Nayana Bambhaniya

Crime Inspirational Tragedy

3  

Nayana Bambhaniya

Crime Inspirational Tragedy

રેપ-બળત્કાર

રેપ-બળત્કાર

4 mins
15.5K


રેપ એક એવો શબ્દ છે કે જેનું નામ લેતા જ ગમે તેવી બહદૂર છોકરી હોય તો પણ તેના મનમાં ડર આવી જ જાય. હમણાં જ સુરત અને દિલ્લીમાં માસૂમ બાળકીઓ પર રેપ થયો. તે સભળતા જ હું એક દમ ચોંકી ગઇ, પછી તરત વિચાર આવ્યો. આવું કૃત્ય કરનાર કોણ હસે ? પરંતુ સોશીયલ મીડિયા પર આ બાબત પર વિરોધ થાય તે સારી બાબત છે. પણ વિચારવાની બાબત એ છે કે શું હકીકતમાં આપણને આં બાબતે ગંભીરતા છે ? અને જો હોય તો શું કરવું જોઈએ ? જેથી બધા જાગૃત થાય. કેમ કે આ પહેલો કિસ્સો નથી, અને આવા ઘણા કિસ્સા સોશીયલ મીડિયામાં દફનાઇ ગયા છે...!

જેની સાથે રેપ થાય છે પછી તેની જિંદગી બગડી જાય છે..તેની જિંદગી નર્ક બની જાય છે. એને પોતાના પર શરમ આવે છે. એ નથી કોઈ પ્રસંગમાં જઈ શકતી કે, નથી કોઈ સાથે ખુલીને વાત કરી શકતી. જો કોઈ એની પાસે બે ઘડી ઉભા રહીને વાત પણ કરે તો લોકો સમજે છે કે આ છોકરી ચારિત્ર્યહીનછે. બધા જ જાત જાત ના આરોપ એના પર મૂકી દેવામાં આવે છે. બધી જાતના રોકટોક એના પર લગાવી દેવામાં આવે છે. અને એ ઘરની બહાર પણ નથી નીકળી શકતી. આજ કારણે એ જીવતી લાશ બનીને જીવે છે અને એના મનમાં ડર વ્યાપી જાય છે.

આ ડર કોણે જન્માવ્યો ?

આ સવાલનો એક જ જવાબ છે, 'આપણે' અને આ સમાજ. આપણે જ છીએ જે ડર લાવીએ છીએ. જો આપણે જ દરેક છોકરીના સપોર્ટમાં ઉભા રહીએ તો એ ડરશે નહિ. આપણે જ છીએ જે આ શબ્દ પર વાતો ફેલાવીએ છીએ. અને આ વાતો ફેલાવાના ડરથી જ છોકરીઓને ચૂપ રહેવું પડે છે.

મૂળ કારણ તો આપની અંદરની વિચાર શકિત જ છે. જરૂર છે આ વિચાર શકિતને સુધારવાની. આ શબ્દ સાંભળીને વ્યક્તિને ડર નહિ પણ લડવાની હિમ્મત આપવી જોઈએ. એને આત્મવિશ્વાસ આપવો જોઈએ, કે અમે તારી સાથે જ છીએ. દુનિયા ભલે તને ગમે તેવા મ્હેણાં મારે પણ અમને ખબર છે તું સાચી છે તો જ એ છોકરીની જીંદગી બરબાદ થતા બચશે...! આ કૃત્ય રોકવા માટે સર્વ પહેલા આપણે આપણા ધરથી જ શરૂઆત કરવી જોઈએ. આપણે આપણા છોકરા, ભાઈઓને સમજણ આપવી જોઈએ કે આ યોગ્ય નથી અને બાળકને જન્મથી જ સ્ત્રીઓ પ્રત્યે માન કેળવતા શીખવવું જોઈએ. આ સમાજમાં આપણે અવર નવર ટીવી, કે ન્યુઝ પેપરમાં સાંભળતા હોય છે કે જો ઘરમાં જ એક સારી છોકરી હોય છે. અને એનું ફિગર સારું હોય અને સુંદર દેખાતી હોય તો એના સગા કાકાની એના પર ખરાબ નજર બગડે છે. અને એ પણ તેને હવસની નજરે જુવે છે. બસ આજ કડવી હકીકત છે આ સમાજની કે આજે એક છોકરીને ફકત હવસની નજરથી જ જોવે છે. રસ્તા પર જાય છે તો દસમાંથી નવ છોકરાનું ધ્યાન તેના પર જ હોય છે.

