Hiral Navsariwala

Drama Thriller

4  

Hiral Navsariwala

Drama Thriller

પતિ, પત્નિ અને I.G.

પતિ, પત્નિ અને I.G.

8 mins
1.0K


પતિ, પત્નિ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ

અમેરીકાના ઓરેગન રાજ્યનુ મોટું શહેર પોર્ટલેન્ડ. આ શહેરમાં ધબકતુ એક ભારતીય યુવાન યુગલ હ્યદયા અને સૌમ્ય. લગ્ન પહેલા સૌમ્ય પોતાના એન્જીનીયરીંગનું માસ્ટર કરવા માટે અમેરીકા આવ્યો હતો અને એક વાઇન શોપમાં નોકરી કરતો હતો. હ્યદયા એ સમયે ગુગલમાં કાર્યરત હતી અને વીકેન્ડ પાર્ટી માટે પોતાના બોયફ્રેન્ડ સાથે આ વાઇન શોપમાં ખરીદી કરવા આવતી અને એ દરમ્યાન બંન્ને સારા મિત્રો બની ગયા. ધીરે ધીરે મિત્રોમાંથી ખાસ મિત્રો અને ખાસ મિત્રોમાંથી એકદમ ‘ખાસ’ ક્યારે થઇ ગયાં એની ખબર જ ન પડી. બન્નેમાં વિચારોની ઘણી સામ્યતા હતી. ખુલ્લા વિચારો, વ્યવહારમાં પરદર્શીતા અને પરીસ્થિતીને સ્વીકારીને કેમ જીવી લેવું એની સમજ હતી. કદાચ એટલે જ પોતાના દેશથી દૂર અહીં પોતાની જીંદગી સેટલ કરી સારું એવું મિત્ર વર્તુળ બનાવી શક્યાં હતા. હ્યદયા અહીં પોતાની સગી બહેન નતીક્ષા સાથે રહેતી હતી અને સૌમ્ય હોસ્ટેલમાં રહેતો હતો. બંન્ને પગભર અને વેલ સેટલ્ડ હતા તો ફેમીલી પણ લગ્ન માટે જલ્દી માની ગયાં.

“હેપ્પી સેકન્ડ મેરેજ અનીવર્સરી, ડાર્લીંગ” કોફી સાથે માયોનીઝ સેન્ડવીચ અને એક સરપ્રાઈઝ સાથે બેડરૂમમાં દાખલ થતાં સૌમ્યએ વહેલી સવારે હ્યદયાને વીશ કર્યું.

હ્યદયાની આંખો ખુલતાં જ એણે સૌમ્યને પોતાની પાસે ખેંચ્યો. “હેપ્પી એનીવર્સરી, માય બોય” હ્યદયાએ એક લાંબી ફ્રેંન્ચ કીસ આપતાં સૌમ્યને વળગી પડી અને થોડીવાર નરમ બેડ પર બન્ને એકબીજાને પેમ્પરીંગ કરીને હૂંફ મેળવતા રહ્યાં.

“મારું ગિફ્ટ?” – હ્યદયાએ પુછ્યું. “કમ ઍન્ડ હેવ કોફી ફર્સ્ટ. ઇટ્સ સરપ્રાઇઝ”- સૌમ્યએ કોફીનો સીપ લેતા કહ્યું. બ્રેકફાસ્ટ ટેબલ પર એનીવર્સરી કાર્ડ સાથે હ્યદયાને પોતાની ગીફટ અને ગીફ્ટ આપવાની સૌમ્યની અદા બન્ને પસંદ આવી.

“એન્ડ વોટ અબાઉટ માય ગિફટ સ્વીટી?” સૌમ્યએ પુછ્યું. હ્યદયાએ પોતાના મોં ધ્વારા કોફીનો ઘુંટ સૌમ્યના મોંઢામાં ભરતા ફરી એક કીસ કરી અને કહ્યું “લોંગ લાસ્ટીંગ ગિફ્ટ” હ્યદયા ખડખડાટ હસીને ઉઠી ગઇ. સૌમ્ય એની પાછળ ભાગ્યો. અચાનક હ્યદયા વચ્ચે અટકી અને પોતાનું સંતુલન ગુમાવ્યું જ હતું કે સૌમ્યએ એને સંભાળીને સોફા પર બેસાડી.

