Harsh Patel

Romance

4.7  

Harsh Patel

Romance

પરિભાષા એક પ્રેમની

પરિભાષા એક પ્રેમની

55 mins
1.3K


પ્રેમ, શાયદ આજ ના સમયમાં પ્રેમની પરિભાષા સૌના માટે અલગ અલગ છે. હું આજે પ્રેમની પરિભાષા વિષે વાત નથી કરવાનો પણ સાચો પ્રેમ શું છે. એ વિશે જરૂર કહેવામાંગીશ, મે લખેલી આ વાત એક સત્ય હકીત છે પણ એમાં વર્ણવેલા પાત્રોના નામ અને સ્થળ બદલેલા છે.

       ચોમાસા ના મંડાણ થઈ ચુક્યા હતાં. હજી ધોધમાર વરસાદ શરૂ થયો ન હતો. બેત્રણ દિવસે એકાદ વાર ઝરમરીયો વરસાદ પડી જતો હતો. પીળુચટ્ટુ ઘાસ હવે લીલુ થઈ રહ્યું હતું, શહેર ના રસ્તા પરના ઝાડ લીલાછમ થઈ ગયા હતાં. જાણે એવુ લાગતું હતું કે વૃક્ષો નાહી ધોઈ ને તૈયાર થઈ ગોઠવાઈ ગયા હોય.

        ૧૫ જુલાઈ ૨૦૧૪ ની આ વાત છે જુલાઈ મહીનો એટલે ચોમાસુ, મને બરાબર યાદ છે કે એ દિવસે ભારે વરસાદના કારણે અમને સ્કુલમાંથી વહેલા છોડી દેવામાં આવ્યા હતાં જોકે એ સમયે વરસાદ બંધ થયો હતો પણ વરસાદ ના જીણા જીણા છાંટા ચાલુ હતાં અને શહેર ના ગણા વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી અમને સ્કુલમાંથી વહેલા રજા મળી ગઈ સાંજના ૪:૩૦ થયા હતાં પણ આકાશમાં વાદળ ઘેરાયા હોવાથી સાંજના ૬ :00 વાગ્યા હોય તેવુ વાતાવરણ સર્જાયુ હતું આકાશમાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બસ ઘન ધોર કાળા વાદળ દેખાતા હતાં અમે સૌ બસમાં બેઠા હતાં ત્યા અમારા બસ ના ડ્રાઈવર એ આવી ને કીધું કે આજે બે બસ ભેગી કરવાની છે એવામાં સૌના ચહેરા પર એક અલગ જ ચમક જેવા મળી એ ચમકનું કારણ એ હતું કે છોકરીઓની બસ અમારી સાથે ભેગી કરવાની હતી અને આની સાથે જ વાતાવરણમાં એક અલગજ ૫લટો આવ્યો, આકાશમાં ૨હેલા વાદળો ધીરે ધીરે વિખેરાવા લાગ્યા અને એક સુંદર રમણીય દ્રશ્ય સર્જાયુ આકાશ આખુ લાલ રંગ થી ધેરાવા લાગ્યુ અને ઇન્દ્રધનુંષ પણ તેની શોભા વધારવા ખીલી ઉઠ્યા. ક્ષિતિજમાં જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ખુબજ સુંદર દ્રશ્ય સર્જાવા લાગ્યુ લાગતું હતું કે કુદરત પણ સોળે કળાએ ખીલી ઉઠ્યુ છે. એવામાં એક છોકરી અમારી બસમાં આવે છે જો હું એનું વર્ણન કરુ તો એ પણ આ વાતાવરણ ની શોભા વધારી રહી હતી એના રેશમી વાળ થોડા વરસાદ ના છાંટા ને કારણે ભીંજાયા હતાં એનો ચહેરો શાયદ એમ કહું તો ચાલે કે એની સુંદરતા જોઈને ચાંદ સુરજ પણ એને સામે નીરસ લાગે. એટલી સુંદર કે તેની સુંદરતા નું વર્ણન આ દુનિયા નો કોઈ કવિ કે કોઈ લેખક ના કરી શકે વરસાદના એ જીણા છાંટા એના કેશ પર પથરાયા હતાં અને એ જીણા છાંટા સૂરજ ના કિરણો ની સાથે સહસ્ત્ર મણીઓ ની જેમ ચમકતા હતાં. એક રીતે કહુ તો એ કુદરતની દેવી સમાન સુંદર હતી.અને ત્યાં જ ધીરે ધીરે બસ પણ ભરાવા લાગે છે. બે બસ ભેગી કરી હોવા ના કારણે બસ મા જગ્યા ખુબજ ઓછી હતી એટલે હુ અને મારો ભાઈ આકાશ અને મારા બીજા મિત્રો અમે બસ ના કેબીનમાં બેઠા.એવામા વરસાદ ફરી શરૂ થાય છે અને હવાની ઠંડી લહેરો આખી બસમાં ફેલાઈ જાય છે અને વરસાદ ના કારણે ભીંજાયેલી એ માટી ની સુગંધ વાતાવરણને વધુ આકર્શક બનાવતી હતી. ચારેય તરફ નું વાતાવરણ પ્રકૃતિની દિવ્યતા અને તેની ભવ્યતા નો અનુંભવ કરાવતું હતુંં. હજુ સ્કુલ શરૂ થયા થોડોક જ સમય થયો હતો એટલે અમે બસમાં કોઈને જાણતા તો ન હતાં અને શાયદ અજાણ પણ ન હતાં સ્કુલ શરૂ થયે હજી થોડા ગણતરીના જ દિવસો થયા હતાં એટલે નામ તો નોહતાં જાણતા પણ ચહેરા થી તો અમે સૌ એક બીજા ને જાણતા હતાં. એવામાં જ બસ શરૂથાય છે બસમાં વાગતા ગીતો અને પ્રકૃતિ નો સુંદર નજારો વાતાવરણમાં એક અલગજ પ્રભાવ મુકતા હતાં. જાણે લાગતું હતું કે અસ્તીત્વ કોઈ ને મળાવવા કઈક રચના કરી રહ્યુ છે. એવામાં જ આકાશ ની નજર પેલી સુંદર છોકરી ઉપર પડે છે અને એ છોકરી પણ આકાશ સામે જોવે છે બન્ને જણા ની નજર એક થાય છે અને ત્યાંજ પેલી સુંદર છોકરી ના ચહેરા પર સ્મીત છવાઈ જાય છે. એ ચહેરા પરનું સ્મીત એટલુ સુંદર હતું કે એને જોતાજ દુનીયા ની બધી જ વ્યાધીઓ અને ઉપાધીઓ દુર થઈ જાય. તેમને બન્ને ને જોઈ ને લાગતું હતું કે જેમ ચકોરી ચંદ્ર ને જોઈ ને મલકાતી હોય અને એના દિલ ના કોઈક ખુણે પ્રેમ ના બીજ રપાતા હતાં જોકે એનું નામ હું કે આકાશ બન્નેમાંથી કોઈ જાણતા તો નઈ હતાં પણ જાણવા જરૂરમાંગતા હતાં. પણ પ્રેમ ની દોર બંધાય એ પહેલા જ તેનું ઘર આવે છે અને એ ઉતરે છે મનમાં એક વાત ની ઠેસ લાગતી હતી કે એનું નામ ન જાણી શક્યા પણ ત્યાંજ તેના મમ્મી નો અવાજ આવે છે કે "નીશા ચાલ જલદી છત્રી નીચે આવી જા નહિતર વરસાદમાં ભીંજાઈ જઈશ" ત્યાં મારી નજર આકાશ પર પડે છે તેના ચહેરા પર ખુશી સમાતી ન હતી અને નિશા પણ આકાશ સામે ફરી ફરી ને જોતી હતી બન્ને જણા આગળ ક્યારેય એક બીજા ને મળ્યા ન હતાં પણ એમને જોતા લાગે કે બન્ને એકબીજા ને વર્ષો થી જાણતા હતાં એ સમયે મને થયુ કે શાયદ આજ પ્રેમ છે અને પ્રેમ ની આજ તો તાકાત છે. બન્ને ના દિલમાં ક્યાંક પ્રેમ ના બીજ તો રોપાયા હતાં પણ એ બીજ ને પ્રેમ નું વટવૃક્ષ બનવા નું હજી બાકી હતુંં.

       વરસાદ પણ ધીરે ધીરે બંધ થયો હતો અને અમારું ઘર પણ હવે થોડી વારમાં આવવાજ થયુ હતું અમે ઘરે પહોંચ્યાં રાત્રે જમી ને હું ઘર ની અગાશીમાં પહોંચ્યો આકાશ પણ એ સમયે અગાશીમાં આવ્યો હતો. આકાશ ના વ્યોમે વ્યોમમાં ખુશી સમાતી ન હતી અને અસ્તેત્વ પણ તેની સાથે જ હતું વરસાદ બંધ થવાના કારણે આકાશ પણ થોડુ સાફ થયુ હતું સાથે આકાશમાં ઉગેલો ચાંદો પણ તેની સોભા વધારી રહ્યો હતો શાયદ એવુ લાગતું હતું કે ચાંદો અને એની ચાંદની આકાશમાં પથરાયેલા એ વાદળો વચ્ચે સંતાકૂકડી રમી રહ્યા હોય આકાશમાં ચાંદો સોળે કળા એ ખીલી ઉઠયો હતો આમ તો હું રોજ રાત્રે જમીને ઘર ની અગાશીમાં કુદરત ની એ સુંદર રચનાઓ જોવા આવતો પણ આજની આ ચાંદની આકાશ ના અંતર મન સુધી પ્રવેશી રહી હતી એનો અનુંભવ મને થવા લાગ્યો હતો આખરે તો મારો ભાઈ છે એ એના દિલ ની વાત હુ ના સમજી શકુ તો કોણ સમજે પણ ખરેખર મને થયુ કે જો ચાંદો આમજ એની ચાંદની વરસાવતો રહેશે તો સવારે આખી ધરતી પર ચાંદની બિછાયેલી જોવા મળશે. આજની આ દોળધામ વાળી અને ખુબજ વ્યસ્ત જીવનશૈલીમાં ક્યાંક પ્રેમ ભૂલાતો જાય છે. સૌ પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે ક્યારેક એમનો ખુદનો પ્રેમ એમના થી દુર થઈ જાય છે. અને જ્યારે માણસ પ્રેમ હીન થાય છે ત્યારે લાગણી હીન પણ થઈ જાય છે. અને સ્વાર્થી પણુ માણસ ના જીવનમાં દેખાઈ આવે છે. હું અને આકાશ અગાશીમાંથી ઘરે આવ્યા અને આવીને સુવા ની તૈયારી કરી કારણ કે સવારે સૂરજ ની જેમ એકદમ સમયસર સવારે ૫:૩૦ વાગે મારી બસ મને સ્કુલ માટે લેવા આવી જ જતી એટલે જરા પણ મોડુ કર્યા વિના હું ત્યાં પહોંચી જતો અમારી સ્કુલ ઘર થી તો સાવ નજીક હતી પણ મારી બસ શહેર ના ગણા વિસ્તારોમાં ફરી ને જતી અમારા રૂટમાં શહેર ના ભભકાદાર વિસ્તાર ની સાથે સાથે શહેર ના કેટલાક અંદર ના ગામડાઓ પણ આવતા. જે શહેર અને ગામડા ની રહેણી કરણી ને હમેશા અલગ કરતા શહેરમાં સવાર ના ૫:૩૦ વાગે શેરીઓ ના કૂતરા શીવાય રસ્તા પર કોઈ નજરે નઈ પડતુ પણ ગામડા ના એ સુંદર દ્રશ્યો મને હમેશા આકર્ષિત કરતા મારા ઘર થી ગામડા શુધી પહોચતા લગભગ સવાર ના ૬: ૦૦ વાગી જતા, ગામડુ હોવાથી ત્યા ગાય, ભેંસ ને પાળવા વાળા પણ હતાં એટલે જેવા ગામમાં પ્રવેશ કરીએ એટલે ગાય, ભેંસ ના ભાભરવાના અવાજ સંભળાતા ક્યાંક દુર ખેતરોમાં મોર અને કોયલ ના ટહુકાર સંભળાતા સવારનો સમય થયો હોવાથી સૂરજ નો કોમળ તડકો સરસવો ના પીળા ખેતરો ઉપર પથરાતો અને જાણે ખેતરો સૂવર્ણ ની ચાદર ઓઢી બેઠા હોય એવુ લાગતું આવા પ્રકૃતિ ના સુંદર નયનરમ્ય દ્રશ્યો જોતા જોતા હું અને મારો ભાઈ આકાશ સ્કુલ એ જવા નીકળતા અને એ જ માર્ગમાં નીશા નું પણ ઘર હતું આમતો છોકરીઓની બસ અમારા પહેલા નીકળી ગઈ હોય પણ ખબર નઈ એ દિવસે કેમ મોડી પડી અમે જેવા ત્યાથી નીકળ્યાં ત્યાંજ નીશા એની બસ ની રાહ જો ઈ ને ઉભી હતી અમારી બસ ત્યાંથી નીકળી એટલે નીશા એ જરૂર બસમાં આકાશ ને શોધવા પ્રયત્ન કર્યો જાણે તરસ થી વ્યાકુળ હિરણી નદી ને શોધતી હોય એમ, પણ બસમાં એટલા બધા છોકરાઓ વચ્ચો બીચારી ને ક્યાથી દેખાય આકાશ. પણ આકાશે એને જોઈ લીધી આકાશ ખુબજ ખુશ થયો અને મારી સામે જોયુ અને ગાલોમાં હસ્યો.એના એ સુંદર હાસ્ય ને જોઈને લાગ્યુ જાણે અખિલ બ્રહ્માંડ નો માલીક હસી રહ્યો છે. એના હસ્યમાં નિસ્વાર્થ પ્રેમ, માતા ગંગા ના પવિત્ર પ્રવાહ ની જેમ વહી રહ્યો હતો.

