પ્રેમપત્ર
પ્રેમપત્ર


પ્રિય કામ્યા,
કેટલાક સમયથી હું વિચારતો હતો કે તને હું મારા મનની એક વાત કહું. આપણે બધાં કૉલેજમાં સાથે ભણ્યાં આપણી કેટલી બધી યાદો સાથ જોડાયા છે. આજે જયારે આપણે બંને પોતાની રીતે એક ઉજવળ ભવિષ્ય સાથે આગળ વધી રહ્યાં છે તો મારા જીવનમાં હું તારો સાથ માંગુ છું,મને ખબર છે કે તારા મનમાં પણ હું છું. પ્રેમની આ કસોટીમાં તું મારો સાથ આપીશ. તારા જવાબની હું વાટ જોઈશ. તને આજીવન પ્રેમ કરીશ, બસ એક જ કામના છે મારી, તું બની જા દુલહન મારી.
તારો મોન્ટી.