STORYMIRROR

Kausha Kotecha

Inspirational Children

4  

Kausha Kotecha

Inspirational Children

પૂર્ણિમા ભાગ 3

પૂર્ણિમા ભાગ 3

4 mins
908


(આગળના ભાગમાં આપણે જોયું કે, પૂર્ણિમાના જન્મથી મેહતા પરિવારમાં ખુશીનો માહોલ હોય છે. તેમની નવી સ્પેશ્યલ ગરીબો માટેની હોસ્પિટલના ઉદ્ઘાટન માટે મંદિરમાં હવન રાખેલો હોય છે. સવારે પરિવારના બધા સભ્યો તૈયાર થઈને મંદિર જવા નીકળે છે. પરંતુ એક નોકરની ભૂલને લીધે નાનકડા પૂર્ણિમા અને પાર્થ ઘરના જ એક રૂમમાં લોક થઇ જાય છે. હવે આગળ .)

મેહતા પરિવાર મંદિર જવા માટે રસ્તામાં જ હોય છે, ત્યાં સ્નેહાબેનને યાદ આવે છે અને તેમણે સાહિલભાઈને પૂછ્યું,'પાર્થ અને પૂર્ણિમા ક્યાં છે ?'

સાહિલભાઈ : તેઓ ભાઈ, ભાભી અને લવ-કુશ સાથે બીજી ગાડીમાં હશે. તમે ચિંતા ના કરો.'

પણ સ્નેહાબેનને મનમાં ને મનમાં તેમની ચિંતા થવા લાગે છે. મંદિરે પહોંચીને પેલા દોડીને આરતીબેન પાસે ગયા.

સ્નેહાબેન :'ભાભી, પૂર્ણિમા તમારી પાસે છે ?'

આરતીબેન :'ના, અમારી ગાડીમાં તો ફક્ત અમે ચાર જ આવ્યા છીએ.'

આ સાંભળતા જ સ્નેહાબેનને વધુ ચિંતા થવા લાગી. તેમણે પૂછ્યું,'પાર્થ તો લવ અને કુશ સાથે જ રમે છે ને ?'

લવ-કુશ :'કાકી, પાર્થ તો અમારી સાથે નથી. અમે તેની પાસે ગયા હતા, પણ તેને કહ્યું,'હું મારી બહેનનું ધ્યાન રાખું છું. તમે લોકો જાઓ હું પછી મમ્મી-પપ્પા સાથે આવીશ.'

બધાને બંનેની ખુબ ચિંતા થવા લાગે છે. દયાનંદભાઈ સૌને ખીજાય છે,'આવડી મોટી ભૂલ તમે કંઈ રીતે કરી શકો છો ?' પછી તેઓ પંડિતજીને પૂજાના મુહૂર્તનું પૂછે છે. પંડિતજી તેમને થોડું મોડું થાય તો પણ પછી વાંધો નહીં આવે એમ કહે છે.

સાહિલભાઈ અને સ્નેહાબેન તરત જ ગાડી લઇને ઘરે જવા નીકળી જાય છે. ઘરે પહોંચીને તેઓ રૂમમાં જઈને જુએ છે, તો પાર્થ રમતા રમતા જ થાકીને સુઈ ગયો હોય છે. સ્નેહાબેન દોડીને પૂર્ણિમાને તેડી લે છે. પૂર્ણિમા તેમની સામે જોઈને કંઈ જ ના થયું એમ હસતી હોય છે.

બંને બાળકોને સુરક્ષિત જોઈને સાહિલભાઈ અને સ્નેહાબેનનો જીવમાં જીવ આવે છે. સાહિલભાઈ ફોન કરી આનંદભાઈને ખબર આપે છે. અને તેઓ ફરી મંદિર જવા માટે નીકળી જાય છે. સાંજે કોઈ પણ વિઘ્ન વિના હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન થઇ જાય છે.

આમ આજનો દિવસ મેહતા પરિવાર માટે ખુશીની સાથે સાથે થોડો ટેંશનવાળો પસાર થાય છે.

***

પૂર્ણિમા હવે મોટી થઇ જાય છે અને શાળામાં જવા લાગે છે. ત્યાં પણ તે બધાની ફેવેરેટ બની જાય છે. તે અભ્યાસમાં કાયમ પ્રથમ આવતી અને જુદી જુદી સ્પર્ધાઓમાં પણ ભાગ લેતી. તેને ચેસ રમવાનો ખુબ શોખ હતો. સાથે સાથે તેનો વક્તૃત્વ સ્પર્ધામાં પણ હંમેશા નંબર આવતો.

