પતંગ (માઈક્રોફિક્શન)
પતંગ (માઈક્રોફિક્શન)


"નિલુડીનો પતંગ તો જો!! જબ્બર ઉડે છે હોં બાકી" ફિરકી પકડીને ઉભેલા નિલુના બાપુને રમણકાકા એ કહ્યું.
પોતાના કપાયેલ પતંગનો માંજો હાથમાં લઈને ઉભેલી મંજરી પોતાના બાપુના શબ્દો સાંભળી તરત જ આકાશ તરફ જોતી બોલી ઉઠી, "હા બાપુ, ખરેખર તમેય થોડી ઢીલ દીધી હોત તો ..." અને રમણકાકા આકાશ તરફ મીટ માંડીને જોઈ રહેલી મંજરીની આંખોને બસ તાકી રહ્યા.