Shital Dhamlat

Romance

5.0  

Shital Dhamlat

Romance

પ્રેમ એક એવો પણ

પ્રેમ એક એવો પણ

11 mins
552


સાંજનો સમય હતો.સાડા ચાર પાંચ વાગી રહ્યા હતા. ત્યારે શહેર ધીરે-ધીરે શાંતિ તરફ દોટ મુકી રહ્યું હતુ અને હવાઓ શાંત ચાલી રહી હતી. તો પણ શહેરનો ઘોંઘાટ તો જોર-જોરથી બરાડા પાડી અને એ શાંત વાતાવરણને ડામાડોળ કરી રહ્યો હતો. એ જ સમયે એક પિસ્તાલીસ વર્ષનો યુવક પોતાના ફ્લેટના એપાર્ટમેન્ટની છતના કઠેડા પર ઉભો રહી કદાચ આત્મહત્યા કરવા વિશે વિચારી રહ્યો હતો. એની આત્મહત્યા કરવાનું કારણ તો કોઇને ખબર ન હતી પણ નીચે ઉભેલા લોકો એને જોઈ રહ્યા હતા અને એને જોરથી બુમો પાડી આત્મહત્યા ના કરવાનું સમજાવી રહ્યા હતા. પરંતુ, ખબર નહી એના મગજમાં શું ચાલી રહ્યું હતું. આટલું સમજાવવા છતાં એ લોકો તરફ એનો કોઇજ પ્રતિભાવ ન હતો. જાણે કે, એને કંઈજ સંભળાતુ જ ન હતુ. એ તો બસ પોતાના વિચારોમાં જ મગ્ન હતો. એને આજે દુનિયા શું કહી રહી છે ? શું કરી રહી છે ? એના આ પગલાં પછી એ શું કહેશે ? એવો કોઈજ વિચાર એના મનમાં ન હતો. કારણકે આજે એને આ સ્વાર્થી દુનિયાની નહીં પરંતુ બસ એક જ વ્યક્તિની પડી હતી. જેને એ દિલો જાનથી પ્રેમ કરતો હતો. 


લોકોના વચ્ચે એક જ વાત ચાલી રહી હતી કે એવું તો શું થયું છે કે આ વ્યક્તિને આત્મહત્યા કરવી પડી રહી છે. બસ આજ વાત ના વચ્ચે એ ભીડમાં રહેલ રેહાન આ યુવકની નજર ચુકવી એ ભીડમાંથી ખસકી અને એ યુવક જે એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો એમાં દાખલ થઈ ગયો. અને ચુપચાપ છત તરફ જવા લાગ્યો. એને છત સુધી પહોચતા થોડોજ સમય લાગ્યો. એ છત પર પહોંચી ગયો પરંતુ હવે એ ઝડપથી દોડી અને એને બચાવવા જાય અને કદાચ સામેવાળો છલાંગ લગાવી લે તો તેની એ યુવકને બચાવવાની બધીજ મહેનત પર પાણી ફરી વળે. આથી રેહાને એને બચાવવા થોડી ચપળતા વાપરી અને આત્મહત્યા કરી રહ્યો છે એને ખબર ના પડે એ રીતે બિલ્લીપગે ધીરેધીરે એની પાસે પહોંચી ગયો. પરંતુ ત્યાંજ એ યુવકે રેહાનને જોતા છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો. પણ ત્યાં સુધીમાં એને બઉ વાર થઈ ચુકી હતી અને એ યુવકને રેહાને પાછળથી પકડી લીધો હતો. 


હવે એ યુવક સુરક્ષીત હતો. પરંતુ ખબર નહી જ્યારે રેહાન એને પકડી નીચે ઊતારી રહ્યો હતો ત્યારે એ બેભાન થઇ ચુક્યો હતો. હવે નીચે ઉભેલા દરેક લોકો છત પર આવી ગયા હતા. રેહાને એ બધા તરફ જોયું અને પુછ્યું,

"આમને કોઈ ઓળખે છે?"

(રેહાનને આવું પુછવાનું એક જ કારણ હતું કે, રેહાન આ એપાર્ટમેન્ટમાં રહેતો ન હતો એ તો બસ અહીં બસ પોતાના ફ્રેન્ડ ધવલને મળવા આવ્યો હતો. આથી એને તો ખ્યાલ જ નહતો. અને એ ધવલને પણ પુછી લેત પણ ધવલ ઘરે હાજર ન હતો. આથીજ રેહાન પોતાના ઘરે પાછો જઈ રહ્યો હતો અને ત્યાંજ આ ઘટના બની.)

