હેપ્પી ચીં ચીં ડે...!
હેપ્પી ચીં ચીં ડે...!
હેપ્પી ચીં ચીં ડે...!
ચીં...ચીં...
ધીમો અવાજ સંભળાયો. ફરીવાર સંભળાયો.
મેં આમતેમ જોયું.
ઓરડામાં આછો અંધકાર હતો.
મેં ઊભા થઇ બારી ખોલી.
ભીતર ધોધમાર પ્રકાશ ધસી આવ્યો.
આંખો તેનાથી ટેવાઈ.
મેં ફરી ઓરડામાં આમતેમ જોયું.
ખૂણામાં ધ્રૂજતું, ડરતું ચકલીનું બચ્ચું દેખાયું.
હવે તેનું ચીં...ચીં...બંધ થઇ ગયું હતું.
હળવે રહી મેં કાળજીથી તેને મારી નરમ હથેળીમાં બેસાડ્યું.
તે અચરજ ભરેલી આંખે મારા વિસ્મયને જોઈ રહ્યું!
હવે...
તેને ભૂખ લાગી હશે કે તરસ?
હું શું કરું?
એવામાં બારી પર એક ચકલી આવી અને સવારે
સતત ચીં...ચીં... કરવા લાગી.
હું બારી પાસે આવી અને ઉડી જતાં તેણે ચીં...ચીં...ચાલુ રાખ્યું...
અચાનક મેં હથેળીમાં રહેલાં બચ્ચાને સાચવીને બારીની પાળી પર બેસાડ્યું...
બારી પાસેથી દૂર રહી મેં હોઠ ફફડાવ્યા...
અસ્ફૂટ સ્વરે...'હેપ્પી મધર્સ ડે...'
અને
ચકલી બારી પર આવીને તે બચ્ચા પાસે બેઠી...
તેનો ચીં...ચીં...અવાજ નહોતો સંભાળતો...
કદાચ તે બચ્ચાની ચાંચમાં દાણો મૂકી રહી હતી...!