“હ્યદયા, તું ઠીક છે ને?” સૌમ્યએ પાણી આપતાં કહ્યું. “આઇ એમ ઓકે નાઉ. થોડા ચક્કર આવ્યા હતા બસ.” થોડીવાર પછી સ્વસ્થ થઇ હ્યદયા નાહવા ગઇ અને સૌમ્ય ઓફીસ જવા માટે તૈયારી કરતો હતો ત્યાં હ્યદયા એની પાસે આવી.

“તારા માટે એનીવર્સરી ગિફ્ટ, માય સોમી” બોલતાં હ્યદયાએ સૌમ્યનો હાથ પોતાના પેટ પર મુક્યો. “ઓહ માય ગોડ!” સૌમ્ય આશ્ચર્ય પામી ગયો અને હ્યદયાને ભેટીને ચુંબનોનો વરસાદ કર્યો. હ્યદયાની પહેલી ડીલીવરી હોવાથી નિયમિત રીતે ડોક્ટરની મુલાકતો લેતી. હ્યદયાએ નાતાલના વેકેશનમાં ૧૦ દીવસ નતીક્ષા ત્યાં જવાનું નક્કી કર્યું પણ સૌમ્યથી દૂર જવા ન માંગતી હતી છતાં સૌમ્યએ એમ કરવા માટે હ્યદયાને મનાવી લીધી જેથી એને આરામ મળી રહે.

દર વર્ષે બન્ને પોતાના મિત્રો સાથે નાતાલમાં આખી રાત પાર્ટી કરતાં પણ આ વર્ષે હ્યદયા એ નાતાલમાં બહેનને ત્યાં રહેવાનુ નક્કી કર્યુ અને સૌમ્યની વધારે ઇચ્છા ન હોવા છતાં હ્યદયાએ એને ન્યુ યરની સાંજે મિત્રો સાથે જવા સમજાવ્યો. રાત સુધી બહાર રહ્યાં પછી લગભગ ૨ વાગ્યાની આસપાસ સૌમ્ય ઘરે આવ્યો અને ન્યુ યરના દિવસે બપોરે હ્યદયા અને નતીક્ષાના પરીવાર માટે ગિફ્ટ લઇ પહોંચી ગયો. હ્યદયાનો મૂડ કંઇ ઠીક ન લાગ્યો.

“હેલ્લો હની. વોટ હેપ્પન?” સૌમ્યએ પુછ્યું.

“નથીંગ. કેવું રહ્યુ તારું સેલીબ્રેશન?”- હ્યદયાએ કટાક્ષમાં પુ્છ્યું

“સારું જ હતુ પણ મેડમનું ન્યુ યર ઠીક નથી એવું લાગે છે.”

“તારે એની ચિંતા કરવાની શી જરૂર. તને ન્યુ યર વીશ કરવા માટે આખી રાત કોલ કર્યા અને તારો સેલ થાકીને સ્વિચ ઓફ થઇ ગયો પણ સામેથી એક પણ કોલ ન આવ્યો. મિત્રો સાથે મારા વગર ન જવાનુ માત્ર બહાનું જ હતું, નઇ?” હ્યદયાએ પોતાની ભડાસ કાઢી.

“ઓ યસ ડીયર. રીયલી સોરી. મારો સેલ કારમાં જ રહી ગયો હતો. હેન્ગોવર વધારે થયું હોવાથી જ્હોન મને ઘરે મૂકી ગયો અને બેડ પર પડતા જ આંખ લાગી ગઇ હતી ડાર્લીંગ. ઊઠીને તરત જ અહીં આવ્યો. સી, મારો સેલ હજુ પણ ઓફ છે.”

“મારા ગમમાં હેન્ગઓવર કર્યું કે મારી ગેરહાજરીની ખુશીમાં?” હ્યદયાએ મંદ હસીને ટીખળ કરી.

સૌમ્યએ હ્યદયાનો હાથ લેતાં “બે ગણો ગમ હતો માય ડાર્લીંગ, એક તારા અને બીજો બેબીથી દૂર રહેવાનો” એટલું કહી સૌમ્યએ બેબી બમ્પ કાન પર ધર્યાં “વોટ આર યુ ડુઇંગ માય બેબી? હેપ્પી ન્યુ યર. તુ પણ નારાજ છે ડાર્લીંગ?”

“ જીજુ, હેપ્પી ન્યુ યર. લંચ રેડી છે, લેટ્સ હેવ ઇટ” નતીક્ષાએ વીશ કર્યું. એ આખો દિવસ બધાએ સાથે રહીને ન્યુ યર સેલીબ્રેટ કર્યું.

