The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Kishan Bhatti

Romance

3  

Kishan Bhatti

Romance

રચના રચિત એક્ અધૂરી પ્રેમકથા

રચના રચિત એક્ અધૂરી પ્રેમકથા

11 mins
11.6K


રચિત અને રચના એક જ કોલેજમાં સાથે ભણે છે. આ વાત છ મહિના પહેલાની છે. રચિત રચનાના શહેર રાજકોટમાં એડમીશન લે છે. રચના તે શહેરમાં રહે છે રચિત ગોંડલ રહે છે તે એક મધ્યમ વર્ગનો યુવાન છે. દેખાવે કોઈને પણ ગમી જાય તેવો છે તેની બોલવાની છટા જ કંઈક અલગ છે કોઈને પણ તેને સાંભળવાનું મન થાય તેવું જ તેના મુખેથી નીકળ્યા કરે છે. રચના રાજકોટમાં પીટીસીમાં એડમીશન લે છે તે જ કોલેજમાં રચિત પણ એડમીશન લે છે.કૉલેજના પહેલા દિવસે કોઈ વચ્ચે કાઈ ખાસ મુલાકત કે કોઈ એકબીજા સાથે બોલતું નથી, પણ સમય જતાં જતાં બોલવાનું શરૂ થશે તેવું બધાને લગે છે.

તેમાં એક ભૂમિ નામની છોકરી પણ અમારી સાથે એડમીશન લે છે તે કૉલેજ આવે છે અને તે બધા ને સાથે સાથે ભળી જાય તેવી છે તે ક્યૂટ અને જોતા કોઈને પણ પસંદ આવી જાય તેવી છે. તે એકદમ 2મી સદીની મોર્ડન છોકરી છે તે છોકરા અને છોકરીમાં ફરક રાખતી નથી. તે કોઈ પણ સાથે ભળી જાય તેવી છે. ભૂમિ કૉલેજના પહેલા જ દિવસે એક વોટ્સએપ ગ્રુપ બનાવવાનું કહે છે અને તે બધાને કહે છે તે એક બુકનું પેજ લઈને તેમાં બધાને કહે છે આમાં બધાના નંબર લખી દેજો અને બધા નંબર લખી દે છે. અમે પીટીસીમાં 21નું ગ્રુપ બને છે તે ગ્રૂપમાં 17 છોકરી અને 4 છોકરા હોય છે.

આ ગ્રૂપમાં કોઈ ખાસ વાત નથી કરતું એકબીજા કોઈ વાત પણ નથી કરતા ગ્રૂપમાં ફક્ત કૉલેજની વાત અને કૉલેજને લાગતું સાહિત્ય જ મૂકે છે. એમ દિવસો વીતવા લાગે છે એક દિવસ 2 મહિના પછી રચના રચિતને કોલ કરે છે. રચિતના મોબાઈલમાં રચનાનો પહેલાથીજ નંબર સેવ કર્યો હોય છે અને તેની સાથે તે 2 મિનિટ જેટલી વાત કરે છે તે પણ કૉલેજને લગતી. હવે રચિત સામેથી સવારે રચનાને ગુડ મોર્નિંગના મેસેજ કરવા લાગે છે તો સામે રચના પણ હવે ધીમે ધીમે વાત કરવા લાગે છે. હવે તો રચના અને રચિત એકબીજને સુખ દુઃખની વાત પણ કરવા લાગે છે હવે તો તેની વાત પહેલા મિનિટોમાં થતી તે હવે કલાકોના કલાકો સુધી બંને વાત કરવા લાગે છે. રચિત અવાર નવાર રાજકોટ જતો હતો હોય છે તે ઘણી વાર રચનાને કહે છે મળવા આવવા માટેનું પણ રચના એક પ્રાઇવેટ સ્કૂલમાં સાથે જોબ કરે છે એટલે તે મળવા આવી શકતી નથી.

