Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Harshad Dave

Inspirational Others


3  

Harshad Dave

Inspirational Others


પ્યાદું બનો, રાજા નહીં

પ્યાદું બનો, રાજા નહીં

3 mins 623 3 mins 623

આરવ ગયા વર્ષે બહુ સારા માર્ક્સ નહોતો લાવી શક્યો તેનો રંજ તેના મનમાં હતો. તે સ્કૂલના અભ્યાસમાં બરાબર ધ્યાન આપી શકતો ન હતો. તે હતાશ થઇ ગયો હતો.

ત્યારે માનવ સરે આરવ સામે જોઇને કહ્યું હતું, 'જયારે કોઈ દિશા ન સૂઝતી હોય ત્યારે સારા વિચારો કરવા જોઈએ. સફળતા દૂર નથી હોતી. ખરેખર તો તે એક જ પગલું આગળ હોય છે અને બરાબર ત્યારે જ આપણે આગળ વધતાં અટકી જઈએ છીએ.'

આરવ સરના આ વાક્ય પર ફરી ફરીને વિચાર કરતો રહ્યો. તેના મનમાં ચેસની ચાલ કેમ ચાલવી એ જ વિચારો દોડતા હતા. તેને ફરી તેમનાં વાક્યો યાદ આવ્યા, 'સામેવાળાના રાજાને મ્હાત કરવાના હેતુથી જ ચેસ રમવામાં આવે છે. રાજા મ્હાત ન થાય કે થાય, બસ એટલું જ ! ચેસની રમતમાં પ્યાદું સામેવાળાના રાજાને મ્હાત કરવામાં બહુ મદદરૂપ બને છે પણ એટલા માટે જ તે રાજા કરતાં વધારે મહત્વનું છે એવું નથી. પ્યાદું હિંમત કરીને આગળ વધીને વજીર (ક્વીન) બનવાની સંભાવના ધરાવે છે માટે તે અનન્ય છે. ચેસની રમતમાં વજીર સહુથી વધારે શક્તિશાળી મહોરું હોય છે. છતાં ચેસબોર્ડ પર ચાલુ રમતની પોઝીશન વધારે નિર્ણાયક હોય છે. આ બૌદ્ધિક રમતમાં ત્રણ જ શક્યતાઓ હોય છે: જીત, હાર અને ડ્રો. હારવું ન હોય તો કાં તો જીતવું રહ્યું અને જીતી ન જ શકાય તેમ હોય ત્યારે જો રમત ડ્રો કરી શકાય તો પણ તે હારવા કરતાં સ્વીકારવા જેવી સ્થિતિ છે.' 

આરવને મનમાં વિચાર આવ્યો કે 'હું પ્યાદા જેવો બનું તો !' તે પોતાના આ વિચાર પર ખુશ થઇ ગયો. અને તે 'વજીર' બની ગયો છે તેવી કલ્પનામાં ખોવાઈ ગયો. તેના મનમાં માનવ સરના શબ્દો પડઘાવા લાગ્યા: 'તમે જે બનવા ધારો તે બની શકો છો. તમારે જીવનમાં હંમેશાં આગળ વધવું જોઈએ. અને તેથી જ તમારા ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત થઇ શકે! '

આરવે મનમાં દૃઢ સંકલ્પ કર્યો. તે અભ્યાસમાં બહુ જ ધ્યાન આપવા લાગ્યો. તેને નવાઈ લાગી કે હવે તે ચેસની રમતમાં પણ વધારે ધ્યાન આપી શકતો હતો. પહેલાં તે ચેસની રમતમાં ખાસ જીતતો નહીં. ક્યારેક રમત ડ્રો થતી ત્યારે તેને આનંદ થતો હતો. પણ હવે તેની રમતમાં જીતનું પ્રમાણ વધવા લાગ્યું. તેનું મન ઝડપથી વિચારી શકતું હતું. સામેના ખેલાડીની ચાલનો હેતુ પણ જલદીથી સમજાઈ જતો હતો. તે માનવ સરના એ વાક્યનો બરાબર અમલ કરતો હતો: 'આપણે આપણાં મનની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરતા નથી, મનની ક્ષમતાનો શક્ય હોય તેટલો વધારે ઉપયોગ કરો. અભ્યાસમાં અને રમતગમતમાં પણ તેનો ઉપયોગ કરો. તમે થાકી જાઓ ત્યારે આરામ કરો પણ ન થાક્યા હો ત્યારે, પહેલાં તમારા અભ્યાસને વધારે મહત્વ આપો અને ત્યારબાદ તમને ગમતી રમત રમો.'

જો કે આરવને ચેસ રમવાનું વધારે ગમતું હતું, પણ તે મનને મક્કમ કરી પહેલાં અભ્યાસ કરી લેતો અને પછી જ રમવામાં ધ્યાન આપતો હતો ! અને ફરી વાર્ષિક પરીક્ષાઓ આવી ગઈ. આ વખતે તે પૂરેપૂરો તૈયાર હતો. આ પરીક્ષામાં તેને પેપર્સ બીજા વિદ્યાર્થીઓ કરતાં સહેલાં લાગ્યા. પરીક્ષાઓ પૂરી થઇ. અને તેના પપ્પાએ તેને નવું ચેસબોર્ડ, નવાં ચેસમેન અને ટૂર્નામેન્ટમાં જોવા મળે તેવું ચેસ-કલોક ભેટ આપ્યું અને કહ્યું, 'કાલથી શરુ થઇ રહેલી ચેસ ટૂર્નામેન્ટ માટે તને 'ઓલ ધ બેસ્ટ...પરફોર્મન્સ'. પપ્પા વ્યક્તિગત પરફોર્મન્સનો આગ્રહ રાખતા.

મનગમતી ગીફ્ટ મળવાથી આરવ બહુ જ ખુશ થયો. આ પહેલાં તે આટલો ખુશ ક્યારેય નહોતો થયો. પણ તેને ક્યાં ખબર હતી કે એથી વધારે ખુશ થવાનું તો હજી બાકી છે. ચેસ ટૂર્નામેન્ટમાં તેનો ત્રીજો નંબર આવ્યો. (તેણે વિચાર્યું કે મારામાં આગળ વધવાની ઘણી સંભાવના છે!)

અને...

અભ્યાસનું રીઝલ્ટ આવ્યું ત્યારે તે માની ન શક્યો કે 'તે દ્વિતીય નંબરે પાસ થયો' છે ! (તેણે વિચાર્યું, હું પહેલો નંબર લાવવાની ક્ષમતા ધરાવું છું !) તેની સામે તેનું ઉજ્જવળ ભવિષ્ય હતું. તેનામાં સપનાં જોવાની અને તેને સિદ્ધ કરવાની ક્ષમતા વિકસી હતી.


Rate this content
Log in

More gujarati story from Harshad Dave

Similar gujarati story from Inspirational