દિવસો વિતતા ગયાં અને હ્યદયાને સાત માસ થવા આવ્યા છતાં એણે નોકરી ચાલુ રાખી હતી. ટીનએજ છોકરીમાંથી પત્નિ અને પત્નિમાંથી હવે માતા બનવાના સ્પંદનો માણી રહી હતી. પોતાના આવનાર બાળક માટે બધી તૈયારીઓ કરી રાખી હતી. સૌમ્ય પણ એની યોગ્ય કાળજી રાખતો પણ હમણાં સૌમ્ય વધારે વ્યસ્ત રહેવા લાગ્યો હતો. મોટેભાગે સાંજે મોડો આવતો અને હ્યદયાને ખલેલ ન થાય એ રીતે પોતાનું ડીનર જાતે કરી લેતો. એક સાંજે ડીનર પહેલા સૌમ્ય લેપટોપ પર થોડા ઇ-મેઇલ અટેન્ડ કરી રહ્યો હતો અને ડીનર માટે હ્યદયા ટેબલ પર એની રાહ જોતા નતીક્ષાને કોલ કરવા માટે સૌમ્યનો ફોન લીધો. અચાનક એક સાથે ત્રણ- ચાર મેસેજીસ ફ્લેશ થયાં. મેસેજ વાંચતા જ હ્યદયાના પગ નીચેથી જમીન ખસી ગઇ. ‘સામન્થા…’ આવું જ કંઇ નામ હતું અને વોટ્સએપ ડીપી પણ સ્પષ્ટ જોય શકાતું હતું. એક આકર્ષક સ્ત્રી!, કદાચ છોકરી હતી. આમ તો સૌમ્યને ઘણી સ્ત્રી મિત્રો હતી અને એની સાથે ચેટીંગ પણ કરતો, જેમ હ્યદયાને ઘણા પુરુષ મિત્રો હતા અને થોડા ખાસ પણ. બંન્ને માટે આ બાબત સામાન્ય હતી પણ આ મેસેજીસ કંઇક અસામાન્ય હતા જે કોઇ ગર્લફ્રેન્ડના જ હોઈ શકે. એની સાથે સૌમ્યની લાંબી અને ઍડલ્ટ ચેટીંગ એ વાતની સાબીતી હતી કે આ કોઇ ગંભીર રીલેશનશીપ છે. ન્યુ યર પછીના દિવસથી ચેટ શરૂ થઇ હતી જેમા એકબીજા સાથે સેક્સ માણવાની વાતો હતી. કદાચ ન્યુ યરની રાત્રે સૌમ્ય……? એ વિચારતા જ હ્યદયાનું મગજ ફાટી રહ્યુ હતું અને ધબકારાઓ જાણે અટકી ગયા. દરમ્યાન સૌમ્ય ટેબલ પર બેસતાં હ્યદયા ક્યાંક ખોવાયેલી લાગી.

“હેલ્લો મેડમ, વેર આર યુ?” સૌમ્ય એ એને વિચારોમાંથી બહાર કાઢતાં કહ્યું.

“સૌમ્ય, આ… મેસેજીસ? સામન્થા….?” હ્યદયા બીજુ કંઇ ન બોલી શકી. સૌમ્યને હ્યદયાના હાથમાં એનો સેલ અને ચહેરાના હાવભાવ જોઇને પરિસ્થિતીનો ખ્યાલ આવી ગયો. બધુ જ તબાહ થઇ ચૂક્યું હતું. સૌમ્ય સમજાવવા માંગતો હતો પણ હ્યદયા કશું સાંભળવા અને સમજવાના હોશમાં જ ક્યાં હતી. તરત જ બેડરૂમનો દરવાજો અંદરથી લોક કરીને હ્યદયા આખી રાત રડતી રહી. સૌમ્ય પણ ચિંતામાં આખી રાત સૂઇ ન શક્યો પછી વ્હીસ્કી થોડા પેગ મારી સોફા પર જ પડી રહ્યો. શરાબના નશાને કારણે સવારે સૌમ્યની આંખ મોડી ખુલી. ઘરમાં હ્યદયા ન હતી. સૌમ્યએ કોલ કર્યો પણ પ્રયત્ન નિષ્ફ્ળ રહ્યો. પછી એક ટેક્ષ્ટ મેસેજ કર્યો “વેર આર યુ? એક્ષટ્રીમલી સોરી ડીયર. પ્લીઝ ટોક વન્સ”. થોડા સમય પછી હ્યદયાનો મેસેજ આવ્યો “આઇ એમ ઇન ઓફીસ. તારા વગર જીવતા શીખી લેવુ પડશે. સી યુ ઇન ઈવનીંગ.” સૌમ્ય આખો દિવસ ઘરે હ્યદયાની પ્રતિક્ષા અને ચિંતામાં સાંજની રાહ જોતો રહ્યો.