રચિતના માસા અને માસી પણ તે શહેરમાં રહે છે તો તેના મામા અને મામી પણ તેજ શહેરમાં રહે છે. બને છે એવું કે રચિતના માસાનો છોકરો અને છોકરી પણ તે જ કૉલેજમાં સાથે ભણે છે તે 21 જણામાં આવી જાય છે અમે પીટીસી તો ઘરે બેસીને કરીયે તેવું જ છે. એટલે મારા માસીના છોકરાએ કીધું એટલે અમે બધાએ સાથે એકજ કૉલેજમાં એડમીશન લીધું. બને છે એવું મારા મમ્મી મારો ભાઈ મારા મામાનું ફેમિલી અને મારા માસાનું આખું ફેમિલી ફરવા જવાનું છે. તો મારા મમ્મીને મારે મુકવા માટે જવાનું છે. તે લોકોને 27/10/ 2019 સવારે 10 વાગ્યે ટ્રેન હોય છે રાજકોટથી તો હું 26એ રાજકોટ પહોંચી જાવ છું. આમ પણ મારા મામાનું ઘર છે એટલે મોટાભાગનું શહેર મેં જોયું છે. હું ગોંડલથી રાજકોટ જવા માટે નીકળું છું ત્યારે રચનાને મેસેજ કરું છું કે 'તારા શહેર આવું છું જો તું ફ્રી હોય તો કેજે મને આજે આપણે મળી શકીયે તો. 'રચના કહે છે 'જો હું ફ્રી હોઇશ તો તને મેસેજ અથવા કોલ કરીશ અને વાત પૂરી કરીયે છીએ.' હું મારા મામાને ત્યાં પહોંચી જાવ છું મારા મામાને ત્યાં બેઠા હોઈએ છીએ સાંજ થવા આવી છે વાતાવરણમાં ઠંડી પ્રસરી ગઈ છે. સાંજના 7 વાગ્યા છે ત્યાં રાચીતનો ફોન રણકી ઉઠે છે. રચિત તેના ફોનમાં જોવે છે તો રચનાનો કોલ હોય છે અને મને પૂછે છે તું ક્યાં છે તો હું તેને મારા મામાને ઘરે છું તેવું કહું છું તે કહે છે તું ફ્રી હોય તો કે મને હું ઘરની બહાર નીકળું છું તો આપણે બિગ બઝાર પાસે મળીયે. મેં તેને કહ્યું ઓકે. અને હું મારા મામાને ત્યાં મારુ બાઇક લઈને નથી ગયો તો મામાને કહું છું મામા મારે મારા એક મિત્રને મળવા જવું છે તો તમારી બાઇક લઈને જાવ છું અને તે હા પડે છે.

હું તેની બાઇક લઈને બિગ બજાર પાસે આવીને ઉભો રાહુ છું. ત્યાં પહોંચીને હું રચનાને કોલ કરું છું તો તે મને કહે છે કે તું ત્યાં ઉભો રહે હું 5 મિનિટમાં જ પહોંચી. હું ત્યાં રાહ જોતો હતો ત્યાં રચના સામેથી આવતી દેખાયી હું તેને જોતો જ રહી ગયો મેં તેને ફક્ત ફોટોમાંજ જોઈ હતી કૉલેજ પણ મેં તેને સરખી રીતે પહેલીવાર જોઈ ના હતી. તે અત્યારે તો રચનાને જોતો જ રહી ગયો. તે બ્લુ કલરનું ચુડીદારમાં મસ્ત લાગતી હતી તે તો થોડીવાર તેને જોતો જ રહી ગયો આ તેની પહેલી મુલાકાત હતી. રચના પાસે આવીને કહે છે રચિત કંઈક થડું પીએ આપણે. એમ કહીને હું બાઇક પરથી નીચે ઉતરી અમે બંને સાથે ચાલવા લાગીએ છીએ. ત્યાં સામે એક આઇસ્ક્રિમ પાર્લરમાં અમે સામ સામે બેસીએ છીએ અને અમે ચોકોલેટ શૈકનો ઓર્ડર આપીએ છીએ અને અમે વાત કરવા લાગ્યા. થોડીવાર વાત કરી ત્યાં ઓર્ડર આવી ગયો અને અમે વાત કરતા કરતા સેકની મજા પણ લેતા હતા. વાત પૂરી કરી મેં તેને કાલે દિવાળી છે તો ફરીવાર તેને મળવાનું કીધું જો તું ફ્રી હોય તો એમ કીધું. તેણે પણ મને કહ્યું હું કાલે તને કોલ કરીને કહીશ તું મારી રાહ ના જોતો તારે ગોંડલ નીકળી જવું હોય તો નીકળી જજે હું તેને ના પાડું છું હું તને મળીને જઈશ. તો તે કહે છે તું ખોટી જીદ ના કર કાલે મહેમાન પણ અવાવાના છે એટલે હું નીકળી ના શકું જો હું નિકલીશ તો તને કોલ કરીશ અને અમે ત્યાંથી છુટા પડીએ છીએ હું તેને જતી જોઈ રહું છું.

હજી અમેં બને મળ્યા તો પણ હું તેને જતી હોય છે તો ફરીવાર તેને કોલ કરું છું ને તેની સાથે વાત કરું છું અને તેને કહું છું આ મુલાકાત મને હંમેશા યાદ રહેશે. હું તેને કોલ માં આઈ મિસ યુ પણ કહી દવ છું. કેમ કે અમે કોલમાં તો વાત કરતા જ હતા કલાકો કલાકો સુધી ત્યારે હિમ્મત ના થઇ તેને કહેવાની પણ આજે મળ્યા પછી તેને કહેવાની હિમ્મત આવી ગઈ.અને મેં તેને કહી દીધું. બીજા દિવસ સવારે બધા જવાના હોય છે તો તેમને મુકવા માટે રેલવે સ્ટેશન જાવ છું ત્યાં રચના મને ગુડ મોર્નિંગના મેસેજનો રીપ્લાય આપે છે. તે મને તે સવારે હળદરવાળું દૂધની ઓફર કરે છે તે પીવે છે તો મને તેનો ફોટો પાડીને મોકલે છે તો હું કહું છું ના તું પી લે અને તેને કહું છું તું આજે મળવા આવિશ ને હું તારી રાહ જોવ છું તે મેસેજ વાંચી લે છે પણ જવાબ આપતી નથી. હું તેને કોલ કરું છું તો પણ જવાબ ના મળ્યો મને હું બધાને ટ્રેનમાં બેસાડી હું રાજકોટમાં ફરું છું કાલે જ્યાં અમે મળ્યા હતા ત્યાં આજે ફરી પાછો જાવ છું અને ત્યાં બેસું છું ત્યાંથી ફરી તેને કોલ કરું છું પણ કોઈ જવાબ મળતો નથી. આમ ને આમ હું રાજકોટમાં 1 વાગ્યા સુધી ફરું છું અને તેના કોલની રાહ જોવ છું પણ તેનો કોલ કે મેસેજ આવતો નથી. હું થાકી જાવ છું રાહ જોઈ જોઈ ને ત્યાં પાપાનો કોલ આવે છે ઘરેથી હું અને પાપા ઘરે રહ્યા હતા તો. પપ્પાને કહું છું હું રાજકોટથી ઘરે આવવા નીકળું છું અને હવે રચના કોલ નથી એટલે હું ઘર બાજુ નીકળી જવું છું તે દિવસ તેનો ના કોઈ મેસેજ આવ્યો ન કોલ બીજા દિવસે સવારે નવું વર્ષ હતું તો પણ સવારે ના તેનો મેસેજ હતો ના કોલ.

નવા વર્ષના દિવસે રચના મને સાંજે 7 વાગ્યે કોલ કરીને ન્કયુ યીઅર વિશરે છે અને હું પણ તેને વિશ કરું છું અને તે પછી અમારી 2 મહિના સુધી વાત થતી નથી. ગુડ મોર્નિંગથી આગળ વાત વધતી નથી. હવે કૉલેજ શરૂ થવાની છે પાંચ દિવસ માટે પરીક્ષા છે તો અમે બધા ભેગા થવાના છીએ. આ પાંચ દિવસ કિરણ મારી નજીક આવતી હોય તેવું રચનાએ નોટિસ કર્યું પણ મારું ધ્યાન તો રચનામાં જ હતું. મને રચના કહે કિરણ તને લાઈક કાફે છે તો હું તેને ના પાડું છું રચનાને કહું છુઉ હું પણ કિરણને લાઈક નથી કરતો. તે મને ફોર્સ કરે છે કિરણને હા પાડવા માટે પણ હું ના પાડું છું. કૉલેજનો ચોથો દિવસ છે બધા હોવી ગ્રુપમાં એકબીજાને ઓળખવા લાગ્યા છે અને એકબીજાને બોલાવે પણ છે કોઈ પણ જાતનું ખચકાયા વગર. મારે કૉલેજ ના ચોથા દિવસે લેકચર લેવા જવાનો હોય છે અમે બધા વારા ફરતી લેકચર લેવા જઈએ છીએ હું લેચકર લઈને આવીને રચનાની બાજુમાં બેસું છું તો મારી પાસે જગ્યા નથી. હોતી કિરણ પણ લેચકર લેવા ગઈ હતી તો તે મારી પાસે બેસવાની જગ્યા ગોતે છે પણ મળતી નથી. મારી બાજુમાં રચના બેઠી હોય છે તે તેને ગમતું નથી રચના થોડીવાર અમે ત્યાં બેઠા બેઠા બધા ગ્રુપમાં વાત કરતા હોઈએ છીએ.

રચના પાણી પીવા માટે ઉભી થાય છે અને તે પાણી પીવા જાય છે તો તરત કિરણ ઉભી થઇ મારી પાસે આવીને રચનાની સીટ પર બેસી જાય છે. રચના મને ઈશારામાં કહે છે જો હું તને કેતિ હતી ને તો પણ હું તે વાતમાં ધ્યાન આપતો નથી. હું તો ફક્ત રચનામાં જ મારી નજર હોય છે તે આજે પિંક કલરની સાડી પહેરીને આવી છે તો. તે દિવસ અમે કૉલેજમાં કેમેરો લઈને આવ્યા છીએ તો અમે ત્યાં કૉલેજમાં ફોટા પડીએ છીએ ગ્રુપમાં. આ ગ્રુપમાં અમે આઠ લોકો થઇ ગયા છીએ તે પણ 5માં દિવસે જવાનું છે 21 લોકોના ગ્રૂપમાંથી આઠ લોકો જ સાથે ફરવા જવાના છીએ. બધાને કીધું ફરવા આવવું હોય તો પણ કોઈ હા પડતું નથી અમે આઠ લોકોમાં હું રચના, અંકિત, ધ્રુવી, કિરણ, દેવ, ભૂમિ, અર્પિત, આ આઠ લોકોનું અમે ગ્રુપ બનાવી ફરવા જવાનો પ્લાન કરીયે છીએ. બધાને કહીએ છીએ પણ કોઈ માનતું નથી.

હું કૉલેજના ચોથા દિવસે કૉલેજથી છુટા પડીએ છીએ હું ગોંડલ જાવા નીકળું છું. હું ગોંડલ પહોંચીને મારી બેગ પેક કરું છું ઘરે પોચીને જમીને ફ્રી થઈને મારે પાછું નીકળવાનું હતું. તો હું ઘરે કહી દીધું છે કે હું માસીને ત્યાં જવાનો છું કાલે કૉલેજ વહેલું જવાનું છે તો અને મારે આવતા મોડું થશે અમે બધા ફરવા જવાના તો. ઘરેથી પણ પરમિશન આપી દે છે. હું રાજકોટ જવા માટે ગોંડલથી સાંજે 5 વાગ્યે નીકળું છું. હું ઘરેથી નીકળું છું તો પહેલા કિરણને કોલ કરું છું મારે થોડું કાલે સબમિટ કારાવાનું બાકી છે તો કિરણ કહે મારે પણ બાકી છે લખવાનું લખાય જાય એટલે તને મોકલી આપું. તેનો કોલ કાપીને હું ભૂમિને કોલ કરું છું તો તે તેના મમ્મી સાથે શોપિંગ કરવા ગઈ હોય છે. તે કહે છે હું ઘરે જઈને તને મોકલી આપું ત્યાં મારામાં રચનાનો કોલ આવે છે તે કહે છે મને તું નીકળ્યો કે નહીં તો હું તેને કહું છું હા નીકળી ગયો છું રસ્તા માં છું તે કહે ok ઓકે કાઈ વાંધો નહીં તો હું તેને પૂછું છું તારે લખાય ગયું તો તે મને ના પાડે છે તે કહે છે તને લખીને મોકલી આપું. હવે હું બધા સાથે વાત પૂરી કરીને હું બાઇક ચાલવા લાગુ છું

થોડીવારમાં હું રાજકોટ પહોંચી જાવ છું. રાજકોટ ઘરે પહોંચી મારા માસા માસીને ત્યાં જાવ છું. ત્યાં હું અંકિત અને ધ્રુવીને મળુ છું અને તે પણ લખતા હોય છે. હું પણ ઘરે જઈને તેની સાથે લખવા બેસી જાવ છું. લખતા લખતા રાતના આઠ વાગી જાય છે. ત્યાં રચનાનો મને કોલ આવે છે હું તેની સાથે વાત કરું છું તો રચના ફરી કિરણની વાત લઈને બેસે છે અને કહે છે કે કાલે તું કિરણને હા પાડી દેજે હોવી મારાથી રહેવાતું નથી એટલે હું રચનાને કહું છું, મેં કિરણને કોઈ દિવસ તે નજરથી નથી જોઈ હું તો તને લાઈક કરું છું તું હા પાડી દે મને તો રચના મને ના પડે છે. તેને મેં કહ્યું તું ભલે મને ના પાડે એક દિવસ તને હા પડાવીનેજ રહીશ. તો રચના પણ કહે છે આપને સાથે છીએ હું હા નહીં પાડું અને થોડીવાર વાત કરીને હું જમવા માટે નિચે જાવ છું. જમીને ફરી અમે ત્રણેય લખવા માટે બેસી જઈએ છીએ. લખતા લખતા રાતના 1 વાગી જાય છે પણ બધું પૂરું કરીને અમે લોકો સુઈ જઈએ છીએ.

સવારે વહેલું 8 વાગ્યે કૉલેજ પહોંચવાનું છે આજે તારીખ 5 ફેબ્રુઆરી છે કૉલેજ બધું સબમિટ કરાવીને અમે લોકો ફરવા જવાનો પ્લાન બનાવીએ છીએ. બપોરે અમે ફરવા જવાના છીએ તો રચના ચાલીને જતી હોય છે ઘરે તો હું તેને કોલ કરું છું અને તેને આવવા માટે મનાવું છું. તે કહે અમે ચાલીને જઈએ છીએ તો તડકો હોય છે તો તેને કહું છું તું ત્યાંજ ઉભી રહી જા હજી કૉલેજથી નજીક જ હોય છે તો હું તેને મુકવા માટે જાવ છું અને તેને ફરવા માટે આવવાનું કહું છું. તે મને કહે છે હું ઘરે જઈને તૈયાર થાવ છું તમે નીકળો એટલે મને કોલ કરી દેજો હું તમને કહું ત્યાથી મને લેતા જજો. હું મનમાં ને મનમાં ખુશ થાવ છું કે હાશ રચના માની તો ગઈ. હું તેને મૂકીને ફરી કૉલેજ આવું છું ત્યાં કિરણ, ભૂમિ, અર્પિત, અંકિત, દેવ, ધ્રુવી મારી આવવાની રાહ જોતા હોય છે. મારી બાઇકમાં ભૂમિ બેસે છે અંકિતની બાઇકમાં ધ્રુવી અને કિરણ બેસે છે અર્પિતની બાઇકમાં દેવ બેસે છે અમે કૉલેજથી નીકળી જઈએ છીએ.

કૉલેજથી નીકળી હું રચનાને કોલ કરું છું તો તે કહે છે હું મારા ઘરે થઈ નીકળું છું તે જગ્યાનું સરનામું આપે છે ત્યાં આવવાનું કહે છે. ત્યાં અંકિતની બાઇકમાં પેટ્રોલ પૂરું થાય છે રચના ત્યાં અમારી રાહ જોતી હોય છે. રચના પહોચી જાય છે એટલે ફરીવાર મને કોલ કરે છે તો હું તેને બધું કહું છું તે કહે છે તમારું એવું જ હોય તે ત્યાં રાહ જોવે છે આ બાજુ બાઇકમાં પેટ્રોલ ભરાવી રચનાએ જે જગ્યાએ કીધું હોય છે ત્યાં પહોંચી જાવ છું. અને તેને મારી બાઇકમાં બેસાડુ છું અને અમે ત્યાંથી નીકળી જઈએ છીએ. અમે સાંજ સુધી ફરતા રહીએ છીએ એકબીજા સાથે ફોટા પણ પડાવીએ છીએ હું અને રચના તો અમારા બંનેનું પ્રિ વેડિંગ હોય તેવા ફોટો પડાવીએ છીએ. અને હું કિરણ સાથે બોવ ઓછા ફોટો પડાવું છું. હવે સાંજના પાંચ વાગ્યા છે તો અમે નાસ્તો કરીને નીકળવાના છીએ તો અમે નાસ્તો લાઇ ગયા હતા તો નાસ્તો કર્યો અને અમે બધા નીકળ્યા તો હવે મારી બાઇકમાં વચ્ચે રચના બેસે છે અને ભૂમિ પાછળ બેસે છે. ભૂમિને ખબર પડી જાય છે એટલે તે રચનાને મારી નજીક બેસાડે છે. અમે ત્યાંથી હવે નીકળી જઈએ છીએ બધાને બહુ જ મજા આવી અને એક ગ્રુપ બનાવ્યું વોટ્સએપમાં અને તેમાં અમે આઠ લોકોજ હતા જે ફરવા આવ્યા હતા તે હજી તે ગ્રુપ છે. અને હજી રચનાએ મને હા નો જવાબ નથી આપ્યો અત્યારે અમે કોલમાં અને મેસેજમાં વાત તો કરીયે છીએ પણ હું તેની હા ના ઈંત્ઝજાર માં બેઠો છું હજી કે એક દિવસ તે જરૂર હા પડશે.


Rate this content
Log in

Similar gujarati story from Romance