અને ત્યાં થોડીકજ વારમાં અમે સ્કુલે પહોચ્યા આમતો અમારી સ્કુલ નો સમય સવારે ૭:૦૦ વાગ્યા થી લઈને સાંજ ના ૬:૦૦ વાગ્યા સુધીનો હતો પણ કહેવાય છે ને કે શાયદ જીવન ની સુંદર અને અનમોલ યાદો સ્કુલમાં જ મળે છે અને શાયદ એજ સુંદર યાદો જીવનની યાદો ના પીટારામાં ક્યાંક સંતાઈ ને રહી જાય છે આજે મને પણ સ્કુલ ની અને સ્કુલ ના મીત્રો ની અને એમની વચ્ચે સ્કુલમાં કરેલી મસ્તી ઓ ની યાદ ખુબ આવે છે. સ્કુલ ના વર્ગખંડની દિવાલો આજે પણ સાદ પાળી ને એ બોલાવતી હોય એવુ લાગે છે સ્કુલ ની એ યાદો સાથે અમારા અંગ્રેજી ના શિક્ષક જેમને અમે પ્રેમ થી બાપુજી કહેતા આજે બાપુજી પણ ખુબ યાદ આવે છે સાથે એમની કવીતા ઓ ગઝલો ઘણુ યાદ આવે છે બાપુજી ગઝલો અને શેર શાયરી ના તેમજ ગુજરાતી કવિતાઓ ના ગણા શોખીન હતાં એટલે અમને વર્ગખંડમાં તેઓ ગણી શાયરી કહેતા એમ ની શાયરી ઓ પ્રેમમાં સરાબોળ હોતી એટલે સાંભળવામાં પણ એ એટલેજ મીઠી લાગતી બાપુજી ને શાયરી કરતા જોઈને આકાશ ને પણ શાયરી લખવા નો સોખ જાગ્યો અને આકાશ પણ તેની બનાવેલી એ નાનકડી ડાયરીમાં એની શાયરી લખતો અને મને લખવા વાંચવા નો શોખ પહેલેથી જ હતો એટલે હુ ક્યારેક સમય મળતો ત્યારે આકાશ ની એ ડાયરી જરૂર વાંચતો આકાશ ની એ શાયરી ઓમાં નિશા માટેનો પવિત્ર નિસ્વાર્થ પ્રેમ અને નિશા માટે એના દિલમાં આદર સાફ દેખાતો હતો ત્યારે થતુ કે પ્રેમ માણસ ને ક્યારેક ખુબ સારો કલાકાર પણ બનાવીદે છે. તારીખ ૨૦ જુલાઈ ૨૦૧૪ રવીવાર નો દિવસ હતો જોકે દુનીયા ને કોઈ સ્કુલ રવીવારે તો ચાલુ નાજ હોય પણ અમારી સ્કુલ નો એવો નિયમ હતો કે આખા અઠવાડીયા દરમ્યાન જે કંઈ પણ ભણાવવામાં આવતુ એની પરીક્ષા રવીવારે લેવામાં આવતી જોકે ભગવાન ની કૃપા થી અમારી પરીક્ષા તો સારી રહી એટલે અમે ખુશ થઈ ને સ્કુલ ની બહાર આવ્યા અને ત્યાં સામેજ અમારી બસ ઉભી હતી. અમે બધા બસમાં જવાની તૈયારી કરતા હતાં ત્યાંજ આકાશ ને સ્કુલમાં કઈક કામ આવ્યુ એટલે આકાશ સ્કુલમાં ગયો અને અમે બસમાં બેઠા ત્યાંજ અમને ખબર પડે છે કે આજે અમારી બસ કોઈક કારણો સર ખોટવાઈ છે. એટલે અમારે છોકરી ઓની બસમાં જવાનુંં છે . સૌ પોત પોતા ના બેગ પકડી ને છોકરી ઓની બસમાં ગયા અને સૌ પોતપોતાની જગ્યા પકડી ને બેસી ગયા હતાં અમે પણ અમારા નિત્ય નિયમ પ્રમાણે કેબીનમાં ગોઠવાઈ ગયા, પણ હજી આકાશ આવ્યો ન હતો એટલે મને થોડી ચીંતા થવા લાગી હું કોઈ ને પુછુ એ પહેલા જ આકાશ આવી જાય છે. બસમાં સૌ પોત પોતા ની જગ્યા એ બેઠા હતાં એટલે ક્યાંય જગ્યા જ ન વધી અને કેબીન પણ ભરાઈ ગયું હતું એટલે આકાશ ને ઉભા રહેવુ પડ્યુ અમારા બસ ના ડ્રાઈવરે જગ્યા કરવાની કોષીસ કરી પણ મેળ ના આવ્યો નિશા ના બાજુમાં જગ્યા તો હતી પણ જ્યા સુધી કોઈ કહે નઈ ત્યા સુધી કેમ બેસવુ ? એટલે આકાશ ઉભો રહ્યો હું મારા ભાઈ ને જાણુ એ ખુબજ સરમાવ સ્વભાવ નો છે એટલે જલ્દી બેસે નહી એવામાં બસ સારુ થાય છે અને ત્યાં જ એક સુંદર અને મધુર અવાજ સંભળાય છે. આ અવાજ એટલો સુંદર હતો કે જાણે લાગતું હતું કે કોઈ કોયલ આંમ્રપાલીમાં ટહુકા કરતી હોય. આકાશ આજુબાજુ નજર કરે છે પણ ત્યાં કોઈ દેખાતુ નથી ત્યાં ફરીવાર એ જ મધુર અવાજ સંભળાય છે. " અહીં જગ્યા છે તમને કોઈ વાંધો ના હોય તો બેસી શકો છો " આકાશ ફરી નજર ફેરવે છે અને ત્યાં જ એની નજર નિશા ઉપર પડે છે. એ જે સુંદર અને મધુર અવાજ ને સોધતો હતો એ બીજા કોઈ નો નહી પણ નિશા નોજ હતો આકાશ થોડી વાર ઉભો રહે છે અને પછી નિશા નિ બાજુમાં જઈ ને બેશે છે. ત્યારે મને લાગ્યુ કે અસ્તીત્વ જેને મળાવવા બેઠુ હોય એને કોણ અલગ કરી શકે ?  આકાશ નિશાની બાજુમાં ગુપચુપ થઈ ને બેઠો હતો આકાશ ને વાત તો કરવી હતી પણ શુ કરે ત્યાં એને યાદ આવે છે કે બેસવાની જગ્યા આપવા બદલ નિશા નો આભાર વ્યક્ત કરવા નો રહીજ ગયો એટલે આકાશ એ કહ્યુ " થેન્ક્યુ " નિશા ના ચહેરા ઉપર એક સુંદર સ્મિત છવાઈ જાય છે પણ નિશા ના એ સ્મિત માં અને એના નિર્મળ દિલમાં આકાશ માટે પવિત્ર નિસ્વાર્થ પ્રેમ ની સરવાણી સાફ સાફ નજર આવતી હતી. આટલુ કહી ને આકાશ ફરી શાંત થઈ જાય છે નશા ને પણ આકાશ સાથે વાત કરવી હતી પણ કઈ રીતે કરે જોકે આજે નશા માટે સારુ એ હતું કે આકાશ આજે એના મિત્રમંડળ થી દુર હતો આમતો આકાશ હમેશા મિત્રો થી ધેરાયેલો હોતો પણ આજે અમને સૌને કેબીનમાં ભરવા માં આવ્યા હતાં એટલે આકાશ અને નિશા માટે એક સારો મોકો હતો કે એ શાંતી થી વાત કરી શકે એટલા માં નિશાએ એના મધુર અવાજમાં કહ્યું "કેવી ગઈ પરીક્ષા ? " આકાશે પણ ખુબજ મિઠાસ થી અને વિવેક પુરવક જવાબ આપ્યો "સારી ગઈ છે " " અને તારી ?" આકાશે પુછ્યું નિશા એ પણ એટલા જ વિવેક થી જવાબ આપ્યો " ખુબજ સારી રહી " .

અને આમ આકાશ અને નિશા વચ્ચે ધીરે ધીરે સંવાદ શરૂ થાય છે બંન્ને વાતોમાં એટલા મશગુલ થઈ જાય છે કે બન્ને એક બીજા નું નામ જ પુછવા નું ભૂલી ગયા જોકે આકાશ તો નિશા નું નામ જાણતો હતો પણ નિશા ને એ ખબર નોહતી કે પોતાને જેની માટે દિલમાં પ્રેમ છે એનું નામ શુ છે. એ દિવસે અમે છોકરી ઓની બસમા હતાં એટલે છોકરી ઓના બસ નો રૂટ અમારી બસ કરતા જુદો હતો અને જો એ રૂટ પ્રમાણે જોવા જઈએ તો અમારુ ઘર પહેલા આવી જતુ . આમ જોવા જઈએ તો અમારા માટે બન્ને રૂટ સરખા જ પડે એમ હતાં કારણ કે અમારુ ઘર એ રૂટમાં વચ્ચોવચ કહી શકાય . પણ આકાશ અને નિશા બન્ને એક બીજા સાથે વાતો કરવામાં એટલા મશગુલ હતાં કે સમય જાણે રણ ની રેતી જેમ હાથમાંથી વહી જાય એમ સમય પણ નીકળી ગયો જાણે લાગ્યુ કે હજી થોડીક જ ક્ષણ થઈ છે ! પણ આ ક્ષણ આકાશ અને નિશા માટે અનમોલ બની ગઈ આ થોડાક સમયમાં નિશા અને આકાશ વચ્ચે ગાઢ મિત્રતા ના સંબંધ બંધાઈ ગયા હતાં અને એટલીજ વારમાં અમારુ ઘર આવે છે. આકાશ ઘરે ઉતરવા માટે ઉભો થાય છે ત્યાં નિશા ને એનું નામ પુછવા નું યાદ આવે છે. " અરે હાં આપડે આટલી બધી વાત કરી પણ તારુ નામ પુછ વાનું તો હું ભૂલી જ ગઈ બાઈ ધ વે તારુ નામ શુ છે "નિશા એ પુછ્યું આકાશે એક સ્માઈલ સાથે કહ્યુ " મારુ નામ ? " નિશાએ કહ્યુ "હાં" આકાશે ફરી હસી ને કહ્યુ "આકાશ" ત્યાં બસ ઉભી રહે છે અને આકાશ અને હું ઘરે જવા નિકડી પડ્યા. આકાશ માટે આજનો દિવસ દુનિયા નો સૌથી સુંદર અને ક્યારેય ભૂલી ના શકાય એવો હતો અને કહેવાય છે ને કે પ્રેમ ની તો હર એક ઘડી અનમોલ હોય છે અને એવાત શાયદ આજે સાર્થક થઈ રહી હોય એવુ મને પણ લાગી રહ્યું હતું. રાત્રે જમી ને હું મારા નિત્ય નિયમ પ્રમાણે કુદરત ની એ સુંદર રચનાઓ જોવા હું અગાસીમાં આવ્યો પણ ત્યાં જઈને જોયુ તો આકાશ મારા કરતા પણ પહેલા ત્યા આવી ગયો હતો. એ પણ શાયદ એ સુંદરતા નિહાળવા આવ્યો હતો . અમારી અગાસીમાં એક ચારપાઈ હમેશા રહેતી આકાશ એ ચારપાઈ પર સુઈ ને આકાશ ના એ ટમટમતા તારા અને તારા સાથે વાતો કરતા એ ચાંદા ને જોયા કરતો હતો એના મનમાં તો શાયદ હજી પણ નિશા નાજ વિચારો હતાં અને આવેજ ને કેમ ન આવે ? ધીરે ધીરે સમય આગળ વધે છે અને સાથે સાથે આકાશ અને નિશા ની દોસ્તી પણ આગળ વધે છે ધીરે ધીરે હવે પત્ર વ્યહવાર પણ ચાલુ થાય છે. સૌ પ્રથમ વાર આકાશ નિશા ને પત્ર લખે છે. અને નિશા પણ સામે પત્ર નો જવાબ આપતી એટલે હવે મોટાભાગ ની વાતો પત્રો થી થતી ક્યારેક આકાશ પત્ર લખે તો ક્યારેક નિશા. પત્રો ના કાગળ ભલે સાધારણ હોય પણ એ પત્રો ક્યારેય સાધારણ ન હતાં પત્રોમાં બન્ને નો એકબીજા માટે નો નિસ્વાર્થ પ્રેમ અને બન્ને ની એકબીજા માટેની લાગણી ઓ હતી એ પત્રમાં માત્ર અક્ષરો અને શબ્દો જ નોહતાં પણ એમાં એ બન્ને ના દિલ હતાં. મને યાદ છે ત્યાં સુધી ક્યારેય નિશા અને આકાશ વચ્ચે ઝઘડો થયો જ નથી એનું કારણ બીજુ કઈ નહી તેમનું એક બીજા માટે નું સમર્પણ અને એકબીજા માટે નો નિસ્વાર્થ પ્રેમ હતો. મારા ભાઈ આકાશ પાસે થી પ્રેમ વિશે મને ગણુ બધુ સમજવા મળ્યું છે ભાઈ હમેશા કહેતો કે પ્રેમ ક્યારેય પ્રેમી ને બંધનમાં બાંધતો નથી એ હમેશા પ્રેમી અને પોતાના પ્રેમ ને હમેશા આઝાદ રાખવાની કોશિસ જ કરશે મારા ભાઈ આકાશ ની વાતા મને ખરેખર સાચી લાગે છે આજ ના સમયમાં મારા ગણા મિત્રો છે એમના પ્રેમ પ્રેમ નહી પણ ક્યારેક મને પાખંડ લાગે. આકાશ અને નિશા માટે પ્રેમ હમેશા એકબીજા ની ખુશી જ રહી એ મને આજે પણ યાદ છે હવેતો આકાશ અને નિશા ના પ્રેમની વાત મારા કલાસ ના બધા જ જાણતા હતાં. અને અમારા સર આકાશ ને જમાઈ કહી ને બોલાવતા. સમય ને વિતતા ક્યાં વાર નથી લાગતી આકાશ અને નિશા ની મિત્રતા ને બે મહીના પુરા થયા હતાં પણ ક્યારેય એક સાથે બહાર નોહતાં ગયા. એટલે આકાશે નિશા ને પત્ર લખ્યો અને પત્ર માં લખ્યુ હતું "નિશા આજે આપણી મિત્રતા ના બે મહિના થઈ ગયા પણ આપણે ક્યારેય મળ્યા નથી જો તારા પાસે થોડો સમય હોય તો આ રવીવારે મને મળીશ ?" અને બીજાજ દિવસે નિશા નો પત્ર આકાશ પાસે આવે છે નિશા કહ્યુ " આકાશ તારા જેવો મિત્ર આ દુનીયામાં ક્યારેક જ મળે મને એ વાતની ખુશી છે કે આપણી મિત્રતા ને બે મહિના પુરા થયા અને હું પણ તને મળવા ખુબજ ઉત્સુક છુ સમય અને સ્થળ મને આગલા દિવસે જણાવી દેજે હુ જરૂર મળીશ". હવે આકાશ માટે એક નવી સમસ્યા એ હતી કે મળવું તો ક્યાં મળવુ જગ્યા એવી શોધવી પડે કે જે બંન્ને ના ઘર થી નજીક હોય. ગુજરાત રાજ્ય મુખ્યત્વે તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, તથા દક્ષિણ ગુજરાત આમ ત્રણ ભાગમાં વહેચાયેલુ છે આમ તો આકાશ અને નિશા બન્ને વર્ષો થી સુરત જ રહેતા હતાં સુરતમાંમાં જગત જનની તાપી સાક્ષાત બીરાજે છે તાપી મધ્ય પ્રદેશ ના મુલતાઈ પ્રદેશમાં થી ઉદભવે છે અને તાપી ની બાજુમાં પર્વતમાળા આવેલી છે આ બંન્ને પર્વતમાળામાં એક વિધ્ય અને બીજી સાતપુડા ની પર્વતમાળા આ બન્ને પવર્તમાળા જાણે તાપી મૈયા ની રક્ષામાં જોડાઈ હોય એવુ લાગે તાપી નદી એ મધ્યપ્રદેશ ઉપરાંત તે મહારાષ્ટ્રમાં થઇ ને ગુજરાત ના દરિયામાં ભળી જાય છે પણ તાપી એક સોંદર્ય નું પ્રતીક છે તાપી ના કાંઠા ના વિસ્તારમાં ગણા મંદિરો આવેલા છે તે પૈકી એક મંદિર ભગવાન મહાદેવ નું છે જ્યાં ભગવાન મહાદેવ શૂલપાણેશ્વર રૂપે બિરાજે છે.

       ભગવાન શૂલપાણેશ્વર નું મંદર ખુબજ સુંદર છે સાથે સાથે ગણુ શાંત પણ છે આ મંદિર ની ભવ્યતા ની જો હું વાત કરુ તો મંદિર ગણુ જુનું છે છતા પણ તેની સુંદરતા હજુ પણ સાસ્વત અને અખંડ છેમાં તાપી બાજુમાંથી વહી રહી છે તાપી આમ તો શાંત નદી છે પણ ચોમાસા દરમ્યાન જો ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો તેના પ્રવાહ નો વેગ વધે. ભગવાન શૂલપાણેશર ના મંદિર ના પટાંગણમાં ગણા બધા વૃક્ષો વાવ્યા છે ત્યાં આંબો, વડ અને લીમડા ના વૃક્ષો નું પ્રમાણ વધારે છે પણ જો આ પટાંગણ ની શોભા કોઈ વધારતું હોય તો તે છે કરેણ નું વૃક્ષ કરેણ નું વૃક્ષ આમ તો બારમાસી હોય છે પણ ચોમાસા ની ઋતુમાં તે વધુ સુંદર લાગતું અને ભગવાન શૂલપાણેશ્વર ની શોભામાં વૃદ્ધી કરતુ. આકાશ અને હું અગાશીમાં જયારે સુંદર ટમટમતા તારલા જોતા હતાં ત્યારે મને આ મંદિર ની યાદ આવી આમતો હું એક આદ વાર ત્યાં ગયો હતો અને ત્યાં મન ની શાંતી નો અનુંભવ પણ કર્યો હતો આ સ્થળ અમારા અને નિશા ના ઘરથી સૌથી નજીક હતું એટલે મે આકાશ ને આ સ્થળ પર ધ્યાન દોર્યુ. અને આકાશ ને પણ પસંદ આવ્યુ અને આકાશે નિશા ને પત્ર લખી ને જણાવી દિધુ. અને ત્યાં રવિવાર આવી પણ જાય છે સવારે તો અમારી સ્કુલ ના નિયમ મુજબ પરીક્ષા હોતી એટલે સવારે તો અમે સ્કુલમાં ગયા અને ભગવાન ની કૃપા થી આ પણ પરીક્ષા અમારી ખુબ સારી ગઈ હતી. આકાશ તો નિશા ને મળવા ખુબજ ઉત્સાહીત હતો અને નિશા પણ આકાશ ને મળવા માટે એટલી જ ઉત્સાહિત હતી . પરિક્ષા પુરી કરી ને અમે ઘરે આવ્યા ત્યાં બપોર ના ૧:૦૦ વાગ્યા હતાં અને નિશા પણ ૧:૧૫ સુધીમાં ઘરે પહોંચી ગઈ હતી એટલે એમણે મળવા નો સમય બપોરે ૨:૩૦ વાગ્યે રાખ્યો હતો આકાશ અને હુ ઘરે પહોંચ્યાં ત્યાં જમવા નું તૈયાર હતું જમી ને હુ મારા કામમાં વ્યસ્ત થઈ ગયો અને આકાશ પણ નિશા ને મળવા જવા માટે તૈયાર થતો હતો જોકે ઘરે તો ખબર નઇ હતી કે આકાશ કોને મળવા જાય છે પણ મે એટલુ કહેલુ કે એ કુલદીપ ના ઘરે જાય છે. કુલદી૫ પણ મારો ભાઈજ છે ભલે અમારા વચ્ચે લોહીના સંબંધ નોતા પણ અમારા વચ્ચે દિલ ના સંબંધો તો જરૂર હતાં અને આ દુનીયામાં લોહીના સંબંધ કરતા ક્યારેક દિલ ના સંબંધો ગણા સારી રીતે નિભાવી જાય છે. અને ત્યાં ૨:૦૦ વાગે છે આકાશ ના ધબકારા પણ ઘડીયાળ ના સેકન્ડ કાંટા ની જેમ ધબકતા હતાં કારણકે એ આજે પહેલી વાર નિશા ને મળવા જવાનો હતો. આકાશ નિશા ને મળવા ઘરે થી નીકળ્યો ત્યારે લગભગ બપોર ના ૨:૧૫ થયા હતાં. આકાશ ભગવાન શૂલપાણેશ્વર ના મંદિરે પહોંચે છે. જોકે મંદિર તો બંધ હતું પણ વાતાવરણ તો ત્યાનુંં એટલુજ પવિત્ર અને સુંદર હતું કોયલો ના ટહુકાર અને ચકલીઓ ની ચી -ચીં સંભળાઈ રહી હતી ત્યાં થી થોડે દુર એક ગૌશાળા હતી મંદિર ના પુજારી અને ત્યાં આવતા જતા ભગવાન ના ભગતો એ ગૌશાળા ની સંભાળ રાખતા. એ ગાયો ના ભાંભરવા ના અવાજ મંદિર ના વાતાવરણ તે વધુ પવિત્ર બનાવતા હતાં ઠંડો પવન પણ વઇ રહ્યો હતો એક તરફ મા તાપી ખળ ખળ કરી ને વહી રહી હતી આ પવનમાં તાપી ને સ્પર્શ કરી ને વહેતો હોવાથી એ પણ પવિત્ર બની જતો પુષ્પવાટીકા ના ફુલો ની એ મંદ મંદ સુગંધ પણ એ પવન સાથે આખા પટાંગણમાં પ્રસરી રહી હતી જાણે લાગતું હતું કે ભગવાન મહાદેવ નો અભિષેક કરવા ના જતા હોય ! અને ત્યાં થોડીક જ વારમાં નિશા પણ આવી જાય છે નિશા પણ એના ઘરે એની સહેલી ને ત્યાં જાય છે એવુ કહી ને આવી હતી અને પ્રેમ ની આજ તો મજા છે. નિશા ને જોઈ ને આકાશ ખુબજ ખુશ થઈ ગયો અને નિશા ની ખુશી નો પણ પાર ન રહ્યો . આકાશ અને નિશા બન્ને એ કરેણ ના ઝાડ નીચે બેસે છે અને ગણી બધી વાતો કરે છે બાજુમાં જ મૈયા તાપી વહેતી હતી અને ભગવાન શૂલપાણેશ્વર ના ખોળે બેઠા હતાં એટલે દિલમાં કોઈ ભય હોવાનો તો સવાલ જ ક્યાં હતો? બન્ને જણા મન મુકી ને વાતો કરે છે અને વાત કરતા કરતા સમય ક્યાં નીકળી ગયો એ બન્ને ને ખબરજ ના રહી વાત કરતા કરતા લગભગ ૨ કલાક થઈ ગયા હતાં એટલે બન્ને ભગવાન શૂલપાણેશ્વર ના અનેમાં તાપી ના દર્શન કરી ને ઘરે જવા નીકળે છે. અને બન્ને એકબીજા ને દર રવિવારે મળવાનું વચન પણ આપે છે. બન્ને જણા એ એકબીજા ને પોતાના દિલની વાત તો ના કહી પણ ભગવાન શૂલપાણેશ્વર અનેમાં તાપી ની સાક્ષી એ આપેલા વચન ની સાથે સાથે ભગવાન મહાદેવે બન્ને નો પ્રેમ હમેશા અખંડ અને અવીરત રહે એવા આશીર્વાદ પણ આપ્યા હોય એવુ લાગતું હતું. બન્ને જણા નો એકબીજા પ્રત્યેનો પ્રેમ દિવસે ને દિવસે વધતો જાય એવી હું પણ પ્રાથના ઘરે બેઠો બેઠો કરતો હતો.ત્યાં આકાશ ઘરે આવે છે . પણ આજે આકાશ ખૂબજ ખૂશ હતો.

પ્રેમ તો પારસ મણિ છે એ જેને પણ સ્પર્શ કરે એને એના અવિરત વહેતા એ આનંદ પ્રવાહમાં વહાવી દેય છે. એ દિવસે રવીવાર હતો એટલે મારે કઈ ખાસ કામ તો નઈ હતું એટલે સાંજ પડે હું અને આકાશ રસ્તા ઉપર સહેર કરવા નીકળ્યા હતાં બેત્રણ દિવસ થી વરસાદે પણ ઠામ લીધો હતો. એટલે રસ્તાઓ કોરા હતાં રસ્તાની બંન્ને બાજુ ફુલોના નાના નાના ઝાડ હતાં એટલે ત્યાંથી ફુલ ખરી ને પવન ના પ્રતાપે રસ્તા ઉપર આવ્યા હતાં એવુ લાગતું હતું કે ફુલો નો રાજા તેની પચરંગી સેના લઈ ને ચડાઈ કરવા નીકળ્યો હશે. અમારા ઘરના રસ્તાઓ આમતો સુમસામ હોય ત્યાં લોકોની એટલી અવરજવ૨ નથી હોતી પણ મેઈન રોડ ઉપર રસ્તાનુંં સમારકામ ચાલતુ હોવાથી રસ્તાઓ ડાઈર્વટ કરાયા હતાં એટલે અવરજવર વધવાના કારણે કેટલાક ફુલ રસ્તાપર ચેપાયા હતાં એટલે એની મંદ મંદ સુગધ પણ વાતાવરણ ને પ્રભાવિત કરતી હતી. આકાશ અને હું રસ્તા પર ચાલતા ચાલતા જતા હતાં ત્યાં અમને એક ખુબજ મોટી ઉંમર ના વૃધ્ધ માજી મળે છે જોતા તો એ ગરીબ પરીવાર ના લાગતા હતાં એ વૃદ્ધ માજી અમારી પાસે આવ્યા અને કહ્યું " બેટા મારો છોકરો મને રાખવા તૈયાર નથી મને સરખુ ખાવા પણ નથી આપતો , બેટા મને આમમાંગતા શરમતો આવે છે પણ શુ કરુ હું મજબુર છુ. કઈ કામ કરી શકુ એવી હાલતમાં નથી એટલેમાંગવુ પડે છે." આટલુ કહેતા કહેતા તો એ વૃધ્ધ માજી નાં આંખમાં આશુ આવી ગયા. મને અને આકાશ ને તેમને જોઈ ને દયા આવી ગઈ એટલે. મે એ માજી ને એક બાકડા ઉપર બેસાડ્યા અને આકાશ એમના માટે ખાવાનું લેવા ગયો થોડા પૈસા મારી પાસે હતાં અને થોડા આકાશ પાસે એટલે પૈસા ભેગા કરી ને આકાશ તેમની માટે ખાવાનું લઈ આવ્યો અને એમને જમાડ્યા. માજી જમતા હતાં એટલે અમે એમના બાજુ ના બાકડે બેસી ને નિશા ની વાત કરતા હતાં અમને ખબર નઈ હતી કે એ માજી પણ અમારી વાત સાંભળતા હતાં . જમ્યા પછી તેઓ જયારે વિદાય લેય છે ત્યારે એમણે આકાશ ને આર્શીવાદ આવ્યા અને કહ્યુ " તારો પ્રેમ નિશ્વાર્થ અને નિશ્છલ છે એ જરૂર તને મળશે " આમ કહીને એમણે એમના સાડી ના છેડે થે ૧ રૂપીયા નો સિક્કો આપવા હાથ ધર્યો પણ અમે ન લીધો માજી એ ઘણો આગ્રહ કર્યો પણ અમે ન લીધો પછી માજી ચાલતા ચાલતા એમના ઘરે નીકળવા નીકળી ગયા અને અમે પણ ઘરે આવ્યા. પણ મગજમાંથી એ માજી ના વાક્યો હજીએ નિકળતા નઈ હતાં. એટલામાં જમવાનો સમય થાયો અને જમીને હું અને આકાશ અગાસીમાં ગયા આકાશ એના હું એક જ વિચારમાં ખોવાયા હતાં કે પેલા માજી નું શુ થયુ હશે ? આજે બાળકો એમના માતા પીતા નો આદર કરતા ભૂલ્યા છે શાયદ આ કળીયુગ નોજ પ્રતાપ લાગતો હતો . મગજ વિચારતું હતું કે એ માજી એ એમના દિકરાને કેટલો સાચવી ને મોટો કર્યો હશે? અને આજે આ દિવસો જોવાના વારા આવ્યા એમનો દિકરો તો ગમે તેવો હોય પણમાં ના હૃદયમા પ્રેમ ની ધારા હમેશા વહેતી જ રહે છે. પ્રેમ નો મતલબ એવો તો ક્યારેય નથી કે પ્રેમ માત્ર છોકરા છોકરી વચ્ચે હોય એનેજ પ્રેમ કહેવાયા. શાયદ છોકારા અને છોકરી વચ્ચેનો પ્રેમ ક્યારેક સ્વાર્થી અને મતલબી હોય શકે પણમાં બાપ નો પ્રેમ હમેશા નિશ્ચાર્થ જ હોય છે. આકાશ એક સંસ્કારી અને આદર્શ વ્યક્તીત્વ પહેલેથી જ ધરાવતો હતો. આકાશ નિશા ને જેટલો પ્રેમ કરતો હતો એના કરતા પણ વધારે એ મમ્મી પપ્પાને પ્રેમ કરતો હતો આમ એ પ્રેમી નંબર વન તો હતોજ સાથે સાથે બેટા નંબર વન પણ હતો. અને જો હું મારા માટે વાત કરુ તો આકાશ એક આદર્શ ભાઈ પણ હતો આકાશ મારી માટે મારા ભગવાન સમાન છે આકાશ મારા માટે પ્રેમ અને કરુણા ની સાક્ષાત મૂર્તી છે. ક્યારેક મારી ભૂલ હોય તો પણ આકાશે ક્યારેય મને કહ્યું નથી કે ભાઈ તારી ભૂલ હતી . આકાશ જેવો ભાઈ તો ગત જન્મોમાં સારા પુણ્ય કર્યા હોય તોજ મળે. આકાશ ની સાથે સાથે નિશા પણ એટલી જ સંસ્કારી અને ઓછાબોલી છોકરી હતી જો મારો ભાઈ ભગવાન રામ હોય તો નિશા મારા માટેમાં જાનકી છે જો મારો ભાઈ કૃષ્ણ હોય તો નિશા મારી માટેમાં રાધીકા છે. બન્ને ની આ સુંદર જોડી હજુ બની તો ન હતી પણ એ દિશા માં જવાની તૈયારી હતી મને એના એંધાણ દુરથી જ દેખાતા હતાં જેનો અનુંભવ મારા હૃદયના કોઈક પુણે થઈ રહ્યો હતો. બીજા દિવસ એ અમારુ એ નિત્યકર્મ શરૂ થઇ ગયું અને અમે ફરી પાછા કામે લાગી ગયા. આકાશ અને નિશા એ બંન્ને એ એકબીજા ને આપેલા વચન પ્રમાણે દર રવીવારે ભગવાન શૂલપાણેશ્વર ના એ દિવ્ય અને પ્રાકૃતિક સુંદરતા થી ભવ્ય એ મંદિર મા મળતા.

આકાશ અને નિશા વચ્ચે દિલની એ લાગણી ઓતો હતી પણ એ બન્ને અત્યાર સુધી એક બીજા ને કહી શક્યા નો હતાં . એટલે મને થોડી ચંતા થાય છે એટલે આકાશ સાથે મે વાત કરી અને કહ્યું " ભાઈ હું તારા દિલ ની વાત સમજુ છુ અને જાણુ પણ છુ તારા દિલમાં રહેલે નિશા માટે નો પ્રેમ સાચો છે તુ નિશા ને કહી દે જે કઈ પણ તારા દિલમાં હોય એ " આકાશ મારી સામે જોઈને હૃદય સ્પર્શી સ્મીત આપ્યુ અને કહ્યુ " ભાઈ મારે કહેવુ હોત તો મે ક્યારનું ય કહી દીધુ હોત પણ હજી એનો સમય નથી આવ્યો સમય આવશે એટલે જરૂર કહી દઈશ " મારા દિલ ને થોડી શાંતી થઈ મને બીજી તો કોઈ ચીંતા નઈ હતી પણ એટલુ હતું કે ક્યાંક મારા ભાઈનો પ્રેમ અધુરો ના રહી જાય . પણ મને પૂરેપૂરો વિશ્વાસ હતો કે મારો ભાઈ કહે એ વસ્તુ ક્યારેય ખોટુ ના હોય એણે જે કઈ પણ નિર્ણય કર્યો હશે તે વિચારીને જ કર્યો હશે. સમય ને પસાર થતા ક્યાં વાર લાગે છે ? ત્યાં સપ્ટેમ્બર મહીનો શરૂ થઈ ગયો હતો અને આકાશ અને નિશા બંન્ને ના રવિવારે મળવા નો ક્રમ હમેશા ચાલતો આવ્યો હતો તારીક ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૪ આ દિવસ મને બરાબર યાદ છે આજે રવિવાર તો ન હતો પણ કોઈક કારણો સર અમને સ્કુલ મા રજા આપવામાં આવી હતી અને આકાશ ને નિશા એ અગાઉ થીજ મળવા માટે પત્ર લખી દીધો હતો આજે તો સ્કુલ હતી નઈ એટલે બંન્ને એ સવારે મળવા નું નક્કી કર્યુ હતું આકાશ મનમાં ને મનમાં વિચારતો હતો કે આમ અચાનક નિશા ક્યારેય મળવા બોલાવે નહી જો કોઈ ખાસ કામ ન હોત તો એ રવિવારે મળી લેતે પણ કઈક જરૂરી કામ હશે એટલે અચાનક મળવા નું ગેઠવ્યું હશે આમ વિચાર મા ને વિચાર મા આકાશ ત્યાં પહોંચી ગયો અને ત્યાં જઈ ને જોવે તો નિશા આવી ગઈ હતી અને થોડી ચીંતા મા પણ હતી . આકાશ જલદી થી નિશા પાસે ગયો અને કુશળતા ના સમાચાર લિધા ભગવાન ની કૃપા થી બધુ જ કુશળ મંગલ હતું. પછી આકાશ અને નિશા કરેણ ના એ ઝાડ નીચે બેઠા નિશા કંઈક કહે એ પહેલા આકાશ નિશા નો હાથ તેના હાથમાં લીધો અને નિશા ને કહ્યું " નિશા હું તને મારા પ્રેમ ના બંધનમાં બાંધવા નથીમાંગતો કારણ કે બંધન જીવનમાં કોઈ ને નથી ગમતું પણ હા મારા આ પ્રેમ ની સાથે જીવવા જરૂરમાંગુ છુ હું તને ક્યારેય ખોવા નથીમાંગતો નિશા, હુ હમેશ તારી સાથે રહેવામાંગુ છું. હવે મારે પ્રેમ ને નિભાવવો નથી હવે મારે મારા પ્રેમ ને જીવવો છે નિશા શુ તુ મને સાથ આપીશ ? " નિશા થોડી વાર માટે સ્તબ્ધ થઈ ગઈ નશા નો હાથ હજુ પણ આકાશ ના હાથમા જ હતો. નિશા પણ આકાશ ને આજ કહેવા આવી હતી આકાશ ના મોઢે આ વાત સાંભળી તે ખુબજ ખુશ થઈ ગઈ અને તેના બીજા હાથ થી આકાશ ના બંન્ને હાથ પકડે ને કહ્યું " આકાશ હું તને આજ કહેવા આવી હતી શાયદ તે મારા દિલ ની વાત સાંભળી લીધી , મારા જીવનમાં જો તુ હોય તો આ એક નઈ સાતેય જન્મો મા તારો સાથ આપીશ " આકાશ અને નિશા ભગવાન શૂલપાણેશ્વર અનેમાં તાપી ના દર્શન કરી ને તેમની સાક્ષીમાં હમેશા સાથે રહેવાનુંં વચન આપ્યુ અને બન્ને વચ્ચે પ્રેમ અને લાગણી ભર્યા સુવાળા સંબંધ ની શરૂઆત થાઇ. પ્રેમ તો સર્મપણ અને લાગણી નો અથાગ સાગર છે બન્ને જણ સંપૂર્ણ સર્મપણ થી એકબીજા ના પહેલેથી જ થઈ ચુક્યા હતાં. આકાશ અને નિશા એ કરેણ ના ઝાડ નીચે બેસી ને ગણી વાતો કરી ત્યાં ઘરે જવાનો સમય થઇ ગયો હતો આકાશ અને નિશા ની ખુશી નો પાર ના રહ્યો બન્ને ભગવાન મહાદેવ ના આર્શીવાદ લઈ ને ઘરે જવા નીકળી ગયા. આકાશ ઘરે આવ્યો એનો ચહેરા પર ખુશી સમાતી ન હતી એને જોઈને મને ખબર પડી ગઈ કે શુ થયુ હશે બપોરે જમીને આરામ કરવા નો સમય થયો એટલે હું અને આકાશ મારી રૂમમાં હતાં આકાશે મને સંપૂર્ણ વાત જણાવી અને વાત સાંભળે ને મારી પણ ખુશી નો પાર ના રહ્યો તેથી એ દિવસ થી લઈ ને આજ સુધી ૧૯ સપ્ટેમ્બરે હું ગમે ત્યા હોવ પણ આકાશ ને જરૂર અભીનંદન મોકલુ.

       સપ્ટેમ્બર મહિનો અડધો થયો હતો. ધીરે ધીરે અમારા પ્રથમ સત્ર ની પરીક્ષા પણ નજીક આવી રહી હતી પણ પરીક્ષા નો અમને જરાય ડર નો હતો કારણ કે અમારી સ્કુલ ના રવીવારે પરીક્ષા લેવાના એક સરસ નિયમ ના કારણે અમારી ગણી ખરી તૈયારી થઈ ગઈ હતી અમારા પ્રથમ સત્ર ની પરીક્ષા આમતો ઓક્ટોમ્બર મહિના ના છેલ્લા અઠવાડીયામાં હતી અને સાથે સાથે વચ્ચેમાં જગત જનની ભગવતી અંબા ની આરાધના ના દિવસો શરૂ થવાના હતાં એટલે અમે આ નવ દિવસ નવરાત્રી મા જોડાવા માટે થોડા દિવસ પહેલા થીજ અમારુ વાંચવાનુંં પુરુ કરવા લાગ્યા હતાં અને અમારી પાસે વાંચવા અને પરીક્ષા ની તૈયારી માટે સારો સમય પણ હતો કારણ કે અને પરીક્ષા ના મહિના પહેલા જ સ્કુલમાંથી વેકેશન મળી ગયું હતું આ વેકેશન ફરવા કે મસ્તી મજા કરવા ન હતું પણ વાંચવા માટે હતું એટલે અમે પરીક્ષા માટે સારી રીતે તૈયાર થઈ ગયા હતાં અને નવરાત્રીમાં પણ જોડાયા. કેમ ના જોડાઈયે ? ગુજરાત નો સૌથી મોટો તહેવાર જો હતો. નવરાત્રી પુરી થઈ હતી અમે સૌ પણ મસ્તીના મુડમાંથી બહાર નીકળી ને પરીક્ષા માટે સીરીઅસ થયા હતાં એટલે સૌ વાંચવામાં લાગી ગયા હતાં. આકાશ અને નિશા એ મળવા નું બંધ તો નો હતું કર્યુ પણ તેઓ દર રવીવારે ૨ કલાક મળવાને બદલે ૧ કલાક મળતા આમ તે બન્ને પણ પરીક્ષા ની તૈયારી મા લાગી ગયા હતાં. ત્યાં થોડાક જ દિવસમાં અમારી પરીક્ષા શરૂ થઇ અને અમારા સૌની પરીક્ષા ગણી સારી રીતે ગઈ અમે આમતો ભણવામાં બહુ હોશીયાર તો ન હતાં પણ હાં ૬૫-૭૦ % આવી જતા એટલે અમને બહુ વધારે માર્કક્ષ ની લાલચ પણ નોહતી પરીક્ષા ખુબ સારી રીતે પૂર્ણ થઈ હતી એની ખુશી અમને સૌને હતી પણ એના થી પણ વધારે ખુશી અમને દિવાળી ની હતી.આપણો ભારત દેશ તહેવારો નો દેશ છે એટલે નવરાત્રી પછી દિવાળી અને દિવાળી પછી જન્માષ્ટમી, રક્ષાબંધન, ઉતરાયણ શરૂ ને શરૂજ રહે . પરીક્ષા પૂર્ણ થઈ હતી એટલે અત્યારે તો વેકેશન હતું સૌ મસ્તી - મજા અને ફરવા ના મૂડ મા હતાં. અને એવામાંજ અમારા ઘરે થી ફરવા નો પ્રોગ્રામ ગેઠવવામાં આવ્યો . આમ તો અમે સૌ જવા ના હતાં પણ આકાશે નિશા ને આપેલુ વચન પણ પૂરુ કરવા નું હતું એટલે આકાશ ઘરે જ રહ્યો. ગુજરાત રાજ્ય જેટલુ તેના તહેવારો ના મેળઓ માટે જાણીતુ છે એટલું જ એ તીર્થો માટે પણ જાણીતુ છે ગુજરાતમાં ગણા બધા તિર્થ સ્થાનો આવેલા છે. કહેવાય છે કે ગુજરાત રાજ્ય નો દરેક જીલ્લો ક્યાં તો તિર્થ સ્થાન અથવા તો ઐતિહાસિક સ્થળો અથવા તો કોઈ ને કોઈ પર્યટન સ્થળો આવેલા છે. પણ આ સૌ ની વચ્ચે જો સૌથી જૂનું તિર્થ સ્થાન હોય તો તે છે ભગવાન મહાદેવ નું મંદિર સોમનાથ મંદિર જે સૌરાષ્ટ્ર ના વેરાવળ ના દરીયા કાઠે સ્થીત છે ર્દુભાગ્ય વસ મને આ મંદિર મા જવાનો મોકો મળ્યો તો નથી પણ જવાની ઇચ્છા ગણી છે સોમનાથ વિષે આપણા ઇતીહાસ મા પણ ઘણુ લખ્યું છે સોમનાથ મંદિર ની દિવ્યતા અને તેની ભવ્યતા દરેક ગુજરાતી ના દિલ નું ગૌરવ છે. એવુ જ એક મંદિર જે ગુજરાત રાજ્યની ઉત્તર સીમા પર સ્થીત અને રાજસ્થાન થી ગણુ નજીક અને ૫૧ શકતી પીઠોમાંથી એક જગત જનની ભુવનેશ્વરીમાં જગદંબા અંબાજી નું મંદિર આવેલુ છે જે ગુજરાતના નૈઋત્ય ખૂણે સ્થિત છે. આ મંદિર માટે એવુ કહેવાય છે કે પૌરાણીક કથા અનુંસાર જ્યારે ભગવાન મહાદેવમાં સતી નું મૃત શરીર લઈ ને અવકાશ મા વિલાપ કરતા હતાં ત્યારે ભગવાન વિષ્ણુ એ તેમના સુદર્શન ચક્ર ની મદદથીમાં સતી ના મૃત શરીર ના ૫૧ ટુકડા કર્યા હતાં અને એ ટુકડા ધરતી પર જ્યાં જ્યાં સ્થિત થયા ત્યાં ત્યાં શકતી પીઠો નું નીર્માણ થયુ હતું એવુ માનવામાં આવે છે કે આ સ્થાને માતા સતી નું હૃદય અહીયા સ્થીત થયુ હતું એટલે અહીંમાં જગદંબા અંબીકા નું મંદિર બન્યું.અહીંયા માતાજીના બે મંદિર છે એક પર્વત પર અને બીજુ મંદિર નિચે સ્થિત છે આ બે મંદિર ની પણ એક અદભુત કથા છે. અહીં દાંતા નામનુંં એક શહેર આવેલુ છે આજથી ગણા વર્ષ પહેલા આ એક રાજ્ય ની રાજધાની હતી અહીં રાજ પરીવાર તેના કુટુંબી જનો સાથે રહેતા આજે પણ અહીં એ રાજપરીવાર રહે છે. આમ તો માતાજી નું મુખ્ય સ્થાન ગબ્બર ડુંગર છે જે અરવલ્લી ની પર્વત માળામાં સ્થિત છે . પણ રાજ પરીવાર ના એક રાજા જેમનો નીયમ હતો કે રોજ માતાજી ની પૂજા કરવા તેઓ ગબ્બર પર જતા અને માતાજી ની પૂજા કરતા સમય જતા રાજા વૃદ્ધ થાય છે એટલે માતાજી ની પૂજા કરવા રોજ ગબ્બર પર આવી શકે તેમ ન હતું એવુ કહેવાય છે કે માતાજીનો તેમને સાક્ષાતકાર થતો એટલે એમણે માતાજી ને પ્રાથના કરી કે તેઓ એમના રાજમહેલમાં પધારે જેથી કરીને તેઓ તેમની રોજ પૂંજા કરી શકે માતાજી તેમની ભક્તી જોઈ ને પ્રસન્ન થયા અને તેમની સાથે ચાલવા તૈયાર થયા પણ માતાજી એ એક વચનમાંગ્યું કે હું તારી પાછળ પાછળ ચાલીસ જ્યાં સુધી રાજમહેલ ન આવે ત્યાં સુધી તારે પાછળ ફરી ને જોવાનુંં નહી જો તે જોશે તો માતાજી તેજ જગ્યા ઉપર સ્થિત થઈ જશે. રાજા માતાજી નું વચન સ્વીકારે છે અને રાજમહેલ તરફ આગળ વધે છે માતાજી રાજા ની પરીક્ષા લેવા માટે તેમના જાંજર પકડી ને ચાલે છે એટલે જાંજર નો અવાજ બંધ થતા રાજા ને થાય છે કે માતાજી પાછળ આવે છે કે નહી એ જોઈ લઉ જ્યાં રાજા પાછળ નજર કરે છે ત્યાં માતાજી તેમના વચન મુજબ સ્થિત થાય છે અને માતાજી નું મંદિર નીચે પણ બને છે. આમ માતાજી ની દિવ્ય કથાઓ ની સાથે સાથે માતાજી નું મંદિર પણ દિવ્ય છે. માતાજી ના મંદિર નું શીખર સૂર્વણ નું છે. આ મંદિર ની એક વિશેષતા એ છે કે મંદિરમાં કોઈ મૂર્તિ નથી પણ મંદિરમાં એક યંત્ર છે આ યંત્ર માટે એવુ કહેવાય છે કે યંત્ર ને દર મહિના ની આઠમ ના દિવસે અભીષેક કરવામાં આવે છે આ અભીષેક વખતે પુજારી આંખો ઉપર પાટા બાંધીને આ શ્રિયંત્ર નો અભિષેક કરે છે કારણ કે આ યંત્ર નું તેજ એટલુ છે કે કોઈ વ્યક્તી જોઈ નથી શકતુ આવા દિવ્ય અને આધ્યાત્મીક શક્તી ઓથી સંપન્ન આ મંદિરમાં અમે જવાનુંં નક્કી કર્યું.દિવાળી પૂરી થઈ ગઈ હતી પણ હજુ વેકેશન શરૂ હતું મને પાક્કી તારીખ તો યાદ નથી પણ નવેમ્બર મહીના નો રવીવાર હતો દિવસ મને એટલે યાદ છે કે આકાશ અમારી સાથે આવ્યો ન હતો એટલે મે એને ફોન કર્યો હતો એટલે રવીવાર ના દિવસ એ નિશા ને મળવા જવાનો હતો. રવીવારે સવારે અમે ત્યાં પહોંચ્યા સવારે થોડો સમય હતો એટલે ગબ્બર ડુંગર ઉપર અમે સવારે જ પહોંચી ગયા ત્યાં માતાજી નો અખંડ દિપ વર્ષો થી પ્રજવલીત છે એવુ કહેવાય છે કે આ દિપમાં અંબીકા ના નીચેના મંદિર થી જોઈ શકાય છે આ બંન્ને મંદિર એક બીજા ની સામસામે છે આજે લગભગ સવાર ના ૯:૩૦ થયા હતાં અમે મંદિરમાં જવા માટે લાઇનમાં ઉભા હતાં રવીવાર હતો એટલે થોડી ભીડ તો હતી પણ મા અંબીકા ના એ સ્થાનમાં પવીત્રતા અને શ્રધ્ધા તો એટલી જ હતી. ત્યાં અમે મંદિરમાં પહોંચ્યાં મંદિરમાં મા અંબીકા ની મૂર્તી ન હતી પણ યંત્ર ને એવી રીતે સણગારવામાં આવ્યુ હતું કે જોતા એમજ લાગે કે મા જગદંબા અંબીકા વાઘ ની સવારી કરી હોય . મા પાસે હું મારા માટે તો શુમાંગી શકુમાં અંબીકા એ મને બે પ્રેમાળ અને લાગણી શીલ ભાઈ આપ્યા એટલે મે મારા આકાશ ભાઈ અને કુલદીપ ભાઈ બન્ને ના પ્રેમ નીમાં હમેશા રક્ષા કરે એટલું જમાંગ્યુ.અનેમાં અંબા સૌની મનોકામના હમેશા પૂરી કરે છે. આજે અચાનક તમને એમ થયુ હશે કે કુલદીપ નો પ્રેમ ? હાં કુલદી૫ નો પ્રેમ.

 આજે હું મારા જીવન ના એવા એક વ્યક્તી ની પ્રેમ કહાની ની વાત કરવા નો છુ જે હમેશા મૌન રહ્યો છે પણ શાંત રહેવાની સાથે સાથે એ વ્યક્તી પ્રેમ અને લાગણી નો અથાગ સાગર છે. હું તો મારા બન્ને ભાઇના સેવક માત્ર છુ જેમના પ્રેમ ની છત્ર છાયા નીચે મારા જીવનના દરેક આયામો ને મે પરિપકવ થતા જોયા છે.  મારી દરેક સફળતા નું કારણ મારા ભાઈઓ નો સાથ અને તેમનો પુરો સહીયોગ છે.મારા અને કુલદીપ વચ્ચે લોહીના સંબંધ તો નઈ હતાં પણ હાં દિલ ના સંબંધ તો જરૂર હતાં અને હમેશા રહેશે આ દુનીયામાં લોહીના સંબંધ કરતા દિલ ના સંબંધ વધારે ટકે છે શાયદ એમ કહેતો ચાલે કે લોહીનો સંબંધ માત્ર એ જન્મ મા મળે પણ દિલ નો સંબંધ ધરતી પર જ્યારે પણ જન્મ લેવો પડે ત્યારે ત્યારે હમેશા સાથે જ હોય છે. કુલદી૫ અને આકાશ બન્ને મારા સગા ભાઈ જ છે. અને બન્ને મારા માટે મારા ભગવાન છે જો કુલદીપ રામ હોય તો મારો ભાઈ આકાશ ક્રિષ્ણ છે બન્ને નું મારા જીવનમાં એક વિષિષ્ટ સ્થાન છે કુલદીપ અને આકાશ બન્ને પ્રેમ અને લાગણી નો એવો સમુદ્ર છે કે જેમા રહેલા પ્રેમ અને લાગણી નો પ્રવાહ મધ કરતા પણ મિઠો છે. જો કુલદીપ ની વાત કરુ તો એ આમ શાંત રહે મે મારા આટલા જીવન કાળ દરમ્યાન બહુ ઓછો બોલતા જોયો છે આકાશ અને નિશા ની જેમ કુલદી૫ ની પણ એક લવસ્ટોરી છે કુલ દી૫ અને પિનિશા બન્ને "મેડ ફોર ઇચ અધર " કુલદીપ ની લવ સ્ટોરી પણ આકાશ ની જેમ સ્કુલમાંથી જ શરૂ થઈ હતી. જો હું કુલદી૫ ની વાત કરુ તો એ દેખાવમાં સુંદર ગોરો, પ્રમાણ સર ઊંચાઈ અને પાતળો દેહ અને જો પિનિશાની વાત કરુ તો એ પણ સુંદર ગોરી અને પ્રમાણ સર નો પાતળો ઊંચો દેહ . કુલદીપ અને પિનિશાસૌ પ્રથમ મારી સ્કૃલ ની બસમાં મળ્યા હતાં જોકે અમારી સ્કૃલ બઉ મોટી ન હતી એટલે ત્રણ બસ રાખી હતી એક બસમાં છોકરા અને બીજી બસમાં છોકરી ઓ હવે જે છોકરા અને છોકરી સૂરત ના પૂર્વ ઝોન એટલે કે વરાછા વિસ્તાર ના હતાં તેમની એક અલગ બસ આમ કુલ ત્રણ બસ હતી કુલદીપ અને પિનિશાઆ ત્રીજી બસમાં હતાં. પિનિશાએ કુલદીપ ને સૌપ્રથમ વાર બસમાં જોયો હશે આમતો શરૂઆતમાં કોઈ એક બીજા સાથે વાત તો ન કરતા પણ સમય જતા પિનિશા મારા અને કુલદીપ ના એક મીત્ર ની બહેન હોવાથી ઓળખાણ થઈ હતી એટલે ક્યારેક ક્યારેક વાત થતી. પેનીશા ના દિલમાં કુલદીપ માટે ગણો પ્રેમ હતો પણ તેણે પોતાના ભાઈ ના ડર ના કારણે ક્યારેય કહેવાની હિમ્મત નોહતી થઈ પણ સાચા પ્રેમ ની પોકાર છુપાવ્યે ક્યાં છુપે છે ? આજ ના જીવન કાળ દરમ્યાન સાચા પ્રેમ ને સમજવો ગણો જરૂરી છે ક્યારેક માણસ જેને પ્રેમ સમજતો હોય છે એ પ્રેમ નહી પણ બંધન હોય છે સાચો પ્રેમ ક્યારેય કોઈ ને બાંધવા ની કોશીશ નથી કરતો કે ક્યારેય તેના પ્રેમ નું પ્રદર્શન નથી કરતો . હું જેટલુ પણ જાણુ છુ ત્યાં સુધી મે ક્યારેય આકાશ અને નિશાને તેમજ કુલદીપ અને પિનિશાને પોતાના પ્રેમ નું પ્રદર્શન કરતા નથી જોયા . મારા બન્ને ભાઈ જો પ્રેમ ની મૂર્તી હોય તો નિશા અને પિનિશાબન્ને લાગણી નો સાગર છે . એટલે જ પિનિશા જાણતી હતી કે જો એ સામે થી કેશે તો કુલદીપ માટે ધર્મ સંકટ ઉભુ થઈ શકે તેમ હતું આ વાત પિનિશા ઘણી સારી રીતે જાણતી હતી એટલે એણે કુલદીપ ને કહેવાને બદલે મૌન રહેવાનું વધારે પસંદ કર્યુ. પણ હું હમેશા કહેતો કે જો આપણો પ્રેમ સાચો હશે નિશ્વાર્થ હશે તો જરૂર સામેવાળી વ્યક્તી સુધી પહોંચી જાય અહીયા પણ આવુજ કઈક થવાનું હતું જેના બીજ ગણા પહેલેથી જ રોપાઈ ગયા હતાં પણ પ્રશ્ન એ હતો કે શુ કુલદી૫ ને ખબર પડશે તો પણ તે આ પ્રેમ ને સ્વીકાર્શે ખરો ? કારણ કે તેના હાથ મિત્રતા ની ફરજો થી બંધાયેલા હતાં. જ્યાં સુધી હું કુલદી૫ ને જાણતો હતો ત્યાં સુધી કુલદીપ ક્યારેય પોતાના નીજી સ્વાર્થ માટે તે મિત્રતા ને દાવ પર ક્યારેય નઈ લગાડે. પણી જો બીજી બાજુ જોવુ તો પિનિશાનો નિશ્વાર્થ પ્રેમ જેમા લેસ માત્ર શંકાને સ્થાન નહતુંં તેના દિલમાં રહેલો કુલદીપ માટે નો પ્રેમ અને લાગણીમાં ગંગાની જેમ પવિત્ર હતાં જો કુલદીપ એનો અનાદર કરે તો શાયદ પાપ ગણાય.

    સવાલો અને વિચારો ઘણા હતાં પણ એક જ આશા નું કિરણ હતું પિનિશા ની પોતાના પ્રેમમાં શ્રધ્ધા અને એનો વિશ્વાસ. હું જાણતો હતો પિનિશાના મનમાં પ્રેમ અને ફરજો વચ્ચે યુદ્ધ ચાલતુ હતું એ યુદ્ધમાં કોણ જીતશે અને કોણ હારશે એની કોઈને ખબર નો હતો મારા મનમાં તો કોણ જાણે વિચારો ના ઘોડાપુર આવ્યા હતાં વિચારો મા ને વિચારો મા સમય ઘણો નીકળી ગયો હતો. તારીખ 18 જૂન ૨૦૧૪ આ દિવસ કઈક નવા આશા ના કિરણ લઈ ને ઉગ્યો હતો. કુલદીપ અને પિનિશા બસ મા સાથે હતાં પણ પિનિશાનો ભાઈ આજે બસમાં આવ્યો ન હતો એટલે આજે કુલદીપ અને પિનિશા માટે સારો સમય હતો કે તેઓ સાથે બેસી ને વાત કરે. શાયદ પિનિશા કુલદી૫ ની કઈક કહેવામાંગતી હતી એટલામાં જ કુલદીપ પિનિશા પાસે ગયો અને કહ્યું " પીની મારા માટે તારા દિલ માં લાગણી ઓ છે જેની મને ખબર છે પણ આજે હું તારા મોઢે સાંભળવામાંગુ છુ " પિનિશાએ કહ્યુ " હા કુલદીપ " કુલદીપ થોડી ક્ષણો માટે શાંત થઈ ગયો. અને એના જવાબ મા મને જે આશંકા નો ડર હતો એ જ થયુ કુલદીપે કહ્યુ "પીની પ્રેમ તો હું પણ તને કરુ જ છુ પણ શાયદ દોસ્તી માટે આપડે આ પ્રેમ ની આજે કુરબાની આપવી પડશે જો હું તને હા પાડીશ તો તારા ભાઈને ખરાબ લાગશે અને જો હું તને ના પાડુ તો ભગવાન પણ મને માફ નઇ કરે એટલા માટે શાયદ આ જનમમાં આપડે મળશુ કે કેમ એની મને નથી ખબર " આટલુ કહી કુલદી૫ ફરી શાંત થઈ જાય છે અને બસમાં થી બહાર જોવે છે ત્યાં બસ હજી તાપી ના બ્રિજ ઉપર પોહચી હતી બંન્નેની આંખોમાં આશુ હતાં. બંન્ને એકબીજા સામે જોયુ બંન્ને ના ચહેરા પર હતાંશા સાફ જલકતી હતી પણ શુ કરે બન્ને એક ના હાથ મિત્રતા ની ફરજો થી બંધાયા હતાં અને એક ના પ્રેમ ના નિયમો થી બંધાયા હતાં. બન્ને પોત પોતા ની રીતે સાચા કે ખોટા એ નોહતો જાણતો બસ એટલુ જાણતો હતો કે સાચો પ્રેમ કોઈક ભાગ્યશાળી ના આંગણે આવી ને ઉભો રહે. આ દુનીયામાં કોઈ વ્યક્ત લાંબો સમય ગુસ્સે ના રહી શકે અને જો રહે તો પણ જયારે વ્યક્તી શાંત થાય ત્યારે તેની સાથે જરૂર શાંત થઈ જાય છે. અને વાત પણ સાચી છે વ્યક્તી ના મૃત્યુ સમયે વ્યક્તી ને શાંત થવુ જ જોઈએ.

પ્રેમ અને લાગણી ની સાથે સાથે ફરજો થી બંધાયેલા આ બંન્ને જણા માટે મારા દિલમાં આદર વધતો જતો હતો પણ મનમાં એક વાત હમેશા ખટકતી કે એ બન્ને સાથે ના રહી શક્યા તો? સાથે સાથે આકાશ એ પણ કુલદીપ ને ઘણો સમજાવ્યો હતો પણ હવે એક જ આશા હતી કે હવે ભગવાન કઈક કરે તો થાય. મા અંબા ને હું તો રોજ પ્રાથના કરતો કે કુલદીપ અને પિનિશા ક્યારેય અલગ ન થવા જોઈએ સાથે સાથે આજ પ્રાથના હું આકાશ અને નિશા માટે પણ કરતો. આમતો તે વાતને ૧૦ - ૧૫ દિવસ થઈ ગયા હતાં પણ આ દિવસોમાં કુલદીપ ના વિચારોમાં થી કે તેના દિલ મા થી પિનિશાની વાતો જરા પણ દુર ન થઈ હતી એટલે કુલદીપ એ મનોમન નક્કી કર્યુ કે તે પિનિશાને તેના પ્રેમ નો ઇજહાર કરી દેશે અને તેણે વિચાર્યુ હતું એ જ રીતે તે પિનિશાપાસે ગયો અને પિનિશાને કહ્યુ " પિનિશામે તને ભૂલવા ની કોશીશ ગણી કરી પણ જેટલી તને ભૂલવા ની કોશીશ કરી એટલી તુ વધારે યાદ આવતી ગઈ આજે તારો પ્રેમ જીત્યો અને મારી ફરજો આજે હારે છે પીની અને તને એક વચન આપુ છુ કે તારા પ્રેમ ની રક્ષા માટે મારે જે કઈ પણ કરવુ પડે એ કરીશ . પિનિશાએ પણ કુલદીપ ને વચન આપ્યુ કે એ હમેશા કુલદીપ ની સાથે રહેશે.

   આ વાત ની જાણ પિનિશાના ભાઈ ને થાઇ ગઇ હતી એટલે તે ગુસ્સે થઇ ગયો પણ પિનિશા એ તેની સમજદારી થી એને સમજાવે છે પણ તેની લાખ કોશીશો કર્યા પછી પણ તેના ભાઈ ના કુલદીપ સાથેના સંબંધો મા થોડી કડવાહટ ના બીજ જરૂર રોપાઈ ગયા હતાં. એટલે એ બે-ત્રણ વાર કુલદીપ જોડે બદલો લેવા આવે છે પણ કુલદીપ શાંત થઈ ને એની સામે ઉભો રહે એક સારા અને સંસ્કારી માણસ ની આજ તો નીશાની છે આની સાથે જ કુલદીપ અને પિનિશાની વાત પણ હવે ધીરે ધીરે સ્કુલમાં ફેલાઈ રહી હતી. કલાસ ની છોકરી ઓ પણ પિનિશાને ચીડવતી હતી પિનિશા તેમની વાત સાંભડી ને માત્ર એક સ્મીત આપતી કારણ કે પ્રેમ હમેશા મૌન રહે છે. ધીરે ધીરે સમયની સાથે તેમની લવ સ્ટોરી પણ આગળ વધી રહી હતી કુલદીપ અને પિનિશાને આમતો બસમાં રોજ મળવા નું થતુ પણ તે ૫ણ ક્યારેક સારો એવો સમય પસાર કરવા સીનેમા ઘર, પાર્કમાં જતા. એક દિવસની વાત છે અમારુ બીજુ સત્ર પણ પૂર્ણ થવા આવ્યુ હતું અને સૌ કલાસમાં શાંતી થી બેઠા હતાં અને લંચ બ્રેક પડવા ની રાહ જોઈ રહ્યા હત એવા મા એક આસીસ્ટન આકાશ અને કુલદી૫ ને બોલાવા આવ્યો લગભગ બપોરના ૧૨ : ૩૦ થયા હતાં મારા મન મા વિચારોની ધારા શરૂ થઈ ગઈ હતી મારુ મન અવનવા વિચારો થી ધેરાવા લાગ્યુ હતું " શુ કામ બોલાવ્યા હશે?" , " શુ કામ હશે ?" શુ કારણ હશે કઈ જ સમજાતુ નઈ હતું આ તમામ સવાલો ના જવાબ આકાશ અને કુલદીપ પાશે જ હતાં એટલે હું શાંત ચીત્ત કરીને બેઠો ત્યા કુલ દી૫ અને આકાશ આવ્યા એમના ચહેરા ઉપર ઉદાશી ના ભાવ સાફ નજરે ચડતા હતાં. મે આકાશ ને પુછ્યુ " શુ થયુ ભાઈ ? " આકાશે મારી સામે જોયુ અને કહ્યુ " ભાઈ મારી અને નિશા ની પ્રીન્સીપલ સર ને ખબર પડી ગઈ છે " મે કહ્યુ તો કુલદીપ ને આકાશે કહ્યુ " આજ કારણ કુલદીપ અને પિનિશાની પણ ખબર પડી ગઈ હતી " એક ઊંડો શ્વાસ લઈ ને મે ફરી પુછ્યું "તો શુ કીધુ સર એ ? " કુતુહલ ભરી નજરે મે આકાશ અને કુલદીપ સામે જોયુ કુલ દીપે કહ્યુ " ભાઈ આ વખતે તો છોડી દીધા એમને અને કહ્યુ " આજથી તમે લોકો એકબીજા ને જાણતા નથી જો હવે આ વાત ની ફરીવાર જાણ થશે તો તમારા પેરેન્ટસ ને બોલાવા મા આવશે" પણ આતો પ્રેમ નો સાગર હતો આ વાત પ્રિન્સીપાલ સર પણ ક્યા જાણતા હતાં અને સાગર ને ક્યારેય અલગ ન કરી શકાય. પણ પ્રીન્સીપાલ તો ગુરુ કહેવાય એમની વાત પણ માનવી જરૂરી હતી એટલે અમે એક અફવા ઉડાવી કે આકાશ અને નિશા તેમજ કુલદીપ અને પિનિશા વચ્ચે કોઈ સંબંધો નથી અને લોકોએ માની પણ લીધુ અને અમારે એ જ જોઈતુ હતું . પણ મારુ મન એ વિચારતુ હતું કે આ વાત પ્રીન્સીપલ સુધી પહોંચાડવા વાળુ ઘરનું જ હોવુ જોઈએ એટલે મે પણ સી.આઈ.ડી ને જેમ શંકા કરવા નું શરૂ કર્યુ પણ સૌથી પ્રથમ નામ મારા મન મા પિનિશાના ભાઈ નું આવ્યુ કારણકે તે એનો બદલો લેવા કઈ પણ કરી શકે એમ હતો પણ પુરતા સબૂત મળે નહી ત્યાં સુધી કઈજ ન કહી શકાય. ત્યારે મારા બન્ને ભાઈઓ એ મને કહ્યુ " જો ભાઈ સબૂત મળે અને આપણે એની સાથે લડીએ તો એનામા અને આપળામાં શુ ફરક? આજે એ એકલો હશે અને તુ બદલો લઈશ તો કાલે તુ એકલો હોઈશ અને એ બદલો લેશે" મારા બન્ને ભાઈ ઓ ની વાત મારા દિલ મા બેશી ગઈ હતી. અને પ્રેમ ના સ્વભાવો પણ ધીરે ધીરે મારા સામે આવવા લાગ્યા હતાં. એટલે મે મારા વીચાર બંધ કર્યા અને ત્યાંજ ઘરે જવાનો સમય થઈ ગયો એટલે હું બધુ પેક કરવા ના કામમા લાગી ગયો. જમી ને હું ફરી અગાસી ઉપર આવ્યો પણ આજે દિલમાં ગજબની શાંતી હતી ખબર નઈ કેમ આખા દિવસમાં આટલુ બધુ થવા છતા પણ શાંતી એટલે હતી કે આજે મારા બન્ને ભાઈ ઓ નો પ્રેમ જોવા મળ્યો આમ તો પ્રેમ અનુંભવનો વિષય ક્યારેય નથી કારણ કે આજના સમયમા પ્રેમને અનુંભવવા કરતા જીવવો શાયદ સૌના માટે વધારે જરૂરી છે.

      આજે હું એવી વ્યક્તિ ની વાત કરવા નો છુ જેની સાથે જીવનમાં ખુબ ઓછુ રહેવા નો મોકો મળ્યો હતો એનું કારણ સમય ની વ્યસ્તતા નઈ પણ એમનું નાનું એવુ જીવન હતું . એમનું જીવન ગણુ નાનું હતું પણ ક્યારેય સમજી નઈ શક્યો હું. પ્રેમ આવો પણ હોઈ શકે જેના પર વિશ્વાસ નઈ થતો હતો. આજે હું જે વાત કરવા નો છુ એ શાયદ તમારા માટે એક પરીકથા જેવી લાગશે પણ મે તો મારા નજરે જોયુ છે. ૧૮ વર્ષ ની ઉંમર શાયદ એવી ઉંમર છે જેમા છોકરા છોકરી વચ્ચે આર્કષણ એક સ્વાભાવીક ઘટના છે આકાશ, કુલદીપ ની જેમ મારા મિત્ર મંડળ નો એક મિત્ર જેનું નામ કેવીન હતું એને પણ અમારી સ્કુલની એક છોકરી સાથે પ્રેમ થયો હતો . પણ એણે એ વાતની જાણ કોઈને કરી નોહતી એનું કારણ બીજુ કઈ નહી પણ એની બહેન અમારી જ સ્કુલમાં હતી એટલે એણે કોઈને જણાવ્યું ન હતું. પણ એક દિવસ અમે બધા મિત્રો એનું બેગ ફંફોડતા હતાં ત્યારે અમને એમાથી ઘણા બધા લેટર મળ્યા ત્યારે અમને આ વાત ની જાણ થઈ. કેવીન જેને પ્રેમ કરતો હતો એ બીજુ કોઈ નહી નિશા ની એક સૌથી નજીક ની ફ્રેન્ડ હતી જોકે આ વાત નિશા ને પણ ખબર નોહતી. જેનું નામ ક્રેશા હતું. શાયદ કેવીન અને ક્રેશા ને એ વાત નો ડર હતો કે જો આ વાત ફેલાશે તો એની બહેન જે અમારી સાથે સ્કુલ મા હતી એને ખબર પડી શકે તેમ હતું એટલે એમના માટે શાંત રહેવુ વધારે સારુ હતું. કેવિન દેખાવ મા દેખાવડો, ઊંચો તેમજ પાતળો હતો ક્રેશાપણ દેખાવમાં સુંદર, મધ્યમ કદ તેમજ પાતળી હતી. કેવીન અને ક્રેશા નો પ્રેમ એટલોજ પવીત્ર હતો જેટલો આકાશ અને કુલદીપ નો હતો. મને વધારે તો જાણવા નથી મળ્યું કેવિન અને ક્રેશાવિષે પણ એટલુ જાણ તો હતો કે એ બન્ને એકબીજા ને ખુબ પ્રેમ કરતા હતાં. મને બરાબર યાદ છે કે એક વાર કેવીન અને હું બાજુ બાજુમાં બેઠા હતાં આમતો કેવીન એની દુનીયામાં મસ્ત રહેવાવાળો માણસ હતો પણ એના ચહેરા પર આજે કઈક મુંજવણ અને વિચારો હું જોઈ શકતો હતો . કેવિન હમેશા સૌની મદદ માટે તત્પર રહેતો એણે મને પણ ઘણીવાર મદદ કરી હતી એટલે એના ચહેરાના હાવભાવ જોઈને મે પુછ્યું " કેવીન, શું થયુ આજે ? કેમ સાવ શાંત અને ઉદાશ બેઠો છે ? કોઈ પ્રેબલેમ છે? જો કઈ હોય તો તુ કઈ શકે છે. કેવીન સવાર સવારમાં છાપુ વાચી ને આવ્યો હતો એટલે કેવીને કહ્યું " હર્ષ, આજે સ્કુલ આવતા પહેલા કાલનુંં છાપુ વાચીને આવ્યો છુ મે એમા વાંચ્યુ કે એક પ્રેમીનો એની પ્રેમીકાએ સ્વીકાર ન કર્યો એટલે આત્મહત્યા કરી. હર્ષ શુ પ્રેમ કોઈના મૃત્યુ નું કારણ બને ખરા ? એનો પ્રશ્ન ખરેખર સારો હતો મને પણ ઘણુ ખરાબ લાગતું જયારે હું અખબારમાં આવી ખબરો વાંચુ ત્યારે અને થતુ કે એક ખોટો પ્રેમ માણસ ને મૃત્યુ શૈયા ઉપર સુવડાવી દેય છે. શાયદ આવા લોકો પ્રેમ ને ક્યારેય સમજતા જ નથી એટલે મે કેવીનને કહ્યુ " કેવીન, પ્રેમ ક્યારેય કોઈના મૃત્યુ નું કારણ નથી બનતો આત્મહત્યા કરવા વાળા માણસો કાયર હોય છે , અને કાયર કોઈને શુ પ્રેમ કરી શકે ? આત્મ હત્યા કરવા વાળા સ્વાર્થી હોય છે જેમને ખુદનો જ પ્રેમ દેખાય છે એમના માતાપીતા જેમણે ઘણી તકલીફો વેઠી ને તેમને મોટા કર્યા હોય છે પણ ક્યારેય એમનો વિચાર નઈ કરી શકે . આત્મહત્યા કરવાવાળી વ્યક્તી એ પ્રેમ નો તો ગુનેગાર હોય જ છે સાથે સાથે એ ઈશ્વર નો પણ ગુનેગાર છે જેમણે આટલી સુંદર જીંદગી આપી છે . જો આ વ્યક્તી પ્રેમને સમજી હોય તો એ જરૂર જાણતી હોત કે જીંદગી જીવવા માટે પ્રેમીકા ની જરૂર નથી માત્ર એની યાદો મા જ જીવન જીવાઈ જાય છે. હા એ વાત તો ચોક્કસ સાચી છે કે એક સારો જીવન સાથી એક સાચો પ્રેમ આ એક નહી ૫ણ સાતેય જન્મો સુધી સાથ આપે છે. પણ આત્મહત્યા એને મેળવવા નો રસ્તો ક્યારેય નહોઈ શકે." કેવીન ના મોઢા ઉપર એક ચમક આવી હતી શાયદ એને એના સવાલ નો જવાબ મળી ગયો હતો.

પ્રેમ કે જેનો એક ખોટો અર્થ થી આખી દુનીયા નો સર્વનાશ કરવા સમર્થ છે પ્રેમ જેને મેળવવા આજ કાલ લોકોને છેલ્લી હદ સુધી જતા મે જોયા છે પણ એમને કોણ સમજાવે કે એ પ્રેમ નહી પણ આસકતી છે અને આજ આશકતી તેમા વિનાશ નું કારણ બને છે. પ્રેમ ને દુનીયા ની કોઈ શક્તી ઓથી વશ નથી કરી શકાતો પ્રેમ માત્ર ને માત્ર સર્મપણ અને પ્રેમ ની નિસ્વાર્થતા ઉપર જ તે મેળવી શકાય છે.

   ધીરે ધીરે સમય આગળ વધતો ગયો અને કેવિન અને ક્રેશા નો પ્રેમ પણ દિવસો ની સાથે સાથે એની ચરમ સીમા એ પહોંચી રહ્યો હતો સાથે સાથે એક એવી દુખદ ઘટના કેવિન ની રાહ જોઈ ને ઉભી હતી જેની કલ્પના કોઈએ નોહતી કરી. અમારા આ જીવનમાં અમારા એક સારા મિત્ર ની ખોટ હમેશા માટે પાળવા ની હતી એની આશંકા અમને કોઈ ને નોહતી. એપ્રીલ મહિનો શરૂ થઈ ચુક્યો હતો ગરમી તેની ચરમ સીમા એ ઉભી હતી બીજા સત્ર ની પરીક્ષા પૂર્ણ થઈ હતી સૌના ચહેરા ઉપર આનંદ હતો અમારી સ્કુલ શરૂ થઈ ચુકી હતી. તારીખ ૧૯ એપ્રિલ ૨૦૧૫ આ દિવસે રવીવાર હતો હજી સ્કુલ શરૂ થયા બે ત્રણ અઠવાડીયા થયા હતાં એટલે અમારી સ્કુલ ના નિયમ પ્રમાણે પરીક્ષા પણ શરૂ થઈ ગઈ હતી. આ દિવસે આમ તો અમારી પરીક્ષા સારી ગઈ હતી એટલે સૌ ખુશ પણ હતાં કેવિન પણ ખુશ હતો. પણ એને ક્યાં ખબર હતી કે કાળ એની રાહ જોઈ ને બેઠો હતો. અમને પણ નોહતી ખબર કે હવે પછી કેવિન અમને ક્યારેય નથી મળવા નો આ બસ ની મુલાકાત અમારા સાથે ની એ એની છેલ્લી મુલાકાત હતી . લગભગ ૧ વાગે હું અને આકાશ ઘરે પહોંચ્યા હતાં અમારા પછી કેવીન નું ઘર આવે એટલે એ પણ લગભગ ૧:૩૦ સુધીમાં ઘરે પહોંચ્યો હતો. આકાશ અને નિશા બંન્ને એમના આપેલા વચન પ્રમાણે મળવા ગયા હતાં. આકાશ ની સાથે સાથે આજે કુલદીપ પણ પિનિશાને મળવા ગયો હતો . આકાશ અને કુલદીપ બન્ને મળી ને ઘરે આવી ગયા હતાં. પણ કેવિન અને ક્રેશા એકબીજા ને મળવા નોહતાં ગયા . એ વાત ની જાણ આકાશ ને નિશા એ કરી હતી એનું કારણ નિશા ને ક્રેશા એ એવુ જણાવ્યું હતું કે કેવિન ની તબીયત સારી નઈ હતી. પણ એ દિવસે રાત્રે કેવિન ને છાતીમાં થોડો દુખાવો થયો હતો પણ તેણે એને ધ્યાન મા ન લીધો પણ આ દુખાવો હાર્ટ બ્લોકેજ નો હતો અને આજ દુખાવો એના મૃત્યુ નું કારણ બની ગયો સવાર ના ૩:૩૦ જેટલા થયા હતાં એકાએક આ દુખાવો વધવા લાગ્યો અને આખરે હાર્ટએટેકના કારણે તેનું દુખદ અવશાન થાઇ ગયું હજી અમને કોઈને એ વાતની જાણ નઈ હતી. હું અને આકાશ અમારા રૂટીન પ્રમાણે સવારે ૫:૩૦ વાગે તૈયાર થઈ ને ઉભા હતાં ત્યાં થોડીજ વારમાં બસ આવી ગઈ . કેવિન ના મૃત્યુ ની વાત હજી કોઈને ખબર ન હતી. બસ બીજા છોકરાઓને લેતા લેતા કેવિન ના ઘર પાસે આવવા ની તૈયારી હતી ત્યાં અચાનક અમારા ડ્રાઈવર ના ફોનની રીંગ વાગી. ડ્રાઈવર બસ સાઇડ મા કરી ને ફોન ઉપાડ્યો ત્યાં ફોનમાંથી અવાજ આવ્યો અવાજ ઘણો શાંત અને ગંભીર હતો એ અવાજ કેવિન ના ભાઈ નો હતો એણે કહ્યુ "કેવિન ને લેવા નઈ આવતા તેનું અવસાન થયુ છે " અચાનક બસમાં વાગતા ગીતો બંધ થઈ ગયા હતાં અમે આજે કેબીનમાં નો હતાં બેઠા એટલે અમને આ વાત ની કઇ જ ખબર ન હતી . કેવિન ના ભાઈ ના કહેવા પ્રમાણે ડ્રાઈવર એ બસ કેવિન ને ત્યાં ન લીધી અને બીજા છોકરાઓને લેવા જતા રહ્યાં અમારા દિલ ના ધબકારા વધતા હતાં અને આ બસ ની શાંતી કોઈક અનિષ્ટ થયા ની અાશંકા ઉપર વધારે ને વધારે ઈશારા કરી રહી હતી એટલે આકાશ અને હું ડ્રાઈવર પાસે ગયા અને પુછ્યું " શુ થયુ ? આ બસ કેવિન ના ઘરે કેમ ન લીધી? ફોન આવતા ની સાથે જ આ સ્પીકર કેમ બંધ થઈ ગયા ? પ્લીઝ અમને સાચુ કે જો . ત્યાં બસના ડ્રાઈવર એ બેત્રણ ઉંડા શ્વાસ લીધા અને કહ્યું "કેવિન નું અવસાન થયુ છે." આ સાંભળતા ની સાથે જ અમારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય એવુ લાગ્યુ અમે ફરીવાર પુછ્યું " આ સાચુ છે? ડ્રાઈવરે ગંભીર અવાજમાં કહ્યુ " હા, કેવિન નું આજે સવારે ૩:૩૦ વાગ્યે હાર્ટએટેક ના કારણે અવસાન થયુ. " હું અને આકાશ એક પણ શબ્દ ન બોલી શક્યા હજી આવાત ની ખબર અમારા બીજા મિત્રો ને નઈ હતી. હું ને આકાશ બસની છેલ્લી સીટ પર ગયા બંન્ને ની આંખો આંશુ ઓથી ભંજાયેલી હતી કોણ કોને શાંત રાખે ? થોડી વાર રહી ને હુ આકાશ પાસે ગયો અને એને શાંત રાખ્યો . ત્યાં આ વાત આખી બસમાં ફેલાઈ ગઈ હતી છોકરી ઓની બસમાં પણ આ વાત પોહચી ગઈ હતી.

અમારી ચીંતા વધતી હતી કારણ કે ક્રેશા પણ એ જ બસમાં હતી જેના ડ્રાઈવર ને ખબર હતી કે કેવિન નું અવસાન થયુ છે એટલે અમે અમારા ડ્રાઈવર ના ફોનમાંથી છોકરી ઓની બસ ના ડ્રાઈવર ને અમે ફોન કર્યો અને કહ્યુ કે આ વાત ની જાણ કોઈને ન કરે . એમણે પણ અમારી વાત માની અને કોઈને કહ્યુ નહી પણ ક્યા સુધી રોકી રાખતે અમે પણ ખબર તો પડવાની જ હતી. ત્યાં થોડાજ સમય મા અમે સ્કુલ પોહોચ્યા . ત્યા કુલદીપને બધા આવી ગયા હતાં કુલ દી૫ નેપણ આ વાત ની ખબર હતી એટલે એણે અમને પુછ્યું " શુ આ વાત સાચી છે?" અમે કહ્યું " હા, કુલદીપ " હજુ પણ અમને વિશ્વાસ નઈ થતો હતો કે અમારો એ મિત્ર કે જે રોજ અમારી સાથે બેસતો, વાતો કરતો, મસ્તી કરતો એ હવે ક્યારેય નથી મળવા નો એના અંતીમ સંસ્કાર ની વીધી બાકી હતી એટલે અમે બધા પ્રિન્સીપાલ સર પાસે ગયા અને એમની પરમિસન લઈને અમે થોડો પણ સમય બગાડયા વગર અમે કેવિન ના ઘરે પહોચ્યા અને તેની અંતીમ ક્રિયા પતાવી ને અમે ફરી સ્કુલ આવ્યા ત્યા ક્રેશા ને ખબર પડી ગઈ હતી ક્રેશા ની હાલત એટલી ખરાબ હતી કે એને જોઈને નિશા પણ રડતી હતી ક્રેશાની આંખમાંથી આંશુ રોકવા નું નામ નો હતાં લેતા અને કોઈ એ રોકી પણ શકે નહી. આ આંશુ રોકવા ની તાકાત માત્ર એક વ્યક્તીમાં હતી જે હતો કેવિન પણ આજે એ અમારા વચ્ચે ન હતો. નિશા એ ક્રેશા ને પાણી પીવડાવ્યું અને થોડી શાંત રાખી અને કલાસ નો સમય થવાનો હતો એટલે અમે સૌ કલાસમાં ગયા પણ કલાસમાં પણ મન લાગતું નો હતું . ત્યાં સાંજના ૫:૦૦ વાગી ગયા હતાં એટલે ઘરે જવાનો સમય પણ થયો હતો આજે સૌ શાંત હતાં બસ અને ક્લાસ નું વાતાવરણ શોક મય બની ગયું હતું .કેવિન ના સ્વર્ગવાસ ના કારણે અમારા મિત્રમંડળ નો પ્રાણ જ ક્યાંક ખોવાઈ ગયો હતો અમે સૌ ઘરે પહોંચ્યા આજે અમારા ચહેરા ઉપર ઉદાસીનતા દેખાતી હતી એટલે ઘરે પણ અમારી ચીંતા થવા લાગી એટલે ઘરે પણ બધા પુછવા લાગ્યા અમે બધી વાત કરી એટલે ઘરના લોકો ને પણ દુખ થયુ જમવા નો સમય થયો હતો પણ મને અને આકાશ બંન્નેમાંથી કોઈને ભૂખ ન હતી અને ઘરે થી પણ અમને ફોર્સ ન કર્યો કારણ કે અમારી સ્થીતી એ પણ જાણતા હતાં . પણ મારા માટે સૌથી વધારે ચીંતા નું કારણ ક્રેશાહતી મનમાં ગમે તેવા ખયાલો અવતા હતાં પણ એટલો તો વિશ્વાસ હતો કે એક સાચો પ્રેમ ક્યારેય ખોટો માર્ગ નઇ અપનાવે. રાત્રે નિશા ક્રેશા ને મળવા ગઈ હતી કારણ કે નિશા ક્રેશા ના મન ની પરીસ્થીતી થી વાકેફ હતી અને આકાશે પણ કહ્યું હતું કે એને એકલી નઈ મુકતી એટલે નિશા રાત્રે ત્યાં જ રોકાઈ ગઈ હતી . પણ નિશા ને રાત્રે ઉંઘ નોહતી આવતી ત્યારે ક્રેશ એ કહ્યું "નિશા મારી ચીંતા નઈ કર હું એક એવા વ્યક્તી નો પ્રેમ છુ જે વ્યક્તી હમેશા આત્મહત્યા નો કટ્ટર વિરોધી હતો એટલે આત્મહત્યા તો હું ક્યારેય નઈ કરુ " નિશા ને પણ થોડી ચીંતા ઓછી થઈ હતી કારણ કે એ વાત તો નિશા પણ જાણતી હતી કે ક્રેશા ક્યારેય કેવિન ને ન ગમે તેવું કામ નઈ કરે. ત્યાં થોડી વાર રહીને ક્રેશાનો રડવા નો અવાજ આવ્યો નિશા એ જોયુ તો ક્રેશા ભગવાન ના મંદિર સામે બેઠી હતી અને ભગવાન ને મનોમન કઈક પ્રાર્થના કરતી હતી. નિશા ક્રેશા પાસે ગઈ અને તેને શાંત રાખી અને પુછ્યુ " ક્રેશા, આટલી રાત્રે ભગવાન પાસે શુમાંગતી હતી?" ક્રેશાએ આંસુ લુછતા લુછતા કહ્યુ " કેવિન માટે પ્રાર્થના કરતી હતી " નિશા એ ગણી વાર પુછ્યું કે શેની પ્રાર્થના કરી પણ ક્રેશા એ કહ્યું નહી પછી આખરે કહ્યુ કે "નિશા, હું કેવિન વગર નઈ જીવી શકુ મારો કેવિન મને લેવા જરૂર આવશે " આ વાત સાંભળી ને નિશા ને ડર લાગતો હતો કે ક્રેશા કોઈ ખોટો કદમ ન ઉઠાવે પણ ત્યાં ફરીવાર ક્રેશા એ કહ્યુ "નિશા , વિશ્વાસ રાખ મારા પર હું આત્મહત્યા તો ક્યારેય નહી કરુ " . ક્રેશા ની વાત ઉપર ભરોસો તો હતો પણ આટલુ બધુ થયા પછી ઉંઘ કેમ આવે ? ત્યાં સવાર થાય ગઈ હતી પક્ષી ઓનો કલરવ અને દુધવાળા ના હોર્ન ના અવાજ સંભળાવા લાગ્યા હતાં એટલે નિશા તેના ઘરે જવા નીકળી કારણ કે સ્કુલ પણ જવાનુંં હતું નિશા ફ્ટાફ્ટ તૈયાર થઈ ને બસ સ્ટોપ પહોંચે ગઈ ક્રેશા પણ તૈયાર થઈ ને આવી ગઈ હતી. ક્રેશા ને જોઈ ને નિશા ના દિલમાં થોડી શાંતી થઇ હતી ત્યાં થોડી જ વારમાં બસ આવી ગઈ બન્ને જણા બસમાં બેઠા હતાં નિશા ગઈકાલે રાત્રે જે કઈ થયુ એ આકાશ ને જણાવવા માટે પત્ર લખતી હતી. ક્રેશા ની આંખ ના આંસુ હજી સુકાયા ન હતાં. ક્રેશા ના ઘરે પણ આ વાત ની ખબર પડી હતી એટલે એ પણ ચીંતા મા હતાં . અને અમે પણ ક્રેશા માટે ચીંતીત હતાં . સ્કુલ પહોંચ્યા ત્યા આકાશ ને લખેલો પત્ર નિશા મને આપ્યો અને કહ્યુ " ભાઈ , આકાશ ને આ લેટર આપી દેજો ને " નિશા થોડી ઉતાવડમાં હતી એટલે એ લેટર આપીને નીકળી ગઈ હું પણ લેટર લઈ ને ફ્ટાફ્ટ ક્લાસમાં આવ્યો નિશા થોડી ચીંતામાં હતી એટલે મરી ચીંતામાં પણ વધારો થતો હતો ત્યાં થોડી જ વારમાં આકાશ આવ્યો અને એ લેટર મે આકાશ ને આપ્યો

   આકાશ પણ આ લેટર વાંચીને ચિંતામાં મુકાયો અને આ બધી જ વાત અમને કરી અમારી પણ ચીંતા વધતી જતી હતી પણ એક વિશ્વાસ ક્રેશા પર હતો કે એ ક્યારેય આત્મહત્યા નઈ કરે આકાશે નિશા ને પત્ર લખી ને તેની સાથે જ રહેવા કહ્યુ ક્રેશા નિશા ને વારે વારે કહેતી કે મારો કેવિન મને લેવા આવશે . આમ ને આમ બે દિવસ નીકળી ગયા પણ હજુ ક્રેશા ના આંશુ સુકાયા નોહતાં અને એના જીભ ઉપર એક જ વાત કે મારો કેવિન મને લેવા જરૂર આવશે મને આમ એકલી મૂકીને એ ક્યારેય ન જાય. કેવિન ના મૃત્યુ ના ત્રણ દિવસ થયા હતાં . મને યાદ છે કે એ દિવસે ગુરુવાર હતો એ દિવસે અમારી બસ વહેલા આવી હતી વહેલા એટલે આવી હતી કે કોઈક કારણોસર છોકરી ઓ ના બસ ના ડ્રાઈવર તેના વતન જવાનુંં થયુ એટલે એ દિવસે છોકરી ઓ પણ અમારી બસમાં આવાની હતી બસ સૌને લઈ ને નિશા ના ઘર પાશે પહોંચી પણ આજે નિશા એકલી જ હતી ક્રેશા એની સાથે દેખાતી નોહતી અમારી ચીંતા વધતી જતી હતી નિશા એ દિવશે ઉદાસ લાગતી હતી ત્યાં બસ ના ડ્રાઈવરે પુછ્યું " ક્રેશા નથી આવવાની ?" નિશા ની આંખમાં આંશુ હતાં તેણે કેબીનમાં આકાશ સામે જોયુ અને માત્ર એણે ઈશારામાં મોઢુ હલાવ્યું. અમે સમજી ગયા હતાં શુ થયુ હતું એ. પછી આકાશ નિશા પાસે ગયો અને પુછ્યું " કઈ રીતે થયુ ? " નિશા એ કહ્યુ કે એણે આત્મહત્યા તો નથી કરી કારણ કે તેની પોસમોર્ટમ રીર્પોટ નોર્મલ ડેથ ની આવી હતી એના ઘરના લોકો કહેતા હતાં કે બુધવારે સાંજે ઘરે જઈ ને એ સુઈ ગઈ હતી જ્યારે તેને ઉઠાડવા ગયા ત્યારે એ મૃત અવસ્થામાં હતી ડોક્ટર નું એવુ કહેવુ હતું કે તેનું મૃત્યુ સાંજે ૬:૦૦ થી ૬:૩૦ ની વચ્ચે થયુ હતું . ક્રેશાની વાત આજે સત્ય થતી જણાતી હતી પણ આવુ કઈ રીતે શક્ય બને કે એક સાજી સારી વ્યક્તી અચાનક મૃત્યુ પામે આ સવાલનો જવાબ અમારા પાસે પણ નઈ હતો કે નઈ નિશા પાસે સૌ ચુપ હતાં શુ થયુ શુ નહી એતો કોઈ જાણતુ નો હતું આ સવાલ હજી આજે પણ અમારા માટે એટલા જ રહસ્યમય છે જેટલી ક્રેશા ની વાતો. હું તો ભગવાન ના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરી શકુ કે ભગવાન બન્ને ની આત્માને શાંતી આપે અને એ બન્ને આ જન્મમાં તો ન મળી શક્યા પણ એમના નવા જન્મમાં બન્ને ને ખુબ ખુશ રાખે અને બન્ને ને હમેશા સાથે રાખે.

     સવાલો ના એ ચક્રવાત અમને ઘેરી રહ્યા હતાં પણ કોઈ ની પાસે તેના જવાબ નોહતાં . અમારા જીવન ની આ એવી એક ઘટના હતી કે જેને હું ક્યારેય નથી સમજી શક્યો પણ કેવિન અને ક્રેશા ના એ પ્રેમ નો સાક્ષી જરૂર બન્યો છુ. સમય ધીરે ધીરે આગળ વધતો જતો હતો અને એ સમયમાં આ બે મિત્ર ની ખોટ આમારા જીવનમાં પડી હતી જે કોઈ પુરી કરી શકે તેમ નથી.

