A J Maker

Thriller

2  

A J Maker

Thriller

Revenge – Story of Dark Hearts Episode – 4

Revenge – Story of Dark Hearts Episode – 4

2 mins
1.5K


Revenge – Story of Dark Hearts

Episode – 4

 

તને જીવતો જવા દઉં છું એ ઘણું છે, જો નીલમે મારા હાથ બાંધ્યા ન હોત તો તું જાણે છે કે તારો શું હાલ થાત.નીરવે અપમાન વાચક અને ગુસ્સો ભરેલા સ્વરે વિકાસને કહ્યું. વિકાસ નીલમનો બાળપણનો મિત્ર હતો.

પોતાના નામથી શરુ થવાવાળા નવા બિઝનેસમાં વિકાસને પાર્ટનર બનાવવા માટે નીલમે નીરવને ખૂબજ રીક્વેસ્ટ કરી હતી. આમ જોઈએ તો એ એક પ્રકારની સ્ત્રી હઠ હતી. જેની સામે નીરવને ઝૂકવું પડ્યું હતું. કહેવા માટે તેણે નીલમની રીક્વેસ્ટને માન આપીને વિકાસને પાર્ટનર બનાવ્યો હતો, પરંતુ બદલામાં બેંગ્લોરમાં ચાલતા વિકાસના બિઝનેસમાં નીરવે પાર્ટનરશીપ આપવાના કરાર કરાવ્યા હતા.

પરિણામે નીરવ વધુ એક કંપનીમાં જોડાઈ ગયો હતો અને તેને વિકસાવવા તે જાતે ખૂબ મહેનત કરતો. બિઝનેસ આગાળ વધે છે એ જોતાં વિકાસ એ પણ કોઈ વિરોધ ન કર્યો, પરંતુ ત્યારે એ ભવિષ્યમાં થનારી ઘટનાથી કે નીરવના અસલ સ્વરૂપથી અવગત ન હતો. શરૂઆતમાં બધું જ બરાબર ચાલ્યું આવતું હતું. એક દિવસ પોતાની બાળપણની મિત્રતાને સંબંધમાં પરિવર્તિત કરવા વિકાસે નીલમને પ્રપોઝ કર્યું. પરંતુ નીલમે એ સંબંધનો સ્વીકાર ન કર્યો. નીરવે આવેશમાં આવીને કોઈ પગલું ન લીધું.

આ તો સામાન્ય વાત છે તું છો જ એટલી બ્યુટીફૂલ કે કોઈ પણ તારા પ્રેમમાં પડી જાય.કહીને નીરવે વાત ઉડાડી દીધી. વિકાસ ને થયું કે બધું પહેલા જેવુંજ સામાન્ય છે, હકીકત તો એને ત્યારે ખબર પડી જ્યારે નીરવે વિકાસનું બિઝનેસ પોતાના નામે કરી લીધું, કંપનીમાં એક મોટા ગોટાળાના આરોપમાં વિકાસનું નામ સંડોવી દીધું અને નુકશાનની ભરપાઈ કરવા માટે વિકાસની અન્ય પ્રોપર્ટી પણ જપ્ત કરી લીધી.

વિકાસે આ બધું પ્રેમની નિષ્ફળતાનો બદલો લેવાની ભાવનાથી કર્યું છે.કહીને નીલમના મનમાં પણ વિકાસ માટે નફરતના બીજ રોપી દીધા ઓફિસમાં બધાની વચ્ચે તેને બેઆબરૂ કરીને એક પણ પૈસો આપ્યા વગર કાઢી મૂક્યો.

અચાનક વિકાસ સપનાંમાંથી જાગ્યો. ઘર આવી જતા ડ્રાઈવરે કાર ઊભી રાખીને વિકાસને જગાડ્યો હતો. નીરવ સાથે બધીજ ઘટના જાણે હમણાંજ બની હોય તેમ સપનામાંથી બાહર આવ્યા છતાં વિકાસના ચહેરા પર ગુસ્સાના ભાવ હતા. નીલમ હજી ઊંઘમાં હતી. એનું માથું વિકાસના ખભા પર હતું.

નીલમની સામે જોતા વિકાસના ચહેરા પર નાનું હાસ્ય આવ્યું. થોડું ગર્વીલું, થોડું ક્રૂરતા ભર્યું. વિકાસ જાતેજ નીલમને તેના રૂમમાં મુકવા ગયો. રૂમમાંથી બાહર આવતાં જ તેનો ફોન રણક્યો, સામે પક્ષેથી થોડો આજ્ઞા વાચક અને ચિંતા ભર્યો અવાજ હતો. તમે ચિંતા ન કરો અહી એને હું પહોચી વળીશ.કહીને વિકાસે ફોન કટ કર્યો અને આકાશ તરફ જોઇને કહ્યું, “વેલકમ ટૂ લંડન મિ.નીરવ.



To be continue… 


Rate this content
Log in

Similar gujarati story from Thriller