Kajol Deriya

Inspirational

4.1  

Kajol Deriya

Inspirational

પિતાનો પ્રેમ છે અપરંપાર

પિતાનો પ્રેમ છે અપરંપાર

2 mins
202


     એક ભાઈ સાંજે કામ પરથી ઘરે આવ્યા. ઘરનો દરવાજો ખોલતાની સાથે જ પત્નીએ વિલાયેલા મોઢે કહ્યું,,"ગામડેથી તમારા પપ્પા આવ્યા છે. " વાત સાંભળતાની સાથે જ પતિના હોશકોશ ઉડી ગયા. મંદી ને કારણે નાનો ધંધો બંધ કરી ને નોકરી ચાલુ કરી દેવી પડી હતી અને માંડ માંડ ઘરનું ગુજરાન ચાલતું હતું એમાં ગામડેથી પિતાજી આવ્યા છે તો કોઈ ચોક્કસ મદદ માંગવા માટે જ આવ્યા હશે. આ વિચાર માત્ર થી એ ભાઈ ધ્રુજી ગયા.

         ઘરમાં પ્રવેશીને મુરઝાયેલા ચહેરે પિતાને પ્રણામ કર્યા. સાંજ નું ભોજન પતાવીને પિતાએ પુત્ર ને કહ્યું,"બેટા, તારી સાથે થોડી વાતો કરવી છે. " પિતાની વાત સાંભળતા જ દિકરાના હૈયામાં ફાળ પડી. 'નકકી હવે પપ્પા પૈસાની માંગણી મુકશે. મારી કેવી સ્થિતિ છે એનો પપ્પા ને જરા પણ વિચાર નહીં આવતો હોય ? મને ફોન પહેલા કર્યો હોત તો હું ફોન પર પણ પપ્પા ને મારી મુશ્કેલી જણાવી શકત.' વિચારોના વાવાઝોડામાં સપડાયેલા દિકરાના ખભ્ભા પર પિતાનો હાથ મૂકાયો ત્યારે દિકરાને ખબર પડી કે પિતાજી એમની બાજુમાં આવીને બેસી ગયા છે.

         પિતાએ દિકરાને કહ્યું,"બેટા, તું મહિને એકાદ વખત ગામડે અમને ફોન કરીને વાત કરી લેતો પણ છેલ્લા ૪ મહિનાથી તારો કોઈ જ ફોન નથી આવ્યો એટલે તને કંઈક તકલીફ હશે એવુ મને અને તારી મમ્મી લાગ્યું. હું તને બીજી તો શું મદદ કરી શકું, પણ મારી પાસે થોડા ધરેણા પડેલા હતા એ વેંચીને આ ૫૦,૦૦૦ રૂપિયા ભેગા થયા છે એ તારા માટે લાવ્યો છું. હું તો કાલે સવારે ઊઠીને ગામડે જતો રહીશ પણ બસ ફોન કરતો રહેજે તારી મમ્મી ખૂબજ ચિંતા કરતી હોય છે અને કંઈક મુશ્કેલી હોય તો બેઘડક કહેજે તારા માટે જમીન વેંચવી પડે તો વેંચી નાંખીશું. "આટલી વાત કરીને પિતાએ દિકરાના હાથમાં નોટોનું બંડલ મૂકી દીધું.

         દિકરો કંઇજ બોલી ન શક્યો. માત્ર ભીની આંખોએ બાપના ચહેરાને જોઇ રહ્યો. જે બાપની ભિખારી તરીકે કલ્પના કરી હતી એ તો ભગવાન બનીને આવ્યા હતા.

         આ વાર્તા પરથી એક વસ્તુ સમજવા જેવી છે કે આપણી મુશ્કેલીના સમયે પોતાનું સર્વસ્વ આપીને આપણને મદદ કરનાર પિતા‌‌ કોઈ મુશ્કેલીમાં તો નથીને એ જોવાની ફરજ ભગવાનની નહીં પરંતુ એક જવાબદાર સંતાન તરીકે આપણી છે.

        પાપા એટલે માતા નો પા ભાગ.  

        પપ્પા હંમેશા મહાન જ હોય છે, તોય એના મહાન સંતાનો એનો ક્રેડિટ મમ્મી ને આપે છે છતાં પપ્પા મૌન સેવે છે બસ એટલે જ પપ્પા મહાન છે. પપ્પાની મહાનતા કોઈ કવિઓ, લેખકો કે વિવેચકોની મોહતાજ નથી બસ એટલે જ પપ્પા મહાન છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational