પરિવર્તન
પરિવર્તન
પાર્થ અને અભિષેક લંગોટિયા દોસ્તાર. સાથે રમે, સાથે જમે ને તોફાન પણ સાથે જ. બચપણ બહુ ઉન્માદથી વિતાવ્યું.
કોલેજના દિવસોમાં છૂટા પડી ગયેલા એ બે મિત્રો પાછા ભેગા થાય છે. પાર્થ કોઈ છોકરીનાં પ્રેમમાં હોય છે અને એ વાત તે અભિષેકને કરતો નથી.
પાર્થ અને એની ગર્લફ્રેંડના સંબંધ એના ક્લાસવાળાઓથી સહન ન થયા ને ફોડ પાડી.
પાર્થ બધા સોશિયલ મીડિયામાં બ્લોક.
પેલી આ વાત માટે પાર્થ ને જ જવાબદાર ગણે.
પાર્થ એના લીધે ડિપ્રેશનમાં આવતો જાય.
એક દિવસ અભિષેક ને જાણ થતાં તેણે પાર્થની ગર્લફ્રેંડ ને વાત કરી પણ એથી વધુ બગડ્યું ને પાર્થ આત્મહત્યા તરફ વળે છે.
પાર્થનો કોઈ પત્તો ન લાગવાથી તેના રૂમ પર પહોંચેલા અભિષેક ને ચિઠ્ઠી મળે છે ને એમાં પાર્થે લખેલું હોય છે : "હું આત્મહત્યા કરવા જાઉં છું મિત્ર ".
નસીબજોગે અભિષેક પાર્થને શોધી કાઢી આત્મહત્યા કરતો રોકી લે છે, અને રામકૃષ્ણ આશ્રમ પર લઈ જાય છે ને ત્યાં મોટા મહારાજ ને મળાવી હકીકત કહે છે . ત્યારે મોટા મહારાજ
કહે છે : "બેટા કોઈ છોકરી માટે જીવન સમાપ્ત કરવું એ તુચ્છ વાત કહેવાય.
તારા જીવનનો એ એકજ ઉદ્દેશ્ય હતો શું ? તારે હજી ઘણા મોટા કામ કરવાના છે , ને તું આત્મહત્યા કર એ કેમ ચાલે ?"
મિત્રો મોટા મહારાજની આ શિખામણ પરથી પાર્થના જીવનમાં એવું તો 'પરિવર્તન' આવ્યું કે આગળ જતાં તે આઈએસ ટોપર બન્યો અને ઉચ્ચ પદ પર સ્થાયી થયો.