Kajol Deriya

Others

4.0  

Kajol Deriya

Others

ખેતી

ખેતી

3 mins
389


  ભવિષ્યનો સર્વોતમ ધંધો હશે, ખેતી એક સંપૂર્ણ અને સ્વનિર્ભર વ્યવસાય છે. જગતનો 'તાત એટલે બાપ' કહેવાતા ખેડૂતના હાથમા એટલી આવડત અને શક્તિ હોય છે કે તેને ઈશ્વર-પ્રકૃતિ સિવાય કોઈ લાચાર ન કરી શકે. દુનિયા આખીના પેટની ભૂખ ઠારવાનું કૌવત એક માત્ર 'ખેડૂતનાં બાવડામાં' જ હોય છે.

કુદકેને ભૂસકે વધતી વસ્તી ને કારણે.. ચાહે દુનિયાની કોઈ પણ સત્તા કે મહાસત્તા કેમ ન હોય, આવનારા નજીકના સમયમાં ખેતીને સૌથી વધારે "મોભાદાર અને રોજગારી" આપતો વ્યવસાય બનતા કોઈ નહિ રોકી શકે. સ્વયં ઈશ્વર પણ નહિ.

   કરોડો રુપિયાનાં રોકાણ પછી પણ ધંધા બદલવા પડે છે અથવા બંધ થઈ જાય છે. આજે કે ભવિષ્યમા એક પણ ધંધો-નોકરીની સલામતીની કોઈ ગેરંટી નથી એની સામે સૌથી સુરક્ષીત વ્યવસાય 'ખેતી' હશે ?

મિત્રો તમે જ જોઈ લ્યો !

આજ થી ૧૫ - ૧૭ વર્ષ પહેલાં લગભગ એવી કોઈ જ જગ્યા નહોતી જ્યાં પીસીઓ ના હોય..પછી ધીમે ધીમે બધાના ઘરમાં લેન્ડલાઈનની સુવિધા થવા માંડી...ધીમે ધીમે પીસીઓ ઓછા થવા લાગ્યા...

અને પછી વિશ્વમાં જન્મ લીધો મોબાઈલે.

લગભગ પીસીઓ બંધ... હવે પીસીઓવાળા એ મોબાઈલના રિચાર્જ અને બિલ ભરવાના ચાલુ કરી દીધા..અને હવે તો રિચાર્જ અને બિલ પણ ઓનલાઈન થઈ ગયા છે.                   

તમે ક્યારેય એ તરફ ધ્યાન વાળ્યું..?         

           આજે બજારમાં દરેક ચોથી-પાંચમી દુકાન મોબાઈલની છે. સેલ, સર્વિસ, રિચાર્જ, એસેસરીઝ, રીપેર તથા મોબાઈલને લગતી કોઈ પણ હલ કરવી હોય...

         આજે લગભગ બધું "પેટીએમ"થી થઈ ગયું છે...હવે તો લોકો રેલવે, બસની ટિકિટ પણ મોબાઈલથી કરાવવા લાગ્યા છે...હવે રૂપિયા -પૈસાનું લેણદેણ પણ બદલાઈ રહ્યું છે.

         રોકડ રૂપિયાની જગ્યા પહેલાં પ્લાસ્ટિક મની એ લીધી...અને હવે તો ડિજિટલ લેવડદેવડ થઈ રહ્યુ છે 

         દુનિયા ખુબ ઝડપથી બદલાઈ રહી છે...આંખ, કાન, નાક, મગજ ખુલ્લું રાખો નહીંતર તમે પાછળ રહી જાશો...    

          ૧૯૯૮ માં '"કોડાક"' કંપની માં ૧,૭૦,૦૦૦ કર્મચારીઓ કામ કરતા હતા અને તેઓ દુનિયા ના ૮૫% ફોટો પેપર વેંચતા હતા... થોડા જ વર્ષો માં '"ડિજિટલ ફોટોગ્રાફી"' એ તેમને બજાર માંથી બહાર ફેંકી દીધા.. '"કોડાક"' દેવાળિયું થઈ ગયું... તેમના બધા જ કર્મચારીઓ રસ્તા પાર આવી ગયા, તેવીજ રીતે '"નોકિયા"' મોબાઈલ કંપની.....  મુદ્દા ની વાત એ છે કે.. તમને અંદાજો પણ છે કે આવતા ૧૦ વર્ષોમાં વિશ્વ સંપૂર્ણ પરિવર્તન પામશે...

આજે ચાલનારા ૭૦ થી ૮૦% ઉદ્યોગો બંધ થઈ જશે... 

'ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં'

             'તમારું સ્વાગત છે...'

          "ઉબેર" ફક્ત એક સોફ્ટવેર છે. તેમની પોતાની એક પણ કાર નથી તેમ છત્તા તે દુનિયાની સૌથી મોટી ટેક્ષી કંપની છે. 

       એરબીએનબી દુનિયાની સૌથી મોટી હોટેલ કંપની છે, જયારે તેમની ખુદની પાસે તો પોતાની એક પણ હોટેલ નથી.

       અમેરિકામાં યુવા વકીલો માટે હવે કોઈ જ કામ નથી બચ્યું...કારણકે IBM Watson નામનું એક સોફટવેર પાપંણના ઝબકારામાં વધારે સારી લીગલ એડવાઈઝ આપી દે છે...આવતા ૫ થી ૭ વર્ષ માં ૯૦% વકીલોને ઘરે બેસવાનો વારો આવશે...અને જે બાકી બચ્યા હશે તે ઉત્તમ પ્રકારના જે-તે બાબત ના નિષ્ણાંત હશે...

     Watson નામક આ સોફ્ટવેરે કેન્સર નું ડાયગ્નોસિસ મનુષ્યની ચોક્કસાઈ કરતા ૪ ઘણી વધુ ચોક્કસાઈએ કરે છે...

અંદાજે અંદાજે ૨૦૩૦ થી તે ૨૦૩૫ સુધી માં કમ્પ્યુટર મનુષ્ય કરતા વધારે હોશિયાર થઈ ગયું હશે...

આવતા ૧૫-૧૭ વર્ષોમાં લગભગ કાર ગાયબ થતી અનુભવશો.... 

જે વધશે તે કાંતો ઇલેકટ્રીક કાર હશે અથવાતો હાયબ્રીડ.......

રસ્તાઓ ખાલી જોવા મળશે...

પેટ્રોલની નહિવત જરૂર પડશે....

આરબ દેશો મુશ્કેલીમાં મૂકાવા લાગશે, 

આર્થિક તાણ અનુભવવા લાગશે...

તમે પોતે ઉબેર જેવા એક સોફ્ટવેરેથી કાર મંગાવશો અને પલભરમાં એક ડ્રાઈવર વગર ની કાર તમારી આસપાસ આવી જશે....

અને એ સવારી જો તમે કોઈ અન્ય સાથે વહેચણીમાં લેશો તો તમને સવારી તમારા બાઈક કરતા પણ સસ્તી પડશે..

     ડ્રાઈવર લેસ કાર હોવાના કારણે અકસિડેન્ટ્સ થવાના લગભગ બંધ જ થઈ જશે....

એટલે ઈન્સ્યુરન્સ અને વીમા કંપની પણ ઘર ભેગી..!

    ડ્રાઈવર નામનો રોજગાર લુપ્ત થઈ જશે...

જયારે શહેરો અને રસ્તો પરથી ૯૦% ગાડીઓ ગાયબ થઈ જશે તો ટ્રાફિક અને પાર્કિંગ નામની કંટાળાજનક સમસ્યાનો અંત આપોઆપ આવી જશે....

આવુ તો બહુ બધુ બદલાઈ રહ્યુ છે.

 એ બદલાતા સમય મા પણ મુળ ન બદલાય એવો એક વ્યવસાય હશે

    ' ખેતીવાડી '

 પ્રાકૃતિક ખેતીને અનુસરતો ખેડૂત ક્યારેય બેકાર ગરીબ કે લાચાર નહિ રહે. પ્રાકૃતિક ખેતી, આધુનિક વિજ્ઞાન કે ટેકનોલોજીની ઓશીયાળી નહિ રહે.અનેક ધંધા બંધ થઈ ગયા અને ભૂલાઈ સુદ્ધા ગયા છે પણ પાછલા ૫૦૦૦ વરસથી અનેક ચડાવ ઉતાર આવ્યા પછી પણ ખેતીનો વ્યવસાય અડીખમ ઊભો છે અને માણસને જ્યાં સુધી પેટ છે ત્યાં સુધી રહેશે.ગમે એવા ભૂખમરામા પણ પોતાનુ પેટ ભરવા માટે ખેડૂત સ્વનિર્ભર તો રહેશે જ. 

 'આવનારા સમયમાં બજારનો માલિક ખેડૂત હશે'

ફાઈનલી એગ્રીકલ્ચર ઈઝ અવર કલ્ચર.


Rate this content
Log in