બધાના મોં પરનો હાવભાવ દેખતા એવુ લાગી રહ્યું હતુ કે આ યુવક ને કોઈ ઓળખતું ન હતુ. ત્યાંજ ભીડ વચ્ચેથી એક અવાજ સંભાળાયો.

"આ અહીં નવા આવ્યા છે આથી એમને અહી કોઈ નહીં ઓળખતુ હોય. પરંતુ, હા મને એટલી ખબર છે કે આ ભાઈ અહીંજ નીચેના ઘરમાં રહે છે." આટલું કહી એ શાંત થઈ ગયો પણ ત્યાં સુધીમાં તો ભીડે રેહાન અને એ વ્યક્તિ એકબીજાને જોઈ શકે એ રીતે રસ્તો બનાવી દિધો હતો. 


રેહાન પાસે હવે એ વ્યક્તિને હોસ્પિટલ લઈ જવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. તો રેહાનને ભીડની મદદ માંગી અને એ યુવકને છત પરથી નીચે ઉતાર્યો. એટલામાં કોઇકે 108 એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો. આથી એ પણ હવે ત્યાં આવી ઉભી હતી. બધાએ ભેગા થઈ એ બેહોશ યુવકને એમ્બ્યુલન્સમાં સુવરાવ્યો અને રેહાન પણ એમની સાથે બેસી ગયો. રેહાન જેવોજ અંદર ગોઠવાયો કે તરત જ એમ્બ્યુલન્સ હોસ્પિટલ તરફ રવાના થઈ અને એ યુવકની ટ્રીટમેન્ટ પણ ચાલુ થઈ. એમ્બ્યુલન્સમાં રહેલી મહીલા ડોક્ટરે દર્દીને તપાસ તા એની પાસેથી એક કાગળ મળ્યો. જેની એક તરફ કોઇક ડોક્ટરનું સરનામું અને બીજી તરફ એક નંબર લખેલો હતો. પહેલાં તો રેહાને એમ્બ્યુલન્સના ડ્રાઇવરને પેલા સરનામે એમ્બ્યુલન્સ લેવાનું કહ્યુ અને પછી પાછળ આપેલા નંબર પર ફોન કર્યો.


ફોનમા રીંગનો રણકાર સંભળાઈ રહ્યો હતો.

"ટ્રીન... ટ્રીન... ટ્રીન..."

ત્રણ રીંગ વાગતાની સાથે જ સામે છેડે કોઇક મહીલા એ ફોન ઉઠાવ્યો. અવાજથી એ મહીલા પણ આ યુવકના ઉંમરની લાગી રહી હતી. સામેથી અવાજ આવ્યો.

"હેલ્લો... હેલ્લો... કોણ..?"

"હું રેહાન બોલું છુ. અહીં સરસ્વતી એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. અને એના ખીસામાંથી તમારા નંબરનુ કાગળ મળ્યું છે આથી મે પહેલાં તમને કોલ કર્યો. શું તમે....." રેહાન પોતાનુ વાક્ય પુરુ કરે એ પહેલાં તો સામે છેડે રોતા હોય એવા સ્વરમાં "કેમ છે એ ? એમને કઈ થયું તો નથી ને ? એમને ફોન આપો મારે વાત કરવી છે."

એમને આટલા સવાલો સાંભળતા રેહાન થોડીવાર થંભ્યો પછી.

"હમણાં હું એમને ફોન નહી આપી શકું. "

"કેમ...? શું થયું છે એને ?"

"કઈ નહીં. એમને મે બચાવી લીધા છે પરંતુ હમણા એ બેહોશ છે આથી હમણાં એ વાત નહી કરી શકે. પણ અમે એમને હોસ્પિટલ જ લઈ જઈ રહ્યા છીએ આથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી એમને કઈ નહી થાય. ઓ.કે."


"ખુબ ખુબ આભાર તમારો એમને તમે બચાવ્યા એ બદલ. એક કામ કરો તમે એમને બીજે ક્યાંય લઈ જવાને બદલે ડૉ. અમિત દવે પાસે લઈ જાઓ હું ત્યાં જ આવું છું. અને બીજી વાત આવીને કરીએ..." એ ગભરાયેલા પરંતુ પોતાને સંભાળતી હોય એવા અવાજે બોલી.

"હા... અમે ત્યાં જ જઈ રહ્યા છીએ. તણે ત્યાં જલદીથી જલદી આવી જાવ. ઓ.કે."

આ વાતચીત પુરી થતાની સાથે જ સામે છેડેથી ફોન કટ થયો.


એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી અને એ યુવકને સ્ટ્રેચર પર લઈને હોસ્પિટલ મા લઈ ગયા અને એને ત્યાં હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યાંના બધા જ લોકો એ યુવકને ઓળખતા હતા અને ત્યાંથી જ રેહાનને ખબર પડી કે એ યુવકનું નામ પાર્થ હતું. પાર્થ પ્રજાપતી. અડધો કલાક વિતી ચુક્યો હતો અને હવે પાર્થને હોશ આવી ગયો હતો. હોસ્પિટલના બધા તેની સાથે વાતચીત કરી રહ્યા હતા. પરંતુ રેહાનને એ જોઈને આશ્ચર્ય થઈ રહ્યુ હતું કે, હમણાં પાર્થના મોં પર થોડા સમય પહેલાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતો હતો એનો એક અણસાર પણ ન હતો."


એટલામાં રેહાનની બાજુમાં આવી અને એક નર્સિંગની વિદ્નીયાર્થીની ઉભી રહી. પહેલાં તો એને પોતાનો પરિચય આપ્યો. પરીચયમાં એને પોતાનું નામ શિતલ જણાવ્યું અને પછી પાર્થ વિશે પુછવા લાગી. એ સમયે તો રેહાન તેના એક પણ પ્રશ્નનો જવાબ ન આપી શક્યો. પરંતુ હા એને એટલું જણાવ્યું કે, "હમણાં પાર્થનુ કોઇ સગુવાહલુ આવવાનું છે તો તમે એમને જ આવીને પુછી લેજો. હું એમને કઈ વ્યક્તિગત રીતે નથી ઓળખતો."


એટલા માજ રેહાનને એક અવાજ સંભળાયો " હેલ્લો... મિ. રેહાન. તમને પાર્થજી બોલાવી રહ્યા છે." રેહાન તરત જ પાર્થના રુમ તરફ ચાલવા લાગ્યો અને શીતલ પણ તેના પાછળ પાછળ ચાલવા લાગી. બંને એક સાથે રુમમાં પ્રવેશ્યા.


"ઓહો...હો... આવો આવો મિ. રેહાન આપનો ખુબ ખુબ આભાર મારી તબીયત સારી ન જોતા તમે મને ઘરેથી અહી હોસ્પિટલ લઈ આવ્યા એ બદલ."

રેહાનને આશ્ચર્ય સાથે તરત ત્યાં ઉભેલી નર્સ જે પાર્થ સાથે વાત કરતી હતી એ તરફ જોયું. નર્સે રેહાનને ખાલી સાંભળવાનો ઈશારો કર્યો. આથી રેહાને પોતાની વાત આગળ ધપાવી.

"હમ્મ... હવે તમને કેવું છે પાર્થજી ? "

"સારુ છે હવે મને. ડોક્ટર કહેતા હતા દવાના વધારે પડતા સેવનથી હું બેહોશ થઈ ગયો હતો. અને તમે ત્યાંરે મને અહીં લઈ આવ્યા."

"હમ્મ..." રેહાનને હવે દાળમા કંઈક કાળુ લાગી રહ્યું હતુ. આથી એને વાત ત્યાંજ પડતી મુકી.


હવે શીતલને પાર્થજીની વાતમાં રસ પડવા લાગ્યો હતો. આથી એને પાર્થજી સાથે વાત શરું કરી.

"હેલ્લો, હું શીતલ છું. અહીં નવી આવી છું. તમારો કેસ હવે મારા કામમાં આવી ગયો છે. આથી હું તમારા વિશે કઈ જાણી શકુ ?"

"હા... હા... બોલો શું જાણવું છે ?" પાર્થે ઉત્સાહથી જવાબ આપ્યો.

" ઓ.કે. તો મે તમારુ નામ અને દવાની માહીતી તો આગળથી લઈ લીધી છે. પરંતુ મને એ ખબર ના કે, તમે દવાનુ વધુ પડતું સેવન કર્યુ તો કર્યુ કેમ ? શું તમે મને એ જણાવી શકો છો ?"


પહેલાં તો પાર્થ થોડો નરમ પડ્યો અને પછી આંખોમાંથી આંસુ વહાવતો બોલી ઉઠ્યો. "મે વિદ્યાના સામે મારા પ્રેમનો એકરાર કરેલો નહીં એજ મારી ભુલ. પણ શું એ પણ એટલી નાદન હતી કે મને અને મારા પ્રેમને એ ના સમજી શકી. આજે વિદ્યાના મેરેજ હતા અને એને મને એના મેરેજમાં આવવાનું આમંત્રણ આપેલું. મારે ત્યાં જવું નહતું. પરંતુ હું ખુદની જાતને ના રોકી શક્યો અને હું ત્યાં પહોંચી ગયો. પહોંચતાની સાથે મે દેખ્યુ કે એના ફેરા થઈ રહ્યા છે. અને એ આ લગ્નથી ખુશ છે. અને હું આ જ વાતને પચાવી ન શક્યો. હું ત્યાંથી નિકળી સીધો ઘરે આવ્યો અને મને વધારે ટેન્શન આવે અને મને ડોક્ટરે જે દવા લેવાનુ કહ્યુ હતું. એ દવા મે હાથમાં લીધી પરંતુ ત્યાંરે જ મને વિચાર આવ્યો કે એતો હવે કોઈ બીજાની થઈ ગઈ છે. હવે એના વગર મારે પણ જીવીને શું કામ. એમ વિચારી ડોક્ટરે મને જેટલી દવા આપી હતી એ હું ખાઈ ગયો. અને આથી હું બેહોશ થઇ ગયો હોઈશ અને ત્યારે મિ. રેહાન મને લઈ ને અહીં આવ્યા."આટલું કહી પાર્થજી જોરથી રડવા લાગ્યા.


તરતજ બહાર ઉભેલી નર્સ અંદર આવી અને રેહાન અને શીતલને બહાર નિકળ્યા અને પાર્થજીને શાંત કરાવવાની કોશિશ કરી રહી હતી. રેહાન અને શીતલ રુમમાંથી બહાર તો નિકળી ગયા. પરંતુ હવે એમના પાસે અંદર ગયા એ પહેલાં જેટલા પ્રશ્નો હતા. એના કરતા વધારે પ્રશ્નો એમના મનમાં ફરી રહ્યા હતાં. એ બંને એક તરફ બાંકડા પર બેઠા અને પાર્થજી વિશે ચર્ચા કરી રહ્યા હતા. ત્યાંજ એક 40-42 વર્ષની મહીલા ઝડપ ભેર અંદર ધસી આવી. અને પુછપરછ બારી પર પુછવા લાગી. "પાર્થને ક્યાં એડમીટ કર્યા છે?"


રેહાન આ અવાજને ઓળખતો હતો. પરંતુ એને એ ખબર ન હતી કે એમનું નામ શું છે ? આથી એને એ મહીલા તરફ વધુ ધ્યાન ન આપ્યું પરંતુ એ મહીલા તરફ ઈશારો કરતા શીતલને કહ્યું,

"કદાચ આ જ એ વિદ્યા લાગે છે. જેની વાત પાર્થજી કરી રહ્યા હતા. કારણકે એ એમના વિશે પુછી પણ રહી છે અને મે ફોનમાં જેના સાથે વાત કરી એનો અવાજ પણ આવો જ હતો. તમે એમને બુમ પાડો જો એ હશે તો એ આપણા તરફ જોશે."

"હમ્મ..."

શીતલ ઉભી થઈ અને એ મહીલાને બોલાવે એ પહેલાં તો એ મહીલા પાર્થજીના રુમ તરફ નિકળી ગઈ. રેહાન અને શીતલ એમની પાછળ પાછળ પાછા પાર્થજીના રુમ તરફ ચાલવા લાગ્યા. એ મહીલા પાર્થજીને રુમના કાચમાંથી નીહાળી રહી હતી. અને અંદરો અંદર ખુશ થઈ ખુશીના આંસુ વહાવી રહી હતી. કદાચ એમને એ વાતની ખુશી હતી કે પાર્થજી હવે સુરક્ષીત એમની આંખોની સામે હતા. 


આ બધું જોઈ રેહાન અને શીતલના મનમાં હજી પણ પ્રશ્નોનો ખડકલો ખડકાઇ રહ્યો હતો. એમાજ રેહાને હીંમત કરી અને એ મહીલા પાસે જઈને ઉભો રહ્યો અને પોતાનો પરિચય કરાવતા કહ્યું.

"હેલ્લો... હું રેહાન... રેહાના દવે. મે તમારી સાથે જ વાત કરી હતીને ફોન પર પાર્થજી બાબતે."

"હા."એ મહીલાએ આંખો સાફ કરતા જવાબ આપ્યો.

"તો આપ વિદ્યા છોને પાર્થજીની ફ્રેન્ડ જેમના આજે લગ્ન હતા ?" ફરીથી રેહાને પ્રશ્ન પુછી લીધો.

એ મહીલા થોડી શાંત રહી પછી, "ના. હું વિદ્યા નથી. હું જ્યોતિ પ્રજાપતિ છું અને તમે જેમને અહીં લઈને આવ્યા છો એ મારા પતિ પાર્થ પ્રજાપતિ છે. "

રેહાન અને શીતલ ના મો પરના હોશ ઉડી ગયા હતા. એ બંનેના મગજ હવે બંધ પડી ગયા હતા. આ ચક્કર હવે એમને સમજાઈ રહ્યું ન હતું.

"પરંતુ તમને આ વિદ્યા વિશે કોને કહ્યું ? " ફરીથી જ્યોતિજીએ પ્રશ્ન કર્યો.


શીતલે રેહાનને એક તરફ કરતા કહ્યું "તમારા પતિ એ અમને વિદ્યા વિશે જણાવ્યું અને એ એમ કેહતા હતાં કે, એ વિદ્યાને પ્રેમ કરતા હતા. પણ ક્યારેય કહી ના શક્યા અને આજે એમના લગ્ન હતા. અને એમને આમંત્રણ હતું એ ત્યાં ગયા પરંતુ એ લગ્ન માટેની વિદ્યાની ખુશી ના જોઈ શક્યા અને એ જ કારણથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. અને હા એમને તો એવું પણ યાદ નથી કે એમને આત્મહત્યાનો પ્રયાસ કઈ રીતે કરેલો. તો આ બધુ છે શું ? અમને તો છેલ્લા બે કલાક થી કંઈજ સમજાતું નથી. હવે તમે કઈક સમજાવો તો થાય. શું તમે અમને કઈ સમજાવી શકશો ?"


"હમ્મ... વિદ્યા. વિદ્યા એ મારી અને પાર્થની કૉલેજની મિત્ર હતી. એ થોડી ફેશનેબલ હતી. પરંતુ દિલથી સાફ હતી. પાર્થ એને બહુજ પસંદ કરતો. પરંતુ ક્યારેય એને કહી શક્યો નહી. વિદ્યા જે કહેતી, જ્યારે કેહતી, જેમ કેહતી એમ પાર્થ કરવા તૈયાર રહેતો. એકવાર તો કોલેજના કેટલાક ગુંડાઓ વિદ્યાની છેડતી કરી રહ્યા હતા. પાર્થને જ્યારે આ ખબર પડી ત્યારે એને ખબર હતી કે એ તે બધાને નહી પહોંચી શકે તો પણ એમના સામે ઝઘડો કરી બેઠો અને આશ્ચર્યની વાત તો એ થઈ કે ના જાણે એમનામાં એ હીંમત ક્યાંથી આવી અને એ દિવસ એને એ બધાને મારેલા. (જ્યોતિ અંદરો અંદર મરક મરક હસી અને પછી વાત આગળ ધપાવી.) 


