પ્રેમીકાની યાદ
પ્રેમીકાની યાદ
પ્રિય,
મારી પ્રેમિકા.
મને નથી ખબર ! કે તને મારી યાદ આવે છે કે નહીં, જો આવતી પણ હશે, તો તું મને યાદ કરતી હશે કે નહીં. મને તો હજુ પણ યાદ છે એ આપણી પહેલી વખત થયેલી વાત, આપની પહેલી મુલાકાત ને સાથે વિતાવેલા પળોની યાદ.
એક દિવસ ! તું અને હું, એક બીજાના એટલા નજીક આવી ગયાં હતાં, જ્યારે તેને મારા વગર અને મને તારા વગર ચાલતું જ ન હતું. અહર્નિશ આપણે બંને એકબીજા સાથે ફોન પર વાતો કરતાં હતાં, મેસેજ કરતાં હતાં અને જ્યારે સમય મળતો ત્યારે મુલાકાત પણ કરતાં હતાં.
ખબર નથી મને, કે અચાનક તને એવું શું થઈ ગયું, કે તે મારી સાથે ઓચિંતું જ બધું પૂરું કરી દીધું. તે સમય તમે એટલો પણ વિચાર ન આવ્યો ! કે હું કઈ રીતે જીવીશ તારા વગર. તે મને જણાવ્યું પણ નહીં કે તને ઓચિંતું એવું શું દુઃખ આવી પહોં
ચ્યું? જેથી તે મારી સાથેની મુલાકાત, મારી સાથે કરેલી વાત, મારી સાથે વિતાવેલા પળો વગેરે એક જ પળમાં ભૂલાવી અને મને તારાથી અલગ કરી દીધી. તારી યાદોના સહારે મને જીવવા માટે છોડી દીધો.
હું તો જીવી લઈશ તારી યાદોની સાથે, શું તું ! જીવી શકીશ મારી યાદોની સાથે.
તે તોડી તો નાંખ્યો છે, આપણો આ સંબંધ પણ ક્યારેય નહીં ભૂલાય તને મારો કરેલો પ્રેમ. ભલે તું ભૂલી જા મને ગમે તેમ.
જુદાં થતાં-થતાં હું તો તને એટલું જ કહીશ. આ જિંદગી તારી છે તો તું તારી મરજીથી ખુશીખુશી જીવી લે.
એક યાદગાર શાયરી મારા પ્રેમની, તારી યાદો ભરી.
કોઈ કહી દો એમની યાદોને, કે હવે મને ક્યારેય પણ ન સતાવે,
જો સતાવો જ હોય મને, તો કહી દો એમનો હસતો ચહેરો મને ન બતાવે.