ભોગવવાનો એવું નક્કી થયું હતું.

લગ્ન વખતે કન્યાને અને વરરાજાને જે જે ભેટ વસ્તુઓ કે રોકડા કે દાગીના ચઢાવ્યા હતા તે બધુજ એકબીજા પાસેથી પાછું લઇ લેવાનું.મતલબ કન્યાને સાસરે પક્ષથી જે કઈ દાગીના જર જવેરાત રોકડા મળ્યા હોય તે વર પક્ષના માતા પિતાને પાછા આપવાના અને વરરાજાએ પણ ઍવીજ રીતે કરવાનું. રોકડા, સોનાની વસ્તુઓ કન્યાના માતા પિતાને બધાની હાજરીમાં પાછું આપવાનું

બધાએ એક બીજાને બીજા નવા લગ્ન માટે હાર્દિક શુભેચ્છાઓ પણ આપી અને એકબીજાને તેડાવીશું એમ પણ કહ્યું બોલો હવે શું કહેવું? છે ને ગજબનો કિસ્સો.

હારું..લોકો લગ્નમાં લખલૂટ પૈસો ખર્ચ કરે છે અને છૂટાછેડામાં વકીલની ફી પૂરતો ખર્ચ કરે છે પણ અહીં તો છૂટાછેડામાં પણ લખલૂટ ખર્ચ? કેટલી તગડી પાર્ટીઓ હશે બંને. ગીનીઝબુકમાં નામ નોંધવા જેવો કિસ્સો.


Rate this content
Log in

Similar gujarati story from Comedy