 મા તાપી જેનું નામ લેવા માત્ર થી જ પવિત્રતા અને પુણ્ય મળે છે તેમની સાક્ષીમાં આકાશ અને નિશા નો પ્રેમ આગળ વધતો ગયો હતો. કેવિન અને ક્રેશા ના મૃત્યુ પછી તેઓ વધારે એકબીજા ની નજીક આવી ગયા હતાં . કેવિન અને ક્રેશા નો પ્રેમ બન્ને માટે એક આદર્શ બની ગયો હતો. સમય ની સાથે સાથે આકાશ અને નિશા બન્ને એક બીજા ને એટલો બધો પ્રેમ કરતા થઈ ગયા હતાં કે જો આકાશ ને કોઈ તકલીફ થાય તો નિશા ને મળ્યા વગર ખબર પડી જાય અને જો નિશા ને કોઈ તકલીફ થાય તો આકાશ ને તેની ખબર પડી જાય બન્ને નો એકબીજા પ્રત્યેનો પ્રેમ જોઈને હું હમેશા ખુશ થતો પણ એવા કેટલાક લોકો હતાં જેમને આકાશ અને નિશા ના પ્રેમ થી ઈર્ષા થતી હતી. પણ આકાશ ક્યારેય એમની વાત સાંભળ તો નહી અને હું પણ એને હમેશા કહેતો કે "ભાઈ બીજા ઉપર વિશ્વાસ કરે એ પહેલા તારા પ્રેમ ઉપર વિશ્વાસ કરજે " અને હમેશા એણે મારી વાત ધ્યાન પૂર્વક સાંભળી અને અમલ પણ કર્યો સ્કુલ ના બે વર્ષ પૂરા થવા આવ્યા હતાં સમય ને વીતતા ક્યાં વાર લાગે છે? અમારી સ્કુલ ની એક છેલ્લી પરીક્ષા બાકી હતી પછીતો અમે કોલેજમાં આવવા ના હતાં. કોલેજમાં આવવા ની ખુશી તો હતી પણ એક દુખ એના કરતા પણ વધારે હતું કે હવે પછી આ કલાસ, આ મિત્રો, આ અમારા સર, આ સ્કુલ હવે પછી ક્યારેય જોવા નોહતી મળવા ની કારણ કે અમારી સ્કુલ માટે અમારી બેચ છેલ્લી હતી હવે એ સ્કુલ અમે ક્યારેય જોવા ના નોહતાં અત્યારે તો અમારી સ્કુલ તુટી ગઈ છે અને ત્યાં નવી સ્કુલ પણ બની ગઈ છે.બે ત્રણ દિવસ પછી રવિવાર આવવાનો હતો અને આકાશ અને નિશ મળવાના હતાં પણ નિશા મનની વ્યથા કઈક અલગજ હતી. નિશાને ચિંતા હતી કે તેનો આકાશ હવે કોલેજમાં જવાનો હતો ત્યાંની જૂઈ અને ચમેલી જેવી છોકરી ઓની વચ્ચે એ આ એના પ્રેમ નગર ના એક સાદા ફુલ ને ભૂલી તો નહી જાયને ! પણ આવનારા આ ચાર વર્ષમાં એના પ્રેમની કસોટી હતી અને એના અક્કી ઉપર ના વિશ્વાસ ની કસોટી હતી સાથે આકાશ પણ આ કસોટી માટે તૈયાર હતો આકાશ અને નિશા નો પ્રેમ તો પવિત્ર અને નિશ્વાર્થ હતો એના પ્રેમમાં શુ અડચણ આવે ? આજ થી ૨ વર્ષ પહેલા આપેલા વચન ને પાળવા હમેશા બન્ને તત્પર રહેતા અને હમેશા તેઓ આ વચન ને પાળતા. બન્ને નો એકબીજા પ્રત્યે નો અદમ્ય વિશ્વાસ હમેશા અમારા સૌ માટે પ્રેરણા દાયી બન્યો હતો . અમારી સ્કુલ ની આ છેલ્લી પરીક્ષા હવે નજીક આવી ગઈ હતી. અમે સૌ એ પરીક્ષા આપી અને સારા માર્કશ સાથે પાસ પણ થઈ ગયા હતાં . સૌ એ પોત પોતાને ગમતી અને તેમની યોગ્યતા પ્રમાણે કોલેજ મા પ્રવેશ પણ મળી ગયો હતો. પણ અમારી સ્કુલ ની મુખ્ય પરીક્ષા અને કોલેજ ના એડમીશન ની પ્રક્રિયા વચ્ચે ઘણો લાંબો સમય હતો આ સમયે અમે સૌ મિત્રો રોજમાં તાપી ના કિનારે બનેલા રીવરફ્રન્ટ પાસે બેસતા અને ચાં ની ચુસ્કીઓ સાથે ટાઈમ પાસ કરતા આની સાથે સાથે એક ખુશી ની વાત એ હતી કે હવે અમારા સૌ પાસે મોબાઈલ ફોન પણ આવી ગયા હતાં . આકાશ અને નિશા એમના વચન પ્રમાણે શનીવારે બન્ને એકબીજા ને મેસેજ થીજ સમય જણાવી દેતા હતાં ધીમે ધીમે હવે તેમના વચ્ચે નો પત્ર વ્યવહાર બંધ થઈ ગયો હતો અને તેની જગ્યા હવે મોબાઈલ ફોને લઈ લીધી હતી . હવે રાત્રે સમય મળતા નિશા મેસેજ કરતી અને રાત્રે મોળા સુધી એમની ચર્ચા ચાલતી હતી ત્યાં કોલેજ ની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી હું અને આકાશ તો સૂરતમાં જ રહ્યા પણ કુલદીપ ભાઈ વડોદરા ગયા અને તેણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં પ્રવેશ મેળવ્યો. મે મિકેનિકલમાં એડમીશન લીધુ હતું અને આકાશ એ કોમ્પ્યુટર સાયન્સમાં પ્રવેશ મેળવ્યો હતો અમે સૌ અલગ અલગ કોલેજમાં હતાં એટલે એમ કહુ તો ચાલે કે અમે છુટા પડી ગયા હતાં પણ આમાં એક ખુશી ની વાત એ હતી કે આકાશે જે કોલેજમાં એડમીશન મેળવ્યું એ જ કોલેજમાં નિશા ને પણ એડમીશન મળી ગયું હતું અને એની સાથે જ પિનિશાને પણ ત્યાં જ એડમીશન મળી ગયું હતું એટલે ત્રણેય જણા સાથે જ હતાં અને રહી વાત અમારી તો હુ અને મારા બન્ને ભાઈ ક્યાં ક્યારેય અલગ હતાં . પ્રેમ અને લાગણી ની દોરી ઓ થી અમે ત્રણેય હમેશા બંધાયેલા જ હતાં. કોલેજ શરૂ થવાની હજી થોડા દિવસ ની વાર હતી પણ આ થોડા દિવસોમાં એક ઘટના એવી બની કે એણે અમને થોડા સમય માટે ચિંતામાં મુકી દીધા હતાં નિશા ના ઘરે એના આન્ટી ને નિશા અને આકાશ ના આ સંબંધ ની ખબર પડી ગઈ હતી એમને વધારે તો નહી પણ નિશા આકાશ નામના છોકરા સાથે વાત કરતી હતી એટલી ખબર હતી પણ નિશા એ તેની સમજદારી થી એને સંભાળી લીધુ હતું .અને જો હું નિશા ના આન્ટી ની વાત કરતુ તો સ્વભાવે મંથરા હતી એમ કહુ તો કઈ ખોટુ નથી. આકાશ અને નિશા ના પ્રેમ ની પરીક્ષા ના બીજ અહીં થી જ રોપાવાના શરૂથઇ ગયા હતાં અને આકાશ અને નિશા પણ એ પરીક્ષા માટે તૈયાર હતાં આટલી બધી શંકાઓ વચ્ચે પણ નિશા અને આકાશ આપેલા વચન પ્રમારે હમેશા રવિવારે મળતા હતાં પણ હવે પરીક્ષા નું એક ચરણ વધવા નું હતું અને આ ચરણ શાયદ બંન્ને ની રાહ જોઈ ને ઉભુ હતું એકબાજુ નિશા ના આન્ટી મંથરા જે કોઈ નવા સડયંત્ર ની તૈયારી કરી રહી હતી જેની ભનક અમને કોઈને જ નોહતી . ફેબ્રુવારી મહીનો શરૂ થઈ ગયો હતો. વસંત ઋતુ પણ આવવાની તૈયારીમાં હતી દરેક વૃક્ષ પર નવા ફળ અને પર્ણ આવ્યા હતાં ભગવાન શૂલપાણેશ્વર ના મંદિર ના પટાંગણ મા રહેલી પુષ્પવાટીકા ની લતાઓ ફુલો થી જુકી ગઈ હતી એવુ લાગતું હતું કે જાણે ભગવાન મહાદેવ ને વંદન કરતી હતી. તારીખ ૧૪ ફેબુવારી ૨૦૧૬, રવિવાર આ દિવસે આકાશ અને નિશા એમના વચન પ્રમાણે મળવા ગયા હતાં પણ આ શાયદ છેલ્લો રવિવાર હતો એમના પ્રેમ ની અગ્ની પરીક્ષા શરૂ થવામાં માત્ર ૪ દિવસ બાકી હતાં. તારીખ ૧૮ ફેબ્રુવારી ૨૦૧૬ આ દિવસે અમારા એક મિત્ર ની બહેન ના લગ્ન હતાં આ દિવસે અમે સૌ સાથે જ હતાં આ લગ્નમાં નિશા અને પિનીશા બન્ને પણ સાથે જ હતાં. લગ્ન રાત્રે હતાં લગભગ રાત ના ૧૦:૩૦ થયા હતાં એક બાજુ મિત્ર ની બહેન ની વિદાય હતી પણ નિશા ને ઘરે થી ફોન આવતા તે ઘરે જવા નીકળવાની હતી એટલે આકાશ એ કહ્યુ કે " હું તને બહાર સુધી મૂકી જાઉ નિશા " આકાશ નિશા ને બહાર સુધી મુકવા ગયો હતો ત્યાંથી હુ, કુલદી૫ અને આકાશ પણ ઘરે જ જવાના હતાં એટલે અમે પણ બહાર આવ્યા હતાં આકાશ અને નિશા ત્યાં બહાર જ ઉભા હતાં ત્યાં થોડીજ વારમાં પાંચ-છ ગુંડા જેવા માણસો આવ્યા અને પુછ્યું " તમારામાંથી આકાશ કોણ છે?" આકાશે ગભરાયા વગર કહ્યુ "હું" . ત્યાં એમા થી એક માણસ દુર પડેલી કાર પાસે ગયો અને તેમા થી એક માણસ બહાર આવ્યો અંધારુ વધારે હતું એટલે એનો ચહેરો દુર થી દેખાતો ન હતો અમને દુર થી માત્ર એક કાળો પડછાયો દેખાતો હતો એ વ્યક્તી જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ એનો ચહેરા પરથી અંધકાર દુર થતો ગયો એ કોણ હતું એતો અમે નોહતાં જાણતા પણ નિશા ના ચહેરા ઉપર ની વધતી ગભરાહટ જણાવતી હતી કે એ વ્યક્તી કોણ છે. એ વ્યક્તી નિશા ના અંકલ હતાં નિશા ની આન્ટી નું સડ્યંત્ર આજ હતું તેણે આકાશ વિશે એટલુ બધુ ખરાબ એના અંકલ ના મનમાં બેસાડ્યું હતું કે તેમણે કંઈ પણ પુછ્યા કે જાણ્યાં વગર આકાશ અને નિશા ને ધમકી આપી ને નિશા ને તેમની સાથે લઈ ગયા . આકાશ ની આંખમાં આંશુ હતાં અને એ આંશુ ધમકી ઓ આપી એના નોહતાં પણ એ અંશુ એના નિશા પ્રત્યે ના પ્રેમ ના હતાં એ એટલું જ બોલ્યો કે "આજે મારા લીધે મારી નિશા મુશીબતમાં મુકાઈ ગઈ " થોડા જ દિવસોમાં આકાશ એ કોલેજ છોડી દિધી અને બીજી કોલેજમાં જતો રહ્યો અને નિશાએ પણ આકાશ એ કોલેજ છોડી એના થોડા દિવસ પહેલા જ કોલેજ છોડી દીધી હતી અમને કોઈને ખબર નોહતી કે નશા ક્યાં ગઈ ? એના પછી શુ થયું હતું ? કોઈને જ ખબર નોહતી પણ બન્ને ને એક બીજા ના પ્રેમ ઉપર સંપૂર્ણ ભરોસો હતો આકાશ દર રવિવારે આપેલા વચન પ્રમાણે ભગવાન શૂલપાણેશ્વર નાં એ મંદિરમાં જતો અનેમાં તાપી અને ભગવાન મહાદેવ ને નિશા ની ખુશીયો ની હમેશા પ્રાર્થના કરતો અને નિશા ના આવવા નિ પ્રતીક્ષા કરતો.આકાશ હમેશા આ વચન ને પૂરું કરવા માટે આવતો બે વર્ષ થઈ ગયા હતાં પણ ન તો નિશા ની કોઈ ખબર હતી કે ન તો ક્યારેય આકાશે નિશા ને જોઈ હતી પણ આકાશ અને નિશા ક્યાં એકબીજાથી દૂર હતાં. આકાશ ના અંતઃકરણમાં નિશા છે અને નિશા ના અંતઃકરણમાં આકાશ આકાશ અને નિશા જેમના નામ મા જ એકતા હોય એમને કોણ અલગ કરી શકે . આકાશ વગર નિશા અધુરી છે અને નશા વગર આકાશ. એમ કહું તો કંઈજ ખોટુ નથી કે આકાશ અને નિશા તેમજ કુલદીપ અને પિનીશા એકબીજા ના અભીન્ન અંગ છે જેમને ક્યારેય કોઈ અલગ ન કરી શકે.

     આજે મારા આ પુસ્તક ના પ્રથમ ભાગ ને હું વિરામ આપુ છુ અને વિરામ એટલે આપુ છુ કે પ્રેમ ની ક્યારેય પૂર્ણાહુતી નથી થતી પ્રેમ હમેશા અમર હતો અમર છે અને હમેશા અમર રહેશે. અને સાથે સાથે તમારી સમક્ષ થોડા પ્રશ્નો મુકતો જાઉ છુ ૧) શુ આકાશ ને નિશા મળશે ? ૨) શુ આકાશ અને નિશા ક્યારેય એકબીજા ને ભૂલી શકે ? ૩) શુ બન્ને એકબીજા ને યાદ કરતા હશે? ૪) જયારે પણ બન્ને એકબીજા ને મળશે ત્યારે એકબીજા ને ઓળખી શકશે ? ૫)પ્રેમની પરિભાષા જેમણે હમેશા સાર્થક કરી છે એવા આ બંન્ને યુગલ આ પ્રેમની અગ્ની પરીક્ષા પાસ કરી શકશે? અને હું પણ તમને વચન આપુ છુ કે હું ફરીવાર આવીસ અને આ લવ સ્ટોરી ને હું આગળ વધારીશ.


Rate this content
Log in

Similar gujarati story from Romance