ત્યાંરથી વિદ્યા પણ એને થોડી ચાહવા લાગી હતી પરંતુ કહી ના શકતી. ધીરેધીરે સમય વીતતો એમ એમ બંનેના સબંધોમાં પણ બદલવા આવતો હતો. પરંતુ બંન્ને એકબીજાથી પોતાના પ્રેમનો એકરાર કરી ના શક્યા અને ઊકેલ દિવસ એવો આવીજ ગયો કે બંને અલગ થઈ ગયા. એક દિવસે અમને બંનેને એક આમંત્રણ પત્રિકા મળી જે વિદ્યાના લગ્નની હતી. અમે બંને ગયા ત્યાં અને ત્રણેય મળ્યા. ત્યાંરે વિદ્યા ખુશ હતી. પરંતુ પાર્થ દુઃખી કારણ કે, પાર્થથી તો એનો પ્રેમ અલગ થઈ રહ્યો હતો. આ સમયે એ વિદ્યાની આ ખુશી પચાવી ન શક્યો અને ઘરે જઈ દવા ગળી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ સમયે એને એના ઘરવાળાએ બચાવી લીધો અને ત્યારથી પાર્થને એવો આઘાત લાગ્યો કે એ વાતને વીસ વર્ષ થઈ ગયા એ વીસ વર્ષમાં અમારા લગ્ન પણ થઈ ગયા તો પણ હમણાં જ્યારે પાર્થ કોઈપણના લગ્ન જોવે ત્યારે એને એવું જ લાગે છે કે એ વિદ્યાના લગ્ન છે અને એ પછી ઘરે આવી અને પેહલાની જેમજ આત્મહત્યાનો પ્રયાસ કરે છે. આજે પણ કદાચ એવું થયું હશે. એટલે જ પાર્થે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પણ ભલુ થાય તમારું કે તમે સાચા સમયે ત્યાં પહોંચી ગયા અને એને બચાવી લીધો તમારો ખુબ ખુબ આભાર." આટલું કહી જ્યોતિએ સ્વાસ લીધો.


આ પુરી વાત સાંભળી રેહાન અને શીતલના ચેહરા પર ખુબ આશ્ચર્ય હતુ પરંતુ એમને આવી પ્રેમની વાત તો ક્યારેય કોઈથી સાંભળી ન હતી.

"આટલું બધુ થઈ ગયું તો પણ તમને કઈ ફરક ના પડ્યો ? " શીતલે જ્યોતિના આ સાચા પ્રેમને જોતા પ્રશ્ન પુછી લીધો.

"ના એમાં શું ફરક પડે એ વિદ્યાને પ્રેમ કરતો હતો એ એનો ભુતકાળ હતો અને એ હમણાં મારી સાથે મારા જીવનસાથી તરીકે છે એનું ભવિષ્ય છે અને આવી હાલતમાં હું એને છોડી દઉં તો મારો પ્રેમ પ્રેમના કહેવાય. અને હા ભલે એની હાલત ગમે તેવી હોય હું ખુશ છું એની સાથે રહીને અને એ પણ... ભલે અમુક સમયે એને કંઈક થઈ જાય છે. તો પણ હું એને એટલો જ પ્રેમ કરું છું જેટલો કૉલેજ સમયે કરતી હતી."


જ્યોતિ પોતાનો જવાબ પુર્ણ એ પહેલાં પાર્થજીના રુમમાં રહેલી નર્સ બુમ પાડી, "જ્યોતિબેન તમને પાર્થજી બોલાવે છે."

"ઓ.કે. તો આપણે બીજી વાત પછી કરીએ. હમણાં હું પાર્થને મળી લઉં." જ્યોતિ મોં પર ખુશી દર્શાવતી પાર્થજીના રુમ તરફ ચાલી. રેહાન અને શીતલ પણ એમના સાથે રુમના અંદર પ્રવેશ્યા.


"ઓહ... જ્યોતિ. તું ક્યાં ગઈ હતી. તું ન હતી તો મારે અહીં આ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. હવે તું મને છોડીને ક્યાંય ન જતી. ઓ.કે." જાણે વિદ્યા વિશે જ્યોતિને કઈ ખબરના હોય એ રીતે વાત કરતાં પાર્થે જ્યોતિને કહ્યું.

"ઓ.કે. હવે હું તને છોડીને નહીં જવું બસ." મોં પર મુસ્કાન દર્શાવતા જ્યોતિએ પાર્થને ગળે લગાવીને કહ્યું. અને પછી, "તે દવા લીધી ?"

"હા... દવા લીધી એટલે જ તો અહીં છું." આટલું કહી પાર્થ ખડખડાટ હસવા લાગ્યો.

અને ત્યાંજ એનો જ્યોતિ પ્રત્યેનો પ્રેમ અને એની હસીનો અવાજ આખા રુમમાં ફેલાઈ ગયો.


પાર્થ અને જ્યોતિનો આ પ્રેમ જોઈ અને રેહાન અને શીતલ પણ સમજી ગયા કે પ્રેમ શું ચીજ છે. 

સારાંશ:-

"પોતાનું હોય પરંતુ ક્યારેક પોતાનાથી દુર થઈ અને પાસે આવે એને પણ પ્રેમ કરવો એમાં પણ એક અલગ મઝા છે."


Rate this content
Log in

Similar gujarati story from Romance