મોડી સાંજે હ્યદયા રોજ કરતાં વહેલી આવી અને સૌમ્ય ડીનર ટેબલ પર જ માથું નાખીને સૂઇ રહ્યો હતો.

“સે. વોટ યુ વોન્ટ ટુ ટોક?” હ્યદયાના ચહેરા પર નિષ્ઠુરતા હતી.

“હ્યદયા, વેરી સોરી પણ વાત કદાચ એ નથી જે તું જાણે છે.” સૌમ્ય એ કહ્યું

“હજુ મારે શું જાણવાનું બાકી છે સૌમ્ય”- હ્યદયા.

“ડીયર વાત એમ છે કે ક્રીસમસની સાંજે હું, જ્હોન અને બીજા મિત્રો નક્કી થયા મુજબ રોનાલ્ટ પબમાં મળ્યા હતા. વાત વાતમાં એક સેક્સ બ્રોથેલની ચર્ચા થઇ. પોર્ટલેન્ડથી થોડે દૂર એક “સેક્સ ડોલ બ્રોથેલ” શરૂ થયું હતું જ્યાં જીવંત કોલગર્લ નહી પણ એનાથી પણ સુંદર અને આકર્ષક “સેક્સ ડોલ” સાથે સેક્સ માણી શકાય છે. પહેલાં મને વિશ્વાસ ન થયો પણ ગૂગલ પર એની વિગતવાર માહિતી મને જ્હોને બતાવી. બધાએ પબથી ત્યાં જવાનુ નક્કી કર્યું અને જીજ્ઞાસા ખાતર હું પણ જવા માટે તૈયાર થયો. ત્યાં જ્હોન અને બીજા એક મિત્ર માર્ટીને પહેલેથી કદાચ બુકીંગ કરાવ્યું હતું. બધા નશામાં હતા. મારી નજર એક પરફેક્ટ ફીગર ધરાવતી ડોલ “સામન્થા” પર પડી. એના શરીરના બધા અંગો વિશિષ્ટ પ્રકારના સીલીકોનથી આબેહૂબ જીવંત સ્ત્રી જેવા હતા અને સ્પર્શ કરતાં રીયલ જણાતા હતા. એની બોડીમાં ટચ સેન્સર્સ ફીટ કરાયેલા હોવાથી એ આપણા સ્પર્શનું રિએક્શન પણ આપી શકતી હતી. નશો કર્યો હોવાથી મારી અંદરનો રાક્ષસ જાગી ગયો અને હું મારા કુદરતી આવેશમાં ……..”

આગળ સાંભળ્યા વિના જ હ્યદયાએ સૌમ્યને કોલરમાંથી પકડ્યો અને કહ્યું. “આય વોન્ટ ટુ નો અબાઉટ ધીસ ફકીંગ સામન્થા ઇન યોર સેલ ટુ હુમ યુ આર ચેટીંગ.” હ્યદયાએ સૌમ્યને હલાવી નાખ્યો. બન્નેની આંખો ભીંજાયેલી હતી.

“યસ શી ઇઝ ધેટ સામન્થા ઓન્લી.” સૌમ્યએ હ્યદયાનો હાથ છોડાવતા કહ્યું.

“પ્લીઝ લીસન. ન્યુ યરના બીજા દિવસે મને અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો. મેં નામ પુછ્યુ તો સામન્થા કહ્યુ અને ડીપી પણ એ જ ડોલનો હતો. લંચ દરમ્યાન કેન્ટીનમાં મેં જ્હોનને આ વિષે વાત કરી તો એણે જણાવ્યું કે આ બ્રોથેલવાળા કસ્ટમરનો નંબર લઇ એક સીસ્ટમ દ્વારા એ જ ડોલના નામે એના કસ્ટમરને મેસેજ કરે છે.” સૌમ્યએ ખુલાસો કર્યો દરમ્યાન હ્યદયાએ સૌમ્યના સેલમાં સામન્થાના નામમાં ચેક કર્યું તો નંબર ન હતો.

