પૂજા એક રમતપ્રેમી
પૂજા એક રમતપ્રેમી
પૂજાને નાનપણથી જ કબડ્ડીની રમત ગમતી હતી. તેને શાળામાં જેટલીવાર પણ રમતસ્પર્ધા થાય ત્યારે તે ભાગ લેતી હતી. તેની બહેનપણીઓને સાથે તેને ક્રિકેટ અને ખો ખો પણ શિખવાડ્યું. તેને આ બધી રમતો રમવી ગમતી હતી પણ સૌથી વધારે તે ખો ખો અને કબડ્ડી રમવી જ ગમતી હતી.
તે રમતો રમતાં રમતાં ભણવામાં પણ ધ્યાન આપતી હતી પણ તેનાં મમ્મી પપ્પા ને તે પસંદ નહોતું. તે લોકો હમેશાં તેણે ભણવા માટે અને ખાલી ભણવા પર જ ધ્યાન રાખવા માટે કહેતાં હતાં. તેને હંમેશા પોતાના મનનું ધાર્યું જ કરવાની આદત હતી. એટલે તે ભણવાની સાથે સાથે તેની રમતો રમવામાં પણ ભાગ લેતી હતી.
એક દિવસ તે પોતાની અને આસપાસની શાળાઓમાં ખોખો ની સ્પર્ધા હતી. તેણે સામેની ટીમ ને હરાવવા માટે ખુબ જ મહેનત કરી હતી. તે અને તેની ટીમ જીતી ગયાં. પણ તે દિવસે તેને ખબર પડી કે તેની માસીની તબિયત બગડી ગઈ હતી. તે તેની માસીની સેવા કરવા માટે ગઈ. એટલા દિવસ તેને શાળાએ રજા પડી હતી. તેનાં મમ્મી પપ્પા ને ચિંતા હતી કે તે પરીક્ષામાં પાસ થશે કે નહીં? તેણે ભણવામાં પણ એટલું જ ધ્યાન રાખ્યું અને તેણે પોતાનું પરિણામ ન બગાડવા દીધું. બધાં જ તેનાથી ખૂબ જ ખુશ હતાં.
એની પછી તે ધીમે ધીમે સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ ચેમ્પિયન પણ બની. ખાલી ટીન એજ માં જ તે એક સફળ ખો ખો અને કબડ્ડી ચેમ્પિયન બની ગઈ હતી. સાથે સાથે તેણે કોચિંગ ક્લાસ પણ ચાલુ કર્યા હતા. જ્યાં તેણે કબડ્ડી અને ખો ખોમાં ટિપ્સ શિખવાડ્યું. પણ તેને વાંધો ત્યારે આવ્યો જ્યારે નાનાં નાનાં બાળકોને સ્માર્ટ ફોન ની લત લાગી ગઈ હતી. તેણે આ લત છોડાવવા માટે તેની સહેલીઓને બોલવી અને આ વિશે તેણે પોતાનો ઉપાય બતાવ્યો.
એક દિવસ ભર બપોરે તે અને તેની સહેલીઓએ સોસાયટી માં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. પછી તે બીજા દિવસે કબડ્ડી રમ્યાં અને ત્રીજા દિવસે ખો ખો રમ્યાં. સોસયટીના છોકરાંઓને રસ પડ્યો એટલે તેઓ શીખવા માટે આવ્યાં. ત્યારે પૂજા અને તેની સહેલીઓ એ આખા દિવસમાં બે કલાક માટે છોકરાંઓને કબડ્ડી, ક્રિકેટ, ખોખો, આંધળો પાટો અને બીજી કેટલીય રમતો શીખવાડી. અને આ રીતે તેમણે છોકરાઓનું મોબાઈલનું વ્યસન દૂર કર્યું. અને પૂજા તેની સોસાયટીમાં કોચ બની ગઈ હતી. તે સવારે તેનાં કોચિંગ ક્લાસમાં તેનાં વિદ્યાર્થીઓને કબડ્ડી અને ખોખો ની ટ્રિક્સ શીખવાડતી હતી અને સાંજે તેની સોસાયટીના બાળકોને. બાળકોની સાથે સાથે હવે તો મોટાં કોલેજ માં જવાવાળા વિધાર્થીઓ પણ જોડાયાં. અને હવે જે ટુર્નામેન્ટ યોજાઈ હતી, તેમાં પૂજા તેની ટીમમાં તેની જ સોસાયટીના છોકરાઓ ને લઈ ગઈ હતી.
આજે પૂજા ને લીધે કેટલાક બાળકો મોબાઈલ ની આદતમાંથી બહાર આવીને રમત ગમત નાં મેદાનમાં રમતાં થઈ ગયાં હતાં. તેથી નેશનલ લેવલ ચેમ્પિયન રહી ચૂકી પૂજાને એવોર્ડ મળ્યો હતો.