પૂર્ણિમાની શાળામાં ખેલમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય છે. 3 દિવ

સના આ મહોત્સવમાં ઘણી બધી સ્પર્ધાઓ રાખવામાં આવી છે : ચેસ, ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન ( પ્રથમ દિવસ ), માટીકળા ( માટીમાંથી વસ્તુઓ કે મૂર્તિ બનાવવી ), ચિત્રસ્પર્ધા, રંગોળી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા ( દ્વિતીય દિવસ ) અને છેલ્લા દિવસે પ્રથમ દિવસની સ્પર્ધાઓનો ફાઇનલ મેચ. એક દિવસે એક જ સ્પર્ધામાં ભાગ લઇ શકો તેવો નિયમ.

પ્રથમ દિવસે પૂર્ણિમા એ ચેસમાં ભાગ લીધો હતો. ચેસની સ્પર્ધા સૌથી છેલ્લે હતી. ત્યાં સુધી અધ્યાપકે વિધાર્થીઓને બીજી સ્પર્ધા જોવાની પરવાનગી આપી. પૂર્ણિમા તેના ભાઈ પાર્થનો બેડમિન્ટનનો મેચ જોવા જાય છે. પાર્થ તે મેચમાં ખુબ સરસ રમે છે અને ફાઇનલમાં સિલેક્ટ થાય છે.

પૂર્ણિમાની ચેસ સ્પર્ધા ૩૫ મિનિટ સુધી ચાલે છે અને અંતે પૂર્ણિમા જીતી જાય છે. તેનો ફાઇનલમાં પ્રવેશ થાય છે. બંને ભાઈ-બહેન આજે ખુબ જ ખુશ હોય છે. પાર્થ બેડમિન્ટનના ફાઇનલ મેચની પ્રેક્ટિસ માટે મેદાન એ જાય છે અને પૂર્ણિમા શાળાએથી ઘરે જવા નીકળે છે.

સ્નેહાબેન બંને બાળકોના આવવાની આતુરતાથી રાહ જોતા હોય છે. પૂર્ણિમા ઉદાસ ચહેરા સાથે ઘરે આવે છે અને તેના ચહેરાની જમણી બાજુ તેણે રૂમાલથી છુપાવેલી હોય છે.

સ્નેહાબેન :'બેટા, ભાઈ ક્યાં છે ? અને તું આમ ઉદાસ કેમ છે ? ચહેરા પર રૂમાલ કેમ રાખ્યો છે ?'

પૂર્ણિમા : 'ભાઈ તેના બેડમિન્ટનના ફાઇનલ મેચની પ્રેક્ટિસ માટે મેદાન એ ગયા છે. હું પણ ચેસની ફાઇનલ માટે સિલેક્ટ થઈ છું.'

સ્નેહાબેન :'તો બેટા તું આમ ઉદાસ કેમ છે ?'

પૂર્ણિમા રડવા લાગે છે અને કંઈ પણ બોલ્યા વિના જ તેના રૂમમાં જતી રહે છે. સ્નેહાબેનને આશ્ચર્ય થાય છે કે,'બંને ભાઈ બહેન ફાઇનલમાં સિલેક્ટ થયા હોવા છતાં પૂર્ણિમા આજે દુઃખી કેમ છે !'

સાંજે પાર્થ પ્રેક્ટિસ કરી ઘરે આવે છે. સ્નેહાબેન પાર્થને પેલા જમાડે છે, પછી પાર્થને પૂર્ણિમા ઉદાસ કેમ છે તેનું કારણ પૂછે છે.

પાર્થ :'અમે શાળાએથી નીકળ્યા ત્યારે એ ખુબ જ ખુશ હતી. પૂર્ણિમા બસ મજાક જ કરતી હશે આપણી સાથે. કે પછી, નક્કી રસ્તામાં જ કંઈક થયું હશે.'

સ્નેહાબેનને પૂર્ણિમાની ખુબ ચિંતા થવા લાગે છે, 'તેની તબિયત તો બરાબર હશે ને ?'તેમણે સાહિલભાઈને ફોન કરીને બધું જણાવ્યું.

સાહિલભાઈ :'હું ઘરે આવી પૂર્ણિમા સાથે વાત કરું.'

તમને પણ આશ્ચર્ય થયું હશે ને, ફાઇનલમાં સિલેક્ટ થવા છતાં પૂર્ણિમા ઉદાસ કેમ હોય છે ? તેની તબિયત તો બરાબર હશે ને ? કે પછી તે બસ મજાક જ કરતી હશે ? આ વાત પાછળ શું રહસ્ય છે ?

તે જાણશું આપણે આગળના ભાગમાં.

વધુ આવતા અંકે...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational