પ્રમાણિકતા
પ્રમાણિકતા


એક હતું ગામ. એ ગામનું નામ હતું રતનપુર. આ ગામના એક મુખી હતા. આ જ ગામમાં એક બીજું નાનું કુટુંબ પણ રહેતું હતું. આ કુટુંબમાં ત્રણ સભ્યો હતાં. એક રામુ, બીજી તેની પત્ની અને ત્રીજો તેનો દીકરો કર્ણ. આ કુટુંબ ગરીબ હતું. તેમ છતાં સારા સંસ્કારવાળું હતું.
આજ ગામમાં એક બીજું કુટુંબ પણ રહેતું હતું. તે અમીર અને પૈસાદાર હતુ. તેમનો પણ એક દીકરો હતો. જેનું નામ હતું રમણ. આ રમણ અને કર્ણ બંને પાક્કા મિત્રો હતાં. બંને આખો દિવસ સાથે જ રહેતા. સાથે રમતા, સાથે જ નીશાળ જતાં. પણ બંનેના સ્વભાવમાં ઘણો જ ફરક હતો. કર્ણ સ્વભાવથી શાંત અને સરળ સ્વભાવનો હતો. જયારે રમણ મસ્તીખોર અને અને તોફાની હતો.
એક દિવસની વાત છે. કર્ણ અને રમણ બંને શાળામાંથી ઘરે આવતા હતાં. ત્યારે રમણના પિતાજી કે જે આ ગામના મુખી હતાં અને ખુબ પૈસાદાર હતાં. તેમને આ બંને મિત્રોની કસોટી કરવાનું મન થયું. કે ગરીબ માણસનો દીકરો કેવો હોય છે. મારા દીકરાના મિત્ર તરીકે તે યોગ્ય છે કે નહિ !
આમ વિચારી તેમને એક યુક્તિ કરી. એકવાર તેમને રમણ અને કર્ણના નીશાળ જવાના માર્ગમાં પાસા ભરેલું એક પાકીટ મૂકી દીધું. જેમાં પોતાનું નામ અને સરનામું લખેલું હતું. પછી એક ઝાડ પાછળ સંતાઈને જોવા લાગ્યા કે શુ થાય છે ! થોડીવારમા રામના અનેકાર્ણ એ રસ્તેથી પસાર થયા. રમણની નજર એ પાકીટ પર પહેલાં પડી. તેને દોડીને પાકીટ લઇ લીધું. પાકીટ પૈસાથી ભરેલું હતું. તે જોઈને તેખુશ થઈ ગયો. તેને પાકીટમાં જોયું તો પોતાના પિતાનું નામ અને સરનામું હતું. એમ છતાં તેને તે પાકીટ પોતાના પિતાને પાછું ન કર્યું. આ વાતની જાન તેને પોતાના મિત્ર કર્ણને પણ ન કરી. અને તે પાકીટના પૈસાથી જલસા કરવા લાગ્યો.
થોડાક દિવસ પછી મુખી એ કર્ણની કસોટી કરવાનું નક્કી કર્યું. તેમને આગળની જેમ જ પૈસા ભરેલું પાકીટ પોતાનું નામ અને સરનામા લખેલી ચિઠ્ઠી સાથે રસ્તા વછે મૂકી દીધું. કર્ણ ત્યાંથી નીકળ્યો. તેને પાકીટ જોયું. પાકીટ પૈસાથી ભરેલું હતું. વળી પાકીટમાં મુખીનું નામ અને સરનામું લખેલું હતું. કર્ણ એ પાકીટ લઈને ગામ તરફ પાછો ફર્યો. મુખીને એમ હતું કે કર્ણ એ પાકીટ લઈને પોતાના ઘરે મા-બાપ પાસે ચાલ્યો જશે. આમ વિચારી તે પોતાના ઘરે પાછા ફર્યા.
થોડીકવાર પછી કર્ણ મુખીના ઘરે આવ્યો. તેના હાથમાં પાકીટ હતું. તેને મુખીને પાકીટ આપતા કહ્યું. આ પાકીટ મને નીશાળ જવાના રસ્તામાંથી મળ્યું છે. પણ તેમાં તમારું નામ અને સરનામું લખ્યું હતું. એટલે હું તે આપને આપવા માટે આવ્યો છું.
કર્ણની પ્રમાણિકતા જોઈને મુખી ખુશ થઈ ગયા. પૈસાદાર હોવા છતાં પોતાના દીકરા રમણે પોતાના પિતાનું જ પાકીટ પાછું ન આપ્યું. જયારે ગરીબ હોવા છતાં કર્ણ એ મુખીનું પાકીટ તેમને પાછું આપ્યું.
એ સમજી ગયા કે સંસ્કાર એ અમીરી ગરીબીની વસ્તુ નથી. પણ સંસ્કાર એ ઉછેરની વસ્તુ છે.