STORYMIRROR

Madhavi Solanki

Romance

3  

Madhavi Solanki

Romance

પ્રિયતમા

પ્રિયતમા

4 mins
228

એક પ્રેમભર્યો પત્ર પ્રિયતમાંને નામ.

પ્રિય પ્રિયતમા,

અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબો મે મિલે, જિસ તરહ સુખે હુએ ફૂલ કિતાબો સે મિલે.

મીણનો માણસ પીગળતો જોઉં છું. વેદનાનો છોડ બળતો જોઉં છું. વાંસવન તો ક્યારનું ઊભું જ છે. એનો પડછાયો રઝળતો જોઉં છું.

આવી જ કંઈક જિંદગી છે, આપણી એટલો બધો પ્રેમ છે જ્યાં સાથે રહેવાનાં ઉમંગ પણ છે અને ક્યાંક રણમાં એકબીજાથી દૂર રહેવાનાં રીસામણા પણ છે. ખબર નઈ કેમ જ્યારે આટલો પ્રેમ આપણી વચ્ચે છે, તોય પણ આજે આપણે સાથે નથી, અને એનું કારણ પણ આ વરસાદ છે. ખબર નઈ કેમ ? આટલી જડ તું કેમની થઈ ગઈ, ગુલાબ જેવી કોમળ હૃદયવાળી મારી પ્રિયતમ આજે કેમ આટલી રિસાઈ ગઈ છે કે મીણ જેવો મીણ પણ પીગળવા માંડ્યો પણ તારું હૃદય પીગળતું નથી. દરરોજ આપણા ઝરૂખામાં રાખેલ, તારા પ્રિય ફૂલો તેમાં પણ ગુલાબના છોડ ને તારા વિરહની વેદનામાં બળતાં જોઉં છું, તારા વ્હાલની વાટમાં જે આજે બળે છે તેવી જ રીતે મારું હૃદય પણ બળે છે, તારા તે મધ મીઠા પ્રેમની આશ તે ઝંખે છે જેથી પહેલાની જેમ તે ખીલી શકે, ખુશ રહી શકે, પોતાની સુગંધથી આખા ઝરુખામાં માહોલ મનમોહિત કરી શકે, સાથે મારું મન પણ. જેમ વાંસનું વન હંમેશા સ્થિર રહે છે, તેમાં કોઈ પરિવર્તન નથી તેમ, તારા આ ખુશહાલ ઘરમાં અને મારા હૃદયમાં તારો પ્રેમ ક્યારેય નહીં ખોવાયેલ તે તો ત્યાં જ અડીખમ છે, પણ આજે તારા વિરહમાં તે વનમાં પણ એનો પડછાયો રઝડતો જોઉં છું, મારા હૃદયને પણ એકલતામાં શાખું છું. બધું જ છે મારી પાસે પણ તારા વિના આ જિંદગી, જિંદગી નહીં પણ સજા લાગે છે, એવી તે શું ભૂલ થઈ ગઈ કે આપણી વરસાદના મોસમની જેમ હરપળે ખુશહાલ રહેતી જિંદગી આજે મૃગજળ સમાન બની ગઈ. જે મારી પ્રિયતમા વરસાદની વાટ જોઈને બેસી રહતી, એકપણ દિવસ એવો નથી ગયો કે જેમાં તે મને ફોન ના કર્યો હોય કે વરસાદ આવવાનો છે, ક્યારે આવશો ? જલ્દી આવો ? આપણે વરસાદનો આનંદ લઈએ ? અને હું જલ્દીથી આવી જતો. તારું પ્રિય ગીત તું હરપળ પ્રેમથી ગુનગુનાવતી, તું આજે અહીંયા નથી પણ તે શબ્દો, તારો મધુર આવાજ આજે પણ મારા કાનમાં ગૂંજે છે …

અબકે સજન સાવનમે, કે અબકે સજન સાવન મે આગ લગેગી બદન મે ઘટા બરસેગી, નજર તરસેગી મગર મિલ ના સકેગે દો મન એક હી આંગન મેં અબકે સજન સાવન મે આગ લગેગી બદન મેં ઘટા બરસેગી નઝર તરસેગી …

ગીતના સંગીતમાં ફરી મારું દુઃખી મન તારા વિચારોમાં પરોવાઈ જાય, વરસાદમાં તારી સાથે વિતાવેલ હરપળ સ્મરણપટલ પણ દ્રશ્યમાન થાય, તેની સાથે તારા આવવાના સંભારણા પણ સંભળાય. આજે પણ હું તારા સાથે વરસાદમાં પલળવા માંગુ છું, તારા પ્રેમમાં પડીને આ વરસાદનો આનંદ લેવા માંગુ છું, આપણી લાગણીઓને, આપણા હૃદયના અવાજને સાંભળીને, મધુર સંગીતને ચારેકોર ગુંજતું કરવા માંગું છું, આટલી બેસબ્રીથી જે મારી પ્રિયતમાં વરસાદની વાટ જોવે છે, તે મારી વાટ જોતી હસે, તેતો મને ખબર નથી પણ હું તારી રાહ જોવું છું, એક મૃગજળ બનીને દર વર્સે આ પ્રેમ ભર્યો પત્ર તારા નામે લખું છું.

જ્યારે પણ હું આ વરસાદ ને મનમૂકીને વરસતાં જોઉં છું. ત્યારે મને તું યાદ આવે છે. તારો ગુસ્સો યાદ આવે છે, તારી સાથે વિતાવેલ હરપળ યાદ આવે છે, ગુલઝાર ની આ વાત મને હંમેશા તારી યાદ દેવડાવે છે, સાચી પણ છે તારા માટે..

કભી બેપાનહ બરસ પડી, કભી ગુમ સી હે, પર બારિશ ભી કુછ કુછ તુમસી હે..

હવે પત્ર લખી લખીને મારી કલમ પણ થાકી ગઈ છે, પણ મારું હૃદય હજું નથી હાર્યું, તે હજું તારી ઉમ્મીદમાં દરરોજ પત્ર લખે છે. વરસાદ પણ તારી રાહ જોવે, તારો ઝરૂખો તારા પ્રિય ગુલાબ પણ તને પ્રેમથી પુકારે છે, તેમના માટે થઈને પણ તું આ વરસાદની સાથે તારા ઘરે આવી જા, જે પણ ભૂલ મારાથી થઈ ગઈ હોય તો તે બધો ગુસ્સો તું આ વરસાદની વીજળીની જેમ મારા પર વરસાવી નાખ, ભલે મારા હૃદયમાં તુફાન આવી જાય, પણ પછી તારા પ્રેમથી મારા હૃદયમાં પૂર તો આવે, એક લાંબા પ્રણય પછી ગઝલ તો આવે, એક નવી શરૂઆત સાથે, જિંદગી ગુલઝાર તો બને, આ સાવનની મોજ તો આવે, આજે તું નથી પણ તારી મીઠી યાદો, તારા પ્યારા છોડ, મને દિલાસો આપે છે, આજે તારી જગ્યાએ હું તેમની સાથે તારી વાતો કરું છું, તારો ગુસ્સો, પ્રેમ દરરોજ તેમની સાથે સાજા કરું છું, અને તારા આવવાની દુઆ પણ માંગુ છું. જેવી રીતે સારસબેલડી દર વર્ષ વરસાદની રાહ જોવે છે, તેવી રીતે હું પણ તારા ઈન્તઝારમાં છું. અને આ વરસાદ ને પણ તારા આંગણે આવી ને વરસવાનું કહું છું જેથી તને મારી યાદ આવે ….

અબ કે હમ બીછડે તો શાયદ કભી ખ્વાબો મે મિલે, જિસ તરહ સુખે હુએ ફૂલ કિતાબો સે મિલે, હમારા પ્યાર ઈતના ભી કમઝોર નહીં કી બિના તુમ્હે મિલે યું જિંદગી ખત્મ હો જાયે, યે ઈન્તજાર ઉમ્રભર કા તો નહિ સિર્ફ તુમ્હારે ફેસ્લે કી દેર હે એક સાવન ઓર તુમ્હારે સામને હે, ઓર મેરા પ્યાર ભી ….

લિખિતન, તુમ્હારા પ્રિયતમ.


Rate this content
Log in

More gujarati story from Madhavi Solanki

Similar gujarati story from Romance