શું એમને પણ મા, બહેન કે દીકરી નથી ? ‌જો કોઈ તમારી મા, બહેન કે દીકરીને કોઈ આવી નજર થી જુવે તો તમે શું કરશો ?‌ એ લોકો પોતે ભૂલી જાય છે કે એમને જન્મ આપનારી પણ એક સ્ત્રી જ છે. આવી ઘટના બને તો એક વાત ના કરવી જેથી છોકરીને લડવાની હિમ્મતમાં ઘટાડો કરાવે તેવી વાતો ના કરવી ! દુનિયાનો સૌથી મોટો ભય શું છે ? એ જ ને કે "લોકો શું કહેશે ?" પણ જો આજ લોકો કહેવાના બદલે સાથ આપવા લાગેને તો આ ડર અને ઘટના બંને અટકાવી શકાય.

આપણા દેશના કાયદા અને કાનૂન થોડા વધારે કડક બનવા જોઈએ. જેથી કરીને ગુનો કરતા સો વાર વિચારવું પડે. આવા લોકો આપણા દેશ ના કાયદા અને કાનૂનનો ગેરલાભ ઉઠાવે છે કારણ એને ખબર જ છે કે જો કદાચ આપણે પકડાઈ જશું તો પણ દોષિત સાબિત થતા વર્ષો વીતી જશે. આ પણ કારણથી હવસખોરો કાનૂનનો ગેરલાભ ઉઠાવે છે અને આપણે કય નથી કરી શકતા ! આ બને બાળકીઓને ન્યાય અપાવવા આપણાથી થઈ એ કરવું જોઈએ. જો આ બાળકીઓને ન્યાય નહીં મળે અને નિર્ભયાના ગુનેગારની જેમ આમને પણ છોડી દેવાય તો આપણા દેશની દીકરીઓ સુરક્ષિત નથી.

‌કુદરતે સ્ત્રીને કેટલું ખૂબસૂરત વરદાન આપ્યું છે જન્મ આપવાનું પરંતુ બળાત્કાર સ્ત્રીઓ માટે આં વરદાન અભિશાપ બની ગયું છે. તેમની આખી જિંદગી નર્ક બની જતી હોય છે. માત્ર સ્ત્રી જ નહિ બળતકર દ્વારા આં દુનિયામાં આવેલું બાળક પણ અપમાન જનક જીવન જીવવા માટે મજબૂર બની જાય છે. માનવતાની આ કેવી પરિક્ષા દેવી પડે છે. બાળકનો કશો વાંક ના હોવા છતાં, સમાજનું આં દુનિયાનું બધું સહન કરવું પડતું હોય છે !

‌સુરક્ષાની દિશામાં પહેલ હવે સ્ત્રીને જ કરવી પડશે. કુદરતે સ્ત્રીને શકિતનું સ્વરૂપ આપ્યું. એટલે આપણે જ આપણી સુરક્ષા માટે લડવું પડશે !

છેલ્લા શબ્દો !

લૂંટીને માસૂમની આબરૂ તમને ઊંઘ કેમ આવતી હશે !

એ માસૂમને તડપવી ને, તમે તમારી બહેન દીકરીની આંખો કેમ મિલાવી હશે ! શું વાક હતો ? કદાચ કોઈ કસુર નહતો, કલેજા ના ફાટ્યા જ્યારે એને ચીસ પાડી હતી.

તમે આમ બેરહેમ કેમ બની સકો એ દરિંદાઓ !

તમને આ લેખ ગમે તો લાઈક કરો, કૉમેન્ટ કરો, અને જો તમે પણ બહેન દીકરીઓને સુરક્ષિત જોવા માગતા હોય તો આ લેખ શેર કરવાનું ભૂલતા નહીં.


Rate this content
Log in

More gujarati story from Nayana Bambhaniya

Similar gujarati story from Crime