“મેં પણ જસ્ટ જિજ્ઞાસા ખાતર થોડી વાતો કરી જેમ એક ગર્લફ્રેન્ડની સાથે કરતાં હોય એન્ડ આય એમ રીયલી સોરી ફોર ધેટ.” સૌમ્યએ પોતાની વાત પૂરી કરી.

હ્યદયાને સમજ ન પડતી હતી આ સાંભળ્યા પછી પોતે શું કહેવું. એ વાતની નિરાંત હતી કે સૌમ્ય કોઇ છોકરીના પ્રેમમાં ન હતો પણ ડોલ સાથે… પોતાના વિચારોમાંથી બહાર આવતા એણે કહ્યું “હાવ કેન યુ ડુ ધીસ સોમી. મને ખબર નથી કે શું બોલવું.”

“હ્યદયા, ઇટ વોઝ જસ્ટ ટોય ડીયર અને થોડા સમયથી સેક્સ ન માણવાથી નશામાં અને કુદરતી આવેશમાં આવી ગયો. જ્યારે હું ટાઉનમાં નથી હોતો ત્યારે તારા આવેગોને શાંત કરવા માટે તું સેક્સ ટોય્ઝ અને વાઇબ્રેટરનો ઉપયોગ કરે છે એન્ડ ધેટ ઇઝ ઓકે ડીયર.”

હ્યદયા ધીમે ધીમે શાંત પડવા લાગી હતી. સૌમ્યની વાત લોજીકલી યોગ્ય તો હતી જ. જાતિય આવેગોને શાંત કરવાનું આ એક સાધન માત્ર હતું છતાં એ થોડી સ્વસ્થ થઇને બોલી “સોમી, એ વાતની મને હળવાશ છે કે તારું અન્ય સ્ત્રી સાથે અફેર નથી. પણ જ્યારે કોઇ વ્યક્તિને દિલથી ચાહતા હોઇએ ત્યારે આપણા સિવાય કોઇ અન્ય બાબત એને આકર્ષી જાય એ હર્ટ કરે છે. પછી ભલે એ કોઇ વસ્તુ હોય કે વ્યક્તિ. જો સંવેદના અને લાગણીનું પાસું બાદ કરીએ તો સામન્થા એક જીવંત સ્ત્રીની પ્રતિકૃતિ જ છે ને. કુદરતી બાબતો આપણે નિર્દોષ અને ઇશ્વરીય માનીયે છીએ પણ ક્યારેક કુદરતી રીતે થતા ઘણા આવેશો ક્રુર પણ હોય શકે એનો અનુભવ આજે મને થયો.” થોડો સમય બન્ને મૌન રહ્યાં.

“એની વે. જે થયું એ થઇ ચૂક્યુ. કદાચ સેક્સ્યુઅલ બાબતમાં પણ આર્ટીફીશ્યલ ઇન્ટ્લીજન્સ હ્યુમનને ટક્કર આપવાની શરૂઆત થઇ ચૂકી છે જેના કદાચ સારા-ખરાબ પાસાં હોય શકે.” હ્યદયા આટલું બોલીને કીચન તરફ ગઇ અને સૌમ્યએ સામન્થાને બ્લોક કરી.

આ ઘટાનાને એક ખરાબ સપનું ગણી બંન્ને પોતાની લાઇફમાં પરોવાઇ ગયા. હ્યદયાએ એક દિકરાને જન્મ આપ્યો અને થોડા દિવસોમાં એના જન્મને એક વર્ષ થવાનું હતું. બંન્ને પોતાના દિકરા સતાંશુના જન્મ દિવસની શોપિંગ કરવા માટે એક મોલમાં ગયા. હ્યદયા અને સૌમ્યએ સતાંશુને ગમે એ વસ્તુ ગિફ્ટ આપવાનું નક્કી કર્યું.

“હે માય રોક સ્ટાર. વોટ ડુ યુ વોન્ટ ડીયર” સૌમ્યએ સતાંશુને પુછ્યું. સતાંશુએ એક બાર્બી ડોલ સામે આંગળી બતાવી જેનો ચહેરો આબેહુબ સામન્થા જેવો હતો.. સૌમ્ય અને હ્યદયા એકબીજા સામે જોતા રહ્યા!

અજાણી લાગણીનો સ્પર્શ જાણવાની શી જરૂર,

આ પ્રવાહ ક્યાં લઇ જશે જાણવાની શી જરૂર!!


Rate this content
Log in

More gujarati story from Hiral Navsariwala

Similar gujarati story from Drama