Nirav Rajani "शाद"

Others

2.8  

Nirav Rajani "शाद"

Others

અજ્ઞાત નાયક

અજ્ઞાત નાયક

6 mins
136


૧૮ માર્ચ ૨૦૨૦, ગુજરાત માટે ભયસૂચક દિવસ રહ્યો. દુનિયાભરમાં ફેલાઈ ચૂકેલા કોરોના વાયરસનો આજે અહીં સૌપ્રથમ કેસ નોંધાયો હતો,જ્યારે સંસ્કારી નગરી વદોદરામાં પ્રથમ કેસ ૨૦ માર્ચના રોજ નોંધાયો હતો. એ પછીની પરિસ્થિતીથી આપણે સૌ વાકેફ છીએ કે કેવી રીતે કોરોનાના કેસો વધતા ગયા, લોકડાઉન લાગ્યું અને આપણા વડાપ્રધાનશ્રીની સમયસૂચકતાથી આપણો દેશ ભયાનક પરિસ્થિતીમાંથી કેવી રીતે બચ્યો ! મિત્રો આ બધું તો આપણે જાણીએ જ છીએ, પણ આજે હું આપને જણાવીશ સંસ્કારી નગરી વદોદરામાં વસતા અને સેવાભાવી ચાર્ટડ એકાઉન્ટન્ટ અને તેમના સેવાભાવી મિત્રો વિશે કે જેઓ આ કપરાં સમયમાં કોઈપણ સ્વાર્થ વગર આગળ આવ્યાં અને એક સાચાં ભારતીય નાગરીક તરીકેની ઉમદા ફરજ નિભાવી. તો આવો મિત્રો હું આપને પ્રવેશ કરાવું એ ઉદાર નાગરીકોની અનસુણી કહાનીમા.

લોક્ડાઉનના સમયગાળા દરમ્યાન જ્યારે રોજનું કમાઈને રોજ ખાનારાં લોકો પાસે રોજની નોકરી ન્હોતી, બચાવેલાં પૈસા પણ ન્હોતા ત્યારે આ સી. એ મિત્રવર્તુળ આગળ આવ્યું અને વડોદરા શહેર તથા આસપાસના વિસ્તારોમાં એવાં લોકોની માહિતી એકઠી કરીને તેઓએ ફૂડ પેકેટ્સ વિતરણ કરવાનું નક્કી કર્યું. રોજ સવારે એક-બે જણ અલગ-અલગ એરિયાંમાં પહોંચી જતાં અને ફૂડ પેકેટસનું વિતરણ શરૂ થાય. નાના-નાના ભૂલકાઓ તો ફૂડ પેકેટ્સ લઈને એટલાં ખુશ થતાં કે જાણે સ્વર્ગ જ ના મળી ગયું હોય અને સાચી વાત છે એ સમય દરમિયાન એજ એમનાં માટે સ્વર્ગની અનુભૂતિ હતી. એક મિત્ર બોલયો કે “આ ભૂલકાંઓની ખુશી જોતાં તો એવું થાય છે કે આપણે આ કાર્ય રોજ કરવું જોઈએ અને ના માત્ર વડોદરામાં આજુબાજુના જેટલાં વિસ્તારમાં પહોંચી શકીએ ત્યાં પહોંચવું જોઈએ, આ કાર્ય જેટલું વધુ પ્રસરે તેટલું જ સારું અને તેટલાં જ લોકો કે જે રોજિંદી રોટી ખાનાર છે અથવાં તો ગરીબ છે એ ભૂખ્યાં નહિ રહે. ”બધાં મિત્રોએ એ મિત્રના સુંદર ઉમદા પ્રસ્તાવને આવકર્યો અને સેવાયજ્ઞ ચાલું થયો. આ સેવાયજ્ઞ દિવસે અને દિવસે વધું ને વધું પ્રસરવા લાગ્યો. એક સમય એવો આવ્યો કે પાંચ મિત્રોથી શરૂ થયેલ એ સેવાયજ્ઞમાં આજે પૂરાં પચીસ લોકો જોડાઈ ચૂક્યાં હતાં. પેલાં પાંચ મિત્રોની દેખરેખમાં બધું કામ ખૂબ જ સુંદર રીતે ચાલતું હતું. નિયમિત વિવિધ એરિયાંમાં વિવિધ ભાતના ફૂડ પેકેટસનું વિતરણ થતું રહ્યું.

આજ સુધી સાબિત થતું આવ્યું છે કે કુદરત એમની નિકટના અને સારાં માણસોની જ કસોટી કરે છે અને એ આજે ફરી સત્ય સાબિત થયું. ભગવાન માત્ર કસોટી જ નથી કરતાં તેમાં પાસ થવા માટેની ગાઈડ/નવનીત પણ તમને આપે છે પણ એ ગાઈડ/નવનીત તમારે શોધવી પડે છે. ભગવાને આ વખતે પેલાં પાંચ સી. એ. મિત્રોની કસોટી કરી. કસોટી જાણવા ઉત્સુક એટલાં પેલાં એટલું સમજી લો કે એ પાંચ મિત્રોએ એ પોતાની ગાઈડ/નવનીત જાતે શોધવાની જ હતી.

એક સમય એવો આવ્યો કે જ્યારે એ પાંચેય મિત્રો એક સાથે કોરોના નામના શેતાનનો શિકાર બન્યાં એટલું જ નહીં સાથે-સાથે એમનો પરિવાર પણ એ શેતાનનો શિકાર હતો. એમણે શરૂ કરેલ સેવાયજ્ઞની દેખરેખ માટે જે સુપરવાઈઝર હતાં એ પણ પોઝિટિવ આવ્યાં હતાં તેથી સેવાયજ્ઞ પણ અટકી ગયેલો. પાંચ મિત્રોમાંથી બે મિત્રો બહુ સિરિયસ હતાં,સૌ મિત્રોની આકરી કસોટી ચાલતી હતી. આ બાજું સેવાયજ્ઞ માટે બાકીના ઓગણીસ જણમાંથી એક માતાજી આગળ આવ્યાં અને એમણે મિટિંગ બોલાવી અને એક પ્રસ્તાવ મૂક્યો જે આપ સમક્ષ અહીં ટાંકુ છું “ભાઈઓ,બહેનો અને વડીલો, આપણો ત્રણ મહિનાથી નિત્ય ચાલતો આ સેવાયજ્ઞ છેલ્લા પંદર દિવસથી અટકી ગયો છે કારણ મેઈન પાંચ મિત્રો જ કોરોના પોઝિટિવ આવ્યાં છે !”બધાં સ્તબ્ધ થઈ જાય છે કે આટલી સેવા કરનાર સાથેય આવું ?! પેલાં માતાજી આગળ કહે છે “શું એ પાંચ મિત્રો હોય તો જ આપણે સેવા કરી શકીએ ? ભલે, એ મિત્રો જે વાહનની વ્યવસ્થા કરતાં હતાં તે આપણાથી નહીં જ થઈ શકે માન્યું પણ મારી પાસે એક સુંદર વિચાર છે જેનાથી આપણો આ સેવાયજ્ઞ કોઈપણ અડચણ વિના ચાલુ જ રહેશે,આપ કહો તો આપની સમક્ષ રજૂ કરું. ”સૌ સહર્ષ હા પાડે છે અને સૌના હકારમાં એ સેવાયજ્ઞ ફરીથી શરૂ થાય એવું તતપરતાં અનુભવાય છે.

  પેલાં માતાજી સહર્ષ વિચાર રજૂ કરતાં કહે છે “ આપણે ભલે વાહનવ્યવસ્થા ના કરી શકીએ પણ આપણે વીસ દિવસ આ સેવાયજ્ઞ અખંડ ચાલે એટલું ભંડોળ શ્રી રાધા-માધવ મંદિર એટલે કે ઇસ્કોન મંદિર ગોત્રી ખાતે જે સેવાયજ્ઞ ચાલે છે એ યજ્ઞમાં આપણા વર્તુળના નામથી ભેટ કરીએ તો આપણો સેવાયજ્ઞ અખંડ ચાલુ જ રહેશે. શું કહો છો બધાં ?”માતાજીએ સવાલભરી દ્રષ્ટિ બધાં ઉપર ફેરવી એટલાંમાં તો બધાં જ એક અવાજે બોલી ઉઠ્યાં “સારો વિચાર છે માતાજી,આપણે આવું જ કરવું જોઈએ. ” ને માતાજીની આંખો હર્ષથી ભરાઈ આવી. ત્યાં જ એક જણ આગળ આવ્યો અને બોલ્યો “ હું મારાં તરફથી આ સેવાયજ્ઞમાં દસ હજાર આપું છું. ” અને એક પછી એક એમ બધાં ઓગણીસે ઓગણીસ વ્યક્તિઓની જંગી રકમથી સભા છાજી રહી. બીજે દિવસે એ બધાંએ ઇસ્કોન,ગોત્રી ખાતે શ્રી નિત્યાનંદ પ્રભુજીની ભેટ કરી અને ગઈકાલે થયેલી બધી વાત વિશે એમને અવગત કરાવ્યાં. નિત્યાનંદ સ્વામી પણ એ વાતથી સહર્ષ ઝૂમી ઉઠ્યાં અને ગદગદ થઈ ગયાં. બધાં મિત્રો ભેટની રકમ શ્રી રાધા-માધવના ચરણે ધરી પ્રસાદ લઈ વિદાય લીધી અને સેવાયજ્ઞ અખંડ ચાલુ રહેશે એ વાતથી રાહતો શ્વાસ લીધો.

 મિત્રો વાત આટલેથી હજી અટકતી નથી. પેલાં પાંચ મિત્રોમાંથી ત્રણ સાજા થઈ ચૂક્યાં હતાં અને બીજા બે જે સિરિયસ હતાં એમનાં સાજા થવાની રાહ જોતાં હતાં. એ મિત્રોને ઓક્સિજનની રિકવરી બહુ ધીમી થતી હતી. બીજીબાજુ પેલાં બે મિત્રો માતાજીની ઇસ્કોનમાં ભંડોળ ભેટ આપીને સેવાયજ્ઞ ચાલું રાખવાની વાતથી ખૂબ ખુશ હતાં. એક અઠવાડિયા પછી બાકીના બે મિત્રો પણ ભગવાનની કૃપાથી રિકવર થઈ ગયાં. પાંચેય મિત્રોના પાછા આવી જવાથી ફરીથી સેવાયજ્ઞ ધમધમતો થયો.

 એપ્રિલ ૨૦૨૧માં કોરોનાએ ગુજરાતમાં ફરી માથું ઊંચક્યું અને કેસો વધવા લાગ્યાં હતાં. ધીમે-ધીમે સ્થિતિ વણસી રહી હતી. યુવાધન કોરોનાનું શિકાર થઈ રહ્યું હતું અને મોટાભાગના યુવા લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી રહ્યા હતાં. હોસ્પિટલોંમાં બેડ અને ઓક્સિજન ખૂટવા લાગ્યા હતાં. દિન ભર દિન સ્થિતિ વણસી રહી હતી. સેવાભાવી સંસસ્થાઓ બેડ અને ઓક્સિજનની ગમે તે રીતે વ્યવસ્થા કરી રહી હતી. એ સમયગાળામાં ફરી પેલાં પાંચ મિત્રો આગળ આવ્યા અને ઓક્સિજનના સિલેન્ડરને રીફિલ કરાવવાનું,ફ્લો મીટરની વ્યવસ્થા જાતે ખરીદીને કરી આપવી, નવો સિલેન્ડર બુક/ઓર્ડર કરાવવો,જરૂરિયાતમંદના ઘરે પહોંચાડવો વગેરે જેવી સેવામાં એ પાંચ મિત્રો લાગી ગયાં. જેવો કોઈ જરૂરિયાતમંદનો ફોન કે ખબર મળી નથી એવાં જ એ પાંચમાંથી કોઈ એક કે બે મિત્ર દોડી જતાં,જેમાં એક મિત્ર તો બધી જ જગ્યાએ ફિક્સ હોય. બીજી બાજુ પેલો ફૂડ પેકેટસનું વિતરણ આમની ટિમ દ્વારા તો ચાલુ જ છે પણ ઇસ્કોન મંદિર ખાતે રેગ્યુલર ફંડ પહોંચી જાય છે.

  વચ્ચે ગુજરાતમાં રેમડેસીવરની પણ અછત સર્જાણી હતી. તો એ અછત વખતે પણ કોરોનાથી પીડાતો અને ગરીબ માણસ એ ઇન્જેક્શનથી વંચિત ના રહી જાય એવો એ પાંચ મિત્રોનો હંમેશા પ્રયાસ રહ્યો છે. એક ઇન્જેક્શનની નિયતથી વધુ કિંમત આપીને પણ તે મિત્રવર્તુળએ જરૂરિયાતમંદોની અચૂક મદદ કરી હતી. એટલું જ નહીં કોઈ હોમ કવોરંટાઈન વ્યક્તિને દૂધ,શાકભાજી કે ભોજનની વયસ્થા પણ તેઓ કરી આપતાં.

 તો મિત્રો, આપણે જાણી આ અનસુણી કહાની. આપ સૌ આ અજ્ઞાત નાયકોના નામ જાણવાં આતુર હશો જ,તો કહી દઉં તમને આ સેવભાવી મિત્રોના નામ.

1 સી. એ. સંકેત અગ્રવાલ

2 સી. એ. રાહુલ રાઠી.

3 સી. એ. પુષ્પેન્દ્રસિંહ

4 સી. એ રાજ નકુમ

5 સી. એ નિરવ ભોજાણી

 આપને એ પણ કહી દઉં કે સંકેત સર જ્યારે પોઝિટિવ આવ્યાં એ પછી એમણે થયું કે જે તકલીફ મને થઈ છે એ બીજાને ના થાય અથવા તો ઓછી થાય. આ જ વિચારથી તેઓ વધુ ને વધુ મદદકાર્યમાં જોડાયાં અને પીડિત લોકોની સેવા કરી.

તો મિત્રો આ હતી સંસ્કારી નગરીનાં અજ્ઞાત નાયકોની અનસુની કથા જે આજે હું આપ સૌ સમક્ષ મૂકીને ધન્ય થઈ રહ્યો. ધન્ય છે એ પાંચ મિત્રો જેણે આટલી સેવા કરી.


Rate this content
Log in